Saturday, July 27, 2024
Homeસમાચારગુજરાત એવુ આદર્શ રાજ્ય છે કે જ્યાં બાળકના નસીબમાં ભરપેટ ભોજન પણ...

ગુજરાત એવુ આદર્શ રાજ્ય છે કે જ્યાં બાળકના નસીબમાં ભરપેટ ભોજન પણ નથી

ભારત સરકારનો દાવો છે કે અનુસરણ કરવા માટે ગુજરાત રાજ્ય એક સર્વશ્રેષ્ઠ મોડેલ રાજ્ય છે, પરંતુ બાળ સ્વાસ્થ્યમાં રાજ્યનો ખરાબ રેકોર્ડ આ મોટા મોટા દાવાઓમાં તદ્દન વિપરીત છે.

ગુજરાતનાં કોઈ દૂરદૂરનાં ખૂણામાં નહિ, બલ્કે અમદાવાદની આસિસ્ટન્ટ નર્સ ફેરિયાલ સુરનને પૂછો, જે હંમેશા કુપોષિત બાળકોને જુએ છે અને યાદ કરે છે કે ગત મહિને જ તેની સામે 8 માસની એક ગંભીર રૂપે ઓછાં વજનવાળી બાળકીનું મોત થઈ ગયું હતું.

પાછલાં મહિને 6,846 ઓછો વજન ધરાવનારા બાળકો જેમનો વજન 2.5 કિલોગ્રામ કરતાં પણ ઓછો હતો, તે લોકો ગુજરાતમાં જન્મ્યા છે. રાજ્યમાં આ દરમ્યાન જન્મેલા એનિમિયા ધરાવનાર બાળકોની કુલ સંખ્યા 802 હતી. જિલ્લાઓમાં 411 મામલાઓની સાથે બનાસકાંઠામાં સૌથી વધુ ઓછું વજન ધરાવનારા નવજાત શિશુઓની સંખ્યા નોંધવામાં આવી. ત્યાર બાદ આણંદ (379) અને અમદાવાદ શહેર (369)નો નંબર આવે છે. ખેડા અને કચ્છમાં ક્રમશઃ 289 અને 265 મામલાઓ નોંધાયા છે, જ્યારે કે રાજકોટમાં 260 મામલાઓ નોંધવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લો ગાંધીનગર રહ્યો. જ્યાં નવજાત શિશુઓના સૌથી ઓછાં 11 મામલાઓ જ નોંધાયા છે. વધુ ગ્રામીણ વસ્તીવાળા બનાસકાંઠામાં સૌથી વધુ 239 બાળકોમાં એનિમિયાના મામલાઓ નોંધવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ જિલ્લાનાં આદિવાસી અને કેટલીક વિચરતી જનજાતિઓની આબાદી સૌથી વધુ છે. અમદાવાદમાં 24 નવજાત શિશુઓમાં એનિમિયા જોવા મળ્યો હતો.

આ ઓફીસિયલી આંકડા છે, અને રાજ્યના આંકડાઓ પર પહેલા પણ પ્રશ્નો ઉઠ્યા છે. ભારતની કેગ (CAG)એ ગુજરાત સરકાર પર ઓછી સંખ્યા દર્શાવવા માટે એવા પ્રકારનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તથા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS) દ્વારા સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી.

2018માં રજૂ કરવામાં આવેલી રિપોર્ટમાં કેગએ કહ્યું કે રાજ્ય સરકાર કુપોષણના સ્તરનું આંકલન કરવા માટે ફક્ત ઓછું વજન ધરાવનારા બાળકો પર વિચાર કરી રહી છે. આ આશ્ચર્યજનક અને વ્યર્થ ખર્ચ છે કે કુપોષણની ગણતરી કરતાં સમયે વિચાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સૂચકો જ રાજ્યની સંખ્યામાંથી સ્પષ્ટ રૂપે ગાયબ હતા.

યુનિસેફની એક રિપોર્ટ, રેપિડ સર્વે ઓન ચિલ્ડ્રન (RSOC) એ 2013-14માં કહ્યું હતું કે ગુજરાત એકમાત્ર એવું વિકસિત રાજ્ય છે જ્યાં કુપોષણ રાષ્ટ્રિય સરેરાશ કરતાં પણ અતિ ખરાબ છે.

2012માં ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિશ્ચિત રૂપે સ્વાસ્થ્ય સૂચકાંકમાં રાજ્યને ખરાબ પ્રદર્શન માટે લોકોને આ કહેતા દોષી ઠેરવ્યા હતાં : “મધ્યમ વર્ગ સ્વાસ્થ્ય પ્રત્યે  જાગૃત થવાની તુલનામાં સૌંદર્ય પ્રત્યે વધુ જાગૃત છે અને આ એક પડકાર છે.”

આ ટિપ્પણી NFHS-3ના ધ્યાનમાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ વર્ષથી ઓછી વયના 41 ટકાથી વધુ બાળકો ઓછું વજન ધરવાનારા બાળકો હતાં, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ ખરાબ હતા.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની ચૂક્યા છે, પરંતુ રાજ્યના બાળકોને સારા દિવસો નસીબ થઈ રહ્યાં નથી. કુપોષણ અને બાળકોમાં એનિમિયાના મામલાઓમાં ગુજરાત હજુ પણ સૌથી ખરાબ સ્થાન પાંચમા નંબર પર છે.

રાજ્ય માટે શરમજનક રાષ્ટ્રીય સર્વે

NFHS-5 ના નિષ્કર્ષ અનુસાર, કુપોષણથી લડવા માટે ગુજરાત અને બિહાર સૌથી વધુ ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યો છે. સંયોગથી બંને રાજ્યોમાં લાલુ પ્રસાદની સાથે નીતીશ કુમારના ગઠબંધન ઉપરાંત, એક લાંબા સમય સુધી એક જ પાર્ટીનું શાસન રહ્યું છે.

2018માં ગુજરાતમાં બાળ મૃત્યુદર પ્રતિ 1000 જીવિત જન્મ બાળકો પર મરનાર બાળકોની સંખ્યા 28 હતી, જ્યારે કે રાષ્ટ્રીય આંકડો 32 હતો. 2019-2020માં રાજ્યમાં મૃત્યુ દર પાંચ વર્ષથી ઓછી વયમાં ખૂબ જ વધુ પ્રતિ 1000 જન્મ પર 37.6 હતા. યુનિસેફના આંકડા અનુસાર, રાષ્ટ્રીય સરેરાશ 34.3 હતો.

NFHS-5ના આંકડાઓ મુજબ ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39 ટકા બાળકો અવિકસિત છે, જે 2015-16માં 38.5 ટકા હતો. 2019-2020માં  ગુજરાતમાં 10.6 ટકા બાળકો નષ્ટ થઈ ગયા, જે NFHS-4ના 9.5 ટકાથી વધુ હતો.

ઓછાં વજનવાળા બાળકોની સરેરાશ 39.7 ટકા પણ NFHS-4 દરમ્યાન પાંચ વર્ષ પહેલાંની તુલનામાં સામાન્ય (0.3 ટકા) વધુ હતી.

કોવિડે પરિસ્થિત બગાડી

વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ-19 મહામારીએ પણ રાજ્યમાં કુપોષણના વધતાં સ્તરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક કાર્યકર્તા અને આનંદીની કાર્યકારી નિર્દેશક સેજલ ડાંડે કહ્યું, “મહામારી દરમ્યાન આંગણવાડી કેન્દ્રોને બંધ કરી દેવામાં આવ્યા હતાં, જે એક મોટી ભૂલ હતી.” તેણે કહ્યું કે, “સરકારને જરૂરી સેવાઓ હેઠળ આંગણવાડીઓને પણ રજીસ્ટર્ડ કરવી જોઈતી હતી. સાથે, એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) માટે પૂરક બજેટ ફાળવવાની આવશ્યકતા છે, સરકારને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રત્યેક બાળકને સારી રીતે ભોજન આપવામાં આવે. ત્યારે જ આપણે કુપોષણના વધતાં અભિશાપને રોકી શકીશું.”

ડાંડે આ પણ જણાવ્યું કે અન્ય રાજ્યો થી વિપરીત, અમદાવાદમાં શાળાઓના મધ્યાહન ભોજનમાં ઈંડા હોતા નથી. જ્યારે કે તે ઉચ્ચ પ્રોટીન માટેનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આનાથી પીરસવામાં આવેલા ભોજનમાં પોષક તત્વો ઘણાં ઓછાં થઈ જાય છે. તેણે કહ્યું કે, “ગુજરાતમાં એક મોટી અન્ય રાજ્યોની વસ્તી છે અને તે ઈંડા ખાય છે. આવામાં તેમના માટે દાળ વગર, ચોખા પીરસવાથી કામ નહિ ચાલે.”

સૌજન્યઃ https://bit.ly/3zbvis9


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments