Tuesday, September 10, 2024
Homeસમાચારકોરોના મહામારીમાં સરકારની કામગીરી સામે ગુજરાતીઓનો સોશ્યિલ મીડિયા પર અસંતોષ: #GujaratBolRahaHai ટ્વિટર...

કોરોના મહામારીમાં સરકારની કામગીરી સામે ગુજરાતીઓનો સોશ્યિલ મીડિયા પર અસંતોષ: #GujaratBolRahaHai ટ્વિટર પર ટ્રેન્ડ થયું

આપણે જાણીએ છીએ કે વિશ્વ અને આપણો દેશ કોવિડ19 ના વિકટ રોગચાળામાં સપડાયેલ છે. પરંતુ કમનસીબે આપણું રાજ્ય ગુજરાત આ મહામારી સામે લડવા માટે ઘણા મોરચે નિષ્ફળ ગયું છે. ત્યારે આજે તા. ૩૧મી મે ના રવિવારના રોજ બપોરે ટ્વીટર યુઝર્સે #GujaratBolRahaHai ના હેશ ટેગ સાથે રૂપાણી સરકારને વેધક સવાલો કર્યા હતા. લગભગ ૭-૮હજાર જેટલી ટ્વીટ્સમાં સરકારને સિવિલ હોસ્પિટલની બેદરકારી, વેન્ટીલેટરની કમી તેમજ બિનકાર્યક્ષમ ધમણ વેન્ટીલેટરની ખરીદીમાં શંકાસ્પદ ભૂમિકા, હાઇ કોર્ટની બેન્ચની ટીપ્પણી પછી તેમની બદલી વગેરે જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાંક યુઝર્સ કોરોના સામેની લડાઈમાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તેવા દાવા સાથે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને સરકાર પાસે આ ત્રુટિઓનો જવાબ માંગ્યો હતો

#GujaratBolRahaHai હેસટેગ લગભગ બે કલાક સુધી ગુજરાતમાં બીજા નંબર પર અને રાષ્ટ્રીય સ્તરે ૨૪માં નંબર પર ટ્રેન્ડ કરતો રહેયો.સોશ્યલ મીડીયામાંના આ ટ્રેન્ડ ગુજરાતની કોરોના સામેની લડાઈ તરફ ગુજરાતીઓનો અસંતોષ દર્શાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments