Friday, November 22, 2024
Homeસમાચારભારતે વિદેશી યાત્રીઓ માટે વર્તમાન ગાઇડલાઈનમાં કર્યો ફેરફાર

ભારતે વિદેશી યાત્રીઓ માટે વર્તમાન ગાઇડલાઈનમાં કર્યો ફેરફાર

નવી ગાઇડલાઈન આજથી અમલી અને આગલા આદેશ સુધી અમલમાં રહેશે.

નવા દિશા નિર્દેશો અનુસાર પાંચ વર્ષથી નીચેની આયુના બાળકોને યાત્રાથી પહેલા અને બાદમાં કોરોના વાયરસનાં ટેસ્ટ થી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે યાત્રા દરમ્યાન જો કોરોનાના લક્ષણ જણાશે તો તેનો ટેસ્ટ કરવામાં આવશે અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તેની સારવાર કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરેલી દિશા નિર્દેશોમાં વાયરસનાં સતત બદલતા વેરિયન્ટ ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે.

પાછલી ગાઈડ લાઈનની સમીક્ષા કરવામાં આવી અને જાહેર કરેલા નવા દિશા નિર્દેશોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા જે નીચે મુજબ છે.

• આવનારા યાત્રીઓને કોરોના વાયરસ રસીકરણને 15 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા જોઈએ.

• જો યાત્રીઓએ સંપૂર્ણ રીતે રસીકરણ કરાવ્યું છે અને તે એવા દેશોમાંથી આવી રહ્યાં છે જેમની પાસે WHO એ મંજૂર કરેલી વેક્સિન લીધી હોય, તો તેને ક્વોરંટાઈનની પ્રોસેસમાંથી પસાર થવું નહિ પડે. જો કે, તેના આવ્યાં બાદ 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યની સંભાળ પોતે રાખશે.

• જે યાત્રીઓનું સંપૂર્ણ રીતે રસીકરણ થયું નથી, તેને કોરોના ટેસ્ટ માટે એક સેમ્પલ આપવું પડશે, ત્યાર બાદ એરપોર્ટ બહાર જવાની અનુમતિ આપવામાં આવશે.

• હોમ ક્વોરંટાઈન તથા સેલ્ફ હેલ્થ મોનીટરીંગ હેઠળ જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તરત જ સેલ્ફ આઇસોલેશન થઈને પોતાના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરે તથા રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1075 પર કોલ કરે.

• આવતાં સમયે પ્લેનમાંથી ઉતરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું અને થર્મલ સ્ક્રીનીંગ કરાવવું ફરજિયાત છે.

• એરપોર્ટના હેલ્થ સ્ટાફને ઓનલાઇન ભરેલું સેલ્ફ ડીક્લરેશન ફોર્મ દેખાડવું પડશે.

• સ્ક્રીનીંગ દરમ્યાન લક્ષણ જણાય તો તરત જ આઇસોલેટ કરવામાં આવશે અને સ્વાસ્થ્ય પ્રોટોકોલ અનુસાર સારવાર કરવામાં આવશે. જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેની આસપાસના લોકોની ઓળખ કરવામાં આવશે અને તેને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તેમની વ્યવસ્થા કરવામાં આવશે.

• આ ઉપરાંત જે યાત્રીઓનો ટેસ્ટ પોઝિટિવ આવશે, તેમના સંપર્કમાં આવનારા તમામ યાત્રીઓનો આઈસીએમઆરના પ્રોટોકોલ અનુસાર ટેસ્ટ કરવામાં આવશે અને 14 દિવસ ક્વોરંટાઈનમાં રાખવામાં આવશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments