Friday, December 13, 2024
Homeસમાચારગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા મોરબી અને આણંદની ઘટના બાબતે ડીજીપીને...

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા મોરબી અને આણંદની ઘટના બાબતે ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમડળ દ્વારા લો એન્ડ ઓર્ડર બાબતના એડિશનલ ડીજીપી નરસિમ્હા કુમારથી મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ આણંદ શહેરમાં થયેલ બનાવ અને તારીખ ૨૭/૧૦/૨૦૨૧ના રોજ મોરબી શહેરમાં બનાવમાં સામેલ તામામ આરોપીઓ વિરૂધ્ધ ફોજદારી રાહે તાત્કાલીક કાર્યવાહી કરવા બાબત અને રાજયમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફ્તી રિઝવાન તારાપુરી દ્વારા જણાવાયું હતું કે, “આ બન્ને બનાવો વિરૂધ્ધ રાજયભરમાં જુદી જુદી જગ્યાએ ફરિયાદ આપવામાં આવેલ છે. પરંતુ આરોપીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવમાં આવેલ નથી. જેથી અસમાજીક તત્વોને પ્રોત્સાહન મળી રહયુ છે અને જેથી ભવિષ્યમાં પણ તેઓ દ્રારા દેશની એકતા અને અખંડતા તોડવાના ચોક્કસપણે પ્રયાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીની મુળભૂત ફરજ છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવી રાખે પરંતુ તે માટે તેઓ દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને રાજયભરમાં થયેલ ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવેલ છે. જેથી, રાજયના મુસ્લિમ સમુદાયના લોકોના કાયદાકીય અધિકાર, બંધારણીય અધિકાર અને માનવઅધિકારોનુ ઉલ્લંધન થયેલ છે. “

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતી દ્વારા ઉપરોક્ત બન્ને બનાવમાં સામેલ તમામ આરોપી વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.

આ પ્રતિનિધિમંડળમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફ્તી મુહમ્મદ રીઝવાન તારાપુરી, જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના સેક્રેટરી વાસિફ હુસૈન, જમીઅત ઉલ્મા અહમદાબાદના જનરલ સેક્રેટરી મૌલાના અબ્દુર્રઝ્ઝાક, જમીઅત ઉલમા ગુજરાતના મુફ્તી ઇસહાક ફલાહી અને જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના સભ્ય ઇકરામ બેગ મિર્ઝા સામેલ હતા.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments