નોર્થ ત્રિપુરાના પાનીસાગર માં 26 ઓક્ટોબરે મુસ્લિમ વિરોધી હિંસામાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા સળગાવવામાં આવેલી દુકાનોનાં મામલામાં પીડિતોને મળેલી સહાયની રકમને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આગચંપીના જે પીડિતને 17 લાખનું નુકસાન થયું છે તેને હજુ સુધી એક રૂપિયાનું પણ વળતર મળ્યું નથી. જો કે જે જે પીડિતોને સહાય મળી છે તે નુકસાનીના 10 ટકા પણ નથી.

હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલી આગચંપીમાં આમિરુદ્દીનની 2 દુકાનો સળગાવી નાખવામાં આવી હતી, જેમાં તેને 17 લાખ રૂપિયાનું નુકસાન થયું. આમીરુદ્દીને ઇન્ડિયા ટૂમોરોને જણાવ્યું કે હજુ સુધી તેને એક રૂપિયાની પણ સહાય મળી નથી.

ઇન્ડિયા ટૂમોરો સાથે વાત કરતા પીડિતોએ જણાવ્યું કે ડીસી ઓફિસમાંથી કેટલીક રકમ સહાય રૂપે આપવામાં આવી છે, આ રકમ નુકસાનીને જોતાં ખૂબ જ ઓછી છે. પીડિતોએ આ પણ જણાવ્યું કે તેને થોડા પૈસા આપીને પરત મોકલી દીધા. સહાયની બાકી રકમનું પૂછતા અધિકારીઓએ કહ્યું કે, “સરકારે જે રૂપિયા આપ્યાં હતાં તે તમારા સુધી પહોંચાડી દીધા.”

એક પીડિતે ઇન્ડિયા ટૂમોરોને જણાવ્યું કે, “અમને મળેલી સહાયની રકમ એટલી પણ નથી કે જેનાથી સળગાવવામાં આવેલી દુકાનનો કાટમાળ સાફ થઈ શકે.”

આ આરોપો પર ઇન્ડિયા ટૂમોરોએ પાનીસાગરના તંત્ર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ અધિકારી સાથે સંપર્ક થઈ શક્યો નહિ.

પાનીસાગરમાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલી આગચંપીમાં 8 દુકાનો સળગાવી નાખવામાં આવી હતી, જેમાં પીડિતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

પાનીસાગરમાં સળગાવવામાં આવેલી મુસ્લિમોની આ 8 દુકાનો આમિર હુસેન, આમીરુદ્દીન, નિઝામુદ્દીન, સનોફર, યુસુફ અલી, જમાલુદ્દીન, મોહમ્મદ અલી અને સુલતાન હુસેનની હતી, જે આગચંપીમાં સંપૂર્ણ રીતે નાશ પામી.

અત્યાર સુધી આ પીડિતોને જે સહાય મળી છે તે આ પ્રકારે છે : આમિર ને ₹26,000, આમિરુદ્દિન ને એક પણ રૂપિયો નહીં, નિઝામુદ્દીનને ₹85,000, સનોહરને ₹90,000, સનોફરને ₹30,000, યૂસફને ₹36,000, મોહમ્મદ અલીને ₹20,000 અને સુલતાનને ₹30,000 મળ્યા છે.

જો કે, આ બધાને લાખોનું નુકશાન થયું છે. જે તંત્રએ પણ માન્યું છે. પરંતુ સહાયની રકમ તદ્દન નજીવી આપવામાં આવી છે.

સળગાવવામાં આવેલી દુકાનોમાં આમીરની ઇલેક્ટ્રિકલ માલસામાનની દુકાન હતી અને લગભગ 12 લાખનું નુકસાન થયું. આમીરુદ્દીનની અનાજની દુકાન હતી જેને 17 લાખનું નુકસાન થયું. નિઝામુદ્દીનની કોસ્મેટિક અને મોબાઈલની એસેસરીઝની દુકાન હતી જેને 10 લાખની આસપાસ નુકસાન થયું. સનોફર અને સનોહર બંને ભાઈઓની કપડાં, ચપ્પલ અને સ્કૂલ બેગની દુકાન હતી જેને 15 લાખની આસપાસ નુકસાન થયું. આ જ પ્રકારે યુસુફ અલીની અનાજની દુકાન હતી જેને 15 લાખનું નુકસાન થયું છે. જમાલુદ્દીનને ફોટોકોપીની દુકાન હતી, જેને 7 લાખનું નુકસાન થયું. મોહમ્મદ અલીની ચપ્પલ, કપડાં અને કોસ્મેટિક્સની દુકાન હતી જેને 5 લાખનું નુકસાન થયું અને સુલતાન હુસેનની ફોટોકોપીની દુકાન હતી જેને 3 લાખનું નુકસાન થયું.

પીડિતોને મળેલ સહાયની રકમ આટલી પણ નથી કે સળગાવવામાં આવેલી દુકાનનો કાટમાળ પણ હટાવી શકાય.

પીડિતો મુજબ આ તમામ દુકાનો પોલીસની ઉપસ્થિતિમાં સળગાવવામાં આવી. પીડિતોએ જ્યારે પોલીસને રમખાણ કરનારાઓને રોકવાની અપીલ કરી ત્યારે પોલીસનું કહેવું હતું કે અમે સંખ્યામાં ખૂબ જ ઓછાં છીએ અને અમે તેને રોકી શકતાં નથી.

યાદ રહે કે 26 ઓક્ટોબરે ઉગ્ર હિન્દુત્વવાદી ભીડે ત્રિપુરાના પાનીસાગર રોવા બજાર પર મુસ્લિમોની 8-9 દુકાનોને આગને હવાલે મૂકી દીધી હતી. આ હુમલો ત્રિપુરામાં એક સપ્તાહ સુધી ચાલુ રહેલ મુસ્લિમ વિરોધી હિંસાનો એક સિલસિલો હતો. ત્યાર બાદ કલમ 144 લગાવી દેવામાં આવી.

એક સપ્તાહ સુધી ચાલેલા આ હુમલામાં ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં 12થી વધુ મસ્જિદોને ટાર્ગેટ કરવામાં આવી.

આગચંપીમાં પોતાની દુકાન ગુમાવી ચૂકેલા આમિર, આમિરુદ્દીન અને સનોફરે ઇન્ડિયા ટૂમોરોને જણાવ્યું કે, “જો અમે મસ્જિદ બચાવવા માટે ન જતાં તો તે લોકો આ મસ્જિદને ટાર્ગેટ બનાવતાં. અમે અમારી દુકાનો ગુમાવીને મસ્જિદોને બચાવી. પોલીસ ઉપસ્થિત હતી. પરંતુ રમખાણ કરનારાઓ બેકાબૂ બનીને પોતાનું કામ કરતાં રહ્યા.”

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પર છે આગચંપીનો આરોપ

નોર્થ ત્રિપુરામાં મસ્જિદો પર હુમલાઓનો‌ આ સિલસિલો એક સપ્તાહ સુધી ચાલ્યા બાદ 26 ઓક્ટોબરે પાનીસાગર રોવામાં હિંસા વધુ ઉગ્ર બની,‌જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, અને ભાજપા કાર્યકર્તાઓએ 8 હજાર લોકોની રેલી નિકાળીને કથિત રૂપે મુસ્લિમોની 8 દુકાનોને પોલીસનો ઉપસ્થિતિમાં સળગાવી નાખી.

પીડિતોનો આરોપ છે કે પોલીસની હાજરીમાં પહેલા દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, પેટ્રોલ છાંટવામાં આવ્યું અને ત્યાર બાદ આગ લગાવવામાં આવી. પોલીસ સમગ્ર મામલમાં મુકદર્શક બનીને જોતી રહી.

આ આરોપીની પુષ્ટિ રોવા પાનીસાગર સ્ટેશનના ASI ઉદયરામે પણ કરી. તેણે જણાવ્યું કે, “આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની રેલીમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા મુસ્લિમોની દુકાનોને આગ લગાવવામાં આવી.”

મસ્જિદ પર હુમલાના ઇરાદા સાથે ભીડ આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કથિત રૂપે સળગાવવામાં આવેલી આ 8 દુકાન માલિકોને ઇન્ડિયા ટૂમોરો એ જણાવ્યું કે હિન્દુત્વવાદી ભીડનો ઇરાદો મસ્જિદને સળગાવવાનો હતો. તે રોવા પાનીસાગરની જામા મસ્જિદ પર હુમલાની તૈયારી સાથે આવ્યા હતા. તે લોકોએ વધુમાં જણાવ્યું કે, “ભારે માત્રામાં પેટ્રોલ, જેસીબી અને અન્ય માલસામાન લઈને આવ્યાં હતાં, આથી ચાર રસ્તા પર ઉપસ્થિત તમામ મુસ્લીમ દુકાનદારોએ મસ્જિદ બચાવવા માટે પોતાની દુકાનો મૂકીને મસ્જિદ તરફ જતાં રહ્યાં. ત્યારે રમખાણ કરનારાઓએ મસ્જિદ તરફ આગળ ન વધી ચાર રસ્તા પર ઉપલબ્ધ મુસ્લિમોની 8 દુકાનોને સળગાવી નાખી.”

પ્રત્યક્ષદર્શી નિઝામુદ્દીન અનુસાર વિશ્વ હિન્દુ પરિષદની રેલી 26 ઓક્ટોબરે લગભગ 4:00-4:30 કલાકે રોવા પાનીસાગરમાં પહોંચી અને ઉપદ્રવ મચાવ્યો.

એક પીડિત આમિર હુસેને જણાવ્યું કે, “આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બીજેપીના લોકો 8-10 હજારની સંખ્યામાં રેલી લઈને રોવા પાનીસાગર પહોંચ્યા હતા. તેમણે મસ્જિદ પર હુમલો કરવાનું ઇચ્છ્યું, પરંતુ આસપાસના મુસ્લિમો એકઠા થઈને મસ્જિદને બચાવવામાં સફળ રહ્યા.”

અહેવાલ સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here