Friday, December 13, 2024
Homeમનોમથંનત્રિપુરા ઘટનાઃ બાંગ્લાદેશના બહાને ભારતીય મુસ્લિમો પર અત્યાચાર

ત્રિપુરા ઘટનાઃ બાંગ્લાદેશના બહાને ભારતીય મુસ્લિમો પર અત્યાચાર

અત્યાચાર શબ્દમાં જ કંઈક ખોટું કર્યાનો ભાવ સમાવિષ્ટ છે. અત્યાચાર થઈ જવો એ આકસ્મિક ઘટના ન હોઈ શકે. આયોજનબદ્ધ રીતે અત્યાચાર એ માણસાઈ વિરુદ્ધનું કૃત્ય છે. અલ્લાહના મહાન સર્જન ‘માનવ’ પાસેથી અપેક્ષિત છે કે તે લોકો દરમ્યાન પ્રેમ, સહાનુભૂતિ, શાંતિ, હૂંફ અને સાંત્વનાને ફેલાવે, નહીં કે દમન, અત્યાચાર કે ક્રુરતાને.
એક ધાર્મિક તહેવાર દુર્ગાપુજામાં બાંગ્લાદેશમાં એકત્ર લઘુમતિ સમાજના લોકો પર કેટલાક અસમાજિક તત્ત્વો દ્વારા હુમલો થાય છે. આ હુમલામાં મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવે છે અને લગભગ સાત લોકો આ હિંસામાં મૃત્યુ પામે છે. આ પહેલી ઘટના છે. જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતિ પર હુમલો થયો હોય. બાંગ્લાદેશમાં ૯૦ ટકા વસ્તિ મુસ્લિમોની છે, જ્યારે ૧૦ ટકા હિંદુઓની છે. આ હુમલા પાછળ કોનો હાથ છે અને શું ઉદ્દેશ્ય છે એ જાણી શકાયું નથી.. પરંતુ બાંગ્લાદેશ સરકાર દ્વારા હિંસા સંબંધિત તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. હિંસાનો ભોગ બનેલા મંદિરોની મુલાકાત અને મૃતકોને વળતરની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંસાના ષડયંત્રમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે તેવું આશ્વાસન પણ બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના દ્વારા આપવામાં આવ્યું છે. આ ત્વરિત પગલાં સૂચવે છે કે સરકાર આવા કોઈપણ હુમલાને સાંખી નહીં લે.


બાંગ્લાદેશમાં થયેલ હુમલાના વિરોધમાં ત્રિપુરામાં જમણેરી વિચારધારા ધરાવતાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને આરએસએસના કાર્યકરો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેની પરવાનગી પોલીસ ખાતા દ્વારા આપવામાં આવી ન હતી. કારણકે રેલીના રૂટમાં મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારો સમાવિષ્ટ હતા. આ રેલીનું આયોજન પોલીસની પરવાનગી ન હોવા છતાં થયું. જે દરમ્યાન મુસ્લિમોના ઘરોને આગચંપી, મસ્જિદોની તોડફોડ અને ભિભત્સ તેમજ ભડકાઉ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સમગ્ર ઘટનામાં લગભગ ૬ મસ્જિદોને ગંભીર નુકસાન પહોંચ્યું અને લાખો રૂપિયાની મિલ્કતો નાશ પામી. પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં છે. તે મુકબધીર બની સમગ્ર ઘટનાક્રમ જાેતી રહી અને ગુંડાઓને અત્યાચાર કરવાનો છૂટો દોર મળી ગયો.


અહીં ,પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બાંગ્લાદેશમાં બનેલી ઘટના વિશે બાંગ્લા સરકાર પોતે ચિંતિત અને પગલા લેવામાં સક્રિય જણાઈ રહી હોવા છતાં અહીં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લઘુમતિ સાથે ન્યાયની ભાવના સાથે ઊભા રહેવું અને અન્યાય તેમજ અત્યાચારી ઘટનાઓને વખોડી કાઢવું એ જીવતા સમાજની નિશાની છે. પરંતુ નિર્દોષ લઘુમતિને બદલા લેવાના આશયથી નિશાન બનાવવું એ સડેલા અને ગંધાતા સમાજની નિશાની છે.


મુસ્લિમો વિરુદ્ધ સંગઠિત પ્રયાસ થકી અંજામ આપવામાં આવેલી આ પ્રથમ ઘટના નથી. દેશમાં ૨૦૧૪ પહેલાં પણ ઘણી ઘટનાઓ એવી બની ચૂકી છે જે દર્શાવે છે કે ભાગલા પછી ભારતમાં રહી ગયેલ મુસ્લિમોને બહુમતિ સમાજ સ્વિકારવા તૈયાર નથી. ૨૦૧૪ પછી આ વૈચારિક દરિદ્રતા વધુ આક્રમક અને વેધક બની, જે મુસ્લિમોના ‘મોબલિંચિંગ’માં પરિણમી. મોબલિંચિંગની ઘટના દેશમાં છેલ્લા ૭ વર્ષમાં બિલ્કુલ સામાન્ય બની ગઈ છે અને સેંકડો લોકોનો ભોગ લેવાઈ ગયો છે.


હકીકતમાં દેશની જમણેરી પાંખ ભારતમાં મુસ્લિમોના અસ્તિત્વને સ્વિકારવા તૈયાર નથી. ૨૦૧૪માં ભાજપની સરકાર બની જે સંપૂર્ણ બહુમત સાથે હતી. ભાજપ જમણેરી પાંખનો રાજકીય પક્ષ હોવાને લીધે તેને રાજકીય બળ પણ પ્રાપ્ત કરી લીધું. મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવા તેઓ તેમને (મુસ્લિમોને) કોઈને કોઈ મુદ્દા સાથે સાંકળી દેશ વિરોધી કે દુશ્મનદેશ સાથે સહાનુભૂતિ રાખતા હોય છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરતા જાેવા મળે છે. આસામમાં એનઆરસી લાગુ કરી તેમણે બંગાળી મુસ્લિમોને હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મુસ્લિમો કરતાં બે ગણા વધુ બિનમુસ્લિમો એનઆરસીમાંથી બાકાત થતાં તેમની એ સ્કીમ સદંતર નિષ્ફળ નીવડી. એનઆરસીને દેશભરમાં લાગુ કરી મુસ્લિમોને ‘બહારના’ સાબિત કરવા એક પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ મુસ્લિમો વતી દેશભરમાંથી ઊભા થયેલા પ્રચંડ વિરોધ પરથી જમણેરી વિચારધારાએ મુસ્લિમોની વિરોધ કરવાની ક્ષમતા પણ આંકી લીધી.


તેનાથી આગળ વધી હવે ગેરકાયદેસર ટોળા દ્વારા મુસ્લિમ વિરોધી હુલ્લડો અંજામ આપવાની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્રિપુરાની ઘટના જમણેરી પાંખના લાંબાગાળાના આયોજનનો એક ભાગ જણાય છે, જેમાં તેમણે મહદ્‌?અંશે સફળતા હાંસલ કરી છે. મુસ્લિમોની નેતાગીરી વિશે મુસ્લિમોને આશા છે કે તેઓ આ ઘટના વિરુદ્ધ રુઢિબદ્ધ (stereotype) મીડિયામાં વિધાન કરશે કે પછી પરિસ્થિતિની ગંભીરતા સમજી સરકાર સમક્ષ ઘટના વિશે રજૂઆત કરશે.!


આ નાજૂક સમયે જાે મુસ્લિમ નેતાગીરી કે જે તમામ વૈચારિક વિવિધતા ધરાવતા લોકોની છે, સમયના તકાદાને ધ્યાને લઈ લગભગ ૨૫ કરોડ ભારતીય મુસ્લિમોના અસ્તિત્વને ટકાવી રાખવા કોઈ રણનીતિ નહીં બનાવે તો આવનારા સમયમાં મોટા પાયે નુકસાનને રોકવું કદાચ ખૂબ મોડું હશે અને ખૂબ મુશ્કેલ હશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments