Saturday, July 27, 2024
Homeમનોમથંનધર્મપરિવર્તનનું રાજકારણઃ અંતરાત્માનો અવાજ કેવી રીતે રોકાશે?

ધર્મપરિવર્તનનું રાજકારણઃ અંતરાત્માનો અવાજ કેવી રીતે રોકાશે?

મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે જે મૂળભૂત તફાવત જાેવા મળે છે એને જાે વર્ગીકૃત કરવામાં આવે તો તેમાં એક મૂળભૂત તફાવત તરીકે, વિચારોની અભિવ્યક્તિ અને વિચારોની સ્વીકૃતિનો સમાવેશ કરવો જરૂરી છે. આ તફાવતને એક વાક્યમાં અંતઃકરણની આઝાદી તરીકે જાેવામાં આવે છે. તેથી, આપણે જાેઈએ છીએ કે વિશ્વના તમામ વિચારશીલ વર્ગે તેના વિશે લખ્યું છે અને તેને પોતાની ભાષામાં વ્યક્ત પણ કર્યું છે. જાે માનવ સમાજમાં અંતરાત્માની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે તો તેને માનવ સમાજ કરતાં જાનવર અથવા રોબોટ્‌સનો સમાજ કહેવું વધુ યોગ્ય હશે. કારણ કે માનવ એક એવું સર્જન છે જે ક્યારેય વિચારવાનું, સમજવાનું, સાંભળવાનું અને જાે તે પોતાની જાતને બદલવા માંગે તો એ પ્રક્રિયાને ક્યારેય છોડી શકતો નથી. ઈશ્વરે આ પ્રકૃતિ પર માનવની રચના કરી છે, તેથી, તેના પર પ્રતિબંધ મૂકવો એ માનવ સ્વભાવ સામે બળવા સમાન છે. અને પ્રકૃતિ સામે વિદ્રોહના પરિણામો માનવ સમાજ માટે અત્યંત જાેખમી છે. આનું ઉદાહરણ માછલીઓને સમુદ્ર અને નદીઓમાંથી બહાર કાઢી જમીન પર છોડી દેવામાં આવે તેના જેવું છે.


ભારતમાં ધર્મ પરિવર્તનનું રાજકારણ હકીકતમાં આ કુદરતી વિદ્રોહને પ્રોત્સાહન આપી રહ્યું છે. ધર્માંતરણની રાજનીતિ માત્ર મુસ્લિમોની સમસ્યા નથી, તે માત્ર હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સમસ્યા નથી, તે મુખ્યત્વે માનવની પ્રાકૃતિક સ્વતંત્રતાની બાબત છે. તેથી, દરેક વ્યક્તિ જે પોતાને માનવી માને છે તેણે તેની સામે અવાજ ઉઠાવવો જાેઈએ.


આ મૂળભૂત અને સિદ્ધાંતપૂર્ણ બાબત પછી, આપણે ધર્મ પરિવર્તનના રાજકારણના પરપોટામાં છુપાયેલી વાસ્તવિક ગતિને પણ સમજવી જાેઈએ. ધર્માંતરણ કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે હજુ સુધી કોઈ આરોપો સાબિત કરવામાં આવ્યા નથી, અને જેમ ભૂતકાળમાં લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે તાજેતરમાં પકડેલ લોકો પણ ખરેખર મુક્ત થઈ જશે. તો સવાલ એ છે કે આટલો મોટો મીડિયા ટ્રાયલ અને બિનજરૂરી જ્યુડિશિયલ ટ્રાયલ ચલાવવાનો અને તેને સનસનીખેજ બનાવવાનો શું અર્થ છે? આનો લાભ લેવા માંગતા લોકો કોણ છે? આ પ્રશ્નનો વિચાર કરતાં જ ધર્માંતરણની રાજનીતિનો પરપોટો ફૂટે છે અને આ સમગ્ર નાટક પાછળ છુપાયેલા નાપાક હેતુઓ સામે આવે છે.


એક કેસ સ્ટડી તરીકે, જાે આપણે માત્ર મૌલાના કલીમ સિદ્દીકીનો જ કેસ લઈએ તો સ્પષ્ટ છે કે આ મુદ્દો ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણને કોમી બનાવવા માટે ઉઠાવવામાં આવ્યો છે. એક વર્ગમાં બીજા વર્ગનો ડર ઊભો કરીને ધ્રુવીકરણના આધારે સત્તા મેળવવાની રમત નવી નથી. ધર્માંતરણની રાજનીતિ માટે બીજું મુખ્ય ચાલકબળ ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવું અને સાંપ્રદાયિક તિરસ્કારનું સર્જન છે. કોઈપણ મિશ્રિત સમાજમાં શાંતિ અને સલામતી માટેની પૂર્વશરત સાંપ્રદાયિક સંવાદિતા છે, જે પ્રેમ અને પરસ્પર સંવાદથી પ્રગટે છે. પરંતુ નફરતની શક્તિઓ આવા પાયાવિહોણા મુદ્દાઓ ઉઠાવીને પ્રેમ અને સંવાદની તક આપવા માંગતા નથી જેના પરિણામે એકબીજા સામે નફરત વધે છે. પરિણામ એ આવે છે કે, એક વર્ગ બીજા વર્ગ સામે આત્યંતિક બની જાય છે. અને બન્ને એકબીજા સામે નકારાત્મક વિચાર સાથે આગળ વધે છે. સામાજિક મનોવિજ્ઞાનની પરિભાષામાં તેને “Attitude Polarization” કહેવામાં આવે છે. Attitude Polarization એ છે કે વિરોધાભાસી વિચારોના બે જૂથો એવા બિંદુએ પહોંચે છે કે તેમાંથી દરેક ઘટનાનું તેમના પોતાના વિચારો અનુસાર જ અર્થઘટન કરે છે.


આ છે તે ખતરનાક અસરો જે આખા સમાજને ઉધઈની જેમ ધીમે ધીમે નબળો બનાવી દે છે. આનો એકમાત્ર ઉપાય એ છે કે માણસને તેના અંતરાત્માની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની સંપૂર્ણ તક મળવી જાેઈએ. વ્યક્તિને જે યોગ્ય લાગે તેને બોલવા અને સ્વીકારવાનો અધિકાર મળવો જાેઈએ. કોઈપણ વ્યક્તિ, સમાજ કે રાજ્યે આ મૂળભૂત માનવ અધિકારમાં દખલગીરી ન કરવી જાેઈએ. રહી વાત લોભ અને ભયના આધારે ધર્માંતરણ કરાવવાની તો આ એક અપવાદરૂપ પરિસ્થિતિ હોઈ શકે છે, પરંતુ આવું સામાન્ય રીતે થતું નથી. મીડિયામાં મોટાભાગના લોકો આવીને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમે સ્વેચ્છાએ અને ખુશીથી અમારો ધર્મ બદલ્યો છે. તે સ્પષ્ટ સંકેત છે કે લોભ અને ભય માત્ર એક અપવાદરૂપ બાબત છે. અને અલબત્ત, જાે આ પ્રકારનો કેસ ક્યાંય પણ જાેવા મળે તો તેની સાથે કાયદા મુજબ કાર્યવાહી થવી જાેઈએ. પરંતુ આરોપીનો દોષ સાબિત થાય તે પહેલાં તેને જ માસ્ટરમાઇન્ડના રૂપે ચીતરી દેવો ન જાેઈએ. આ વલણથી આપણી મીડિયા અને કાનૂની સંસ્થાઓની વિશ્વસનીયતા નબળી પડે છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments