કોણ ઈચ્છે છે કે આ બધું મૂકીને જતા રહેવું, તે લડતો રહ્યો પોતાના અંત સુધી અને આ કહીને આપણા વચ્ચે થી વિદાય લઈ ગયો કે “મારી રાહ જોવી”. આ લેખ ઈરફાને ત્યારે લખ્યો હતો જ્યારે તે ભારતથી દૂર વિદેશમાં પોતાની દુર્લભ બીમારીનો ઈલાજ કરાવી રહ્યો હતો.
કેટલાક મહિના પહેલા અચાનક મને ખબર પડી હતી કે હું ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરથી ગ્રસ્ત છું. મેં પ્રથમ વખત આ શબ્દ સાંભળ્યો હતો. શોધવા પર મને જાણવા મળ્યું કે મારી આ બીમારી પર બહુ વધુ શોધ નથી થઈ, કેમકે આ એક દુર્લભ શારીરિક અવસ્થાનું નામ છે અને આના લીધે તેની સારવારની અનિશ્ચિતતા વધું છે.
હજુ સુધી પોતાના સફરમાં હું તેજ મંદ ગતિથી ચાલતા ચાલી રહ્યો હતો. મારી સાથે મારી યોજનાઓ, આકાંક્ષાઓ, સપનાઓ અને મંઝિલો હતી. હું આમાં મગ્ન થતો જઈ રહ્યો હતો કે અચાનક ટીસીએ પીઠ પર ટેપ કર્યું, “તમારું સ્ટેશન આવી રહ્યું છે પ્લીઝ ઉતરી જાઓ.”
મારી સમજમાં ન આવ્યું, “ના ના મારુ સ્ટેશન હજુ નથી આવ્યું.”
જવાબ મળ્યો, ‘આગલા કોઈપણ સ્ટોપ પર તમારે ઉતરવું પડશે, તમારું સ્થાન આવી ગયું.’
અચાનક અહેસાસ થાય છે કે તમે કોઈ બૂચની (કોર્ક) જેમ અજાણા સાગરમાં, અનપેક્ષિત લહેરો પર વહી રહ્યા છો. લહેરોને કાબુ કરી લેવાની ગેરસમજને લઈને.
આ હડબોંગ, સહમ અને ભયમાં ગભરાઈને મારા દીકરાને કહું છું, “આજની આ સ્થિતિમાં હું ફક્ત એટલું જ ઇચ્છું છું… હું આ માનસિક સ્થિતિને હડબડાહટ, ભય, બેભાનીની હાલતમાં નથી જીવવા ઈચ્છતો. મને કોઈપણ હાલતમાં મારા પગ જોઈએ, જેના પર ઊભો થઈને પોતાની હાલત તટસ્થ કરીને જીવી લઉં. હું ઉભો થવા ઈચ્છું છું.
આવી મારી મંશા હતી, મારો ઈરાદો હતો…
કેટલાક દિવસ પછી હું એક હોસ્પિટલમાં ભર્તી થયો. અનહદ દુખાવો થઈ રહ્યો છે. આ તો ખબર હતી કે દુખાવો થશે, પરંતુ આવો દુખાવો… હવે દુખાવાની તીવ્રતા સમજાય રહી છે. કંઈ પણ કામ નથી કરી રહ્યું. ન કોઈ સાંત્વના, ન કોઈ દિલાસો. આખી દુનિયા તે દુખાવાના પળમાં સમેટાઈ ગઈ હતી. દુખાવો ખુદાથી પણ મોટો અને વિશાળ મહેસૂસ થયો.”
હું જે હોસ્પિટલમાં ભર્તી છું તેમાં બાલ્કની પણ છે. બહારનું સૌંદર્ય દેખાય છે. કોમા વોર્ડ બરાબર મારા ઉપર છે. રસ્તાની એક તરફ હોસ્પિટલ છે અને બીજી તરફ લોર્ડ્ઝ સ્ટેડિયમ છે… ત્યાં વિવિયન રિચાર્ડ્સનો સ્મિત આપતો પોસ્ટર છે. મારા બચપણના સપનાનું મક્કા, તેને જોવા પર પહેલી નજરમાં મને કોઈ અહેસાસ જ ન થયો. માનો તે દુનિયા ક્યારેય મારી હતી જ નહીં.
હું પીડાની પકડમાં છું.
અને પછી એક દિવસ આ અહેસાસ થયો… જાણે હું કોઈ એવી વસ્તુઓનો ભાગ નથી, જે નિશ્ચિત હોવાનો દાવો કરે. ન હોસ્પિટલ અને ન સ્ટેડિયમ. મારા અંદર જે બાકી હતું, તે વાસ્તવમાં દુનિયાની અસીમ શક્તિ અને બુદ્ધિનો પ્રભાવ હતો. મારા હોસ્પિટલનું ત્યાં હોવું હતું. મન એ કહ્યું. ફક્ત અનિશ્ચિતતા જ નિશ્ચિત છે.
આ અહેસાસે મને સમર્પણ અને ભરોસા માટે તૈયાર કર્યો. હવે જે પણ પરિણામ આવે, તે જ્યાં લઈ જાય, આજથી આઠ મહિના પછી કે આજથી ચાર મહિના પછી કે પછી બે વર્ષ. ચિંતા દરકિનાર થઈ અને પછી વિલીન થવા લાગી અને ફરી મારા મગજમાંથી જીવવા મરવાનો હિસાબ નીકળી ગયો.
પહેલી વખત મને શબ્દ ‘આઝાદી’નો અહેસાસ થયો ખરા અર્થમાં ! ઉપલબ્ધિનો અહેસાસ.
આ દુનિયાની કરણીમાં મારો વિશ્વાસ જ પૂર્ણ સત્ય બની ગયું. તેના પછી લાગ્યું કે આ વિશ્વાસ મારી એક એક કોશિકામાં પેઠી ગયો. સમય જણાવશે કે તે રોકાઈ છે કે નહીં. અત્યારે તો હું આ મહેસૂસ કરી રહ્યો છું.
આ પ્રવાસમાં આખી દુનિયાના લોકો… બધા મારા સ્વસ્થ થવાની દુઆ કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, હું જેમને જાણું છું અને જેમને નથી જાણતો એ બધા અલગ અલગ જગ્યાઓ અને ટાઈમ ઝોનથી મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મને લાગે છે કે તેમની પ્રાર્થના મળીને એક થઈ ગઈ છે, એક મોટી તાકત. તિવ્ર જીવન ધારા બનીને મારા સ્પાઈનથી મારામાં પ્રવેશ કરીને મગજના ઉપર કપાળથી અંકુરિત થઈ રહી છે.
અંકુરિત થઈને એ ક્યારેક કલી, ક્યારેક પાંદડું, ક્યારેક ડાળ અને ક્યારેક શાખા બની જાય છે. હું ખુશ થઈને આને જોઉં છું. લોકોની સામૂહિક પ્રાર્થનાથી ઉપજેલી દરેક ડાળ, દરેક પાંદડાં, દરેક ફૂલ મને એક નવી દુનિયા દેખાડે છે. અહેસાસ થાય છે કે જરૂરી નથી કે લહેરો ઉપર બૂચનું (કોર્ક) નિયંત્રણ હોય.
જેમકે તમે કુદરતના પાલણામાં ઝુલી રહ્યા હોવ !
લેખ સૌજન્યઃ vimarsh