Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવર્તમાન ગંભીર પરિસ્થિતિમાં પારુલ ખખ્ખરની હ્રદય વ્યથા

વર્તમાન ગંભીર પરિસ્થિતિમાં પારુલ ખખ્ખરની હ્રદય વ્યથા

પારુલ ખખ્ખરની કવિતા આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને એક કવયિત્રીનું દિલ ભરાઈ આવ્યું અને તેણીએ કલમ અને કાગળ ઉઠાવીને તેણીના દિલની લાગણીઓને કવિતામાં ઉતારી દીધી. જે લાખો હૃદયની લાગણીઓનો અવાજ બનીને સમગ્ર ભારતમાં ગુંજી ઉઠી, જે અવાજે સરકારની ઊંઘ હરામ કરી નાખી. થનારાં નુકસાનના વળતર માટે મશહૂર કવયિત્રી કાજલ ઓઝા વૈધ જે સરકારની સમર્થક છે, તેણે પારુલ ખખ્ખરની નિંદા કરતાં લખ્યું કે, “કવિતા હ્દયને હલાવી નાખે તેવી હોઇ શકે છે, પરંતુ દરેક લાગણીશીલ વાતો તાર્કિક નથી હોતી. આ વાસ્તવિકતા ભારતના જનમાનસને કોણ સમજાવે. આપણે ચાલતી ગાડીમાં ચઢી જઈએ છીએ, વાતમાં વાસ્તવિકતા કેટલી છે તેને ચકાસવા માટે ધૈર્ય અને જુસ્સો આપણામાં નથી. આજકાલ સરકારનો વિરોધ કરવાની ફેશન ચાલી રહી છે. કંઈ પણ ખોટું થાય તો સરકાર જવાબદાર, સરકાર મતલબ કોણ? બે લોકો? ઘરમાં 10 લોકોનું જમવાનું બન્યું હોય અને 150 લોકો જમવાવાળા હોય તો શું થાય? વારંવાર માસ્ક પહેરવા, સેનેટાઈઝ કરવા, ઘરમાં રહેવાની ગાઈડ લાઈન આપ્યા બાદ પણ આપણે બધા જે કરી રહ્યાં છીએ તેને જોઈને તો રંગા બિલ્લા તો આપણે પોતે જ છીએ. અમેરિકા, ઈટલી, બ્રાઝિલ, યુરોપમાં રંગા બિલ્લા હોવા જોઈએ, નહિતર ત્યાં આટલી મોતો શા માટે થઈ? સરકારને જવાબદાર ઠેરવીને કદાચ તમે સોશ્યલ મીડિયા પર થોડા દિવસો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો, પરંતુ અંતે તો આપણે આપણી નાસમજ અને મૂર્ખાઈનું પ્રદર્શન કરીએ છીએ. જે લોકો સરકાર ઉપર આરોપ લગાવે છે તો તેમણે કેટલા ઘરોમાં ટિફિન પહોંચાડ્યા, કેટલા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરી? જેણે એક પણ ગુનો ન કર્યો તે પહેલો પથ્થર ફેંકે.

દુઃખની વાત તો આ છે કે પારુલ ખખ્ખરે તેમની કવિતામાં જે લાગણીઓ રજૂ કરી છે તે કાજલ બહેન જેવી સંવેદનશીલ લેખકાને શા માટે સમજમાં ન આવી? પારુલ બહેનની કવિતામાં કરોડો લોકોના દર્દને વર્ણવવામાં આવ્યાં છે. કવિનું કામ આ જ છે. છતાં પણ કાજલ બહેનને નાસમજ અને મૂર્ખાઈ લાગે છે. તેમનાં દરેક મુદ્દાને જોઈએ. શબવાહિની ગંગા આ તમને તર્ક અને તથ્ય વગરનું લાગે છે. સમજો કે જ્યારે આભ ફાટ્યું હોય ત્યારે થીગડા ક્યાં મારવા, આવી સરકારની હાલત છે. પરંતુ સરકાર મોતોના આંકડા છુપાવવાની જબરદસ્ત મહેનત શા માટે કરી રહી છે? સરકાર આઇસીયુ બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ, ઈન્જેકશન ન આપી શકે, પરંતુ સ્મશાનની વ્યવસ્થા તો કરી શકે ને ? ગંગા નદીમાં 2000 લાશો તરતી હોય એ શું સરકારની બેદરકારી નથી? તમે કહેશો લાશોને સરકારે ફેંકી નથી, લોકોએ ફેંકી છે. પરંતુ મહામારી દરમ્યાન સરકાર ચિતાઓને બાળવા સુદ્ધાંની વ્યવસ્થા કરી શકતી નથી? લોકો પારુલ બહેનની કવિતા સાથે એટલા માટે જોડાયેલાં છે કે તેમણે પીડા સહન કરી છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને બર્બરતાનો તેમને જાત અનુભવ છે, સરકારની કોઈ નિંદા કરે છે તો તેને ફેશન કહીને તેને ઉતારી પડવાની શું જરૂર છે, જ્યારે સરકારના પ્રચાર તંત્ર, સત્તા પક્ષનું IT cell, કોર્પોરેટ મીડિયા, કોર્પોરેટ બાબા, સ્વામીઓ, સદગુરુઓ, શ્રી શ્રીઓ, કથાકારો સતત પ્રધાનમંત્રીની પ્રશંસા કરતાં હોય, તો આ એક કવિતાથી બેચેન થવાનું કારણ શું છે? વ્યક્તિની નિંદા કરવી નાસમજ અને બેવકૂફી લાગે છે? 10 લોકોનું જમવાનું હોય અને 150 લોકો જમવા આવી જાય તો અફરા તફરી મચી જાય, આ દલીલમાં લોજીક નથી.

એક વર્ષનો સમય હતો. જાન્યુઆરી 2021માં પ્રધાનમંત્રી એ દુનિયાને કહ્યું હતું કે અમે કોરોનાને હરાવી ચૂક્યા છીએ. આગોતરી તૈયારી ન કરવી સરકારની બેવકૂફી છે. વેક્સિન માટે પહેલાથી જ ફંડ ઉપલબ્ધ ન કરાવવું નાસમજી છે. ઓક્સિજન માટે પ્લાન્ટ શરૂ ન કરાવવા તેને બેદરકારી કહે છે. અમેરિકા, ઈટાલી, બ્રાઝિલ, યુરોપમાં પહેલાથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે ત્યાં આઇસીયુ બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ, ઈન્જેકશન ન મળવાને કારણે વધુ મોતો થઈ છે. આ શા માટે ભૂલી જઈએ છીએ. વારંવાર માસ્ક પહેરવા, સેનેટાઇઝ કરવા અને ઘરમાં રહેવાની ગાઈડ લાઈનને લોકોએ ન માની તો તમારા નજરમાં લોકો જ રંગા બિલ્લા બની ગયા? પરંતુ શું બંગાળની ચુંટણીની રેલીઓમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી એ માસ્ક પહેર્યા હતા? સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યું હતું? રેલીઓમાં ભાડાની ભીડને માસ્ક ન પહેરવા પર ટોકવામાં આવ્યા હતાં? લોકોને જ્યારે માસ્ક ન પહેરવા પર રંગા બિલ્લા કહેવામાં આવે તો માસ્ક વગરના પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને રંગા બિલ્લા કહેવામાં આવે કે નહિ? તમારી દલીલ મુજબ જેણે સેવા કરી હોય તે જ સરકારની નિંદા કરી શકે. જેણે એક પણ ગુનો કર્યો ન હોય તે પહેલાં પત્થર ફેંકે. લોકશાહીમાં સરકારની નિંદા કરવાનો બધાને અધિકાર છે. જેમાં સેવા કરવાની શરત જરૂરી નથી. પરંતુ સૌથી વધુ સેવા કરવાવાળા જ વડાપ્રધાનની નિંદા કરી રહ્યાં છે. આ શું દર્શાવે છે? જેણે એક પણ ગુનો ન કર્યો હોય તે પહેલાં પથ્થર ફેંકે. આ દલીલ હેઠળ તાનાશાહીનું સમર્થન કરી શકાય નહીં. સરકાર ગુનો કરે તો નિંદાના પથ્થર ફેંકવા જ પડે છે. આ નાગરિકની મુખ્ય જવાબદારી છે. વડાપ્રધાન, ગૃહમંત્રીને કોઈ રંગા બિલ્લા કહે તો ગાળ કેવી રીતે થઇ? કવિતામાં આ શબ્દો ગુનેગારો માટે વાપરવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા અને આંતર રાષ્ટ્રિય સમાચાર પત્રોમાં સરકારની નિષ્ફળતા, નાસમજી, બેવકૂફી પર ચર્ચા થઈ રહી છે. કોરોના મહામારી દરમ્યાન કુંભ મેળાની વ્યવસ્થા અને ભાડાની વિશાળ ભીડને મૂર્ખાઈ ભર્યા પગલાં જ કહી શકાય. આથી આગને બળતી જોઈને વાંસળી વગાડે, વાહ રે રંગા બિલ્લા કહેવાને ગાળ ન કહી શકાય. પરંતુ હકીકત કહી શકાય. તમને ગાળો કોને કહે છે એ જાણવું હોય તો ભાજપની ટ્રોલ સેનાની અભદ્ર ભાષાને જોઈ લેવી. સમજાઈ જશે. બસ તમને આટલું જ કહેવું છે કે લોકો રંગા બિલ્લા નથી.

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
एक आवाजमें मुर्दे बोले ‘सब कुछ चंगा-चंगा


રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
राजा, तुम्हारे रामराजमे शबवाहिनी गंगा

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
राजा, तुम्हारे समशान खुटे, खुटे लक्कड़भारा


રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
राजा, खुटे मुर्दे ढोने ओर खुटे रोनेवाले

ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
घर घर जाकर यमराज की टोली करती नाच कढंगा


રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા,
राजा, तुम्हारे रामराजमे शबवाहिनी गंगा


રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
राजा, तुम्हारी धग धग धुनती चिमनी आराम मांगे,


રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
राजा, हमारी चूड़ियां टूटी, धड़ धड़ छाती फूटी


બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
आग देखकर बांसुरी बजाए वाह रे बिल्ला-रंगा’!


રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
राजा, तुम्हारे रामराजमे शबवाहिनी गंगा,


રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
राजा, तुम्हारे दिव्य वस्त्र और दिव्य तुम्हारी नजरें,


રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
राजा, तुम्हारे असली रूपको सारी नगरी देखें,


હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
हो मर्द तो आके बोलो ‘राजा मेरा नंगा’


રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
राजा, तुम्हारे रामराजमे शबवाहिनी गंगा

પારુલ ખક્કર


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments