એસ.આઈ.ઓ એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મોહમ્મદ ઉમર ગૌતમ સાહેબ એ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જેમણે પોતાના જ્ઞાન ,સમજ અને મરજીથી ઘણા વર્ષો પહેલા ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેમના ઉપર આ આરોપ પાયાવિહોણો છે કે ‘તેઓ લોકોને બળજબરી અને લાલચ આપીને ઇસ્લામ તરફ વાળી રહ્યા છે’
એસ.આઈ.ઓ ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીર કાસમીની ધરપકડની કડક શબ્દોમાં નિંદાકરે છે .અને તેમને તરત મુક્ત કરવાની અપીલ કરે છે. આ પ્રકારના પ્રયત્નોને ખૂબ જ ઘૃણા ની દૃષ્ટિએ જુએ છે. એસ.આઈ.ઓ માને છે આ ઘટના દ્વારા સરકાર અને મીડિયાનો એક વર્ગ સાંપ્રદાયિક ઘૃણા ફેલાવવા અને રાજકીય લાભ લેવા માટે પ્રયત્ન કરશે .
એસ.આઈ.ઓ ના પ્રમુખ મુહંમદ સલમાન એહમદે જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવેલ ધાર્મિક પરિવર્તન કાનૂન નો પણ વિરોધ કરે છે. જે મૂળભૂત હકકો જેવા કે ધર્મનો પ્રચાર-પ્રસાર અને પોતાની મરજી થી ધર્મના અંગીકાર ઉપર ત્રાપ મારે છે. જેને આપણા સંવિધાને દરેક નાગરિકને આપેલો છે. અમને આશા છે કે માનનીય હાઇકોર્ટ સંવિધાનના માળખાને તોડનારા પ્રયત્નો પર રોક લગાવશે.