Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆજની દુનિયાના યુવા વર્ગ માટે સળગતો પ્રશ્ન : વ્યસન

આજની દુનિયાના યુવા વર્ગ માટે સળગતો પ્રશ્ન : વ્યસન

જીવન એ અલ્લાહ-ઇશ્વર તરફથી મળેલ ઉત્તમ ઈનામ છે. જીવનનું સ્વસ્થ અને સુખદ હોવું એ જ સંતોષ સાથે આગળ વધવા માટેનો પર્યાય છે. તન અને મન બંનેનું સકારાત્મક અવસ્થામાં રહેવું એ એ જ માનવીના સફળતાની ચાવી છે. માનવીની સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી જ શ્રેષ્ઠ આરોગ્યની નિશાની છે.

દરેક ધર્મ અને ધર્મગુરૂઓએ પણ  માનવની સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે જવાબદારીની સભાનતા પર વારંવાર ભાર મૂકયો છે. કુઆર્નમાં અલ્લાહ સૂરઃ નિશામાં કહે છે કે ‘પોતે પોતાની હત્યા ન કરો, અને વિશ્વાસ રાખો કે અલ્લાહ ખૂબ જ દયાળું છે’ સૂરઃ બકરહમાં અલ્લાહ સંબોધે છે કે ‘અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે પોતાને વિનાશમાં ન નાખો. સારામાં સારી રીત અપનાવો કેમ કે અલ્લાહ એમને પસંદ કરે છે.

આજે દુનિયાએ જે માલ અને સત્તાની લાલચ તરફ આંધળી દોટ મૂકી છે ત્યારે માનવીમાંથી તેના સર્વશ્રેષ્ઠ ગુણો ધીરેધીરે દૂર થતાં જઈ  રહ્યા છે. આરોગ્યના પરિમાણોને આજના ગ્લોબલાઈઝેશન અને પ્રાઈવેટનાઈઝેશનના યુગમાં  બદલાઈ ગયા છે. શારીરિક તંદુરસ્તી, તેજામય ત્વચા,  ઉંઘ મળવી મુશ્કેલ છે. પ્રેમ, શાંતિ, પરોપકાર, સંપ જેવા ગુણોથી વિપરીત ગુસ્સો, નિંદા, કુ-સંસ્કાર, સ્વાર્થી માનસનું અસ્તિત્વ વધી રહ્યું છે. એકબીજાને સંપીને હળી-મળીને આગળ વધવા માટે જરૂરી સામાજિક સ્વાસ્થ્ય લુપ્ત બની શકયું છે. આ બધી પરિસ્થિતિમાં માણસનું આધ્યાત્મિક સ્વાસ્થ્યની તો વાત જ શું કરવી (૩) માણસ ધીર-ધીરે પોતાના અલ્લાહ-માલિકથી દૂર થઈ રહ્યો છે અથવા તો એક ટેક્ષ પેયર તરીકે કેટલાક કામો બરકત, લાભ યા ડરથી કરી લેતો હોય છે.

આજે માનવ આ બનાવટી અને અસંતોષકારક દુનિયાને પામવા જે માર્ગો અપનાવ્યા છે એમાં માણસ ખૂબજ તણાવ અનુભવી રહ્યો છે અને આ તણાવને દૂર કરવાના આધ્યાત્મિક માર્ગોને છોડી એ જ કોર્પોરેટ જગતના ખર્ચાળ અને અસ્વસ્થ રસ્તા અપનાવવાથી ખૂબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દારૂ, વ્યસન અને વ્યભિચાર આજની દુનિયામાં સુખ, શાંતિ અને સંતોષ પામવાનું જે નકલી માધ્યમ છે અને માનવજાતને મોતના મુખમાં ધકેલી દીધી છે. સાથેસાથે શિક્ષણના વેપારીકરણ અને મા-બાપની વધતી જતી અપેક્ષાથી આ માસૂમ વિદ્યાર્થી પણ તણાવમુકત રહેવા વ્યસનનો આદી બનતો જાય છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને વ્યસન તરફ પ્રેરિત કરતી જાહેરાતો પણ આવવા લાગી છે. કોલેજ અને સ્કૂલોની જ આસપાસ ખુલ્લેઆમ તમાકુ સિગારેટનું થતું વેચાણ ખૂબ જ ગંભીર બાબત છે. વિદ્યાર્થી અને યુવાનો પોતાની ધ્યેય પ્રાપ્તિ માટે પોતાના જ આંતરિક સ્વાસ્થ્યને લઈને બેદરકાર છે. મિત્રો વચ્ચે બિનજરૂરી હરીફાઈ અને ખોટી સંગત આંધળા અનુકરણના લીધે વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે.

વ્યસન એ ક્ષણિક આનંદની અનુભૂતિ માટે તથા માનસિક તણાવ દૂર કરવા માટે થતો હોય છે. વ્યસનની વસ્તુઓની આપણા શરીર અને મનને તલપ લાગ્યા કરે છે. દુનિયામાં વસતા લોકો સિગરેટ, તમાકુ પાછળ વર્ષે પ૪૬ યુ.એસ. બિલિયન ડોલરનો ધુમાડો કરી રહ્યા છે. વ્યસનના લીધે વ્યક્તિ સમાજ અને પર્યાવરણને ઘાતક અસરો પહોંચતી હોય છે. વ્યસ્ન જેવો એક દુર્ગુણ માનવના સમગ્ર સામાજિક જીવનને બરબાદ કરી નાખે છે.

 ‘WHO’ના ર૦૦૪ના સર્વે પ્રમાણે ૪ બિલિયન લોકો ધ્રુમપાન અને તમાકુના લીધે મૃત્યુ પામ્યા હતા અને વ્યક્તિના આયુષ્યમાં ૧૦ વર્ષનો ઘટાડો જાવા મળ્યો હતો.

  • ૯૦ ટકા ફેફસાના રોગો તથા રપ ટકા હૃદયની બીમારી અને ૧૦૦ ટકા મોઢા-જીભનું કેન્સર વ્યસનથી થાય છે.

વ્યસન મુકત થવાના આધુનિક  ઉપચારો જેવા કે સરકાર કે સંસ્થા દ્વારા ચલાતા નશામુક્તિ કેન્દ્રની મુલાકાત લેવી, તમાકુમુકત ગોળી, દવા, ચ્યુગમનો ઉપયોગ કરવો, મનને બીજા રસપ્રદ કાર્યોમાં પરોવીને રાખવું, સાહિત્ય વાંચવું અને સારા મિત્રોની સંગતમાં રચનાત્મક કાર્યો કરતા રહેવા જાઈએ. આ સાથે-સાથે વ્યસ્ન અને ધ્રૂમપાન રોકવા માટેનો ઇસ્લામિક દૃષ્ટિકોણ અદભુત છે એને સમજાવવાની અને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે.

કોઈપણ કૂટેવ કે દુર્ગુણને ત્યજવા એકાગ્રતા અને દૃઢતાની જરૂર હોય છે. ઇસ્લામની દરેકેદરેક ઈબાદત એ આપણને આ ગુણો તરફ મજબૂતીથી લઈ જાય છે. ઇસ્લામે ફુઝુલખર્ચી, દારૂ, ચરસ કે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એના પર સખત નિમયો આપ્યા છે.

નમાઝઃ દિવસમાં પાંચ વખત સમયપાલન અને ફરજશિસ્તથી પઢવામાં આવતી નમાઝથી ધીરજ અને સંમય પેદા થાય છે અને આ જ એકાગ્રતા માનવને વ્યસનથી દૂર કરવા પ્રેરે છે. નમાઝ વખતે કરવામાં આવતી વુઝૂ અને મિસ્વાકથી પણ મોઢાનું સ્વચ્છતા જળવાઈ રહે છે.

રોઝાઃ હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ યુવાનો પાસે ઉત્તમ તક છે જે રીતે સંયમ સાથે દિવસભર ખાવા-પીવાથી રોકાઈ જાય છે જે રીતે અલ્લાહ માટે સતત એક મહિના સુધી દૃઢ મનોબળ સાથે ખાવા-પીવાથી રોકાઈ જતો હોય તો વ્યસનને ત્યજવું તો સરળ છે.

ઇસ્લામમાં ફુઝૂલખર્ચી અને ખોટા ખર્ચ કરનારને શૈતાનના ભાઈ સાથે સરખાવવામાં આવ્યા છે. ધન-દૌલત અને સ્વાસ્થ્ય અલ્લાહની ભેટ છે જેને વ્યસનમાં વેડફી ન દેવાય.

કુઆર્નનાં વાંચન દ્વારા એકાગ્રતા કેળવી સમજી-વિચારીને વ્યક્તિત્વ વિકાસ કરી શકાય જેમાં વ્યસનને કોઈ સ્થાન નથી.

આપણું જીવન સુખી બનાવવા તન અને મન સાથે તંદુરસ્ત રહેવું પડશે. જીવનની સુરક્ષા માટે આપણે વીમો તો લઈએ છીએ પરતુ પોતે જ વ્યસનો દ્વારા વીમો પકવી લઈએ છે. આપણે સર્વે હકીકત જાણવા છતાં ગુટખા/સિગારેટના ખોખા પર ચેતવણી વાંચવા છતાંયે આ ઝેર આંધળા થઈને આરોગીએ છીએ.

હવે આપણે લોકોની સુખાકારી માટે સરકારના બેવડા માપદંડો તથા સ્વાસ્થ્ય સ્ભાળ પ્રત્યે લોકઆંદોલન ચલાવી જાગૃતિ અને ચેતના ઉભી કરવી પડશે. યાદ રાખો ! વ્યસન, વાસના અને વહેમથી દૂર થવું પડશે અને સાફ-સ્વચ્છ અને સ્વસ્થ ઇસ્લામિક વ્યક્તિત્વ થકી જ સમાજ નિર્માણ શકય છે. /

(લેખકઃ ડો.બિલાલ શેઠ, સામૂહિક દંત આરોગ્ય વિભાગ, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, સિદ્ધપુરમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગુજરાત મુસ્લિમ ડેન્ટીસ્ટ એસોસિએશન સાથે જાડાયેલ છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments