Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપનાગરિકતા સંશોધન કાનૂન લાગું કરવાની ઉતાવળમાં સરકાર

નાગરિકતા સંશોધન કાનૂન લાગું કરવાની ઉતાવળમાં સરકાર

આ દિવસોમાં (જૂન 2021) દેશ કોરોના મહામારીના દુષ્પ્રભાવોથી લડી રહ્યો છે. આ બીમારીના લીધે મોટી સંખ્યામાં મૃત્યુઓ થયાં છે અને દવાખાનાઓમાં દવાઓથી માંડીને ઓક્સિજન અને બેડથી માંડીને ડોકટરો સુધીની ગંભીર ખામીઓ સામે આવી છે. આ સંકટકાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) લાગુ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જાણવાં યોગ્ય છે કે સીએએને સંસદની મંજૂરી ઘણાં વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં પ્રાપ્ત થઈ છે. આ દિલચસ્પ છે કે મંત્રાલય દ્વારા જારી કરેલા નોટિફિકેશનમાં આ દેશોના એવા પ્રતાડિત અલ્પસંખ્યકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે જે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં વસવાટ કરી રહ્યાં હોય. ધ્યાન આપવાની વાત આ છે કે નોટિફિકેશનમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં વસવાટ કરતા શરણાર્થીઓની કોઈપણ પ્રકારની ચર્ચા નથી. જ્યારે કે આ રાજ્યોમાં હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીઓમાં સીએએના મુદ્દાને પ્રાથમિકતા સાથે ઉઠાવવામાં આવ્યો.

કેરળમાં કોંગ્રેસની ગઠબંધન સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)એ સરકારના આ વિવાદાસ્પદ નિર્ણયને ઉચ્ચતમ ન્યાયાલયમાં પડકાર્યો છે. આઇયુએમએલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા અધિનિયમના સેક્શન 5 (1) (ક) થી (છ) અને સેક્શન 6, ધર્મના આધાર પર અરજીઓના વર્ગીકરણની અનુમતિ આપતું નથી. આથી સરકારનો વર્તમાન આદેશ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. સેક્શન 5(1) (ક) થી (છ)માં રજિસ્ટ્રીકરણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવા માટે અરજકર્તાઓની પાત્રતાઓનું વર્ણન કરે છે. જ્યારે કે સેક્શન 6માં દેશીયકરણ (નેચુરલાઈઝેશન) દ્વારા એવા વ્યક્તિઓને દેશની નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે, જે અવૈધ પ્રવાસી નથી.

અરજીમાં આ પણ કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકારે આ આદેશ લાગુ કરી દીધો અને ધર્મના આધાર પર લોકોને નાગરિકતા આપી દેવામાં આવી અને ત્યાર બાદ અદાલત દ્વારા સીએએ અને તેના હેઠળ જારી કરેલા આ આદેશને રદ કરી દેવામાં આવશે ત્યારે સંબંધિત વ્યક્તિઓ પાસેથી તેમની નાગરિકતા પરત લેવી ખૂબ જ મુશ્કેલ થશે. સીએએથી સંબંધિત મામલો ઉચ્ચતમ ન્યાયાલયમાં પેન્ડિંગ હોવાં છતાં સરકાર તેને લાગું કરવામાં આટલી ઉતાવળ શા માટે કરે છે તેને સમજવું મુશ્કેલ નથી. હકીકતમાં સીએએનાં બહાને સરકાર મુસ્લિમ અલ્પસંખ્યકો માટે સમસ્યાઓ પેદા કરવા ઈચ્છે છે.

પહેલી વાત તો આ છે કે આમાં શંકા છે કે આપણું બંધારણ નાગરિકતા પ્રદાન કરવાના મામલમાં ધર્મના આધાર પર ભેદભાવ કરવાની અનુમતિ આપે છે. પાડોશી દેશોમાં પ્રતાડનાના શિકાર લોકોને નાગરિકતા આપવી સમગ્ર દુનિયામાં સામાન્ય છે. આપણે બધાં જાણીએ છીએ કે પાકિસ્તાનમાં ઘણાં મુસ્લિમ અલ્પસંખ્યકો જેમ કે અહમદીયાઓને પ્રતાડિત કરવામાં આવે છે. આ પણ આશ્ચર્યજનક છે કે શ્રીલંકામાં પ્રતાડનાના શિકાર હિન્દુ તમિલોને સીએએથી બહાર રાખવામાં આવ્યા છે. દુનિયામાં જે સમુદાય સૌથી વધુ ભયાનક પ્રતાડનાના શિકાર છે તે છે મ્યાનમારના રોહિંગ્યા. પરંતુ તેમને પણ આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ સીએએની સખત નિંદા કરવામાં આવી છે. સીએએના પસાર કરવા બાદ યુએન હાઈ કમિશ્નર મિશેલ બૈચલેટએ ઉચ્ચતમ ન્યાયાલયમાં આ અધિનિયમના બંધારણીયતાને પડકાર આપતાં એક અરજી દાખલ કરી હતી. તેમણે આ અધિનિયમની સખત નિંદા પણ કરી હતી. આની પ્રતિક્રિયામાં ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની આલોચનાનું ખંડન કરતાં કહ્યું હતું કે તે જે સંસ્થા (સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ) સાથે જોડાયેલી છે તે સરહદ પાર આતંકવાદની સમસ્યાને અવગણી રહ્યાં છે. આ પણ કહેવામાં આવ્યું હતું કે સીએએ ભારતનો આંતરિક મામલો છે.

વિદેશ મંત્રીનું કહેવું છે કે આ ભારતનો આંતરિક મામલો છે જે દેશના સાર્વભૌમત્વ સાથે જોડાયેલો છે. જ્યાં સુધી સાર્વભૌમત્વનો સવાલ છે, આ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આજના સમયમાં કોઈ પણ સાર્વભૌમત્વ સંપન્ન દેશ માટે ઇન્ટરનેશનલ કોવેનેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ (આઈસીસીપીઆર)ની કલમ 26ના પાલનમાં નાગરિકતાના મામલમાં ગૈર ભેદભાવનો સિદ્ધાંત અપનાવવો આવશ્યક છે.

ભારતમાં સીએએ અને એનપીઆરનો ભારે વિરોધ થયો. શરૂઆતમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામીયામાં થયેલા વિરોધ પ્રદર્શનો પર સરકારે ઉગ્રતાથી દંડા ફટકાર્યા. પોલીસે આ વિશ્વવિદ્યાલયોમાં પરિસરોનાં અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને નિર્દયી રીતે પીટ્યા. ત્યાર બાદ મુસ્લિમ મહિલાઓએ પોતાનું આંદોલન શરૂ કર્યું જે ભારતનાં સૌથી મોટા, સૌથી વધુ લોકતાંત્રિક અને સૌથી શાંતિપૂર્ણ આંદોલનોમાંનું એક હતું. શાહીનબાગ આંદોલન ખૂબ જ જલ્દી દેશના જુદાં જુદાં ખૂણામાં ફેલાઈ ગયું અને તેણે દેશનાં લોકોની અંતરાત્માને ઝિંઝોડી નાખી. દિલ્હીમાં થયેલા રમખાણો આ આંદોલનને દબાવવાના પ્રયાસ હતાં. કોરોનાના પ્રસારે પણ આ આંદોલનને બાધિત કર્યું.

આ ઐતિહાસિક આંદોલન મુસ્લિમ સમુદાયનાં વર્ષોથી ભરેલા ક્રોધ ફૂટવાનું પ્રતિક પણ હતું. મુસલમાનોને સાંપ્રદાયિક હિંસા અને ગૌમાંસનાં નામ પર લીંચિંગ દ્વારા અને લવ જેહાદ, કોરોના જેહાદ અને ઘણાં પ્રકારના જેહાદ કરવાનાં નામ પર સમાજને હાશિયામાં ધકેલવામાં આવ્યા. આ આંદોલને નાગરિકતાના મામલમાં બધાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે બરાબરીના વ્યવહાર કરવા પર વકાલત કરી. આ આંદોલન સીએએ એનઆરસી વિરુદ્ધ સૌથી ઉંચો લોકતાંત્રિક અવાજ હતો.

સીએએના મામલાને એકલું જોવું યોગ્ય નહિ હોય. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું, “પહેલાં અમે નાગરિકતા સંશોધન બિલ પસાર કરીશું અને આ સુનિશ્ચિત કરીશું કે પાડોશી દેશોમાંથી ભારત આવેલાં બધાં શરણાર્થીઓને દેશની નાગરિકતા મળી જાય. ત્યાર બાદ એનઆરસી બનાવવામાં આવશે અને અમે અમારી માતૃભૂમિમાં રહેતા દરેક ઘૂસણખોરોને શોધીને તેને દેશમાંથી બહાર કાઢીશું.”

એનઆરસીનાં મામલામાં આસામનાં અનુભવ બાદ આપણે કોઈ પણ પ્રકારની કવાયત કરવાનો ઇરાદો સંપૂર્ણ રીતે ત્યાગી દેવો જોઈએ. આસામના લોકો માટે એનઆરસી એક અત્યંત કષ્ટદાયક પ્રક્રિયા હતી. ઝૂંપડપટ્ટીમાં વસી રહેલા અને ગ્રામીણ ક્ષેત્રોના નિવાસીઓ માટે ડોક્યુમેન્ટની સંભાળ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યાર બાદ પણ, સમગ્ર રાજ્યમાં ફક્ત 19.5 લાખ લોકો એવા મળ્યાં જેમની પાસે નાગરિકતા સંબંધીત ડોક્યુમેન્ટ નહોતા. દિલચસ્પ આ છે કે આમાંથી આશરે 12 લાખ લોકો હિન્દુ હતાં. આ કવાયતથી ભાજપા અને તેના સાથીઓના આ દાવાઓની હવા નીકળી ગઈ કે બાંગ્લાદેશનાં આશરે 50 લાખ ઘૂસણખોરો આસામમાં વસવાટ કરી રહ્યાં છે.

બાંગ્લાદેશમાંથી ભારતમાં જે પણ પલાયન થયું તેનું મુખ્ય કારણ તત્કાલીન પૂર્વી પાકિસ્તાનમાં સેનાનો અત્યાચાર હતો. કેટલાંક લોકોએ રોજગાર મેળવવા માટે પણ પલાયન કર્યું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી કેટલાં લોકોએ ભારતમાં પલાયન કર્યું છે તેનો કોઈ અંદાજો નથી. આ આંકડાઓને સાર્વજનિક કરવા જોઈએ. જેમ કે પહેલાં જણાવી ચૂક્યા છીએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના સિદ્ધાંતોનો તકાદો છે કે આપણે આપણાં પાડોશી દેશોમાં પ્રતાડિત કરવામાં આવી રહેલાં સમુદાયોને આપણે ત્યાં શરણ આપવી જોઈએ. હવે બાંગ્લાદેશથી આર્થિક કારણોને લીધે ભારતમાં પલાયન કરવાની કોઈ સંભાવના નથી, કેમ કે બાંગ્લાદેશ આર્થિક સૂચકાંકોમાં ભારત કરતાં ઘણું આગળ નીકળી ગયું છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments