Thursday, November 21, 2024
Homeબાળજગતબાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

બાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

એક સમયની ઘટના છે કે એક બાદશાહ એક ગામમાં પરિસ્થિતિને જાણવા માટે વજીર સાથે મહેલની બહાર નીકળ્યો.
જ્યારે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે એક નબળો વૃદ્ધ ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યો છે. બાદશાહ ત્યાં રોકાયો અને વિચાર્યું કે કેમ ન આ ખેડૂતથી થોડા પ્રશ્નો પૂછવામાં આવે. આ જોવા માટે કે તે મારી વાત સમજી શકે છે કે નહીં.
તેથી બાદશાહે ખેડૂતને સંબોધીને પ્રશ્નો પૂછ્યા, “તમે ખુદાના નામે આ કેમ નથી કર્યું?”
“બાદશાહ સલામત મેં તો કહ્યું હતું, પરંતુ ખુદાની મરજી ન હતી.” ખેડૂતે વિચારતાં જવાબ આપ્યો.
પછી બાદશાહે ફરીવાર આ જ પ્રશ્ન પૂછયો કે “ખુદાના નામે આ કેમ નથી કર્યું.”
“હુઝૂર! મેં કર્યું હતું પરંતુ ખુદાની મરજી ન હતી.”
પછી ત્રીજીવાર બાદશાહે આ જ પ્રશ્ન દોહરાવ્યો. ખેડૂતનો ત્રીજી વાર પણ આ જ ઉત્તર હતો કે “મેં તો કર્યું હતું પરંતુ ખુદાની મરજી ન હતી.”
બાદશાહે હવે નવો પ્રશ્ન પૂછ્યો કે “તમે તમારો વ્યવહાર કોની સાથે કરો છો?”
“અમે ખેડૂતો ‘બાદશાહ’ની સાથે પોતાનો વ્યવહાર કરીએ છીએ.” ખેડૂત થોડું વિચારીને આ ઉત્તર આપ્યો.
“જો બાદશાહ ન આવે તો કોની સાથે વ્યવહાર કરો છો.” બાદશાહે પૂછ્યું.
“પછી અમે લોકો ‘વજીર’ સાથે વ્યવહાર કરીએ છીએ.” ખેડૂતે ઉત્તર આપ્યો.
“જો વજીર ન આવે તો કોની સાથે વ્યવહાર કરો છો?” બાદશાહે પૂછ્યું.
“પછી વ્યવહાર ‘લાયક રાજકુમાર’ સાથે થાય છે.” ખેડૂતે કહ્યું.
ખેડૂતની વાત સાંભળીને બાદશાહે હૃદયમાં ખેડૂતના શાણપણ વિશે ખુશ થઈ તેને સલાહ આપી કે આપણી વચ્ચે થયેલી વાતચીતનો અર્થ એ સમય સુધી કોઈને ન જણાવશો જ્યાં સુધી તમને પુરસ્કાર રૂપે પૈસા ન મળી જાય.
બાદશાહ તેના મહેલમાં પાછા ગયો અને વજીરને કહ્યું, મેં ખેડૂત સાથે જે વાતો કરી છે તે બધું તમે સાંભળ્યું છે. હવે તમે આ વાતચીતનો અર્થ સમજાવો.
વજીર જો કે બુદ્ધિશાળી હતો છતાં ગભરાઈ ગયો અને બાદશાહથી કહ્યું, “જહાંપનાહ તે એકદમ સાચું છે કે મેં તમને અને ખેડૂતને સાંભળ્યું પરંતુ મને કશું સમજાયં નહીં.”
“જો અર્થ નહીં બતાવશો તો તમારા હોદ્દાથી વંચિત થઈ જશો.” બાદશાહે શરત રાખીને આદેશ આપ્યો.
વજીર ઘરે પાછો ગયો અને વિચારવાનું શરૂ કર્યું. તે જેટલું વધારે વિચારતો તેટલું વધારે પરેશાન થઈ જતો. તેને એ વાતો અર્થહીન અને વાહિયાત લાગી રહી હતી, પરંતુ એ વાત તે બાદશાહથી કહી શકતો ન હતો.
અચાનક જ તેના મગજમાં આ વિચાર આવ્યો કે શા માટે આનો અર્થ એ ખેડૂતથી પૂછવામાં ન આવે?
વજીર તરત જ ખેડૂતના ઘરે ગયો અને બાદશાહ અને તેની વચ્ચે થયેલી વાતચીતનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો.
તમારી અને બાદશાહની વચ્ચેની વાચચીતનો અર્થ શું છે? મને સમજાવો.
વજીર સાહેબ! જો તમે મને ત્રણ હજાર અશરફીઓ આપો તો જ હું તે વાતચીતનો અર્થ જણાવીશ.
ખેડૂતને બાદશાહની સલાહ યાદ આવી ગઈ. તેમણે વજીર પાસેથી ઇનામ માંગ્યું.
વજીરે તરત જ ત્રણ હજાર અશરફીઓની વ્યવસ્થા કરી અને બાદશાહના પ્રશ્નો અને ખેડૂતના જવાબનો અર્થ શોધવા પ્રયત્ન કર્યો.
ખેડૂતે દરેક પ્રશ્ન અને તેના જવાબનો અર્થ આ રીતે જણાવ્યોઃ
બાદશાહનો પ્રથમ પ્રશ્ન એ હતો કે, “મેં મારી યુવાનીમાં લગ્ન કેમ નથી કર્યા? જેથી મારા બાળકો વૃદ્ધાવસ્થામાં મારા કામ આવતા.”
મારો જવાબ એ હતો કે, “મેં લગ્ન તો કર્યા હતાં પરંતુ ખુદાની મરજી ન હતી કે મારા બાળકો થાય.”
“બીજા અને ત્રીજા લગ્ન કેમ નથી કર્યા?” બાદશાહના બીજા અને ત્રીજા પ્રશ્નનો અર્થ હતો.
“બીજું અને ત્રીજું લગ્ન તો કર્યું, પરંતુ ખુદાની મરજી ન હતી કે મને સંતાન થાય.” ખેડૂતે પોતાના બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરનો અર્થ સમજાવ્યો.
અને આગળના પ્રશ્નોનો શું અર્થ હતો? વજીરે ખેડૂતથી પૂછ્યું.
બાદશાહ મારા ખેતર વિશે પૂછી રહ્યા હતા અને મેં જે જવાબ આપ્યો તેનો અર્થ છેઃ
ખેડૂત માટે બાદશાહ ‘જુલાઈ માસ’ હોય છે કારણ કે આ સમયે ચોમાસામાં વરસાદ પડે છે. જો જુલાઈમાં સૂકા પડી જાય તો અમે ખેડૂતો ઑગષ્ટથી આશાઓ રાખીએ છીએ અને આ બીજા માસને અમે ‘વજીર’ કહીએ છીએ.
જો ઑગષ્ટમાં પણ વરસાદ ન પડે તો અમે વરસાદની આશા સપ્ટેમ્બરમાં રાખીએ છીએ જેને અમે ‘લાયક રાજકુમાર’ કહીએ છીએ.
ખેડૂતો પોતાની અને બાદશાહ વચ્ચે થયેલી વાતનું અર્થઘટન કર્યું.
આ રીતે ખેડૂતને ઇનામ પણ મળ્યો અને વજીર પોતાના પદ ઉપર પણ રહી ગયા.
વડીલોએ સાચું જ કહ્યું છે કે ફકત શિક્ષિત વ્યક્તિ સમજદાર નથી હોતો કોઈ અભણ મજૂર અને ખેડૂત પણ બુદ્ધિશાળી હોઈ શકે છે.
બુદ્ધિશાળીનો સંબંધ વાતને સારી રીતે સમજવા ઉપર છે અને બુદ્ધિનો સંબંધ જીવનના અનુભવથી છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments