Thursday, May 30, 2024
Homeપયગામસર્વધર્મ સમભાવનો દૃષ્ટિકોણ

સર્વધર્મ સમભાવનો દૃષ્ટિકોણ

લોકોમાં પરસ્પર એકતા અને (મેલ-મિલાપ) હોય, આ ઇચ્છાની અભિવ્યક્તિ અનેક મહાપુરુષો તરફથી થઈ છે, અને આ એવી વાત છે જેને સમજવામાં જનસામાન્યને પણ કોઈ મુશ્કેલી નથી થતી. બધા લોકો આ ભાવનાને અંદરની દૃષ્ટિએ જુએ છે. મનુષ્યના વ્યક્તિત્વ અને તેના જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન ભાગ એ છે કે જેની અભિવ્યક્તિ આસ્થા અને ધર્મના નામે કરવામાં આવે છે. આ વાસ્તવમાં જીવનની ઉપલબ્ધિ છે. આ જ જીવનનું એ સાંદર્ય અને લાલિત્ય છે જે મનુષ્યને જીવથી પણ વધુ વ્હાલું છે. સંવેદનશીલ અને ચિંતનશીલ મનમાં આ ઇચ્છા પણ જન્મે છે કે સામાન્ય દૃષ્ટિથી જ નહિ, બલ્કે આસ્થા અને ધર્મના સ્તરે પણ મનુષ્યમાં પરસ્પર એકતા અને આત્મીયતા જન્મે. જો આ સ્તરે પણ લોકો એકઠા ન થઈ શકે તો એકતા અને (મેલ-મિલાપ) ની અન્ય વસ્તુઓ જરાય અધિક ઉત્સાહવર્ધક અને સંતોષજનક નથી થઈ શકતી. જો એકતાની અભિલાષા હોય તો પૂર્ણ એકતાની અભિલાષા હોય. આ તો (સદાકાંક્ષા)ની સાથે એક પ્રકારનો અન્યાય હશે કે આપણે માત્ર આ કે નિમ્નકોટીની વસ્તુઓ ઉપર સંતોષ કરી લઈએ, બલ્કે આ સંતુષ્ટિને જ શ્રેષ્ઠ સમજવા લાગીએ.

આસ્થા અને ધર્મના સ્તરે લોકો દરમ્યાન (મેલ-મિલાપ) અને એકતા જન્માવવા નો માત્ર એક જ ઉપાય થઈ શકે છે અને તે આ કે એ સત્યની શોધ કરવામાં આવે, જે ખરા અર્થોમાં સત્ય છે અને પછી આ (સદિચ્છા) કરવામાં આવે કે લોકો એ સત્યનો સ્વીકાર કરે અને તેને ત્યજીને કોઈ ખોટી વસ્તુને ન અપનાવે. આ પ્રકારે જો માનવજાતિની અધિક સંખ્યામાં આસ્થા અને ધર્મના સ્તરે એકતા ઉત્પન્ન થઈ જાય છે તો અનિવાર્ય રીતે તેના સુખદ પરિણામ પણ સામે આવી શકે છે. કારણ કે માનવ-જીવનની સર્વશક્તિમાન અને સર્વાધિક શક્તિશાળી ભાવના બની શકે તો આ કહેવું સત્ય ગણાશે કે ઉચ્ચ સ્તર ઉપર એકતા સ્થાપિત કરવામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. આ એકતાનો પાયો સુદૃઢ અને અત્યંત ઊંડો હશે.

પરંતુ ધર્મના સ્તરે એકતા ઉત્પન્ન કરનારાઓમાં એક મોટો સમૂહ આ પ્રકારનો રહ્યો છે, જેણે આ માટે યોગ્ય માર્ગ અપનાવવાને બદલે બીજા માર્ગ અપનાવ્યો. તે સત્યની શોધમાં પોતાના જ્ઞાન અને બુદ્ધિ-વિવેકથી કામ લઈને જન-સામાન્યની મદદ તો શું કરતો, તેણે સત્યની શોધના માર્ગને જ અવરોધવામાં પોતાની સર્વબૌદ્ધિક ક્ષમતા અને શૈક્ષણિક યોગ્યતા લગાવી દીધી. તેણે બધા જ પ્રચલિત ધર્મોને સત્ય ઠેરવીને આ ઘોષણા કરી દીધી કે વસ્તુતઃ આપણે જાતીય અને રાષ્ટ્રીય સ્તરે જ નહીં, ધર્મના સ્તરે પણ એક છીએ. માત્ર આપણને ભ્રમ અને ગેરસમજ છે કે આપણા ધર્મ જુદા-જુદા અને પરસ્પર વિરોધી છે અને ધર્મની દૃષ્ટિ એ આપણે એકબીજાને નથી જાણતા. બધા જ ધર્મ એક છે અને એક જ (ગંતવ્ય)ની તરફ આપણું માર્ગદર્શન કરે છે. સર્વમાં એક સત્ય છે માત્ર વિચાર અને વ્યાખ્યાનું અંતર છે, જેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

આ સંબંધમાં જ્યારે આપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ છીએ અને વિશ્લેષણ કરીએ છીએ તો અનેક પ્રયત્નો આપણી સામે આવે છે, જેનાથી સર્વધર્મ સમભાવના ઉપરોક્ત દૃષ્ટિકોણને બળ મળતું આવ્યું છે.

અશોક વિષે આ દાવો કરવામાં આવે છે કે એ સર્વધર્મ સમભાવના દૃષ્ટિકોણનો પ્રબળ સમર્થક હતો. શીલા-લેખોમાં તેના દ્વારા અંકિત કરવામાં આવેલી (બાબતો) થી આ નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે તે વિભિન્ન ધર્મો અને તેમના વિભિન્ન સ્વરૂપોને આદરની દૃષ્ટિએ જોતો હતો. તે પોતાના ધર્મનો આદર-સન્માન કરતો હતો, પરંતુ અન્ય ધર્મોને ખરાબ કહેતો ન હતો. તેના વિચારનો આધાર આ સિદ્ધાંત પર હતો કે જે વ્યક્તિ અન્ય ને ખોટી ઠેરવે છે તે સ્વયં પોતાના ધર્મને આઘાત પહોંચાડે છે.

ડો. રાધાકૃષ્ણનની દૃષ્ટિમાં શાંતિની સ્થાપના અને પરસ્પર હળી-મળીને રહેવાને માટે આ દૃષ્ટિકોણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ડો.સાહેબના વિચારમાં માનવ-જાતિના દીર્ઘ જીવનને માટે આવશ્યક છે કે લોકોમાં પારસ્પરિક સહયોગ હોય અને એકની સ્વતંત્રતા અન્યની સ્વતંત્રતાને માટે બાધક ન બને. આ જ રીતે ધર્મ વિષે ઉદારતા આવશ્યક છે. ધર્મોનું કોઈ ભવિષ્ય નથી, જો તેઓ એકબીજાનો સ્વીકાર ન કરે. આ યુગના આત્મા અને સમયની આવશ્યકતા છે કે દરેક મહાન ધર્મોએ માનવ-ચરિત્રને (ઉભાર્યા) છે. આ કહેવું યોગ્ય નહીં ગણાય કે કોઈ વિશેષ ધર્મે જ ચારિત્રવાન લોકોને જન્મ આપ્યો છે. આ રીતે ડો. રાધાકૃષ્ણને  સર્વધર્મ સમભાવનું જોરદાર સમર્થન કર્યું છે.

સર્વધર્મ સમભાવના સમર્થક પોતાના દૃષ્ટિકોણના સમર્થનમાં વેદ, ગીતા અને અનેક ધાર્મિક પુસ્તકો અને મહાનુભાવોને ઉદાહરણના સ્વરૂપે પ્રસ્તુત કરે છે. તેઓ અથર્વવેદનો આ મંત્ર ઉચ્ચારે છે, જેનો ભાવાર્થ છે –

 “એક જ જ્યોતિ છે, જે વિભિન્ન સ્વરૂપોમાં પ્રગટ થાય છે.”

તેઓ ગીતાનો આ શ્લોક પણ પ્રસ્તુત કરે છે-

“श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुस्ठितात
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।”

અર્થાત્‌ “સારી રીતે આચરણમાં લાવેલા અન્ય ધર્મથી ગુણરહિત પણ પોતાનો ધર્મ અતિ ઉત્તમ છે. પોતાના ધર્મમાં તો મૃત્યુ પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ ભય આપનારો છે.”

સંસારમાં વિભિન્ન જાતિઓ જોવા મળે છે અને તેમના અલગ-અલગ ધર્મ છે. આ અનેકતામાં એકતાની સ્થાપનાને માટે સર્વધર્મ સમભાવના દૃષ્ટિકોણને એક સફળ રીત (નુસખો) ઠેરવવામાં આવી છે.

 ‘બ્રહ્મ-સમાજ’ ના સંસ્થાપક રાજા રામમોહન રાય પણ (સિલસિલે)ની એક કડી માનવામાં આવે છે. ૧૮૬૬ ઈ.સ.માં દેવેન્દ્રે  એક અલગ સમાજની રચના કરી. જેનું નામ ‘ભારતીય બ્રહ્મ સમાજ’ રાખવામાં આવ્યું. હિન્દુ, બૌદ્ધ, ઇસ્લામ વગેરેના ધર્મગ્રંથોમાંથી વીણેલા ઉદાહરણોને સંકલિત કરીને એક પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું.

સર્વધર્મ સમભાવના સમર્થકોમાંથી રામકૃષ્ણ પરમહંસ પણ હતાં. તેમણે ન જ ગ્રંથોને નકાર્યા અને ન જ શા†ોનું ખંડન કર્યું. પરમહંસને કારણે પ્રાચીન વિચારોના સમર્થકો અને પ્રાચીન રીતિ-રિવાજાના લોકોને મોટો સહારો પ્રાપ્ત થયો.

આપણા યુગનું એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ ગાંધીજીનું છે. તેમણે પણ પોતાનો ભાર સર્વધર્મ સમભાવના પલ્લામાં નાખ્યો. તેમનું કહેવું હતું કે-

 “કોઈપણ વ્યક્તિને માટે આ ખરૂં નથી કે તે આ કહે કે તેનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે અને સંસારે તેનો અંગીકાર કરવો જોઈએ.”

ગાંધીજી પોતાના દૃષ્ટિકોણના ઔચિત્યને આ રીતે યોગ્ય ઠેરવતા જણાવે છે કે-

 “જે રીતે આપણે ઈશ્વરને જોઈ નથી શકતા એ જ રીતે આપણે એ પૂર્ણ ધર્મને પણ જોઈ નથી શકતા. આપણા દ્વારા જે ધર્મ પણ કલ્પિત અને રચિત હશે, તે સંપૂર્ણ રીતે પૂર્ણ નથી હોઈ શકતું. તેમાં કમી અને ત્રુટી અનિવાર્યતઃ રહેશે. આ રહસ્યને જે કોઈએ સમજી લીધું, તે પોતાના ધર્મની કમી અને ત્રુટીનો સ્વીકાર કરશે.”

ગાંધીજીના સિદ્ધાંત અનુસાર, મનુષ્યને માટે પણ યોગ્ય કાર્ય-પ્રણાલી પણ આ છે કે તે પોતાના ધર્મને બધા ધર્મોથી શ્રેષ્ઠ પણ ન કહે, પરંતુ તેનો ત્યાગ પણ ન કરે, આની સાથે જ, પોતાના ધર્મની ત્રુટીઓની તરફથી પોતાની આંખો બંધ પણ ન કરે.

આ વિશ્લેષણથી આ વાતનું સારી રીતે અનુમાન થાય છે કે સર્વધર્મ સમભાવના સમર્થકોને ત્યાં ચિંતન-મનનનો મોટો અભાવ જોવા મળે છે. ચિંતન અને શોધને બદલે તેમને ત્યાં જે બાબત પ્રભાવી દેખાય છે તે માત્ર ઇચ્છાવાળા અથવા ઇચ્છાભક્તિ છે. પછી તે એકતાની ઇચ્છા હોય અથવા તેની પાછળ આ ભાવના કાર્ય કરી રહી હોય કે આ દૃષ્ટિકોણ દ્વારા તે સ્વયં જે માર્ગ ઉપર ચાલી રહ્યાં હોય તેની પુષ્ટિ પણ થઈ જાય છે. આ દૃષ્ટિકોણના સમર્થક ધર્મનો ખરો અર્થ પણ નથી સમજતા. તેઓ આ નથી જાણતા કે ધર્મ વસ્તુતઃ ઈશ્વરની ઇચ્છા જાણવાનું અને તેની ઉપર આચરણ કરવાનું નામ છે. ધર્મ પોતાના વ્યક્તિગત વલણો અને અભિરૂચિઓના અનુશરણનું નામ નથી. સત્યનિષ્ઠા અને ઇશભક્તિની અપેક્ષા તો આ છે કે મનુષ્ય આ તથ્યને માટે ચિંતિત થઈ જાય કે સત્ય શું છે અને ઈશ્વર આપણાથી શું ઇચ્છે છે? ઈશ્વર દ્વારા બતાવેલા સત્ય માર્ગને ત્યજીને વિભિન્ન માર્ગો ઉપર ભટકવા અને પ્રત્યેક માર્ગને સત્ય અને યોગ્ય ઠેરવવાથી સ્વયં ધર્મ વિકૃત અને અનુપયોગી જાય છે. જ્યારે મનુષ્યને જરાય આની ચિંતા જ ન હોય કે ઈશ્વર તેનાથી શું ઈચ્છે છે અને તેના જીવનની ખરી કાર્યપ્રણાલી શું છે અને તે પોતાની દશા ઉપર સંતુષ્ટ રહે તો તેના આ વલણને ઈશ્વરની સાથે વફાદારીના રૂપમાં કઈ રીતે અભિવ્યક્ત કરી શકાય છે.

સર્વધર્મ સમભાવના સમર્થકો શું આ નથી જાણતા કે વિભિન્ન ધર્મ માત્ર ગણતરીની દૃષ્ટિએ જ અલગ-અલગ નથી, બલ્કે તેમનામાં પરસ્પર એવા અગણિત મૂળભૂત વિરોધી તથ્ય પણ જોવા મળે છે, જેમાં સામંજસ્ય અને એકત્વ સ્થાપિત કરવું સંભવ નથી. આવી સ્થિતિમાં તે સૌને એક સમાન દરજ્જા આપવો અને તે સૌને સાચા સમજવા શું કોઈ ઉચિત નીતિ હોઈ શકે છે? આનો અર્થ તો એ થશે કે ધર્મનો બુદ્ધિ અને વિવેક સાથે કોઈ સંબંધ જ નથી. જે વસ્તુનું સમર્થન માનવીનું અંતઃકરણ અને તેની બુદ્ધિ ન કરે, શું માનવી પોતાના સંપૂર્ણ અસ્તિત્વ અને પોતાની સંપૂર્ણ શક્તિથી તેનું અનુસરણ કરી શકે છે? ક્યારેય નહીં, માનવીની બુદ્ધિ અને તેનું અંતઃકરણ પણ તેના અસ્તિત્વનું જ અંગ છે અને અત્યંત શક્તિશાળી અંગ છે. પછી શું આ તથ્ય ધર્મ-વિમુખ લોકોને ધર્મની નિકટ લાવવાનું સાધન બની શકે છે? આ વાત પણ વિચારવાની છે.સત્ય આ છે કે આનાથી ધર્મ જ તેમની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ બનીને રહી જશે અને તેઓ આ કહેવા બાબતે સત્ય ઉપર હશે કે અમારાથી કોઈ અનુચિત વસ્તુનો સ્વીકાર કરવાની માંગ મૂર્ખતાપૂર્ણ જ નહિ, અનૈતિકતાપૂર્ણ પણ છે.

ઉદારતાનો અર્થ આ નથી થતો કે જે વસ્તુને આપણે ખરી ન સમજતા હોઈએ, તેને પણ ખરી ઠેરવવા લાગીએ, અને જે વસ્તુને આપણે સર્વોત્તમ જોતા હોઈએ, તેને સર્વોત્તમ અને શ્રેષ્ઠ ના કહીએ. આ રીતે તો આપણે શોધની ભાવનાને કચડી નાખવાના અપરાધી લેખાઈશું. સાચી ઉદારતા, સહિષ્ણુતા અને ન્યાયપ્રિયતા વાસ્તવમાં આ છે કે આપણે દરેકનો આ મૌલિક અધિકાર સ્વીકાર કરીએ કે તે વસ્તુને ખરી સમજે તેને ખરી કહે અને તેને અપનાવે શરત આ છે કે તેનાથી બીજાના અધિકારોનું હનન ન થતું હોય.

જે લોકોની શોધ આ છે કે બધા જ ધર્મ, જે આજે સંસારમાં જોવા મળે છે, એક જ છે, અંતર માત્ર પારિભાષિક શબ્દોનું છે, તેમનું અધ્યયન અત્યંત ઉપરછલ્લું છે. ગંભીર અધ્યયનથી માનવી આ નિષ્કર્ષ ઉપર તો પહોંચી શકે છે કે સત્ય ધર્મ હંમેશાં એક જ રહ્યો છે, કારણ કે તેણે એક હોવું જ જોઈએ. સર્વધર્મ સમભાવ જ નહિ, ધર્મના એકત્વની વાત ઉચિત હોઈ શકે છે. તે એક સત્યની શોધ માનવીની સૌથી મોટી જવાબદારી છે. બગાડ અને વિકૃતિને કારણે એક જ વસ્તુના વિભિન્ન સ્વરૂપ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એ મૌલિક વસ્તુની શોધ થવી જોઈએ, ના કે શોધ અને અનુસંધાનથી મોઢું ફેરવીને કોઈ સ્વાર્થને કારણે આપણે દરેકની પુષ્ટિ કરવામાં પોતાની સંપૂર્ણ શક્તિ અને ઉર્જા ખર્ચ કરી દઈએ. શોધ અને અનુસંધાનના માર્ગમા કુઆર્ન આપણું માર્ગદર્શન કરી શકે છે, શરત આ છે કે આપણે ગંભીરતાપૂર્વક સમસ્યાને સમજવા અને ઉકેલવાનો પ્રયાસ કરીએ. શોધ અને અનુસંધાનના પરિણામસ્વરૂપ જો આપણએ ‘સત્ય’ અને ‘સત્યધર્મ’ને પામી લીધો, તો તેજ માનવ-જાતિનો એકમાત્ર ‘મૂળ ધર્મ’ હોઈ શકે છે અને તે જ સૌના માટે સ્વીકાર્ય બની શકે છે અને તેના દ્વારા આસ્થા અને ધર્મના સ્તરે (મેલ-મિલાપ) અને એકતાની સ્થાપના થઈ શકે છે, જે ‘ચીરકાલિક’ પણ હશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments