Tuesday, September 17, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવિશ્વનું પ્રથમ માનચિત્ર

વિશ્વનું પ્રથમ માનચિત્ર

પિરીરીસ (Piri Reis) એક તુર્ક નૌસેના કમાંડર, ભૂગોળશાસ્ત્રી અને માનચિત્રકાર હતા. તેમને આજે તેમના માનચિત્રો અને રેખાચિત્રો માટે ઓળખવામાં આવે છે, જેને તેમણે પોતાના પુસ્તક (Kitab-e-Bahriye) એકત્ર કર્યા હતા. આ પુસ્તકમાં શિપિંગ વિષે વિસ્તૃત જાણકારી છે અને આ મુખ્ય બંદરગાહો અને શહેરોના સટીક નકશાઓ પર આધારિત છે. પિરીરીસ વિષે દુનિયાને ત્યારે ખબર પડી કે જ્યારે દુનિયાને નકશાનો એક ટુકડો મળ્યો, જેને પિરીરીસના (ઈ.સ. ૧૫૧૩માં બનાવાયેલા) નકશાના રૂપમાં જોવા મળ્યો, જેને ઈ.સ. ૧૯૨૯માં શોધવામાં આવ્યો અને ઇસ્તંબૂલના તૉપકોપી પેલેસમાં મૂકવામાં આવ્યો. આ નકશો વિશ્વનો સૌથી પુરાણો નકશો છે જે યુરોપના પશ્ચિમી તટો અને ઉચિત સટીકતા સાથે બતાવે છે. આ અમેરિકાનો સૌથી પુરાણો નકશો છે. એ પુસ્તકમાં પ્રવાસોનું જે વર્ણન છે. તેના આધારે અનુમાન છે કે આમાં સમગ્ર વિશ્વનો નકશો રહ્યો હશે, પરંતુ દુર્ભાગ્યવશ જ્યારે આ પુસ્તક મળ્યું ત્યાં સુધી આના કેટલાય પૃષ્ઠો અને નકશાઓનો ૨/૩ ભાગ ખરાબ થઈ ચૂકયો હતો.

ગઝલે સ્કિન ચર્મપત્ર પર બનાવવામાં આવ્યો. આ નકશો ઈ.સ. ૧૫૧૭માં ઓટોમન સુલતાન સલીમ પ્રથમને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૫૨૮માં પિરીરીસે પોતાનો બીજો વિશ્વ માનચિત્ર (નકશો) બનાવ્યો, જેમાં ગ્રીનલેન્ડ, ઉત્તરી અમેરિકા, લૈબ્રાડોર, ન્યૂફાઉન્ડલેન્ડ, ફલોરિડા, કયૂબા અને મધ્ય અમેરિકાના કેટલાક ભાગ બતાવાયા હતા. તેમના લેખન મુજબ તેમણે પોતાના નકશાને બનાવવા માટે કેટલાય (અરબી, સ્પેનિશ, પુર્તગાલી, ચીની ભારતીય અને ગ્રીક) માનચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં ક્રિસ્ટોફર કોલંબસનો પણ એક નકશો સામેલ હતો.

આજે આધુનિક સમયમાં સેટેલાઇટની મદદથી ગમે ત્યાંનો નકશો બનાવવો સરળ થઈ ગયો છે, પરંતુ પૂર્વ આધુનિક (આધુનિક યુગથી અગાઉના) યુગમાં લોકો નકશાને બનાવવા માટે એ જગ્યાએ જઈને પોતાના ડગલાઓની મદદથી એ જગ્યાને માપતા હતા. આ નકશામાં નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અને વેસ્ટ આફ્રીકાને તેમના નાના નાના ટાપુઓ સાથે બતાવાયા છે. છેવટે આટલી બારીકાઈથી ૪ મહાદ્વીપોને પોતાના ડગલાઓથી પિરીરીસે માપ્યા હશે ? માન્યું કે કેટલાય નકશાઓનો પણ ઉપયોગ કર્યો છે, પરંતુ દરેક નકશો બધી ત્રુટિયોથી ભરેલો હતો જ્યારે કે પિરી મેપ આધુનિક નકશાની મોટી હદ સુધી સમાન છે. આ ઉપરાંત પિરી મેપમાં એન્ટાર્કટિકાનો પણ કેટલોક ભાગ બતાવાયો છે, પરંતુ સૌથી વધુ આશ્ચર્યની વાત આ જ છે. કેમકે આ નકશો બરફથી મુક્ત એન્ટાર્કટિકા મહાદ્વીપને દર્શાવે છે. જ્યારે કે આ કેવી રીતે શક્ય છે કે સરેરાશ ૧.૯ કિલોમીટર જાડાઈવાળા બરફથી ઢંકાયેલ મહાદ્વીપનો નકશો બનાવી શકાય અને જ્યારે આ નકશાને બનાવવામાં આવ્યો ત્યાં સુધી મનુષ્યો દ્વારા એન્ટાર્કટિકાની શોધ જ થઈ ન હતી.

એન્ટાર્કટિકા સુધી પહોંચનાર પ્રથમ શોધ અભિયાનનું નેતૃત્વ બ્રિટિશ અન્વેષક જેમ્સ કૂકે કર્યું હતું, જેમણે ઈ.સ. ૧૭૭૨માં ફક્ત બરફ જ જોવામાં સફળ રહ્યા. જ્યારે કે ૨૫૦ વર્ષ પહેલાં પિરીરીસે એન્ટાર્કટિકાનું નૌવહન ચાર્ટ પર ખેંચી (દોરી) લીધું હતું, જે આ મહાદ્વીપને બરફથી મુક્ત બતાવી રહ્યું હતું.

ઓટોમન દસ્તાવેજોથી જણાય છે કે તેમનું પૂરૂં નામ હાજી એહમદ મુહિયુદ્દીન પિરી (કે પેરી) હતું. તેઓ હાજી મુહમ્મદ પેરીના પુત્ર હતા. તેમણે ઈ.સ. ૧૪૮૧થી ખાનગી શિપિંગમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. આ સમય દરમ્યાન તેણે પોતાના કાકાની સાથે ઓટોમન સામ્રાજ્ય માટે કેટલાય નૌસેનિક યુદ્ધ લડયા, જેમાં સ્પેન, જેનોઆ ગણરાજ્ય, વેનિસ ગણરાજ્ય અને લપૈટોની લડાઈ પણ સામેલ છે.

ઈ.સ. ૧૫૧૧માં પોતાના કાકા કમલ રઈસના મૃત્યુ પછી (જ્યાં તેમનું વહાણ ભૂમધ્ય સાગરમાં એક તોફાનમાં નષ્ટ થઈ ગયો હતો અને તે મિસ્ર-ઇજિપ્તના રસ્તામાં હતા) તેઓ ગ્લિબોલો પાછા આવી ગયા અને શિપિંગ શિક્ષણ ઉપર કામ કરવું શરૂ કરી દીધું હતું.

ઈ.સ. ૧૫૧૬માં તેઓ એક તુર્ક બેડાના કમાંડરના રૂપમાં ફરીથી સમુદ્રમાં ઊતરી ગયા. ઈ.સ. ૧૫૨૨માં તેમણે નાઇટ્‌સ ઓફ સેંટ જૉનની વિરુદ્ધ રોડ આઇલૈંડના ઘેરાવમાં ભાગ લીધો, જેના કારણે ૨૫ ડિસેમ્બર ૧૫૨૨ના રોજ દ્વીપ ઉપર ઓટોમનનો કબજો થઈ ગયો.

ઈ.સ. ૧૫૪૭માં પિરી (કે પેરી)ને હિંદ મહાસાગરમાં ઓટોમન નૌસેનાના કમાંડર અને મહાસાગરમાં ઓટોમન નૌસેનાના કમાંડર અને મિસ્ર (ઇજિપ્ત)માં પણ નૌસેનાના કમાંડરના રૂપમાં અમીર (નૌસેનાના કમાંડર)ના પદ પર પદોન્નત કરવામાં આવ્યા હતા. તા. ૨૬ ફેબ્રુઆરી ૧૫૪૮ના રોજ તેમણે એડનને પુર્તગાલ (પાર્ટુગિજ)ના કબજાથી મુક્ત કરાવ્યો. તેમણે ઈ.સ. ૧૫૨૨માં પુર્તગાલિઓથી મસ્કત અને કૈશને પણ પાછું લઈ લીધું અને પછી તેમણે ફારસની ખાડીના કાંઠે હુર્મુજના અલ ડમરૂ-મધ્યમાં હુર્મુજ દ્વીપ પર કબજો કરી લીધો. જ્યારે પુર્તગાલિઓએ પોતાનું ધ્યાન ફારસની ખાડી તરફ લગાવ્યું. તો આમણે કતારી પ્રાયદ્વીપ અને બેહરીન દ્વીપ પર પણ કબજો કરી લીધો કે જેથી પુર્તગાલી (પોર્ટુગીઝ) આરબ તટ ઉપર ઉપરોક્ત ઠેકાણાઓની ભાળ મેળવી ન શકે.

એક વૃદ્ધ વ્યક્તિના રૂપમાં પિરી રીસ ૯૦ વર્ષની વયે મિસ્ર (ઇજિપ્ત)માં ઈ.સ. ૧૫૫૩માં તેના માથાને કાપી નાખવામાં આવ્યું. જ્યારે તેમણે ઉત્તરી ફારસની ખાડીમાં પુર્તગાલીઓ વિરુદ્ધ એક અન્ય અભિયાનમાં બસરાના તુર્ક વલી (ગવર્નર)નું સમર્થન કરવાથી ઇન્કાર કરી દીધું. પિરી રીસ પુસ્તક “કિતાબ-એ-બહરી” (Kitab-e-Bahriye)ના લેખક છે, જે સૌથી સારી પૂર્વ-આધુનિક (આધુનિક યુગથી પહેલાં) નૌપરિવહન (શિપિંગ) પુસ્તકોમાંથી એક છે. તેમણે એક વ્યાપક માનચિત્ર (નકશો) બનાવવા માટે વીસથી વધુ અરબી, સ્પેનિશ, પુર્તગાલી, ચીની ભારતીય અને પ્રાચીન ગ્રીક માનચિત્રોનો ઉપયોગ કર્યો જે પૂરી રીતે તેમના સમયનું પ્રતિનિધિત્વ કરે છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments