સ્ટુડન્ટસ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓમાં ઇત્તરશૈક્ષણિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભાઓ ને નિખારવા વર્ષ – ૨૦૧૭ થી “ઉડાન ચિલ્ડ્રન ફેસ્ટિવલ”નું આયોજન કરી રહી છે.
આ વર્ષે વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી “ઉડાન”ને ઓલનાઇન કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ફેસ્ટિવલમાં ભાગ લીધો. જુલાઈ મધ્યમાં રેજીસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ થયા પછી 7,8, 9 ઓગષ્ટ ત્રણ દિવસ ફેસ્ટિવલ ચાલ્યો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિ જેવી કે, કુરઆન પઠન, વકતૃત્વ , સ્ટેન્ડ અપ કૉમેડી , ચિત્રકળા , હસ્ત લેખન , વેસ્ટમાંથી બેસ્ટ અને પર્યાવરણ સંરક્ષણ સ્પર્ધા અંતર્ગત વીડિયો અને ફોટો ઓનલાઈન મોકલ્યા હતા. વિદ્યાર્થીઓના અદભુત અને અનોખા અભિનય અને કૃતિઓનું નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું. અંતે 23 ઓગષ્ટના રોજ તેનું ઓનલાઇન પ્રોગ્રામમાં ફેસબુકપર પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેની શરૂઆત એસ આઇઓ ગુજરાતના સેક્રેટરી જાવેદ કુરેશી આરંભિક વાર્તાલાપથી કરી. તે પછી મુખ્ય મહેમાન શકીલએહમદ રાજપૂત (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત ) અને સલમાન ખાન ( રાષ્ટ્રીય સચિવ, SIO)એ તેમના સુંદર વક્તવ્યથી વિધાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાવોને વિકસાવવા પ્રોત્સાહિત કર્યા, અને વિદ્યાર્થીઓને નૈતિક ગુણો કેળવવા માર્ગદર્શન આપ્યું .
આ પ્રોગ્રામ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના પરિણામની જાહેરાત સમયાંતરે કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ઓનલાઇન પણ ઉત્સાહભેર પ્રોગ્રામમાં ઓનલાઇન હાજરી આપી. અંતમાં એસ આઈ ઓ ગુજરાતના પ્રમુખ સાકીબ મલીકે દરેકને શુભેચ્છા પાઠવી અને વિધાર્થીઓને વધુ ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા.