વકફ કાયદો અને ગુજરાતમાં ગેરબંધારણીય રીતે લાગુ કરાનારા સમાન નાગરિક ધારાની વિરૃધ્ધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશ મુજબ દેશના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ (22-4-2025)ના રોજ ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા શહેરની જુની રુપાલી સિનેમાં પાસે નહેરુ બ્રિજ ખાતે શાંત મૌન માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ન્યાય પ્રિય જનતાએ ભાગ લીધો હતો. પ્રદર્શન માટે પોલીસે પરવાનગી નહીં આપી છતાં સમિતિના સભ્યો સાથે શહેરના અનેક લોકો પ્રદર્શનનમાં જોડાયા હતા. અમદાવાદની સાથે સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ન્યાયની લડતમાં મહિલા અને પુરુષો સહિત હજારો લોકો જોડાયા હોવાના સમાચાર મળ્યા હતા.રાજ્યના તમામ મુખ્ય શહેરો ઉપરાંત નાના શહેરો અને તાલુકાઓમાં પણ વકફ વિરૃધ્ધની આ લડતમાં લાખો લોકો જોડાયા હતા.
શાંત અને અહિંસક દેખાવ હોવા છતાં પોલીસે પ્રદર્શનમાં જોડાયેલા લોકોને અટકાયત કરી હતી જેમાં સમિતિના પ્રમુખ પ્રોફેસર નિસાર અન્સારી, જમાતે ઇસ્લામીના ગુજરાતના પ્રમુખ ડો. સલીમ પટીવાલા, શહેર પ્રમુખ ઇકબાલ મિરઝા, વાસિફ અહેમદ, એડવોકેટ ઇકબાલ શેખ, બાર કાઉન્સિલના સભ્ય ગુલાબ ખાન પઠાણ, મજલિસે મુશાવેરતના ઇકબાલ લાકડાવાલા,વિદ્યાર્થી સંગઠન SIOના પ્રદેશ પ્રમુખ મુનવ્વર હુસૈન રાજકિય પક્ષોના આગેવાનો જેવા કે અબરાર પંજાબી, મુફતી અબદુલ્લાહ, ઇર્શાદ શેખ, સામાજીક અગ્રણી આસિફ શેખ,જમીઅત ઉલમાના,મૌલાના મહેબુબ કાસમી, અબરાર અહેમદ શેખ, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઝુલફિકાર પઠાણ, જમીઅત ઉલમાના સેક્રેટરી અસલમ કુરૈશી, અહદ પઠાણ, અનિસ શેખ, કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર તેમજ દલિત અગ્રણી રતના વોરાએ પણ એક તરફી વકફ અને યુસીસી વિરોધ પોતાનો વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો. રફીક નગરીવાલા, સામાજીક કાર્યકર જુનેદ શેખ, શાહનવાઝ શેખ, જી પી ચાવાલા, કાઉન્સિલર અફસાના ચિશ્તી, જમાત ઇસ્લામીના આરેફા પરવીન,શાઝિયા શેખ,ગુલામ ફરિદ શેખ, વગેરે દેખાવમાં જોડાયા હતા. દેખાવ બાદ પોલીસે લગભગ 50 માણસોની અટકાયત કરી હતી જેમને અવસર વિતે છોડી મુકવામાં આવ્યા હતા.દેખાવકારોએ આખા નહેરુ બ્રિજ પર શિસ્તબધ્ધ રીતે શાંતિપુર્વક દેખાવ કરીને સરકારના બહેરા કાને મુસ્લિમ સમાજ સાથે થઇ રહેલા અન્યાય અંગે લોકોને જાણકારી આપી હતી. દેખાવમાં મોટી સંખ્યામાં બહેનો એ પણ ઉત્સાહભેર ભાગ લઇ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ હિત રક્ષક સમિતિએ દેખાવમાં સામેલ થયેલા તમામ લોકોનો આભાર માની આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં જ્યારે પણ આવા દેખાવ કે અન્ય કાર્યક્રમની જરુર પડશે તો તેઓ સાથ આપશે.