લેખક : જોહર સિદ્દીકી
ઈન્સ્ટાગ્રમ અને સ્નેપચેટ પર 16 થી 19 વર્ષના કિશોરો પોતાની ઉંમરની કિશોરીઓની સાથે રેપ કરવાની યોજના સિક્રેટ ગ્રૂપ બનાવીને કરી રહ્યા છે. તેમની વાતો એવી છે કે હું અહીંયા પોસ્ટ નથી કરી શકતો ન લખી શકું છું. પરંતુ મારા મગજમાં એક સવાલ છે, આટલી નાની આયુમા બાળકોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે કે તે રેપ જેવા ઘૃણાસ્પદ ગુનાહ કરવા માટે, વગર ડરે જાહેરમાં વાતો કરવા લાગે છે.
તમે ટ્વીટર પર જુઓ, બીજેપી આઈટી સેલની સાથે કોઈ પણ રાજનૈતિક પાર્ટીના આઈટી સેલનું ટ્વીટર હેન્ડલ જોઈ લો, તમને શું જોવા મળશે? ગાળો, ભૂંડી વાતો ભરી પડી છે. હદ તો આ છે, આમાં બીજેપીના કપિલ મિશ્રા પણ શામિલ છે, જે જાહેરમાં ટ્વીટર પર સફૂરા જરગર પર છેલ્લા તબક્કાની ભૂંડી ટિપ્પણીઓ કરે છે. શું ભારતમાં ગાળો આપવા પર સજાની જોગવાઈ છે? ટ્વીટર પર જાહેરમાં ગાળો લખાય છે, RGKMKB NMKMKB જેવી વાહિયાત ગાળોને હેશટેગની સાથે ચલાવવામાં આવે છે જેમાં લાખો ટ્વીટ થાય છે. હજુ પણ તમે આ જ કહેશો, આટલી નાની ઉંમરના બાળકો ક્યાંથી આવી વાતો શીખી રહ્યા છે?
આજે DCWની ચેરમેન સ્વાતિ માલિવાલ ટ્વીટર પર #boyslockerroom ટ્રેન્ડ થવા પર જાગી છે, તેણે તપાસ કરી ધરપકડ કરવાની વાત કહી છે, પરંતુ સફુરા જરગર પર કપિલ મિશ્રાની ટિપ્પણી જોયા પછી, તેના કાનમાં હજુ સુધી જું પણ નથી ઉતરી, આ રીતે તે પોતાને DCWની ચેરમેન કહે છે, પોતાને મહિલાઓના હક્કો માટે લડવા વાળી ક્રાંતિકારી મહિલા દર્શાવે છે. શું શરમને તે ઘોળીને પી ગઈ છે?
તે સિક્રેટ ગ્રૂપમાં શામેલ કિશોરે જે હરકત આજે કરી છે, મે આ રીતના કેસ પહેલા પણ જોયા છે, પર આજે આ મુદ્દા પર વાત કરવાની જરૂરત છે. આખરે તે બાળકોની માનસિકતા આવી કેમ બની ગઈ જેનાથી તે 16 વર્ષની ઉંમરમાં સિક્રેટ ગ્રૂપ બનાવીને VPNના સહારે ચેટ કરી રહી છે, પોતાની ઉંમરની છોકરીઓને ફંસાવવાના અને તેનું ગેંગ રેપ કરવાની યોજના ન ફક્ત બનાવી રહ્યા છે, બલ્કે તે ગુનાહ કરી પણ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ પર હજારો એવા એકાઉન્ટ છે જ્યાં પોર્ન જાહેરમાં પીરસાઈ રહ્યું છે, ભારતમાં પોર્ન સાઇટ્સ બ્લોક છે, પણ VPN દ્વારા સરળતાથી જોઈ શકાય છે. આ કયા પ્રકારનો કાયદો સરકાર બનાવી રહી છે, જેની અમલવારી પર વાત સુદ્ધાં નથી થતી. રાહ ચાલતી છોકરીઓ પર ભુંડી ટીપ્પણીઓ કરવામાં આવે છે, સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈએ પણ 16 સેકંડ કોઈ છોકરીને ઘુરી તો તેને સજા થઈ શકે છે, આજ સુધી કોને થઈ?
આજે જાહેરમાં ટ્વીટર પર નેતા સહિત નેતાના સમર્થક નેતાના વિરોધ કરવાવાળાઓની પત્ની, બહેન, દીકરીની સાથે રેપ કરવાની ધમકીઓ આપે છે. વગર કોઈ ડરે ભૂંડી ભૂંડી ગાળો આપે છે, તેમની જ બહેન, પત્ની, દીકરીઓની ફોટો એડિટ કરીને વાયરલ કરે છે અને આપણો કાયદો આ બધું જોઈને હસી રહ્યો છે, મને આ વાત સમજાતી નથી, સોશ્યલ ક્લોઝ પર આપણી કોર્ટ અંધા હોવાની સાથે સાથે બહેરી કઈ રીતે થઈ જાય છે. વિશ્વાસ કરો, જો ટ્વીટર, ફેસબૂક પર ગાળો બકવાવાળાઓ પર જેમાં કપિલ મિશ્રા જેવા B Grade નેતા પણ શામેલ છે જે જાહેરમાં સફૂરા જરગર જેવી સામાજિક કાર્યકર્તા અને વિદ્યાર્થી પર અશ્લીલ ટિપ્પણીઓ કરે છે, આવા લોકોને સજા મળશે ત્યારે આ બાળકો આટલી હિંમત નહી કરે કે તે આ દિશામાં કંઈ પણ વિચારે. આ એક બીજાને પ્રોત્સાહિત જ આવી રીતે કરે છે, અરે કશું નહિ થાય, મારા પપ્પાની ઓળખાણ ફલાણા નેતા સાથે છે, નેતા લોકો પણ ગાળો તો બકે છે, ટ્વીટર પર જાહેરમાં રેપ કરવાની ધમકી આપે છે, તેમને ક્યાં કઈ થાય છે, આપણે તો સિક્રેટ ગ્રૂપમાં ફક્ત વાત કરી રહ્યા છીએ.
આપણી આદત બની ગઈ છે, આપણે ઘટના પર વાત કરીએ છીએ, ઘટના ના કારણ પર વાત નથી કરતા. વિશ્વાસ કરો, #boyslockerroom ફક્ત એક હેશટેગ નથી, બલ્કે આપણા નેતાઓ અને તેના ભક્તોએ સોશ્યલ મીડિયા પર જે વાવ્યું છે તેનો પાક છે. સારું છે આ પાક ને હમણાં જ કાપી નાખે, નહિતર તે દિવસો દૂર નથી જ્યારે તે તમારા ઘરના કોઈ ખૂણામાં વિખરાયેલા મળશે…
લેખ સાભારઃ vimarsh.org