ધર્માંતરણના મામલાને લઇને થયેલી ધરપકડ બાદ સરકાર એક્શનમાં છે. ઉ.પ્ર. ATS એ હજારો ધર્માંતરણના મામલાઓનો ખુલાસો કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે પૈસાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. ધરપકડ કરાયેલા બંને લોકો પર સખત કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ માટે કમિટીઓ પણ બનાવવામાં આવી છે.
મારી સરકારને ભલામણ છે કે એક કમિટી આ બાબતની જાણકારી પ્રાપ્ત કરવા માટે પણ બનાવવામાં આવવી જોઈએ કે હિંદુત્વના સુવર્ણકાળમાં આટલા બધા હિંદુઓ ઇસ્લામ શા માટે અપનાવી રહ્યાં છે? એક કમિટી આ જાણવા માટે પણ બનાવવી જોઈએ કે કેન્દ્રમાં મોદી અને યુપીમાં યોગીનું શાસન હોવા છતાં હજારો હિન્દુ છેલ્લાં કેટલાક વર્ષમાં મુસલમાન શા માટે બની ગયા, જેમ કે સરકારી રિપોર્ટે દાવો કર્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધ સ્તરે ઘર વાપસી અભિયાન ચલાવવામાં આવ્યું, ધર્માંતરણને લઈને કાયદો બનાવવામાં આવ્યો, એક વર્ગ વિશેષને ટાર્ગેટ કરી ‘લિંચીંગ’ કરવામાં આવી જે હજુ સુધી ચાલુ છે. સરવાળે ભય અને ખૌફનો માહોલ બનાવવામાં કોઈ કસર છોડવામાં આવી નથી, પરંતુ તેમ છતાં હિન્દુ લોકો ઇસ્લામ ધર્મ શા માટે અપનાવી રહ્યા છે?
દક્ષિણપંથી ઇતિહાસકાર અને સંગઠન હંમેશાથી આ કહી રહ્યાં છે કે ભૂતકાળમાં તલવારના જોર પર ઈસ્લામ અપનાવવા માટે હિન્દુઓને મજબૂર કરવામાં આવ્યા હતાં. જો આ વાત સાચી માની લેવામાં આવે તો સવાલ એ છે કે આજે કયા જોર પર લોકો ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યાં છે? આ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નાણાંની લાલચ આપીને ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. જો આ સત્ય છે તો ભાજપા અને સંઘથી વધુ પૈસા કોની પાસે છે? તેમને પૈસાની લાલચ આપવાથી કોણે રોક્યા છે?
આમ તો જો કે, કોઈનાં ધર્મ પરિવર્તનથી કોઈને પણ આશ્ચર્ય ન થવું જોઈએ. કેમ કે, બંધારણમાં ધર્મ અને મત પસંદ કરવાની સ્વતંત્રતા છે, પરંતુ સરકારે જે દિશામાં કામ કર્યું પરિણામ તેના વિપરીત છે.
સમાચારો મુજબ ગરીબ હિન્દુઓનું ધર્માંતરણ થાય છે. જો આ વાતને સાચી માની લેવામાં આવે તો સરકારથી જવાબ માંગવો જોઈએ કે હિન્દુઓની સરકારમાં હિન્દુ આટલા ગરીબ થઇ ગયા કે તેને પૈસા માટે ઇસ્લામ ધર્મ અપનાવવો પડી રહ્યો છે? મતલબ સરકારે હિન્દુઅઓને આટલા નબળાં બનાવી દીધા? સરકાર ન તો રોજગાર, શિક્ષણ, સુરક્ષા તેમજ સ્વાસ્થ્યની દિશામાં સારું કામ કરી શકી અને ન જ ગરીબ હિન્દુઓને આટલા સશક્ત બનાવી શકી કે તે ધર્માંતરણ ન કરે.
સ્ટુડિયોમાં બૂમો પાડતા એંકરોને સાંભળીને જ્યારે દિલ ભરાઈ જાય તો વિપક્ષ મોદી યોગી સરકારથી આ સવાલ પૂછે કે તમે હિન્દુત્વનું સૂત્ર આપીને સત્તા પ્રાપ્ત કરી પરંતુ હિન્દુ હવે ખતરામાં છે. આની માટે કોણ જવાબદાર છે? સરકારની થિયરી પર સૌથી પહેલા સરકારથી જ સવાલ થવો જોઈએ.