Sunday, October 6, 2024
Homeમનોમથંનમાસ પ્રમોશન કે માસ ડિસ્ટ્રક્શન

માસ પ્રમોશન કે માસ ડિસ્ટ્રક્શન

શિક્ષણ કોઈપણ સમાજના લોકો માટે પાયાની જરૂરીયાત છે. શિક્ષણ હાંસલ કરેલ વિદ્યાર્થીના મૂલયાંકનની એક પદ્ધતિ છે પરિક્ષા. અને પરિક્ષાના પરિણામ દ્વારા વિદ્યાર્થી પુરવાર કરે છે કે તેણે શિક્ષણ મેળવવા કેટલી ગંભીરતા દાખવી છે. વિદ્યાર્થીનું સારૂં કે ખરાબ પરિણામ તેની કારકિર્દીનો માર્ગ નક્કી કરે છે. એટલે વિદ્યાર્થીકાળથી લઈ કારકિર્દીના દરેક માર્ગને વટાવવા સુધીની સફરમાં પરિક્ષા એક માઇલસ્ટોન છે.
પરિક્ષાનું નામ આવતા જ વિદ્યાર્થી ગંભીર થઈ જાય છે. ભણવામાં રસ લેવા લાગે છે અને સમયનું યોગ્ય આયોજન કરે છે. એટલે પરિક્ષા વિદ્યાર્થીને ભણતરની સાથે સાથે બીજું ઘણું શીખવે છે. પરિક્ષા વગર શિક્ષણ અને શિક્ષણપ્રણાલી અધૂરી છે.


દેશમાં કોરોનાના વ્યાપને એક વર્ષ ઉપરાંત થઈ ગયું. બીજી લહેર પહેલી લહેર કરતાં વધુ ઘાતક હતી, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કોરોના કાળમાં સમાજના તમામ લોકો સાથે જે બગાડ અને નુકસાન થયું છે તેમાં સૌથી વધારે નુકસાન વિદ્યાર્થીઓના ફાળે આવ્યો છે. તેમના શાળાકીય અભ્યાસ પર ગંભીર અસર પડી, છતાં ઓનલાઈન એજ્યુકેશન કે જે ભારતમાં કોરોના પહેલા એટલો સ્વિકૃત કે પ્રચલિત ન હોતો, તેના દ્વારા વિદ્યાર્થીઓ ભણતા રહ્યા. કોરોનાની બીજી લહેરની શરૂઆત બિલ્કુલ એ જ સમયગાળા દરમ્યાન થઈ જ્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાની તારીખો નજીક હતી. દરમ્યાનમાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ જરૂરી સેવાઓ, દવાઓ અને ખાટલાઓ ઉપલબ્ધ કરાવવામાં સદંતર નિષ્ફળ નિવડેલ બિનકાર્યક્ષમ અને દુરદર્શિતા વગરની સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લઈ લીધો.


ધોરણ ૧૦, ૧૧, ૧૨, આઈટીઆઈ, નર્સીંગ અને કોલેજના બાકીના તમામ સેમેસ્ટરના બધા જ વિદ્યાર્થીઓને આગલા વર્ગમાં પ્રમોટ કરવામાં આવ્યા! સરકારના આ નિર્ણયની ચોમેરથી નિંદા કરવામાં આવી રહી છે.
વાલીમંડળ પોતાના બાળકને લઈને ચિંતિત છે કે માસ પ્રમોશનના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થશે. તેમના બાળકોએ કરેલ અભ્યાસ અને ફાળવેલ સમયનું શું? તે તો જાણે વેડફાઈ ગયું.! પછી મનગમતા વિષયો લેવામાં અને કોલેજની પસંદગીમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે તે નક્કી નથી. ગત વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું ૬૬.૯૭ ટકા પરિણામ જાહેર થયું હતું. એનો મતલબ કે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. આ જ રીતે ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ ૬૦ થી ૭૦ ટકાની આસપાસ રહે છે. એનો મતલબ આ કે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આગલા વર્ષમાં પ્રવેશ મેળવી ન શકે. પરંતુ બધા જ ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય તો તેનો અર્થ છે કે આગલા વર્ગમાં પ્રવેશ માટે શાળા કોલેજમાં પર્યાપ્ત સીટો હોવી જરૂરી છે. પરંતુ આડેધડ લેવાઈ ગયેલ નિર્ણય પછી સરકારને બ્રહ્મજ્ઞાન થયું કે બધા જ પ્રમોટેટ વિદ્યાર્થીઓને સમાવી શકે એટલી જગ્યા શાળા-કોલેજમાં છે જ નહીં. પછી સરકારે શાળાઓને ધોરણ ૧૧ના વર્ગો તાત્કાલિક વધારવા અને કોલેજાેને માળખું બનાવવા સુચના આપી.


માસ પ્રમોશનનો વિરોધ કરનારાઓમાં એવું સુચન પણ જાેવા મળે છે કે વર્ષ દરમ્યાન ઓનલાઈન ભણાવવામાં આવ્યું તો ઓનલાઈન પરિક્ષા કેમ ન લેવાઈ? ઓનલાઈન પરિક્ષા લેવાની ઘણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. વિદેશોમાં અને ભારતમાં પણ કેટલાક ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસની પરિક્ષા ઓનલાઈન જ લેવાય છે. અને હવે તો ઇન્ટરનેટની ઝડપ અને સેવા ઝડપી બની જતાં ઓનલાઈન પરિક્ષા લેવી સરળ હતી. પછી ડીજીટલ ઇન્ડિયાનું એક પ્રયોગ પણ થઈ જાત કે આપણે ક્યાં સુધી ડીજીટલ થયા છીએ.

પ્રમોશન આપવાને બદલે રાબેતા મુજબની ફિઝિકલ પરિક્ષા તબક્કાવાર પણ લઈ શકાઇ હોત. શિક્ષણ ખાતાને બે-ત્રણ વાર પેપર તૈયાર કરવું પડતું પરંતુ વિદ્યાર્થીઓને પુરી કોવિડ ગાઇડલાઇન્સની પાબંદી સાથે એક ક્લાસમાં વીસ વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત બેઠક સાથે પરિક્ષા યોજી શકાત. દુનિયાના બીજા દેશોમાં પણ જાેઈએ તો પરિક્ષાઓને સ્થગિત કરવામાં કે મુલ્તવી કરવામાં આવી છે પરંતુ વગર પરિક્ષાએ પાસનું સર્ટિફિકેટ નથી આપવામાં આવ્યું. એવું એટલા માટે આપણા કરતા વિદેશમાં શિક્ષણનું મહત્ત્વ વધારે છે.


સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ માસ પ્રમોશન હકીકતમાં તેમના ભવિષ્યના ભણતરમાં મોટો અવરોધ ઊભું કરશે. ર્દિઘદૃષ્ટિ વગરના વાલીઓ કે વિદ્યાર્થીઓ જે માસ પ્રમોશનથી ખુશ અને સમયનો તકાદો માની રહ્યા છે તેમને ભલે સરકારનો આ નિર્ણય યોગ્ય લાગતું હોય પરંતુ આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં તો નથી જ. સમય જતાં આ માસ પ્રમોશન, માસ ડિસ્ટ્રકશન હતું તે સમજાશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments