સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને સામાજિક અસમાનતાને અંતરને ઓછું કરવાના હેતુસર સાથસહકારની ભાવના સાથે કોઓપરેટીવ સોસાયટીની પ્રથમ બ્રાંચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સોસાયટીના પ્રમુખ વાસિફ હુસૈનના પ્રારંભિક શબ્દો સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કોઓપરેટીવ સોસાયટીને તાલીમ તેમજ માર્ગદર્શન પુરી પાડતી સહુલત માઇક્રો ફાઇનાન્સ સોસાયટીના સી.ઇ.ઓ. ઓસામા ખાન દ્વારા સહકારની ભાવના અને નૈતિકના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષતા કરી રહેલા જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલઅહમદ રાજપૂતે જણાવ્યુ હતું કે સમાજનું સર્વાંગી વિકાસ નૈતિકતાનું પાલન અને એકબીજાના સહકાર વગર શક્ય નથી. ઇસ્લામે જનકલ્યાણના કામો કરવા ઉપર ખૂબ જ ભાર મૂક્યું છે. આ જ ગુણોને ફરીથી જીવંત કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે અલબરકા સોસાયટીની સ્થાપના આ દિશામાં એક નાનું પગલું છે.