Friday, April 19, 2024
Homeમનોમથંનબાબરી મસ્જિદ દુર્ઘટનાથી મળતી શીખ

બાબરી મસ્જિદ દુર્ઘટનાથી મળતી શીખ

બાબરી મસ્જિદની સમગ્ર ઘટનાથી કેટલીક વાસ્તવિક્તા આપણી સમક્ષ આવે છે જેમનો સ્વીકાર કરી સમસ્યાઓના નવા માર્ગો શોધવાની જરૂર છે.

સૌથી મોટી વાસ્તવિક્તા જે આ સમગ્ર ઘટનામાં જોવા મળે છે તે આ છે કે લોકશાહીમાં બહુમતીના વર્ચસ્વને રોકવું ત્યાં સુધી અશક્ય છે, જ્યાં સુધી બહુમતી અને લઘુમતી વચ્ચે નફરતની ખાઇને ઓછી કરવામાં ન આવે. અહીં તમારું ધ્યાન દોરું છું કે હું નફરતનો અંત કરવાની વાત નથી કરી રહ્યો બલ્કે ઓછી કરવાની વાત કરી રહ્યો છું. બે વિરોધાભાસી વિચાર અને આસ્થા રાખવા વાળા દરમ્યાન વિરોધાભાસનો સદંતર અંત કરી નાખવો અસંભવ છે. જો કે તેને ઓછું કરી શકાય છે. પરંતુ દુર્ભાગ્યે આ મામલામાં જોડવાનું કામ કરતા વધારે તોડવાનું કામ કરવામાં આવ્યું. તોડવાના કામોમાં તકવાદી અને સ્વાર્થવૃત્તિ ધરાવતાં ધાર્મિક અને રાજનૈતિક નેતાઓની મહત્વની ભૂમિકા રહી છે. ત્યાં બીજી તરફ કેટલાક શુભચિંતક લોકોએ ધાર્મિક સૌહાર્દને કાયમ રાખવા અને નફરતને ઓછી કરવા ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ આ એક દુઃખદ ઘટના અને કડવી વાસ્તવિકતા છે કે ઉગ્રવાદીઓએ જે ચિત્રણ સંપૂર્ણ શક્તિ અને આયોજનબદ્ધ પૂર્વક કર્યું તેણે ધાર્મિક સૌહાર્દના પ્રયાસોને ડુબાડી દીધા.

આ કોમી અથડામણનું પરિણામ ફક્ત બાબરી મસ્જિદ જ નથી, બલ્કે આ મૂળ ખરાબીના વિભિન્ન પ્રતિબિંબ રોજબરોજ આપણી સામે અલગ અલગ સ્વરૂપે આવતાંજ રહે છે. જેને સૌથી વધુ ફેલાવવાનું કામ કોમવાદી રાજનીતિ (Communal Politics) એ કર્યું છે. રાજનીતિક વર્ચસ્વ પ્રાપ્ત કરવા નો સૌથી સરળ અને ટુંકો (Shortcut) રસ્તો આ છે. આવી રાજનીતી સૈદ્ધાંતિક રીતે તો ખોટી છે જ. પરંતુ પરિણામની દ્રષ્ટિએ તો ખૂબ જ ભયાવહ છે. કોમી અથડામણની આ અસર ફક્ત ચુંટણી સુધી જ સીમિત નથી રહેતી બલ્કે સામાજિક સ્તરે પણ તેનો પ્રભાવ પડવા લાગે છે. communal politics ની આ વિશાકત હવા ભારતને ક્યાં લઈ જશે તેનો અંદાજો કરવો પણ મુશ્કેલ છે.

જરૂરત આ વાતની છે કે કોમવાદી રાજનીતી ને સામૂહિક પડકાર આપવો જોઈએ અને ભારતમાં ધાર્મિક સૌહાર્દ ને જાળવવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ કામ સરળ નથી અને ન જ માત્ર કેટલાક લોકોના કરવાથી થશે. બલ્કે આમાં જ્યાં જાહેર સ્તરે (Public level) એકતા, પ્રેમ અને મતભેદ ના શિષ્ટાચારને અપનાવવાની જરૂર છે. ત્યાં જ સરકાર અને કાયદાએ પણ દરેક પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને શાંતિ અને ન્યાયની ખાતરી (Ensuring for Peace & Justice) આપવાની જરૂર છે. 🔚

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments