Thursday, May 30, 2024
Homeસમાચારઉત્તરપ્રદેશ વટહુકમ એ સમાજને ધાર્મિક મુદ્દા ઉપર વહેંચવાનો પ્રયાસ: પ્રો. મુહમ્મદસલીમ એન્જીનિયર

ઉત્તરપ્રદેશ વટહુકમ એ સમાજને ધાર્મિક મુદ્દા ઉપર વહેંચવાનો પ્રયાસ: પ્રો. મુહમ્મદસલીમ એન્જીનિયર

નવી દિલ્હી,

જમાઅતે ઇસ્લામી હિંદના નાયબ અમીર પ્રો. મુહમ્મદસલીમ એન્જીનિયરે આજે માસિક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધતાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન, બાબરી મસ્જિદ, આંતર-ધર્મીય લગ્ન સામે વટહુકમ અને દેશમાં ભ્રષ્ટાચાર સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપર વાત કરતાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશનો આ 2020નો વટહુકમ બંધારણની ભાવના વિરુદ્ધ છે અને સમાજને ધાર્મિક મુદ્દા ઉપર વહેંચવાનો અને એક ખાસ સમુદાયને નિશાન બનાવવાનો પ્રયાસ છે. આ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ વટહુકમ આપણા બંધારણની ભાવના વિરુદ્ધ છે. આનાથી અંતરાત્માની સ્વતંત્રતા અને ધર્મ ઉપર અનુસરણ તથા તેના પ્રચાર-પ્રસારના અધિકાર ઉપર ખતરો છે. મુસ્લિમ છોકરાએ હિંદુ છોકરીઓને પીછો કરવાની કાલ્પનિક વાર્તાને “લવ જિહાદ” નું નામ આપવું અત્યંત નીંદનીય છે.

પ્રો. મુહમ્મદસલીમ એન્જીનિયરે ખેડૂતોના વિરોધને લગતા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જમાઅતે ઇસ્લામી હિંદ ખેડૂતોની સાથે મક્કમતા સાથે ઊભી છે. તેમણે વધુમાં કહ્યું કે એમએસપી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને આવશ્યક ચીજવસ્તુઓ પરના ત્રણેય કાયદા સંસદમાં કોઈ ચર્ચા કર્યા વિના અને સંસદીય સિદ્ધાંતોની અવગણના કર્યા વિના પસાર કરવામાં આવ્યા છે. કોર્પોરેટ્સ અને મલ્ટીનેશનલના ફાયદા માટે ભારતની કૃષિ પ્રણાલીમા પરિવર્તન લાવવાના મોટા પ્રોજેક્ટનો તે એક ભાગ છે. હકીકતમાં સરકાર, પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રકચરનું પુનર્વસન કોર્પોરેટ્સ અને મલ્ટીનેશનલને સોંપીને પોતાની બુનિયાદી જવાબદારીઓથી ભાગી રહી છે.

આ કોન્ફરન્સમાં લાંચ અને દેશના વ્યક્તિગત જોડાણોના સંદર્ભમાં ભારતના એશિયાના ટોચના દેશોમાંના એક ક્રમ અંગેના ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં નાયબ અમીરે કહ્યું કે આવી સ્થિતિ આપણા દેશ માટે ખૂબ જ શરમજનક છે. અમને લાગે છે કે આ નૈતિક મૂલ્યોના પતન અને સૃષ્ટિના નિર્માતા સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવનાને નહીં સમજવાનું પરિણામ છે. તેથી, આપણે ધર્મનિષ્ઠા અને પ્રમાણિકતાના આધારે સમાજનું નિર્માણ કરવું જોઈએ. આ બાબતે સરકારે લાંચ અટકાવવા કડક પગલાં ભરવા જોઈએ અને લાંચ અને ભ્રષ્ટાચારના દોષીઓને કડક સજા થાય તે સુનિશ્ચિત કરવામાં તેની ભૂમિકા નિભાવવી જોઈએ.

મીડિયા વિભાગ, જમાતે ઇસ્લામી હિંદ દ્વારા પ્રસારિત.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments