એક બહુ મોટો વેપારી જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયો ત્યારે તેને એક ચંચળ અને હોશિયાર વારસને પોતાનો વેપાર સોંપવાનું વિચાર્યું. પોતાના સંચાલકો અને પોતાના બાળકોમાંથી કોઈને પસંદ ન કરતા તેને એક યુક્તિ સુજી. એક દિવસે તેણે પોતાની કંપનીના બધા વહિવટી અધિકારીઓને બોલાવ્યા અને કહ્યુ “હવે મારે અહીંથી જવાનો સમય થઈ ગયો છે તેથી હું એક હોશિયાર અને ઈમાનદાર તથા બુધ્ધીશાળી C.E.Oની શોધમાં છું અને મે વિચાર્યું છે કે તમારી માંથી જ કોઈ હોય. બધા વહિવટી અધિકારીઓ આ સાંભળી ચકિત થઈ ગયા અને એક બીજાના મોઢાં જોવા લાગ્યાં. માલિકે પોતાની વાત ચાલુ રાખતા કહ્યુ , “હું આજે તમને બધાને એક બીજ આપુ છું. હું ઇચ્છું છું કે તમે બધા આ બીજ વાવો અને તેને સમયસર પાણી આપો અને એક વર્ષ પછી આ બીજનુ જે છોડ પણ ઉગે તેને મારી પાસે લાવો. હું તમારા છોડને જોઈને નિર્ણય લઈશ કે કોણ મારા પછી આ કંપનીમાં C.E.O બનશે? ”
આ બધામાં જિમ નામનો એક અધિકારી પણ હતો. બીજા બધાની જે તે પણ એક બીજ પોતાની ઘરે લઈ ગયો અને પોતાની પત્નીને આખી વાત કહી સંભળાવી. પત્ની સરસ મજાનો કુંડો લઈ આવી અને તેમાં માટી ભરી બીજ વાવી દીધું. ત્રણેક અઠવાડિયા પછી બીજા અધિકારીઓ પોતાના છોડ વિશે વાતો કરવા લાગ્યા. જિમ પોતાના ઘરે કુંડા તરફ રોજ નજર નાખતો અને છોડ જોવા ન મળતા નિશાશો નાખી બેસી રહેતો. બીજા અધિકારીઓ પોતાના છોડ વિશેની વિવિધ વાતો કરતા. જિમ હંમેશા ચુપ રહેતો. આમ ને આમ ૬ મહિના નિકળી ગયા પરંતુ જિમના કુંડામાં છોડ ઉગ્યું નહિ છતાએ તે ખુબ ચોક્કસાઈથી તે બીજનું જતન કરતો રહ્યો. એક વર્ષ પુરૃં થયંુ અને બધા અધિકારીઓ પોતાના છોડ સાથે કંપનીમાં દાખલ થયા. જિમે તેની પત્નીને કહ્યું કે આ ખાલી કુંડા સાથે મારે કંપનીમાં જવું નથી. પરંતુ તેની પત્ની ખુબ બુદ્ધિશાળી હતી. તેને જિમને પોતાની ઇમાનદારી પર ભરોસો રાખવા માટે સમજાવ્યો. જિમ તેની વાત માની ખાલી કુંડા સાથે કંપનીમાં ગયો. એક રૃમમાં બધા હાજર હતા. બધાની પાસે અવનવા છોડ હતા. જિમનું કુંડુ ખાલી હતું. તેને ખૂબ શરમ આવતી હતી. બીજા અધિકારીઓ પણ તેના ઉપર દયા ખાવા લાગ્યા. એટલામાં જ કંપનીનો માલિક રૃમમાં દાખલ થયો.
માલિકે બધા અધિકારીઓને તેમની મહેનત બદલ મુબારકબાદ આપી. એટલામાં જ તેની નજર જિમના ખાલી કુંડામાં પડી. માલિકે જિમના કુંડાને આગળ લાવવા માટે કહ્યું. જિમ ડરવા લાગ્યો, આજે આ કંપનીમાં તેનો છેલ્લો દિવસ છે. માલિકે જિમ સિવાય બધાને બેસી જવા માટે કહ્યું. માલિકે જિમને કુંડો ખાલી હોવા માટેનું કારણ પુછ્યું. જિમે આખી વાત કહી સંભળાવી અને પોતે છોડ ન ઉગવા માટે શરમિન્દા છે અને તે માટે માફી પણ માંગી. માલિકે ઊભા થઈને કંપનીના નવા C.E.Oની જાહેરાત કરતા લોકો દંગ રહી ગયા. માલિકે કહ્યું આજ થી તમારા C.E.O મિસ્ટર જિમ છે. લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. માલિકે વાતનો ફોડ પાડતા કહ્યું કે આજથી એક વર્ષ પહેલા મે તમને સોૈન બીજ આપ્યા હતા. તે બધા ઉકાળેલા હતા. તેમાંથી ક્યારે છોડ ઉગી શકે તેવી શક્યતા ન હતી.
તમે બધા જ સિવાય કે જિમના મારી પાસે જાત-ભાતના ફૂલોના છોડ લાવ્યા છો. તમને જ્યારે લાગ્યુ કે આ બીજ નહિ ઉગે તો તમે મારા આપેલા બીજને બદલીને બીજું બીજ લઈ તેની વાવણી કરી છે. જિમ એક જ એવો છે કે જેણે ધૈર્ય અને ઈમાનદારી પુર્વક મારા આપેલા બીજની માવજત કરી અને તેના ન ઉગવા છતા તે જ ખાલી કુંજો લઈ મારી પાસે આવ્યો છે. આવો જ વ્યક્તિ મારી કંપનીનો C.E.O જિમ છે.
“જે કંઈપણ આજ તમે વાવશો તે જ નક્કી કરશે કે ભવિષ્યમાં તમે શું લણસો?”
તમે જીવનને જે કંઈ આજે આપશો જીવન તમને તે પાછું આપશે.