Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસઇન્ટરવ્યુ : સફળતા તમારા પર આધારિત છે

ઇન્ટરવ્યુ : સફળતા તમારા પર આધારિત છે

(માર્ગદર્શન)

ઇન્ટરવ્યુ આધુનિક યુગનો ભાગ બની ચુકયુ છે. દરેક સ્તરની વ્યક્તિ પોતાના જીવનકાળમાં કેટલાક ઇન્ટરવ્યુથી જરૃર પસાર થાય છે. ઇન્ટરવ્યુ મંતવ્યોને જાણવા અને સમજવાના સ્ત્રોત છે. વૈચારિક અને બૌદ્ધિક લાભનો એક માર્ગ પણ છે, અને વ્યક્તિગત શક્તિ અને ક્ષમતાને પારખવાની રીત પણ, એટલે શક્તિ અને ક્ષમતાની ચકાસણી માટે ઇન્ટરવ્યુ. અત્યારે જે ઇન્ટરવ્યુ ચર્ચાય છે, એનો સંબંધ ત્રીજા પ્રકારથી છે, એટલે શક્તિ અને ક્ષમતાને પારખવાની રીત. આ ઇન્ટરવ્યુ સામાન્ય રીતે કોઈ નોકરી પર નિમણુંક માટે ઉમેદવારથી લેવામાં આવે છે, અને એમાં સફળતા પર જ સારી નોકરીની પ્રાપ્તી શક્ય છે.

એક નવયુવાનની કારકિર્દીમાં ઇન્ટરવ્યુનુ બહુ જ મોટુ મહત્વ છે. ઇન્ટરવ્યુમાં સારૃ પ્રદર્શન ઉજ્જવળ કારકિર્દીનો દ્વાર ખોલે છે, અને ખરાબ પ્રદર્શન બધી જ પ્રતિભા હોવા છતાં અને સારુ બેકગ્રાઉન્ડ હોવા છતાં માર્ગને અવરોધિત કરે છે.
ઇન્ટરવ્યુ શું છે ?

ઇન્ટરવ્યુ હકીકતમાં ચકાસણીનો એક માર્ગ છે. આનાથી એ મુલ્યાંકન કરવામાં આવે છે કે ઉમેદવાર સંબંધિત નોકરી માટે કેટલો ઉપયોગી છે. આજકાલ ઇન્ટરવ્યુ લેવું એક કળા બની ચુકી છે. તેના નિયમિત સંકલિત નિયમો અને સિદ્ધાંતો છે. નિષ્ણાંતો તેની તકનિકી કુશળતાનો ઉપયોગ કરીને મૂળભૂત ધારાધોરણો પર ઉમેદવારની ચકાસણી કરે છે.

સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં નીચે મુજબની બાબતોની ચકાસણી કરવામાં આવે છે :

– શારીરિક ક્ષમતા : સ્વાસ્થ્ય, સહનશીલતા, ઊર્જા વિગેરેની ચકાસણી કરવામાં આવે છે. અમુક નોકરીઓ માટે ઊંચાઈ, વજન, સુનાવણી, અવલોકન, ઉચ્ચારણ વિગેરેની પણ ચકાસણી થાય છે. આનાથી મુલ્યાંકન કરવામાં આવે છે કે તમે શારીરિક રીતે સંબંધિત કામ માટે સક્ષમ છો કે નહીં?

– શૈક્ષણિક ક્ષમતા : તમારી ડિગ્રીઓ, પ્રદર્શન, ગ્રેડ્ઝ અને અનુભવોની ચકાસણી થાય છે.

– સામાન્ય બુદ્ધિ : જોવામાં આવે છે કે તમે કેટલા બુદ્ધિશાળી છો.

– લાયકાત – તમારી મિકેનિકલી, તકનિકી અને કન્સેપ્ટ વિગેરે લાયકાતની ચકાસણી થાય છે.

– રૃચિ : તમારી અન્ય રૃચિઓથી મૂલ્યાંકન કરવામાં આવે છે કે તમે સંબંધિત નોકરી માટે કેટલા ફાયદાકારક છો ?

– સ્વભાવ : તમારા સ્વભાવનું મુલ્યાંકન કરવામાં આવે છે. સુસ્ત અથવા મહેનતું, ખુશ મિજાજ અથવા સુકા સ્વભાવ, પ્રભુત્વ જમાવનાર અથવા પરાજિત. આ બધા ગુણધર્મોની ચકાસણી કરવામાં આવે છે.

– પરિસ્થિતિ : તમારા પરિવારની પરિસ્થિતિ અને તમારી ચોક્કસ સંજોગો જાણવાના પ્રયત્ન કરવામાં આવે છે.

આ બધી બાબતોની ચકાસણી કરવા માટે ઉમેદવારને બોલાવવામાં આવે છે. નિષ્ણાંતો તેને ઊંડાઈથી ઝાંખી લે છે. દાખલ થવાથી બહાર નિકળવા સુધી તેની હિલચાલ અને ચહેરાની છાપને ઊંડાઈથી તકનિકિ સમજ લે છે, પછી એવા પ્રશ્નો એક ચોક્કસ ક્રમમાં તેના આગળ મુકે છે કે તેના ઉત્તરોથી ઉમેદવારની ઉપર જણાવેલ સાતો બાબતોની ચકાસણી એમના માટે આસાન થઈ જાય છે. ઉમેદવારના ગયા પછી એમની હિલચાલ અને બોડી લેંગ્વેજ અને ઉમેદવારના ઉત્તરોને સામે રાખીને અથવા બોડી લેેંગ્વેજ અને આપેલ દસ્તાવેજના પ્રકાશમાં તે સાતેય બાબતોને લગતી તેના વિશે કોઈ ટિપ્પણી આપે છે.

ઇન્ટરવ્યુમાં જતા પહેલા

ઇન્ટરવ્યુમાં જતા પહેલા ઇન્ટરવ્યુની સારી તૈયારી કરી લો.

– જે નોકરી માટે તમે અરજી કરી છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લો. કંપનીની જાહેરાતને ઊંડાણપૂર્વક વાંચી લો. કંપની વિશે માહિતી મેળવી લો. તે કંપનીના કર્મચારીઓથી મળી લો. સંબંધિત નોકરી વિશે માહિતી જે સ્ત્રોતથી પણ શક્ય હોય પ્રાપ્ત કરી લો.

– નોકરીને લગતી ટેકનિકલ અથવા કલાત્મક માહિતીનું પુનરાવર્તન કરી લો. જો તમે હાઈ-સ્કૂલના શિક્ષણ માટે અરજી આપી છે તો હાઈ-સ્કૂલ વિશે સંબંધિત અભ્યાસક્રમનું પુનરાવર્તન કરી લો. અગર બાયલર્સ વિશે નોકરી માટે મિકેનિકલ એન્જીનીયર માટે અરજી કરી છે તો મિકેનિકલ એન્જીનીયરના વિવિધ વિષયો સાથે સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી અને અચ્છાદિત સાથે બોયલર્સનું પુનરાવર્તન ખાતરી કરીને કરી લો.

– ઉપર જણાવેલ મુદ્દાઓને સામે રાખી પ્રશ્નોની યાદી તૈયાર કરો અને તે પ્રશ્નોના ઉત્તરો માટે પોતાને માનસિક રીતે તૈયાર કરી લો અને ઉત્તરો મનમાં વિચારીને લો. તમારી મદદ માટે પ્રશ્નોની એક બનાવટી યાદી આ લેખ સાથે આપવામાં આવી રહી છે.

– તે પહેલા આ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાવાળા ઉમેદવારોથી વાત કરી લો. તેમના અનુભવોથી લાભ લઇ લો.

– કંપનીની નિમણુંકની પદ્ધતિની સારી રીતે માહિતી પ્રાપ્ત કરી લો. કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવે છે તે પણ તમારા પર સારી રીતે સ્પષ્ટ હોવી જોઈએ. અને કેટલી બાબતો સ્પષ્ટ નથી કરવામાં આવતી પરંતુ કંપનીની પોતાના માપદંડમાં શામેલ હોય છે. તેની માહિતી પણ પ્રાપ્ત કરી લો.

– તમારા કોઈ મિત્રની મદદથી ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરી લો. તમારા ઉત્તરો રેકોર્ડ કરી લો. રેકોર્ડને વારંવાર સાંભળો અને તમારી નબળાઈને નોંધ કરો.

દેખાવ

તમારા દેખાવને આકર્ષક પરંતુ ગૌરવશાળી બનાવો.

* તમારા વસ્ત્રો સ્વચ્છ, ભવ્ય અને સંસ્કારી હોવા જોઈએ. હલ્કો અને સૌથી સારા રંગના વસ્ત્રો પહેરો. વધુ ગાઢ રંગના, ભડકીલા અને છપાયેલ વસ્ત્રોની અવગણના કરો.

* વસ્ત્રોની ફિટિંગ્સ વિગેરે ઉપર ધ્યાન દોરો. સારી રીતે ઇસ્ત્રી કરી લો.

* ચંપલ ન પહેરો. બુટ પહેરો. બુટને સારી રીતે પોલીશ કરી લો.

* સ્નાન કરો. નખ પર ધ્યાન રાખો. દાઢી અને મૂછ પર ધ્યાન રાખો. તેમને યોગ્ય પ્રકારે સેટ કરી લો.

* વાળ ઉપર પણ ધ્યાન રાખો અને સારી રીતે જમાવીલો.

* પરફ્યુમનો ઉપયોગ કરવો હોય તો હલ્કો પરફ્યુમનો ઉપયોગ કરો. સુગંધ તમારી પોતાની વસ્તુ છે. કેટલીય સારી સુગંધ કેમ ન હોય અન્યો સુધી ન જવા દો.

ઇન્ટરવ્યુ રૃમમાં

* ઇન્ટરવ્યુ રૃમમાં ધીરજ અને આરામથી અને વિશ્વાસ સાથે દાખલ થાવ. યાદ રાખો! ઇન્ટરવ્યુઅર માત્ર ત્રણ-ચાર મિનિટમાં જ તમારા વિશે અભિપ્રાય બાંધી લે છે. આ સમય દરમિયાન ઘણી જ સાવધાનીની જરૂરત હોય છે.

* ઇન્ટરવ્યુ રૃમમાં દાખલ થવા પહેલા ઊંડો શ્વાસ લો. શાંતિથી અને સ્વભાવિક રીતે દાખલ થાવ.

* હેન્ડશેક માટે તમારા તરફથી હાથ આગળ ન લાવો. તેઓ જાતે જ હાથ આગળ લાવે છે તો દબદબાપુર્વક હેન્ડશેક કરો. હાથ (હેન્ડશેક દરમિયાન)ને સારી રીતે પકડો, પરંતુ દબાવો નહીં.

* હેન્ડશેક કરતી વખતે તમારી નજરો નીચી ન કરો.

* ખૂબ લાંબા સમય સુધી હાથ પકડી રાખો નહીં.

* પરવાનગી લઈ ગૌરવ સાથે બેસી જાઓ. તમારી બેગ ન ટેબલ ઉપર મુકો ન ખોળામાં, તેના બદલે ખુરશીની બાજુમાં મુકી દો. તમારા હાથ ટેબલ ઉપર ન મુકો. હાથની રાઈટ અને નોર્મલ સ્થિતિ પ્રથમ છાપ માટે ખૂબ મહત્વની હોય છે.

* થોડો સમય આરામથી બેસી તણાવને ખતમ કરો (Relaxation). થોડી વાર રૃમનું નિરિક્ષણ કરી લો. વારંવારના ઇન્ટરવ્યુ લેવાવાળાથી આંખોનો સંબંધ (Eye Contact) બનાવી રાખો.

* ઇન્ટરવ્યુ પહેલા અનૌપચારિક પ્રશ્નો (યાત્રા વિગેરે વિશે અથવા હવામાન વિશે)ના વિગતવાર ઉત્તરો ન આપો.

* પહેલા અવાજ ધીમી રાખો. પછી સ્વભાવિક રીત અપનાવી લો. અવાજમાં યોગ્ય ઉતાર-ચઢાવ નિશ્ચિતપણે અપનાવો.

* પ્રશ્ન સાંભળ્યા પછી થોડી વાર થોભો. વિચારીને આરામથી ઉત્તર આપો. આનાથી તમારી પ્રતિષ્ઠા વધશે અને ઉત્તર વધુ યોગ્ય હશે.

* અવાજ ધીમી રાખો. તમારા સંબોધિત તમારી અવાજ સાંભળી લે તેટલી અવાજ પૂરતી છે.

* ઇન્ટરવ્યુઅરનું ધ્યાન તમારી સામે રાખો. અગર ધ્યાનથી હટી રહ્યા હોય તો થોડી અવાજ વધારી લો અથવા એક નિષ્ણાંત જેવો અંતરાલ (Pause) લઈ લો.

* ચર્ચા (બહસ) મત કરો. ન તમે જીતી શકશો અને ન તમારે જીતવાનુ છે. તમારી વાત દલીલો સાથે નિશ્ચિતપણે મુકો અને આસાનીથી શરણાગતિ (Surrender) ન સ્વિકારી લો. તેમજ અસમંજસમાં પણ ન મુકાઈ જાવ.

* હિંસક નહીં બનો. અલ્લાહને આશ્રયસ્થાન બનાવો. અગર ગુસ્સો આવે તો તઅુઝ પઢી લો.

* ઉત્તરો ધીરે ધીરે આપો. દીલીલો સાથે પોતાની વાત સમજાવો.

ઇન્ટરવ્યુ દરમિયાન

* સારા સાંભળનાર (Good Listener) બનો. આરામથી આખો પ્રશ્ન અથવા ઇન્ટરવ્યુઅરની વાતો સાંભળો. એક એક શબ્દ પર ધ્યાન આપો. તેની વાતને સારી રીતે સમજો. ઇન્ટરવ્યુઅરને વાત કરવાનો અવસર આપો.

* અગર કોઈ વાત અથવા કોઈ પ્રશ્નનો કોઈ ભાગ સમજી ન શક્યા હોય તોે ગભરાટ વગર પુછી લો.

* તમારી નોકરી સંબંધમાં સકારાત્મક અને ઉત્સાહિત બનો. નોકરીના વિશે જ્યારે પણ કંઇક કહો તો ઉત્સાહિત થઈને અને ગૌરવ સાથે કહો.

* તમારી વાતને ટુંકી રાખો. વધુ વિગતવાર વર્ણન ન કરો. ટુંકા શબ્દો સાથે તમારી વાત કહો. પરંતુ જરૂરી બાબતો અને દલીલો ચોક્કસપણે કહો.

* તમારી નબળાઈઓ વિશે પોતે કંઇ પણ ન કહો. પૂછવા પર નિશ્ચિતપણે વાતચીત કરો.

* તમારા બેકગ્રાઉન્ડ વિશે હીનભાવનું પ્રદર્શન નહીં આપો. તમારી પરિસ્થિતિને સારી રીતે આત્મવિશ્વાસ સાથે વર્ણન કરો.

* અગર તમે પહેલાથી કર્મચારી હો તો હાલની કંપની પર વધુ ટીકા નહીં કરો. સકારાત્મક બનો. તેમાં જ તમારી સફળતા છે.

* રાજનીતિ અથવા ધર્મ વિશે ટિપ્પણી ન કરો. આવી જ રીતે એવા કોઈપણ વિષયને ચર્ચામાં નહીં લાવો જે વિવિધ હોઈ શકે છે. અગર પ્રશ્ન પુછવામાં આવે તો તટસ્થ રીતે સત્ય હકીકત કહી સીમિત કરો. તમારા વલણની અભિવ્યક્તિ નહીં કરો તેથી બિનજરૂરી બારણું ન ખુલી જાએ.

* પગારના વિશે પ્રથમ ચરણમાં સીધું ન પુછી લેવું. છેલ્લે ગૌણ રીતે એવી રીતે પુછો જાણે પગારનું મહત્વ ઓછું છે.

* જુઠાણું ન બોલો. વધુમાં વધુ તમે કોઈ પ્રશ્નને ટાળી શકો છે પરંતુ અયોગ્ય રજુઆત કોઈપણ સંજોગમાં નહીં કરો. યાદ રાખો જૂઠો ક્યારેય પણ સફળ નથી થતો.

પ્રશ્નો

શૈક્ષણિક લાયકાત:

* તમારી મુખ્ય શૈક્ષણિક સિદ્ધીઓ શું છે?
* તમારી સ્કૂલમાં શ્રેષ્ઠ લેખો કયા છે?
* આ લેખોની કઇ પુસ્તકો તમે વાંચી છે?
* તમારા સેમિનારના વિષય, થીસીસનો વિષય?
* શિક્ષણ દરમિયાન તમારી બીજી પ્રવૃત્તિઓ?

મહત્વકાંક્ષા :

* આગામી પાંચ વર્ષોમાં તમે શું બનવા ઇચ્છો છો? કેવી રીતે?
* અગર તમને એક મોટી રકમ આપવામાં આવે તો તમે શું કરશો?
* તમારા મતે પૈસા વધુ મહત્વના છે કે વિકલ્પ?
* તમને કેવા પ્રકારના લોકો સાથે રહેવાનું ગમે છે?
* શું તમે આ કંપનીના ચેરમેનનું નામ જાણો છો?

કાર્યશૈલી :

* તમારા સાથી વિદ્યાર્થીઓ સાથે કેવા સંબંધો છે?
* શું તમે એકલા કામ કરવાને અગ્રતા આપો છો? અથવા ટીમમાં?

રૃચિ :

* તમે કયા સમાચારપત્ર વાંચો છો? કેમ?
* કયા ટેલીવીઝન પર પ્રોગ્રામ જોવો છો?
* તમારી અન્ય રૃચિઓ વિગેરે?

વ્યક્તિત્વ :

* તમારા ગુણો? નબળાઈઓ?
* તમારા વિશે કંઇ કહો?
* તમારા મિત્રો તમારા વિશે શું વિચારે છે?

એક નિષ્ફળ ઉમેદવારની છબી

ઇન્ટરવ્યુ પહેલા: જાહેરાતથી અજ્ઞાનતા, કંપનીથી અપરિચિત , ચેરમેન કોણ છે? ખબર નથી. ઉત્પાદન? ખબર નથી. પ્રોડકશન યુનિટ ક્યાં છે? ખબર નથી. હરીફો કોણ છે? ખબર નથી. લેખોની તૈયારી? નથી.

ઇન્ટરવ્યુ માટે જાય છે : કાલથી પહેરેલા કપડાં, ડાર્ક રંગનો શર્ટ (છપાયેલી) પેરેલલ જિન્સ, સેન્ડલ પહેરી, દૂર સુધી સુગંધ ફેલાવવાવાળા પરફ્યુમ લગાવી, સુગંધી પાવડર લગાવી, મોટા ચામડાના બેગમાં સર્ટિફિકેટ રાખીને.

ઇન્ટરવ્યુ રુમ બહાર : ગપશપ કરતા, મોટા અવાજમાં વાતો, એનાથી વધારે મોટા અવાજમાં હસવું.

ઇન્ટરવ્યુ રૃમમાં દાખલ : જોરથી બારણું બંધ કરી, લાંબા લાંબા ડગ ભરી સીધા ટેબલની સામે, વધુ પડતા બેફિકરાઈનુંં પ્રદર્શન, ખુરશીને જોરથી પોતાની પાસે ખેંચી (જેથી અવાજ પેદા થાય) ધમથી ખુરશી પર બિરાજમાન, ચામડાનું બેગ ટેબલ ઉપર મુકી, કોણીને ટેબલ પર ટકાવી, ઇન્ટરવ્યુઅરની આંખોમાં નજર મુકી, બેસી બેસી એક પગ જોરથી હલાવી. અથવા અત્યંત સુસંગત સાથે બારણું ખોલી, પાછળ ફરી મહદઅંશે પગલા ટેબલ સામે રાખી, માથુ નમાવી ઉભા રહી બેસવાના ઓર્ડરની રાહ જોઈ, ધીમે ધીમે ખુરશી નજીક બેસી બેગ ખોળામાં લઇ, માથુ નમાવી પ્રશ્નોની રાહ જુએ છે.

હેન્ડશેક : પોતે ઓફર કરી ભારપૂર્વક હેન્ડશેક, હાથ પર સખત દબાણ, હાથ પકડી વાળવાનું પ્રયત્ન, બીજી તરફથી ઓફરમાં ભયભિત થઈ ધીમેધીમે હાથ આગળ વધારી, અત્યંત ઢીલી શૈલીમાં હેન્ડશેક, હેન્ડશેક પછી બંને હાથને સાફ કરવું.

ઇન્ટરવ્યુ દરમિયાન : ફ્રેન્ક બનવાની કોશિશ, વાતવાતમાં હસવું, મોટી અવાજમાં ઉત્તર આપવો, લાંબાલાંબા ઉત્તરો, પ્રશ્નો પુરા થાય એ પહેલા જ ઉત્તર શરૃ, ઉત્તર પણ અત્યંત નબળો અને નક્કર માહિતી વગર પરંતુ અવાજ ઘોંઘાટિયું, અસંગત જવાબો, પ્રશ્નો સમજયા વગર જવાબો, બિનજરૂરી લાંબા જવાબો, સંબોધિતની વાતને કાપવાનું પ્રયત્ન. અથવા માથું નમાવી અત્યંત ટૂંકા જવાબો, ચહેરા પર કુમારિકા, દરેક પ્રશ્નનો ઉત્તર ફકત હા અથવા નહીં માં જ. પ્રશ્નો સાંભળતા જ પરસેવાની ધાર, ઉત્તરો આપતા ધ્રુજવું, અત્યંત ધીમી અવાજ, રમૂજ પ્રતિસાદ ખુશમિજાજીથી બિલકુલ વંચિત ચહેરો. —-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments