વિવિધ ધર્મો આધારિત સમાજ બાબતે બે વિચારધારાઓે અસ્તિત્વ ધરાવે છે. એક વિચાર એવો છે કે જે ઓગળતા પાત્ર એટલે કે મેલટીંગ પોટ નો ખ્યાલ કેહવામાં આવે છે. જેમાં સમાજને શરબતના એક બોટલ સાથે સરખાવવામાં આવે છે. શરબતના બોટલમાં વિવિધ વસ્તુઓ ઓગળીને એકરસ બની જાય છે. તેમાંની દરેક વસ્તુનો પોતાનો સ્વાદ અને રંગ ખતમ થઈ જાય છે. અને તે બધી વસ્તુઓના સંયોજનથી એક નવું રંગ – સ્વાદ અસ્તિત્વમાં આવે છે. જે વસ્તુની માત્રા વધુ હોય છે તેનો રંગ અને સ્વાદની અસર તરી આવે છે. ઓછી માત્રાની વસ્તુઓ ની પણ શરબત ઉપર અસર તેા થાય છે. પણ તેની આગવી ઓળખ – વિશેષતા વિલીન થઈ જાય છે. ભારતમાં કટ્ટરવાદી હિંદુ સંસ્થા આ જ વિચારસરણીમાં માનનારી છે. યુરોપમાં પણ પરંપરાગત આવોજ ખ્યાલ જોવા મળે છે. હવે એમાં તિવ્રતા જોવા મળે છે. અને હવે અમેરિકામાં પણ આ જ વિચારસરણી આગળ ધપી રહી છે. બીજો ખ્યાલ એ છે. જેને ગ્રીન સલાડના પાત્ર નો ખ્યાલ કેહવામાં આવે છે. તેમાં સમાજને સલાડની એવી પ્લેટ સાથે સરખાવામાં આવે છે . જેમાં વિવિધ વસ્તુઓ સામેલ હોય પણ દરેકનો રંગ ને સ્વાદ યથાવત રહે છે. સલાડનો એક અંગ બનવા છતાં પણ કોઈ ની પણ ઓળખને રંગ કે સ્વાદ ખતમ થતો નથી. દીનના વર્તુળ ઉપરાંત છુટછાટ ના પરીધમાં રેહણી-કરણી રીતભાંતની વિવિધતા છે તે બાબતે ઇસ્લામ સલાડ બાઉલ અને મેલ્ટીંગ પોટ બન્ને પ્રકારની વિવિધ ધર્મો આધારિત સમાજનો પુષ્ટીકરતા છે. અને તેને પસંદ પણ કરે છે. (પ્વજઆલનાકુમ શુઊબંવ વ કબાઇલા લિતઆરફૂ.) અર્થાત ઇસ્લામ ઇચ્છે છે કે આ વિવિધતા ( ડાયવરસીટી) બાકી રહે. અને સમાજમાં રેગારંગી મૌજૂદ રહે. ઇસ્લામી ઇતિહાસમાં આવું પણ બન્યું છે કે એક જ ઇસ્લામી સમાજમાં આરબ,તુરક , મુગલ, ઈરાની, હબસી વિગેરે અને પ્રકારની સભ્યતાઓ પ્રગતિ કરતી રહી. સલાડ બોલ. અને આવું પણ બન્યું કે સ્થાનિક સભ્યતા અને વિવિધ ઇસ્લામી સભ્યતાના ભળવાથી ઊર્દૂ જેવી ભાષા, બિરયાની જેવી વાનગી અને શેરવાની જેવું પોષાક અસ્તિત્વમાં આવ્યાં. એટલે કે મેલ્ટીંગ પોટ.
પણ જયાં લગી દીન અને મૂળભૂત નિયમો ને બાબતોનો સંબંધ છે ઈસ્લામ મેલટીંગ પોટના ખ્યાલને ન પોતાના માટે કે ન બીજાના માટે પસંદ કરે છે. અર્થાત ન તે એ પસંદ કરે છે કે ઇસ્લામમાં માનનારા અન્ય સંસ્કૃતિમાં ભળી જાય અને ન જ અન્યોને પોતાનામાં ભેળવવા પોતાના રંગ કે રૃચિમાં ઉમેરો કે ઘટાડો પસંદ કરે છે. ઇસ્લામ પોતાના અનુયાયીઓથી ભેળસેળ વગરની સુધ્ધ આજ્ઞાાપાલનની માગણી કરે છે. અન્ય ધર્મો બાબતે તે સલાડ બાઊલ નો ગ્રાહીય રાખે છે. એટલે કે ઇસ્લામ દરેક ધર્મ ના માનનારાએાને સ્વતંત્રતા આપે છે. જેથી તે ધર્મમાં માનનારા પોતાની આગવી ઓળખ બાકી રાખી શકે. રૃા સ્વતંત્રતા એ અલ્લાહની મસીયત નો એક ભાગ છે. કેમ કે આ જ સ્વતંત્રતા વડે અલ્લાહ માનવોને અજમાવે છે. દીનના મામલે બળજબરી ન માત્ર ઇસ્લામને પસંદ નથી. બલ્કે આ તેની મસીયત અને યોજનામાં ખલેલ કરવું છે.
તેમ છતાં એ સમજવું પણ જરૂરી છે કે દીનની બાબતે આ વિવિધતાના પક્ષે પણ છે. પણ આની *સંતા કે ઉજવણી નથી કરતો. અર્થાત ઇસ્લામ વિવિધ ધર્મી લોકોને સ્વતંત્રતા જરૃર આપે છે. છતાં તેની તલપ,દયેય અને તેની તમન્ના આ નથી કે સમાજમાં અનેકા અનેક સંસ્કૃતિઓની જેમ ધાર્મિક રંગારંગી પણ જેમની તેમ બાકી રહે. દીનની બાબત ઇસ્લામની દ્ષ્ટિએ સચ્ચાઈ – સત્યની બાબત છે. આ સત્યનો સ્વિકાર કે અસ્વિકારની સ્વતંત્રતા માનવીને છે પણ ઇસ્લામ અને ઇસ્લામના માનનારાની મહેચ્છા એ છે કે લોકો આ સચ્ચાઈનો સ્વિકાર કરે. વિવિધ ધર્મી સમાજમાં ઇસ્લામ પોતાના માનનારાઓને ઇસ્લામનો પ્રતિનિધિ બનાવે છે. અને તેમને આ મિશન આપે છે કે તેઓ સમાજ ઉપર પ્રભાવ પાડે. લોકોને પોતાની પસંદ મુજબ ધર્મ અંગીકાર કરવાની છૂટ હોય. પણ મુસલમાનો પોતાના કથન , સતત વાર્તાલાપથી ને કોમ્યુનીકેશનથી, તેમજ પોતાના સતત અમલી વ્યવહારથી એવી પરિસ્થિતિનું નિર્માણ કરે કે લોકો પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી પોતાની મરજી ને પસંદથી સહર્ર્ષ સત્યના સ્વિકાર કરવા માટે તૈયાર થઈ જાય.