આ ઋૃતુમાં ઘણા બધા લોકો બીમાર પડે છે. હાલના દિવસોમાં શરદી-સળેખમ, તાવથી ઘણા બધા લોકો ગ્રસ્ત છે. આ ઉપરાંત ડેંગ્યુનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ઋૃતુમાં ફેરફાર તમે પણ અનુભવી રહ્યા હશો. શક્ય છે કે તમારી આસપાસ કેટલાક લોકો આ ઋૃતુની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય. આવા લોકોના સંપર્કમાં આવવાથી તમને પણ તાવ અને ખાંસી-શરદી થવાની શક્યતા હોઈ શકે છે.
ખાસ કરીને જાે તમારા ઘરમાં બાળકો કે વૃદ્ધો હોય તો તમારે વધુ સચેત રહેવું જાેઈએ. નહીં તો આ રોગો સહેલાઈથી આખા ઘરમાં ફેલાઈ શકે છે. તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવી કે મજબૂત રાખવી પડશે. થોડુંક ધ્યાન પોતાની જીવન-શૈલી ઉપર પણ આપવું પડશે. જાે શરદીની આખી ઋૃતુમાં તમે થોડી સાવધાની રાખો અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપશો તો તમે અને તમારો પરિવાર સહેલાઈથી રોગોથી બચી શકે છે.
તાવ
ચિકિત્સકો-તબીબો જણાવે છે કે તાવ સ્વયં પોતાનામાં કોઈ રોગ નથી. એ કોઈ સંક્રમણનું લક્ષણ છે. જ્યારે તમારા શરીરમાં કોઈ અનિચ્છનીય બેકટેરિયા કે વાયરસ પહોંચી જાય છે, તો શરીર તેનાથી લડવાનું શરૂ કરી દે છે. આ જ ક્રમમાં તે ગરમ રહેવા લાગે છે, જેને આપણે તાવ કહીએ છીએ. તાવની સાથે ખાંસી અને જુકામ જેવી સમસ્યા પણ ઘેરી વળે છે.
માથાનો દુઃખાવો અને શરીરનો દુઃખાવો રહેવા લાગે છે. જાે આવી સમસ્યા સર્જાય છે તો તમારે શરીરને વધુમાં વધુ આરામ આપવો જાેઈએ. આમાં પૂરતી ઊંઘ લેવી જાેઈએ. આમ પણ જાે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો આનો પ્રભાવ તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ‘ઇમ્યુનિટી’ પર પડી શકે છે. તમે જાે પૂરતી ઊંઘ નહીં લો તો તમારૂં સ્વાસ્થ્ય સામાન્ય રીતે ખરાબ જ રહેવા લાગશે.
જ્યારે પણ ખાંસી, જુકામ અને તાવ હોય, ભારે કે અપાચ્ય ભોજનથી બચવું જાેઈએ. હળવું ભોજન કરો. ખૂબ પાણી પીઓ. તુલસી, આદુ, કાળા મરી, મધનો ઉકાળો પીઓ, તો આમાં લાભદાયી રહે છે. તો આદુને છીણીને તેમાં થોડું મઘ મેળવો અને ખાઈ લો, તરત રાહત થશે. તાવની પ્રકૃતિને જાણવું જરૂરી છે, કેમકે આ કેટલાય કારણોસર હોય છે. તપાસ કરાવીને જ દવા લો. ઋૃતુના રોગો (Seasonal Disease)થી બચવા માટે જરૂરી છે કે પોતાની જીવન-શૈલીમાં ફેરફાર કરો અને પોતાના રોજિંદા જીવનમાં કેટલીક વાતોનો કડક રીતે રપાલન કરો, જેમકે સવારે થોડા ગરમ પાણીમાં મઘ અને લીંબુ નિચોવીને પીવો. ચા-કોફી ઓછી કરી દો.
ભોજનમાં સાવધાની રાખો
તમારે ફળ અને શાકભાજી વધુમાં વધુ ખાવા જાેઈએ, કેમકે આમાં એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ બહુ વધારે હોય છે. આ તમારી પેશીઓને સ્વસ્થ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મતબૂત બનાવે છે. આનાથી તમને સંક્રમણ વિ.થી લડવામાં મદદ મળે છે. આથી ભોજનમાં લીલા શાકભાજી જરૂર સામેલ કરો.
હાથ ધૂઓ
કોઈ પણ પ્રકારના કીટાણુઓ માટે તમારા હાથ, નાક અને આંખ પ્રવેશ દ્વાર હોય છે. જ્યારે પણ તમે ખાંસી કે છીંક ખાવ છો તો તમારા મોઢામાંથી નીકળનારા છાંટા ખૂબ જલ્દીથી બીજાઓ સુધી પહોંચે છે અને અહીંથી જ સંક્રમણની શરૂઆત થાય છે. આથી જાે તમારી આસપાસ પણ કોઈ ખાંસી કે છીંક ખાઈ રહ્યો છે તો તમારે પોતાના હાથ તુરત જ સાફ કરી લેવા જાેઈએ. જ્યારે પણ ઘરથી બહાર નીકળો તો માસ્ક પહેરો તો આ પ્રકારના સંક્રમણથી બચી શકો છો. જયારે પણ બહારથી આવો તો હાથ-પગ અવશ્ય ધૂઓ.
શરદીથી બચવા માટે પણ પોતાની સાફ-સફાઈનું ધ્યાન રાખવું જાેઈએ. શરદી અને તાવ વિ.થી બચવાનો સૌથી સરળ નુસ્ખો આ જ છે કે તમારે પોતાના હાથોને કીટાણુઓ વિ.થી બચાવી રાખવા જાેઈએ. આથી પોતાના હાથ ધોતા રહો.
શરદીથી બચો
આ તો સૌ જાણે છે કે તનાવથી કેટલાય રોગો જન્મ લે છે. શરદી-જુકામ પણ તાણ-તનાવના લીધે પેદા થઈ શકે છે. આથી કોઈ પણ પ્રકારના તનાવથી બચો. પોતાની માનસિક સ્થિતિને એક સારૂં સ્વાસ્થ્ય અર્પવું એ એક પ્રક્રિયા હોય છે કે જે એક-બે દિવસનું કામ નથી, બલ્કે ઘણા લાંબા સમયનું કામ હોય છે. સ્ટ્રેસ હોર્મોન્સથી તમારી રોગપ્રતિકારક શક્તિ કમજાેર હોઈ શકે છે. આથી કસરત કરવાનું ભૂલશો નહીં. આથી યોગ અને ધ્યાન કરવાનું ભૂલશો નહીં. જીવન-શૈલીમાં ફેરફાર કરીને તનાવ-મુક્ત રહી શકાય છે.
નિર્જલીકરણથી બચો
નિર્જલીકરણ એટલે કે શરીરમાં પાણીની અછત. શરીરમાં પાણીની અછત-કમી થવાથી તાવ અને ખાંસી-જુકામનો પ્રકોપ વધી શકે છે. આથી ઉચિત પ્રમાણમાં પાણી પીતા રહેવું જાેઈએ. આનો અર્થ આ પણ નથી કે ફકત પાણી જ પીઓ. તમે ગરમ સૂપ, ફળોનો રસ, કોઈ અન્ય ગરમ પ્રવાહી પદાર્થ વિ. પણ પી શકો છો. આનાથી તમને શરદી પણ નહીં લાગે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનેલી રહેશે. આ રીતે તમે કોઈ પણ પ્રકારના શરદી-જુકામના સંક્રમણથી બચેલા-સુરક્ષિત રહેશો. નિર્જલીકરણથી બચવાા માટે સેંઘા-લૂણ (કાળું નમક)નો પણ ઉપયોગ કરી શકાય. • (આ લેખ ફકત સામાન્ય જાણકારી અને જાગૃતિ માટે છે. ઉપચાર કે સ્વાસ્થ્ય સંબંધી સલાહ માટે વિશેષજ્ઞની મદદ લો.)