કલયુગની અનુચિત ફિલસૂફીને ખૂબ ઓછા લોકો માને છે પરંતુ એટલી વાત તો બધા જ માને છે કે આ અસ્થિર યુગ ઉપદ્રવ, ભ્રષ્ટાચાર, અસ્વસ્થતા અને અંધાધૂંધીનો યુગ છે. ઇસ્લામ ધર્મ મારફતે વર્ષોના અથાગ સંઘર્ષના પરિણામે બનેલ નૈતિક મૂલ્યો આધારિત ગગનચૂંબી ઇમારત હવે જમીનદોસ્ત થવાની છે. આપણી સંસ્કૃતિ અને કલ્ચર ઉપર વૈશ્વિકરણ, સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનું ચારે બાજુથી આક્રમણ થઈ ગયું છે. જેનાથી આપણી શિક્ષણ વ્યવસ્થા પણ બચી શકી નથી. આ એક એવી શિક્ષણ વ્યવસ્થા છે જે જથ્થાબંધ કલાર્ક, ઑફિસ બોઇઝ અને કૉલ સેન્ટર નોકરીયાતવાળા તૈયાર કરી શકે છે પરંતુ એક પણ એવું વ્યક્તિત્વ તૈયાર કરવાથી અસમર્થ છે, જેને જ્ઞાન, વિચારો, વર્તાવ અને પાત્રોની દૃષ્ટિએ એક સંપૂર્ણ માણસ કહી શકાય. દરરોજ વધતા અપરાધના બનાવો, શૈક્ષણિક સંકુલોમાં બળાત્કાર અને આલ્કોહોલની ખિન્નતા ઉપજાવનારી ઘટનાઓ પ્રત્યેક દિવસે સમાચારપત્રોના શિર્ષકથી સન્માનિત કરવામાં આવે છે. મામલો અહીં સુધી પહોંચી ગયો છે કે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકના ચહેરાને કાળો કરી ચંપલોનો હાર પહેરાવવા અને નિર્બળ ગુરૃને કત્લ કરવામાં શરમ નથી અનુભવતા. હવે સમય આવી ગયો છે કે આપણે સમીક્ષા કરીએ એ મૂલ્યોની જે આપણા યુવાનપેઢીની છાતીમાં ઉતારવામાં આવી રહ્યા છે. એ અભ્યાસક્રમની જેનો વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક સંકુલોમાં અનુભવ કરી રહ્યા છે.
આપણા શૈક્ષણિક સંકુલો અને અભ્યાસક્રમો ઉપર એક દ્રષ્ટિપાત જ એ વાતની સ્પષ્ટતા કરે છે કે મુદ્દો ફકત ભારતનો નહીં પણ વિશ્વવ્યાપી શૈક્ષણિક સમસ્યાનો છે અને આ મુદ્દો બિન-બુદ્ધિગમ્ય તથા નિર્દયી અભ્યાસક્રમોની વહેંચણીનો છે. જેના સંદર્ભમાં પશ્ચિમના ‘સુશિક્ષિત’ વિચારકોએ વૈજ્ઞાનિક જ્ઞાનથી ધર્મના શિક્ષણને હંમેશ માટે અલગ પાડી દીધું છે અને આવનારી પેઢીઓને કાયમ માટે ‘જ્ઞાન’ના જ ઘટાટોપ અંધકારમાં નાખી ધકેલી છે. તેનું પરિણામ આ છે કે આજકાલ આધુનિક બાળકો ડારવિનના ઉત્ક્રાંતિવાદથી તો પરિચિત છે, ન્યુટનના ગુરૃત્વાકર્ષણ કાયદાથી પરિચય મનમોહક અંદાજમાં છે, પાયથાગોરસના માપદંડ તો બાળકોને મૌખિક છે, અહીં સુધી કે અરસ્તુના રાજ્ય સિદ્ધાંત અને અફલાતુનની કૌટુંબિક વ્યવસ્થા વિશે પ્રશ્ન કરશો તો બાળકો તમને નિરાશ નહીં કરે. પરંતુ તમે તેમને પુછો કે એ વ્યક્તિ કે આપણે જેને ઇમામ અબુ હનીફાના નામથી જાણીએ છીએ કેવી હતી? વિશ્વ અને વિશ્વની સુધારણા માટે એમની એક જ સિદ્ધિ બતાવી દો. આને પણ બાજુએ મુકો અને તેમને પુછો કે શું ક્યારેય માનવની જેમ (એટલે પોપટ જેવું નહીં) તેઓએ ‘બુરહાન, ફુરકાન’ એટલે કુઆર્નનું અધ્યયન કરવાની કોશિશ કરી છે? અથવા ફકત આ જ પ્રશ્ન કે ઇસ્લામ ધર્મમાં ઝિમ્મિયોના શું અધિકાર છે? અથવા ફકત એટલું કે ઇસ્લામ ફકત એક ધર્મ છે કે વ્યક્તિના આર્થિક, સામાજિક અને રાજકીય જીવનથી પણ તેને સંબંધ છે? તમે જરા પણ વિચલિત ન થાવ. જ્યારે પ્રથમ કેટેગરીના બધા જ પ્રશ્નોના ઉત્તરો આપનું બાળક છટાદાર વાણીથી ઉચ્ચ અભિગમથી આપશે પરંતુ બીજી કેટેગરીના પ્રશ્નો સામે આવતા જ મુંઝવણમાં આવી જશે.!
આ હતી તે ઝેરી બીજની વાવણીની એક ઝાંખી જે આજે આપણે લણી રહ્યા છીએ જેને પશ્ચિમના ઢંગથી આપણે જ આપણી ફળદ્રુપ જમીન ઉપર વાવી દીધું હતું. કદાચ આ તે જ બીજનો ચમત્કાર છે કે આજે માતાઓ ગઝાલી, હનફી અને તિમિયા ના બદલે દાઉદ અને તેલગીને જન્મ આપવા લાગી છે. દોષ ન તેમના ગર્ભનો છે ન ખોળાનો. દોષ છે તો એ શિક્ષણ વ્યવસ્થાનો જે બાળકોના શાંત દિમાગમાં ભૌતિકવાદ અને પશ્ચિમના આંધળા અનુકરણનું સોફ્ટવેર ફીટ કરી દે છે જેનાથી જાણે-અજાણે આપણી કોમના નાના ભુલકાઓ વિનાશક બરબાદી તરફ ખેંચાઈ રહ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતા આપણી સામે છે અને સમયની શિક્ષણ વ્યવસ્થામાં સંપૂર્ણ પરિવર્તન આવવું એક ધીરજપૂર્વક સંઘર્ષની માંગ કરે છે. તો પછી ત્યાં સુધી આપણે આપણી પેઢીને અશ્લીલતા, ધ્યેયવિહિન, ભોતિકવાદી અને પશ્ચિમના ત્રાસદાયક માર્ગ પર છોડી દઇએ? જો તમારો ઉત્તર ના માં છે તો ‘વકતે ફુરસત હૈં કહાં કામ અભી બાકી હૈ’ના સ્વરૃપે આપણને અત્યારથી જ આપણી પેઢીઓને ગુમરાહી અને ભૂલોમાં પરોવાયેલા ફિત્નાઓથી બચાવીને સત્યમાર્ગ ઉપર ચલાવવા માટે કટિબદ્ધ થઇ જવું જોઇએ. હું નથી કહેતો કે તમે તમારા બાળકોને સમકાલીન શિક્ષણથી વંચિત રાખો. ક્યારેય નહીં. પરંતુ તેને નૈતિક રીતે સોલિડ એક મજબૂત દિવાલ બનાવી દો જેનાથી ટકરાઇને દરેક પ્રકારની અશ્લીલતા અને અનૈતિક મુલ્યો એક જ ઝટકામાં દમ તોડી દે. તમે તેમને ધૈર્ય અને અડગતાના નહીં ધ્રુજનારા પર્વતોની જેવા બનાવી દો કે જેથી ત્રસ્ત થઈને દુષ્ટ અને અંધકારની મજબૂતથી મજબૂત તરંગોને પણ ભાંગીને પોતાની દિશા વાળી લેવાની ફરજ પડી જાય. આ કાર્ય જરા પણ મુશ્કેલ નથી જો તમે થોડી હિંમત, ધૈર્ય, ધીરજ, હિંમત અને સતત નિર્ધારણના પુરાવા આપો. આ જ વાતોને એક કવિએ અત્યંત મોહક અંદાજમાં વર્ણવી છે;
સાયે કી તરહ રહીએ હમરાહ ઝમાને કે;
અંદાઝ મગર અપના હર એક સે જુદા રખીએ;
કૉલેજ કી કિતાબોં મેં તહઝીબ કહાં તાબિશ;
બેટે કે લિયે ઘર કે મકતબ કો ખુલા રખીએ
આ મહાન સિદ્ધિને હાંસલ કરવા માટે એક વ્યુહાત્મક યોજના જરૂરી છે. નીચે આપેલ સુચનો આ દિશામાં અસરકારક સાબિત થઇ શકે છે. આમાં પોતપોતાની સુવિધાના આધારે સુધારા-વધારા કરીને તમે ઐચ્છિક લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકો છો.
1. તમારા ઘરના વાતાવરણને યોગ્ય બનાવો. નમાઝ, કુઆર્ન અને રોઝોનું આયોજન કરો અને પરિવારના અન્ય લોકોથી કરાવો. ઘરમાં સલામ (અસ્સલામુઅલયકુમ)ને પ્રચલિત કરો. મોટા, નાનાને સલામ કરે અને બાળકોને પણ સલામમાં પહેલ કરવા પ્રોત્સાહિત કરો.
2. બાળકોમાં સારા, ધાર્મિક અને નૈતિક પુસ્તકોની રૃચિ પેદા કરો. બની શકે તો પહેલા પોતે વાંચો પછી બાળકોને વાંચવા માટે આપો. કોઈ દિવસ નાસ્તા વખતે તે પુસ્તક પર ચર્ચા કરી છુપાયેલા બોધપાઠને સામે લાવો. એ જાણવાનો પ્રયત્ન કરો કે બાળક તેનાથી શું શીખ્યું.
3. સંગતની અસર વ્યક્તિ પર ઘણી ઊંડી હોય છે. તેથી એ વાતને નિશ્ચિત કરો કે આપનું બાળક સારી સોબતમાં રહે. કોઈ ખોટું વર્તન કરે તો તરત ટોકો. નહીંતર તેની આદત થઇ જશે. આ મામલામાં કોઈ છુટછાટ નહીં આપો. તેમનામાં ખરા-ખોટાનો ભેદ પેદા કરો.
4. બાળક સાથે એમના ફકત માબાપ ન રહી બલ્કે એક ‘મિત્ર’ જેવા રહો. જેથી તે ખુલ્લા મનથી વાત તમારી સામે મૂકી શકે. બાળકને અસંમતિની તક આપો અને ઠપકો કરીને ચુપ ન કરાવી દો. આમ બાળકમાં તમારા માટે ભરોસો અને પોતાના માટે આત્મસન્માન પેદા થશે.
5. સિરીયલોના બદલે તમે બાળકોને એકઠા કરી સાંજે અથવા રાત્રે પૂર્વજોની કોઈ બોધપાઠ વાર્તા સંભળાવો. સમય મળે તો સહેજ ટિપ્પણી પણ કરી દો. ઇન્શાઅલ્લાહ આ ક્રિયા તમારા બાળક માટે ચરિત્ર-આચરણના દૈનિક ખોરાકનું કામ કરશે.
6. જો આપનું બાળક વાંચનથી ચાલીસ ડગલાં દૂર ભાગે છે, જીદ્દી છે અને સાથે જ ઉંમર પણ એટલી થઇ ગઇ છે તો પણ નિરાશ ન થાવ. યાદ રાખો, મુહબ્બત એ ઉપચાર છે જે દરેક ઝેરના અસરને નિર્મૂળ કરી દે છે. મુહબ્બત એ તાકત છે જે પોલાદ જેવી દિવાલને મીણ જેવી ઓગાળી જમીનદોસ્ત કરી દે છે. આપ એવા બાળકોની બેઢંગી ક્રિયાઓ પર બેકાબુ ન થાવ. ઠંડા દિમાગથી વિચારો, તેને પોતાની પાસે બોલાવો, તેમને વધુ સમય ન આપી શકવાની ખામીનો ખુલ્લા મનથી એકરાર કરો. તેમની સામે એ વાત મુકો કે જે માર્ગ ઉપર એ ચાલી રહ્યો છે તે તેમને કયાં લઇ જશે. અને જે માર્ગ ઉપર તમે તેમને ચાલવાનું આમંત્રણ આપી રહ્યા છો તેનું લક્ષ્યસ્થાન ક્યાં છે. પૂર્વજોની સિદ્ધિનું વર્ણન કરી કોમ-મિલ્લતની સેવા માટે તેની આત્માને તડપાવી દો અને પછી જુવો કે ઊંટ કિસ કરવટ બેઠતા હૈ. આ એક ધૈર્ય માંગી લે એવું યુદ્ધ છે પરંતુ તમારી હાજર દિમાગી ખરેખર વિજયનું બ્યુગલ સાબિત થઇ શકે છે.
જો તમે આ સુચનોને સાક્ષાત્કાર કરવા સફળ રહ્યા તો ઇન્શાઅલ્લાહ આમાં કોઈ સંદેહ નથી કે આપણો આ મુસ્લિમ સમાજ તકવા (ધર્મનિષ્ઠા), ધૈર્ય અને બલિદાનના મીઠા ફળો આપશે. જ્યાં આજે હસનુલબન્ના શહીદ રહ., કુતુબ શહીદ રહ., મોદૂદી રહ., અને અરબકાન જેવા મોટા નિર્માતા ભાગ્યે જ કોઈ ખોળામાં વિકાસ પામે છે. ત્યાં દરેક ઘરના ક્ષિતિજે ઉમર બિન અબ્દુલ અઝીઝ અને સલાહુદ્દીન અય્યુબી જેવા પુનરુત્થાનવાદી અને તારણહાર નક્ષત્ર જગમગાવશે ઇન્શાઅલ્લાહ. આપણા ભ્રષ્ટ, પશ્ચિમવાદી અને સ્પષ્ટ રીતે ગેરમાર્ગે દોરાયેલા ગુલામ સમાજમાં કોઈ ક્રાંતિના આગમનનો પૈગામ બનવા માટે આપણે દરેક પ્રકારના કષ્ટ વેઠવા માટે તૈયાર રહેવું પડશે. આ સુધારણાનું પ્રથમ પગલું આપણો પરિવાર છે. આ પગલમાં જો સફળ થઈ ગયા તો ખરેખર મજબૂત પાયા ઉપર પ્રસ્થાપિત થયેલ સમાજ નૈતિક મૂલ્યોનો ઉચ્ચ નમૂનો બની જશે. તે માનસિક રીતે ગુલામ, ભયભિત, લકવાગ્રસ્ત નહીં હોય. અલ્લામા ઇકબાલ રહ.ની સલાહ બહુ ઉત્તેજક અને પીડાદાયક છે કે,
પિલા વો જામ સાકી અન્જુમન સરશાર હો જાએ;
ખિરદ કો નિંદ આ જાએ જુનું બેદાર હો જાએ;
તનો મેં મેકશો કે ફૂંક દે વો રૃહ આઝાદી;
ગુલામી કા સુકૂં આમાદએ પેકાર હો જોએ.
Email: yasiratiq@gmail.com