Wednesday, January 15, 2025
Homeકેમ્પસ વોઇસમજબૂત શિક્ષણ નીતિના અભાવમાં ગુજરેલ મોદી સરકારના બે વર્ષ

મજબૂત શિક્ષણ નીતિના અભાવમાં ગુજરેલ મોદી સરકારના બે વર્ષ

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના બે વર્ષઔ   પુરા થતા જ અમુક સ્પષ્ટ પ્રશ્નો પુછવાનો સમય પણ આવી જાય છે, જેવા કે જે રીતે ભાજપા સરકાર જે મધ્યમ વર્ગના સમર્થનથી સત્તામાં આવી છે શું તેમનામાં ક્યાંક એકલાપણુંની ભાવના તો પેદા નથી થઈ રહી અથવા અત્યારે અમુક એવા અંધભક્ત મોજૂદ છે જે પડદો નાંખવાના પ્રયત્નો કરી રહી રહ્યા છે.

સોશલ મીડિયા અથવા અન્ય મીડિયાના સ્ત્રોતોથી અમને ખબર પડે છે કે ક્યાંક તો સમર્થન કરવાવાળા વર્ગો સરકારની ગતિવિધીઓને લઈને વિરોધનો સ્વરૃપ ધારણ કર્યા છે. કોઈના માટે આ સરકારનો સાચા માર્ગથી ભંડોળનો ઉપયોગ નહીં કરવું છે, અથવા વ્યક્તિકરણનો મુદ્દો છે અથવા તો પાકિસ્તાનને લઈને બેવડું રાજકારણ કરવું છે. ઘણાં મહત્ત્વના મુદ્દાઓમાં તો સરકારે એક કાનથી સાંભળી બીજા કાનથી ઉડાવી દેવાના સારા ઉદાહરણો આપ્યો છે.

વર્ષ ૨૦૦૯માં યૂપીએ સરકાર દ્વારા શિક્ષણનો અધિકાર (RTE) કાયદાને પસાર કરવામાં આવ્યું જે આજે પણ સફળ સાબિત થતો નથી દેખાતો. પરંતુ વર્તમાન સરકાર  ઉપર નજર નાંખીએ તો અહીં ભૂલ વિચારોની અછતમાં છે. નેતાઓની એક કમજોર બેન્ચ, નોકરશાહોંે ઉપર એકથી વધારે પરાધીનતા આ વાતને સાફ બતાવે છે કે આ હકીકતમાં નોકરશાહોંની સરકાર છે જેને ભાજપનો સમર્થન પ્રાપ્ત છે.

શિક્ષણ ક્ષેત્રને જોઈએ તો ભાજપ સરકાર માટે શિક્ષણનો અધિકાર (RTE) કાયદામાં સંશોધન કરવું એક મોટી જવાબદારી હતી. RTEના પસાર થયા બાદ જ શિક્ષણના ક્ષેત્રથી સંકળાયેલ લોકોના અલગ અલગ અભિપ્રાય જોવા મળ્યું, કોઈએ સંપૂર્ણપણે રદ કરી શિક્ષણનો અધિકાર છીનવાવાળો ખરડો કહી સંબોધન કર્યું તો અમુક લોકોએ સંસોધનનો પ્રસ્તાવ પણ રાખ્યો, ત્યાં જ અમુક ખાનગી શાળાઓએ આ ખરડાથી ફાયદો પણ ઉઠાવ્યો, પરંતુ આજ સુધી કોઈ પર્યાપ્ત પરિણામ જોવામાં નથી આવ્યો. .

ઘણા બુદ્ધિજીવી વર્ગોનું માનવું છે કે RTEએ ભારતીય શિક્ષણ પ્રણાલીને પાછળ ધકેલવાનું કાર્ય કર્યું છે. RTEએ ફકત શીખવાથી વધારે શાળાઓમાં રમતનું મેદાન અને લેબોરેટરીઝ ઉપર વધારે ભાર આપ્યો છે. સાથે જ ૮મા વર્ગ સુધી દરેકને કોઈપણ સંજોગો પાસ કરવું એ શિક્ષણના માધ્યમથી સિદ્ધિને અલગ કરી દીધો.

RTEના પસાર થયા પછી જોવામાં આવે તો ૨૦૧૦ થી ૨૦૧૪ સુધી ગ્રામિણ ક્ષેત્રોના ચોથા વર્ગના વિદ્યાર્થી જે બે અંકડાઓની સંખ્યાને ઘટાડવામાં સક્ષમ હતા તેઓ ૫૮ ટકાથી ઘટીને ૪૦ ટકા રહી ગયા છે. સાથે જ ચોથા વર્ગના વિદ્યાર્થીને પ્રથમ વર્ગના પાઠ ભણવામાં સક્ષમ વિદ્યાર્થીઓની સંખ્યા ૬૮ ટકાથી ૫૬ ટકા રહી ગઈ છે.

શાળા મેનેજમેન્ટે પણ શિક્ષણની ગુણવત્તામાં સુધાર દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાના બદલે નોકરશાહીને ખુશ કરવા માટે વધારે ધ્યાન આપ્યો જે આવશ્યક્તાઓની એક સૂચિની સાથે બિન પાલન માટે શાળાઓને બંધ કરવાની તાકાત રાખે છે. કાયદા પસાર થયા બાદ ૫૫૦૦ નાની શાળાઓને બંધ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ૧૫૦૦૦ બીજા બંધ થવાની સંભાવના છે. ઘણી શાળાઓ ફકત આ બુનિયાદ ઉપર ટકી છે કે તે કોઈ પણ રીતે કામચલાઉ રીતે જીવિત રાખી શકે.

જોવામાં આવે તો મોદીરાજના ગુજરાતમાં એક વખતે RTEના માપદંડોને જોખમમાં રાખી શાળાઓના પ્રદર્શનના અંદાજ આ વાતથી કરવામાં આવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ કેટલા સક્ષમ છે નથી કે આ વાતથી કે તેઓ RTEના માપદંડોનું કેટલું પાલન કરી રહ્યા છે. તે સમય આ વાતનો કંઇક હદે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ આદર્શ મોદીની સત્તામાં આવ્યા પછી આખા દેશમાં સ્વીકાર કરવામાં આવશે.

આ આદર્શને અપનાવવા તો દૂરની વાત મોદી સરકાર દ્વારા ૫ સદસ્યોની એક સમિતિ તૈયાર કરવામાં આવી જેમાં ૪ વરિષ્ઠ નોકરશાહ હાજર હતા, જે એક નવી શિક્ષણ નીતિને લાવવાનો કાર્ય કરી રહ્યા હતા.

કમનસીબે એક મજબૂત શિક્ષણ નીતિ આજે પણ આપણી પાસે નથી. બૌદ્ધિક ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવમાં પોતાના બળે નીતિઓને બનાવવા વિશે ભાજપા ઘણી વખતે કોંગ્રેસની તે જ નીતિઓ પર ચાલે છે જેને પાર્ટી ખુલ્લી રીતે વિરોધ કરતી આવી છે. ગયા વર્ષે, પ્રસાર અને પ્રસારણ મંત્રાલયના મંત્રી રવિશંકર પ્રસાદએ યૂપીએના અનુચ્છેદ ૬૬ એથી શત્રુતા અટકાવવા સંબંધિત ઇન્ટરનેટ સ્વતંત્રતાનું સમર્થન કર્યું. વન રેન્ક વન પેંશનને લઈને પણ સરકારનો વલણ જોઈને સરકારનું સમર્થન કરવાવાળા લોકોને પણ હેરાન કરવામાં આવ્યું.

કોઈપણ મુદ્દાને લઈને સરકારની બૌદ્ધિક બુનિયાદોની કમજોરી આ વાતથી લગાવવામાં આવી શકે છે કે પોતાની સફાઈમાં  ટ્વીટના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી નીતિ મજબૂત છે તો તેની સફાઈ આપવાની જરૃર નથી. મુદ્દાઓને ટ્વીટના માધ્યમથી ઉત્તર આપવું પ્રતિક્રિયા થઈ શકે છે પરંતુ તેનો ઉત્તર નહિં.

કેટલીક નીતિઓ એવી પણ જોવામાં આવી જેને શાણપણનો અભાવ કહી શકાય. શિક્ષણ મંત્રીએ એક ટ્વીટ કર્યું જેમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ દિન પ્રતિદિન દેખરેખની યોજના હતી. એક દક્ષિણ ભારતીય રાજ્યમાં શિક્ષણ  કાર્યક્રમોના વ્યવસ્થાપકે બતાવ્યું કે શાણપણનો અભાવ છે જે ફકત આ ખાતરી આપે છે કે બધા પાસે ફકત ડેટા કલેકશન ઉપરાંત  બીજું કોઈ કામ નથી.

પાંચ રાજ્યોના અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓ જેનો કાર્ય શાળાઓમાં શૈક્ષણિક સહાયતા પ્રદાન કરવું છે તે પહેલાથી જ ડેટા કલેકશન કરવું, શાળામાં નામાંકન, હાજરી, મધ્યાહન ભોજનમાં ઘણું સમય લગાવી દે છે. આ રીતે ડેટા પણ વિભિન્ન સ્વરૃપમાં મોકલવામાં આવે છે, ફોર્મની પ્રશ્નાવલી કર્ણાટકમાં ૧૧ છે તો બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં લગભગ ૨૩ છે. આ ડેટા વર્ષ અનુસાર મોકલવામાં આવે છે, હવે જ્યારે વર્ષનો ડેટા મોકલવામાં શિક્ષકોને આટલું વ્યસ્ત કરવામાં આવ્યું છે તો રોજનું મોકલવામાં કેટલું સક્ષમ થશે?

ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ગરીબ વિદ્યાર્થીઓના ક્વોટા થવું પણ ચેલેન્જનો વિષય છે. ઉપર ચર્ચામાં જ્યાં ગુણવત્તાને લઈને વાત કરવામાં આવી ત્યાં બીજી બાજુ આર્થિક રીતે કમજોર વિદ્યાર્થીને ક્વોટામાં પણ ઘણી ચર્ચાઓ થઈ છે. અમુક મોટી મોટી શાળાઓ આ નિર્ણય ઉપર અદાલતમાં પોતાની વાત પહોંચાડી. વર્તમાન સરકાર માટે આ પણ એક પડકાર છે જ્યાં આ વાતનો પણ દહેશત છે કે ૨૫ ટકા ક્વોટા આપવું આરએસએસના શિક્ષણના વ્યવસાયીકરણના મુદ્દાથી પણ ટકરાવે છે અને બીજી બાજુ ખાનગી શાળા ગરીબ બાળકોને આ કારણેથી એમડમિશન નથી આપવા ઇચ્છતી, કારણકે આમાં શાળાના સ્તરને નુકસાન પહોંચી શકે છે. ઉત્તરપ્રદેશમાં આર્થિક રીતે કમજોર વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ સરકાર પૈસા પરત કેવળ ૧૦-૧૫ ટકા સુધી જ છે.

અહીં આ કહેવું પણ ઉચિત નથી કે કેવળ RTEમાં સુધારા કરવાથી મોટુ પરિવર્તન આવી જશે. પરંતુ અહીં સરકાર માટે એક મોટું પડકાર છે કે તેને નક્કર પગલાં અને પ્રતિબદ્ધતા સાથે અમુક એવા ઉકેલો આપવાનું છે જેનાથી ગરીબ બાળકોને એક સારી અને મજબૂત સ્તર પર લાવી શકાય. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ઓછામાં ઓછા શિક્ષણને એક ઇચ્છનીય વ્યવસાયના દરજ્જામાં રાખવુ પડશે. પર્યાપ્ત સંસ્થાઓમાં પર્યાપ્ત કુશળ શિક્ષકો-ટ્રેનરોને રાખવું પડશે જેથી તેઓ એવા શિક્ષકો તૈયાર કરી શકે જે બાળકોને રટણની તુલનામાં બાળકોને શિખવાડે અને એક એવી પ્રણાલી તૈયાર કરવામાં આવે જેનાથી સમયાંતરે પર શિક્ષકોને પણ શિક્ષિત કરી શકાય.

આ બધા મુદ્દાઓ પછી પણ સૌથી મોટી ચિંતા આ જ છે કે વર્તમાન સરકાર ‘બૌદ્ધિક ઇન્ફ્રાસ્ટ્રકચર’થી કમજોર એક નીતિ બનાવવાના મામલે સક્ષમ નથી દેખાતી.

(સાભાર – છાત્ર વિમર્શ)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments