Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશું જોઈએ છે? "આટા (લોટ)" કે "ડાટા"

શું જોઈએ છે? “આટા (લોટ)” કે “ડાટા”

હા ભાઈઓ, ૧૨૦ કરોડ દેશવાસીઓ તરફથીઔ બિહારના માજી મુખ્યમંત્રી અને પોતાની રમૂજી વાતોથી ચર્ચામાં રહેનાર લાલુપ્રસાદ યાદવે દેશના મોટા બિજનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીથી આ પ્રશ્ન કર્યો કે દેશમાં આટા (લોટ) (ગરીબ અને અમીરનો મુખ્ય આહાર) તો મોઘું થતું જાય છે અને વાતો કરવા માટે કમ્યુનિકેશન માટે ડાટા સસ્તો થતો જાય છે.

આ પ્રશ્ન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દેશવાસીઓ માટે તેમની JIO નામની કમ્યુનિકેશન માટેની સેવાઓ આવતા ત્રણ માસ સુધી મફતમાં ઉપલબ્ધ કરાવવી તથા તેના પછી ટેલીફોન પર મફત વાત કરવાની સેવાની ક્રાંતિકારી  જાહેરાત પછી કરવામાં આવ્યો. આજે બાળક શું, વડીલ શું કે ઘરડા બધા મફતમાં રિલાયન્સ JIO નું સીમ મેળવવા દોડી રહ્યા છે.  કારણ કે ઓફર જ એવી છે કે જેમાં ૫ સપ્ટેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી JIO સીમ ધરાવનાર દરેક 4G ફોન વાપરનારને મફતમાં 4G ઇન્ટરનેટ, ૩૦૦ થી વધુ HD ટેલીવીઝન ચેનલ, મેસેજીંગ તથા મફત કોલ કરવાની સેવા આપવામાં આવી છે. JIO નામથી કમ્યુનિકેશનની દુનિયામાં પગ મૂકવાની જાહેરાત પછી કમ્યુનિકેશનના મેદાનમાં એક ક્રાંતિની શરૃઆત થઈ અને રિલાયન્સની વાર્ષિક જનરલ બોડીની મિટીંગમાં જ્યારે મુકેશ અંબાણીએ પોતાના પ્રવચન દરમ્યાન ­JIO ના જુદાજુદા પેકેજોની જાહેરાત કરી ત્યારે કહેવામાં આવે છે કે આ એક પ્રવચનથી દેશની અન્ય સંદેશા-વ્યવહાર સાથે જોડાયેલી કંપનીઓનું કરોડો રૃપિયાનું નુકસાન થઈ ગયું. અને એરટેલ, આઈડિયા તથા BSNL ની સાથે સાથે અન્ય સંદેશા-વ્યવહારની કંપનીઓ પોત-પોતાના પેકેજો પર સમીક્ષા કરતી થઈ ગઈ. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ત્રણ મહિના સુધી 4G સેવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવા પાછળ ૨૦ મિલિયન થી વધારે નો ખર્ચ દેખાડવામાં આવી રહ્યો છે.

પરંતુ JIO ના ઉદ્ઘાટનના બીજા જ દિવસે જ્યારે સમગ્ર દેશના સમાચાર પત્રોમાં મુકેશ અંબાણીની મોટી મોટી જાહેરાતોની સાથે દેશના વડાપ્રધાન મોદીજીનો ફોટો દેખાયો, અને એ જ દિવસે પેટ્રોલના ભાવમાં રૃા. ૩ નો વધારો થયો તો વિશ્લેષકોએ અંદાજો લગાવી લીધો કે દાળમાં કંઈ કાળું છે. આ વાત ઘણાં લોકો કહેતા હોય છે કે મુકેશ અંબાણી અને હાલની બી.જે.પી. સરકારની મિલીભગત છે તથા મોદી સરકારની ઘણી બધી પોલીસીઓ ખાસ કરીને બિજનેસમેનોને લાભ થાય તે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

લોકસભાના ઇલેક્શન પછી સરકારે જે સારા દિવસો આવવાની  વાત કહી હતી હવે દેશના લોકો તેની રાહ જોતા જોતા થાકી ગયા છે અને તેમને અંદાજ થઈ આવી છે કે તે સારા દિવસો ક્યારેય નહીં આવે. વિશ્લેષકો એમ પણ કહે છે કે મોદીજીની વિદેશ યાત્રાનો સંપૂર્ણ ખર્ચ અંબણીજી ઉપાડે છે.

જ્યારે મોદીજી JIO ની જાહેરાત સાથે દેખાયા ત્યારે રિલાયન્સે સફાઈમાં કહ્યું કે દેશવાસીઓને સંદેશા-વ્યવહારની મફત સવલત આપવી એ હકીકતમાં સરકારની ડિઝીટલ ઇન્ડિયા પ્રોજેક્ટનો ભાગ છે જ્યારે કે ભારત સંદેશા-વ્યવહારના મેદાનમાં પ્રગતિ કરશે. પરંતુ એક પ્રાઈવેટ કંપનીના સમર્થનમાં દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના વડા તરીકે પોતાને સોંપી દેવું ભારતની લોકશાહી માટે બહુ સારૃં ઉદાહરણ ન કહેવાય. આજ કારણોસર લાલુ યાદવની સાથે સાથે કોંગ્રેસે પણ વડાપ્રધાન પર આ આરોપ મૂક્યો છે એ એક પ્રાઈવેટ કંપનીના વિજ્ઞાાપનમાં જોડાયેલા છે. અને એ પણ સ્પષ્ટ કર્યું કે JIO ની જાહેરાત માટે વડાપ્રધાનના ફોટોનો ઉપયોગ કરવાની પરવાનગી પણ વડાપ્રધાનની કચેરીથી મેળવી ન હતી. આ બાબતથી અંદાજો લગાવી શકાય કે અંબાણી એન્ડ કુંપનીનો પ્રભાવ કેટલો છે.

લાલુ યાદવે જે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશના લોકો માટે ડાટા થી વધુ મહત્ત્વ આટા (લોટ)નું છે. આ વાત ભારતની અર્થવ્યવસ્થા પર જો નજર નાખીએ તો ૧૦૦% સાચી સાબિત થાય છે. આજે પણ ભારતની ૭૦% વસ્તી નાના ગામડાઓમાં રહે છે, જ્યાં ભલેને બે દસકાથી પ્રગતિ થઈ હોય કે પછી વીજળી, પાણી અને રોડની વ્યવસ્થા કરવામાં આવી હોય. પરંતુ અપૂરતો વરસાદ, ખેડૂતો લોન ન ચૂકવી શકવાને બદલે થતા આપઘાતના બનાવો તથા સરકારની લોક વિરોધી પોલીસીને લીધે આજે પણ માનવીની સૌથી મોટી જરૃરિયાત રોટી, કાપડ અને મકાન છે.

પરંતુ પાછલા એક દસકાથી સંદેશો-વ્યવહારના વિભાગને લોકો દરમ્યના પ્રચલિત કરવામાં આવ્યો છે કે સેલફોન કે જે શરૃઆતમાં અમીરોની જરૂરત હતી અને જેમાં એક કોલના રૃા.૧૨ લેવામાં આવતા હતા તે ધીરે ધીરે મધ્યમ વર્ગ અને હવે સામાન્ય માનવીની જરૂરત બની ગયું છે. પરંતુ ૧ પૈસો / સેકન્ડ ના દરે લોકો ફોનનો ઉપગોય કરી રહ્યા હતા. હવે મુકેશ અંબાણીના JIO ની મફત કોલની સેવાઓ અને ઓછા દરે ઇન્ટરનેટની સુવિધાની જાહેરાતથી એક વાર ફરી આ વિષય પર ચર્ચા શરૃ થઈ ગઈ છે કે ભારતીયોને કેટલા પ્રમાણમાં માહિતી અને જાણકારીની જરૃર છે. JIO દ્વારા મફત ઇન્ટરનેટની સુવિધા જેવી મળી કે જેને આપણે આપણા દેશના ભવિષ્યની આશા સમજીએ છીએ તે નવયુવાનોનો વર્ગ પોતાના હાથોમાં ફોન લઈને પાગલ થઈ ગયો છે. મોટી સંખ્યામાં નવયુવાનોના મોઢામાંથી એ સાંભળવા મળ્યું કે તે મફત ઈન્ટરનેટથી ફિલ્મો જોશે, ગેમ્સ ડાઉનલોડ કરશે વિગેરે વિગેરે. કોઈએ પણ એમ ન કહ્યું કે તેનાથી શિક્ષણનો પ્રચાર કરીશું. આ રીતે મુકેશ અંબાણીએ ભારતના નવયુવાનોમાં ડ્રગ્સના નશાની જેમ ઇન્ટરનેટના નશામાં લગાવી દેવાનો સિલસિલો શરૃ કરી દીધો છે.

આ વિષય પર વિદ્વાનો તરફથી ચર્ચા થવી જોઈએ કે પહેલાંથી ખરાબ ચારિત્ર અને સેક્સ આધારિત સામગ્રી પર બનેત ફિલ્મો જોવાથી સ્વાસ્થ્ય અને ચારિત્રિક રીતે બરબાદ થનાર નવયુવાનોની દશા આવતા ૩ મહિનામાં શું થશે? ધંધા-વ્યાપારમાં પહેલાં મફતમાં કોઈ વસ્તુ લોકો દરમ્યાન મૂકી તેની આદત પાડવામાં આવે છે અને એ આદત જ્યારે વ્યસન બની જાય છે ત્યાર પછી લોકોના ખિસ્સા ખંખેરવાના કામ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રિય માર્કેટમાં આજે પણ કાચા તેલની કિમત ઓછી છે પરંતુ ભારતમાં તેની કિમતોમાં સતત વધારો જ થતો જાય છે. આના બદલામાં મોટી કંપનીઓને છૂટછાટ આપી આવા તમાશા સામે લાવવામાં આવે છે. મુકેશ અંબાણીના ઇરાદાઓનું વિશ્લેશણ કરતાં નિષ્ણાંતોનું માનવું એવું છે કે ૩ મહિના સુધી JIO સેવા મફત આપી ૯૦% લોકોને પોતાના નેટવર્કથી જોડવા માગે છે. જો ભારતની ૯૦ કરોડ વસ્તી દર મહિને રૃા.૧૦૦ નું રિચાર્જ કરાવે જેથી તેમને મફત વાત કરવાની સવલત આખો મહિનો મળે તેનાથી દર મહિને ૯ હજાર કરોડની કમાણી સીધેસીધી રિલાયન્સને થશે. આ જ કારણ છે કે માર્કેટમાં બીજી સંદેશા-વ્યવહાર સાથે જોડાયેલી કંપનીઓ પોતાનું પ્લાનીંગ કરવામાં લાગી ગઈ  છે.

પરંતુ ભારત જેવા વિકસિત દેશમાં આજે માહિતીથી પણ વધુ અન્ય જીવન જરૃરિયાતની વસ્તુઓ જેમકે સમતોલ આહાર, ચોખ્ખું પાણી, સ્વાસ્થ્ય અને સારા શિક્ષણની જરૃર છે. રિલાયન્સે ઘણી બધી રીતે ગરીબોના ધંધા રોજગાર પર હાથ નાખ્યો છે. જેમ કે રિલાયન્સ સ્ટોર્સની નામે ખેડૂતો તરફથી વેચવામાં આવતા શાકભાજી, ફળો વિગેરેને પણ પોતાના ખેતરોના પાકના વેચાણ દ્વારા નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે અને ઇન્ટરનેટ અને સંદેશા-વ્યવહારના વિભાગમાં પ્રગતિથી સરકારી કામો તથા અન્ય કાર્યોને ગતિ મળી છે. વીડિયો કોન્ફરન્સિંગે દૂરીઓ ઘટાડી છે. ગામડાઓ અને શહેરો તથા રાજ્યોમાં થતી પ્રગતિ અંગે રાજ્યો તથા કેન્દ્રને પણ જાણ થઈ છે. ફોનની સવલતે લોકોને એકબીજાથી નજીક કરી દીધા છે અને દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે. આ સિવાય પણ અમે કહી શકીએ છીએ કે સરકાર અને મોટી વ્યાપારિક સંસ્થાઓ લોકોની પાયાની જરૃરિયાતો પૂર્ણ થાય તે દિશામાં થોડુ વિચાર કરવાની જરૃર છે.

સંદેશો-વ્યવહારની દુનિયામાં માહિતી મેળવવાની ટેકનોલોજી 2G, 3G, પ્રગતિ કરી હવે 4GLTE સુધી પહોંચી ગઈ છે. અને ડાટાનું સ્થળાંતર બહુ જ ગતિમાન બન્યું છે. પહેલાં ડાટા ટ્રાન્સફર કરવામાં બહુ સમય જતો હતો જેનાથી તેમાં ખર્ચ પણ વધુ થતો હતો. પરંતુ LTE (Long Term Evolution) ટેકનોલોજી આવી ગઈ છે ડાટા બહુ ફાસ્ટ સ્થળાંતર થાય છે. એનું ઉદાહરણ એક પાઈપ જેવું છે, પાઈપની સાઈઝ નાની હોવાથી તેમાંથી ડેટા પણ બહુ ધીરે ધીરે પસાર થતો હતો. 4G LTEના વિષે એવું કહેવામાં આવે છે કે તે 3G કરતા ૧૦ ગણી વધુ સ્પિડથી ડાટા ટ્રાન્સફર કરે છે.

થવું તો એવું જોઈતું હતું કે જેમ 3Gના સમયમાં તેની કિમતો વધારે હતી તેમ 4G LTE વધુ મોંઘું હોત પરંતુ અંબાણી કંપનીએ ટેકનોલોજીની જાળ એક વખત પાથરવા તથા તેનાથી પૈસો કમાવવાની એક નવી રીત શોધી છે. પરંતુ તેને અત્યારથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમ કે ફોનની અન્ય કંપનીઓ JIO થી આવતા કોલ્સને ડ્રોપ કરી રહી છે, તેમનું કહેવું છે કે તેમને એક કોલના ચાર્જ રૃપે મળતા ૧૪ પૈસાથી વધુ જોઈએ છે. જો કે અંબાણીએ તેમને આવું કરવાની ના પાડી છે.

અત્યારથી લઇને ડિસેમ્બર સુધી આશા છે કે અડધુ ભારત JIO સાથે જોડાઈ જશે અથવા એમ કહીએ કે તેના જાળમાં ફસાઈ જશે. આવામાં સમાજની જિમ્મેદારી છે કે આ મફત સેવાથી નવયુવાનોને બરબાદ થતા રોકે. શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો આ સુવિધાનો શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરે. 4G નો ઉપયોગ કરી ઓનલાઈન લેકચર્સ તથા શિક્ષણને લગતા વીડિયો દેખાડવાની વ્યવસ્થા કરે. વિદ્યાર્થીઓને આ દિશામાં માર્ગદર્શન આપવામાં આવે કે ઇન્ટરનેટનો ઉપયોગ માહિતી મેળવવા તથા શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે.

ગુગલનું માનવું છે કે અહીંયા બધું જ મળે છે. અને સત્ય એ છે કે માનવીના વિચારની દરેક વસ્તુઓ ત્યાં મળી રહે છે. જરૃર એ વાતની છે કે તે ફેસલો કરે કે કઈ વસ્તુ તેના માટે જરૂરી છે અને કઈ બિનજરૂરી. ફેસબુક અને વોટ્સઅપનો ઉપયોગ સાવધાની પૂર્વક થાય તે અંગે અભિયાન ચલાવવાની જરૃર છે. ચારિત્ર્યનું હનન કરતી વેબસાઇટનો ઉપયોગ બંધ થાય તેના માટે અભિયાન ચલાવવામાં આવે.

સંદેશા-વ્યવહારની ક્રાંતિ આવી છે ત્યારથી લોકો ફોનથી એ રીતે ચોંટીને બેઠા હોય છે કે ન તો તેમને તેમના ઘરડા મા-બાપની ચિંતા હોય છે, ન તો સંબંધિઓથી મળવાની ફુરસત. હવે એક જ ઘરમાં બાપ, દિકરા પોત પોતાના વિચારો ફેસબૂક પર અપડેટ કરીને રજુ કરે છે. એક જ ઘરમાં લોકો અજાણ્યા થઈ ગયા છે. એટલે કહેવામાં આવે છે કે We are the most connected people with most disconnected society. આમ સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થઈ રહ્યું છે. માણસ પાણીમાં ડૂબી રહ્યો છે અને લોકો તેને બચાવવાને બદલે તેનો વીડિયો બનાવી ફેસબુક પર અપલોડ કરી રહ્યા છે. સ્ત્રીઓ સાથેની છેડતીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

લોકો પ્રકૃતિના નિયમો તરફ પણ વળતા જોવા મળે છે. આવા વાક્યો પણ પ્રચલિત થયા છે કે કુઆર્નને કોઈ એટલી વખત નથી જોતું કે તેમાં અલ્લાહે શું કહ્યંુ છે; પરંતુ ફેસબુક, વોટ્સઅપને એટલી વખત જુએ છે કે કોણે શું કહ્યું, અને કેટલા લાઈક કર્યા. લોકો ઘરોમાં જઈને સલામ કરતા પહેલાં વાઈફાઈના પાસવર્ડ જાણવામાં વધુ રસ ધરાવતા હોય છે.

આવા સમયમાં ભારતના બુદ્ધિજીવીઓની જિમ્મેદારી એ છે કે ડિસ્કશન દ્વારા સ્પષ્ટ કરે કે વધુ પડતી માહિતી પણ નુકસાનકારક નીવડે છે. બાળકો પર તેની વિપરીત અસરો જોવા મળે છે. વાંચનનો શોખ, રમતનો શોખ, હવે સમાપ્ત થઈ ગયો છે. અને આપણા નવયુવાનો આ બધું નાની સ્ક્રિન પર કરી રહ્યા છે.તેથી કરીને લાલુયાદવે જે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમને ડાટા નહીં આટા (લોટ) જોઈએ. આ દિશામાં સરકાત તેમજ બિજનેસમેનોએ વિચારવાની જરૃર છે. ઇન્ટરનેટના સાવધાની પૂર્વકના  ઉપયોગ અંગે અભિયાન ચલાવવાની જરૃર છે જેથી આપણા નવયુવાનોની સુરક્ષા થઈ શકે અને આપણા મૂલ્યો જળવાઈ રહે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments