Saturday, October 5, 2024
Homeકેમ્પસ વોઇસઅકબર ઇલાહબાદી, ફિરઔન અને કોલેજ

અકબર ઇલાહબાદી, ફિરઔન અને કોલેજ

અકબર ઇલાહબાદી! નામ તો સાંભળ્યું જ હશે! ભારતના એક પ્રખ્યાત કવિ હતા. તેમની વ્યંગાત્મક રીતે કટાક્ષ કરવાની સમજશક્તિ હવે લોકસાહિત્ય બની ગઈ છે. અકબર ઇલાહબાદીની કવિતાઓનો એક મોટા ભાગ ‘ભૌતિકવાદી સંસ્કૃતિ’ અને અર્થતંત્ર આધારભૂત જીવન ફિલસૂફી ઉપર અસ્વીકાર્ય કટાક્ષો છે.

હુઈ ઇસ કદર મોહઝ્ઝબ કભી ઘર કા મુંહ ન દેખા

કટી ઉમ્ર હોટલોં મેં મરે અસ્પતાલ જા કર

એ જ રીતે શિક્ષણ વ્યવસ્થા ઉપર તેમની કર્કશ અને તીવ્ર ટિપ્પણીઓ આજે પણ સાર્થક છે.

હમ ક્યા કહેં અહબાબ ક્યા કાર-એ-નુમાયાં કર ગએ

બી-એ હુવે નૌકર હુવે પેંશન મિલી ફિર મર ગએ

તેમની બીજી ઘણી બધી રચનાઓ છે જે શિક્ષણ વ્યવસ્થા ઉપર તીક્ષણ આલોચનાથી નિર્દિષ્ટ છે.

ફિરઔન : આ ઇજિપ્તનો એક ક્રૂર બાદશાહ થઈ ગયો છે. નામ તો તેનું બીજું હતું. પરંતુ આ તે સમયના બાદશાહોનું શિર્ષક હતું. પરંતુ પોતાની ક્રૂરતા અને આપખુદશાહીના કારણે એટલો પ્રસિદ્ધ થયો કે નામ જ ફિરઔન થઈ ગયું. સારાંશ આ છે કે ફિરઔને એક દિવસ એક સ્વપ્ન જોયું, જેની ત્યાંના બૌદ્ધિકોએ એ વ્યાખ્યા આપી કે એક દિવસ ‘બની ઇસરાઈલ’માં (તેમના સમુદાય દ્વારા શોષિત કોમ) એક બાળક પેદા થશે જે તેમના સામ્રાજ્યને નષ્ટ કરી નાંખશે! આ બધી આશંકાઓ તપાસીને તેમણે દરેક પેદા થનારા બાળકોને કતલ કરવાનું ‘શાહી હુકમનામું’ જારી કરી દીધું. અને ઘણા બધા નિર્દોષ બાળકોને કતલ કરાવી દીધા.

અકબર ઇલાહબાદી અને ફિરઔનનું ઉલ્લેખ કરવાના પાછળ કારણ તો તમે સમજી ગયા હશો. અનુકૂળતા માટે આ વાંચોઃ

યૂં કત્લ સે બચ્ચોં કે વો બદનામ ન હોતા

અફસોસ કિ ફિરઔન કો કોલેજ કી ન સૂઝી

અકબર, ફિરઔનના કત્લ કરવાની રીત ઉપર ટિપ્પણી કરતા કહે છે કે તેણે કત્લ કરવાની યુક્તિ ખબર ન હતી આ માટે તેને મફતમાં અપમાન મળી ગયું નહિંતર ખૂબ જ સરળ કાર્ય હતું કે કોલેજો ઉભી કરી દેતો… બાળકો સ્વયં મૃત્યુ પામતા રહેતા… ‘સાંપ ભી મર જાતા ઔર લાઠી ભી ન ટૂટતી.’

હવે સાંભળો! ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પછી ભારતની રાજનીતીએ નવી દિશા પામી છે. દેશમાં સત્તાની ચાવીઓ પ્રતિકાત્મક રાષ્ટ્રવાદના ઝંડા લઈને ચાલનારોના હાથોમાં આવતા જ આઈ.આઈ.ટી. મદ્રાસમાં આંબેડકર પેરિયાર સ્ટડી સર્કલ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (FTII) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ગજેન્દ્ર ચૌહાન જેવા ‘બી ગ્રેડ’ એકટરને ડિરેકટરના પદ ઉપર બેસાડી દેવામાં આવ્યા. નોન નેટ ફેલોશિપ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા.  હેદ્રાબાદ યુનિવર્સિટીની સમગ્ર વાર્તા તો તમેે સાંભળી અને વાંચી જ હશે. માર્જેનાલાઇઝ્ડ વિદ્યાર્થીઓનો પહેલા તો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો અને પછી ડો. રોહિત વેમુલાની સંસ્થાકિય હત્યા ઇતિહાસમાં એક કાળુ પ્રકરણ બની ગયુ છે. જે.એન.યૂ.માં રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો મુદ્દો ખૂબ ચગાવવામાં આવ્યો. જે.એન.યૂ.માં જ નજીબનું બળપૂર્વક અપહરણ કરાવવામાં આવ્યું. સ્કૂલો અને કોલેજોમાં સૂર્ય નમસ્કાર અને યોગ ફરજીયાત કરવાનું અભિયાન શરૃ કરવામાં આવ્યું. અભ્યાસક્રમમાં વિષિકરણ અને ઇતિહાસમાં તોડ-મરોડ આજે પણ ચાલુ છે.

અકબર ઇલાહબાદીની ભલામણોને આજના ફિરઔને ગંભીરતાપૂર્વક લઈ લીધી છે…. તે હોત તો પોતાની યોજનાને લાગૂ થતા જોઈ ખૂબ જ ખુશ હોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments