Sunday, October 6, 2024
Homeસમાચારઅખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશનનો થયો પ્રારંભઃ “સંકલ્પ આત્મસન્માનનો - સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો”ના...

અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશનનો થયો પ્રારંભઃ “સંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો”ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઊઠ્યું

એસ.આઈ.ઓ. આૅફ ઇન્ડિયા દ્વારા આયોજીત અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશનો પ્રારંભ એસ.આઈ.ઓ.ના ધ્વજારોહણથી થયું. “સંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો”ના  સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઊઠ્યું. યમુના તટ સ્થિત એસ.આઈ.ઓ. આૅફ ઇન્ડિયાના મુખ્યાલય પર આ વખતે ૮૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે.

કુઆર્ન પઠન અને સંગઠન ગીત પછી મહાઅધિવેશનના પ્રારંભિક પ્રવચનમાં બોલતાં એસ.આઈ.ઓ.ના મહાસચિવ ખલીક અહમદે અલ્લાહનો આભાર વ્યક્ત કરી પોતાની વાતની શરૂઆત કરી. જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાઓ જ દેશ અથવા સમાજના નવનિર્માણમાં પોતાનો રાલ ભજવી શકે છે. વધુંમાં જણાવ્યું કે આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોનું સાચું માર્ગદર્શન કરવું તેમજ તેમની આકાંક્ષાઓને સર્જનાત્મક દિશા પૂરી પાડવી છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તત્કાલીન મુદ્દાઓ અને સામાજિક પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરવાની સાથે તેના પ્રત્યે તેમની જવાબદારી માટે જાગૃત કરવાનો છે. માનવજાતિ માટે જે માનવ-ગૌરવ અને સન્માન અલ્લાહે નિર્ધારીત કરેલ છે તેને કોઈ પણ તાકત તેનાથી છીનવી શકતી નથી. આપણે અલ્લાહે આપેલ આ માનવ-ગૌરવના સંદેશને પ્રસારિત કરી શકીએ તેવો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. અલ્લાહ તરફથી આપણને પ્રાપ્ય સિદ્ધાંતો અને મૂલ્યોની વિશ્વને આવશ્યકતા છે. વિશ્વને માનવજાતિના જીવન નિર્વાહ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન બનાવવા સારૂ વિદ્યાર્થી અને યુવાનોએ તેમની નિર્ણાયક ભૂમિકા ભજવવી અનિવાર્ય છે.

આના પછી અમીર, જમાઅતે ઇસ્લામી હિંદ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી સાહેબે જણાવ્યું કે ઘણી ખુશીની વાત છે આવી રીતે નવયુવાનો જે ભેગા થયા છે તે ઇસ્લામી બુનિયાદના નામ પર ભેગા થયા છે, તેમજ આ સંગઠન ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. આજના માહોલમાં સૌથી દુઃખની વાત આ છે કે યુવાનોમાં ડ્રગ્સ અને બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. ચૌકવનારી વાત તો આ છે કે બધી સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલતા નહિંવત છે. આવા માહોલમાં એસ.આઈ.ઓ. પોતાની જવાબદારી સમજી ઇસ્લામી બુનિયાદોને ધ્યાનમાં રાખીને સમાજ અને શૈક્ષણિક સંકુલોમાં રહેલ કુરિવાજાને દૂર કરવાની એક સારી મહેનત કરી રહી છે.

જમાઅતે ઇસ્લામી હિંદના નાયબ અમીર જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનોને મુશ્કેલ પરિસ્થિતિમાં સંઘર્ષ માટે માર્ગદર્શન આપ્યું અને આ જણાવ્યું કે પરિસ્થિતિઓ કઇ રીતે સમાજ સુધારણા માટેની તકો પૂરી પાડે છે. વધુમાં જણાવ્યું કે એસ.આઈ.ઓ. કોઈ પ્રતિક્રિયાશીલ સંગઠન નથી અને તેનું દરેક કાર્ય ધ્યેય આધારિત હોય છે એટલે એસ.આઈ.ઓ. સક્રિય સંગઠન છે. ‘સંકલ્પ આત્મસન્માન’નો અર્થ ફકત આ નથી કે એસ.આઈ.ઓ. ફકત તેના કેડરમાં સન્માનને પુનઃસ્થાપિત કરવા માગે છે બલ્કે આ પ્રયત્નો સમાજની દરેક વ્યક્તિના સન્માનને પુનઃસ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું કે જા આપણને ભવિષ્યનું નિર્માણ કરવું હોય તો અત્યારથી જ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વ્યવસ્થિત રીતે કામ કરવાની જરૂર છે. દરેક વિદ્યાર્થીઓને આ નિર્ધાર કરવો જાઈએ કે દરેક વિદ્યાર્થી પોતાના વિદ્યાર્થીકાળ દરમ્યાન ફકત ૬ બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને ઇસ્લામની સાચી છબી પ્રસ્તુત કરે અને ઇસ્લામ વિરુદ્ધ થતો પ્રોપેગન્ડાને ખતમ કરવામાં  જા આ કાર્ય કરશે તો તે અવશ્ય પરિસ્થિતિ બદલાશે.

 

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબૂ અલ હિજાએ એસ.આઈ.ઓ.ને અભિનંદન પાઠયા. વધુમાં જણાવ્યું કે આજે પણ પેલેસ્ટાઇનના મુસ્લિમો મુશ્કેલીમાં જીવન વ્યતીત કરી રહ્યા છે તેનું કારણ અમેરિકા જ છે જે ઇઝરાયલને સપોર્ટ કરે છે અને દુનિયામાં કાયદાઓ વિરુદ્ધ કાર્ય કરે છે અને ઇઝરાયલની આર્થિક મદદ પણ કરે છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ અમારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કબ્જા જમાવીને બેઠેલા છે. અમે લડત ચાલુ રાખીશું અને કોઈપણ કીંમતે અંબિયાની ધરતી પેલેસ્ટાઇનને છોડીશું નહીં.

સેશનના અંતે અધ્યક્ષીય પ્રવચન આપતાં એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ એસ.આઈ.ઓ.ના ૩૫ વર્ષની કામગીરી ઉપર ટૂંકમાં પ્રકાશ પાડ્યું. વધુમાં જણાવ્યું કે એસ.આઈ.ઓ. પહેલાં જ દિવસથી હિંમત અને નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું કે કપરા સંજાગો, કોઈ પણ સમુદાયને નવી પાંખો લગાવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે અને તેમના પડખાઓ કાપીને તેમને અસીમ ગર્તાઓમાં ધકેલી પણ શકે છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આ છે કે વિષમ પરિસ્થિતિઓ આપણા માટે નવજીવન અને પુનરુત્થાનનું માધ્યમ બને.

આ ત્રણ દિવસીય કોન્ફરન્સ ૨૫ ફેબ્રુઆરી બપોરે ૧ વાગ્યા સુધી ચાલશે જેમાં દેશ અને દુનિયાના વિવિધ વિદ્યાર્થી-યુવાઓના સંગઠનના પ્રતિનિધિઓ, વિભિન્ન વિચારધારાના વિદ્વાન પ્રતિનિધિઓ, વરિષ્ઠ પત્રકારો, કાર્યકર્તાઓ, રાજનેતાઓ અને સાંસ્કૃતિક લોકો સંમેલનમાં સંબોધન કરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments