Friday, March 29, 2024
Homeકેમ્પસ વોઇસઅભ્યાસમાં એકાગ્રતા વ્યવહારીક ઉપાય

અભ્યાસમાં એકાગ્રતા વ્યવહારીક ઉપાય

અલ્લાહતઆલાએ આપેલ બહુમુલ્ય ભેટોમાંની આપણું દિમાગ એક ભેટ છે. આથી, અલ્લાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવો એ સર્વ મનુષ્ય માટે અવશ્યક છે. અગર જો મગજમાં કંઇ ખરાબી પેદા થઇ જાય તો મનુષ્યનું માન-સન્માન અને સામાજિક હેસિયત સમાપ્ત થઇ જાય છે. અને મનુષ્યનો વિકાસપંથ ગુંગળાય જાય છે. આ જ દિમાગનો યોગ્ય ઉપયોગ વિકાસ પણ કરે છે. અને તેનો અયોગ્ય વપરાશ તેને નકામું અને વિકૃત પણ બનાવી દે છે.

કોઇ પણ પ્રકારના અભ્યાસ અને ચિંતન માટે દિમાગનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ અને પહેલું પગલું છે. ઘણા ખરા લોકોની આ ફરિયાદ હોય છે કે, મને અભ્યાસમાં મન નથી લાગતું કે મારી યાદશક્તિ ઓછી છે તેમજ હું મંદબુધ્ધી છું વગેરે વગેરે … જો અભ્યાસું વ્યક્તિને આ બધી તકલીફો તેમજ બીજા અન્ય પરેશાનીઓ જેનો અમે આગળ ઉલ્લેખ કરવાના છીએ, તેનો સામનો કરવો પડતો હોય, તો સ્પષ્ટ છે કે તે પોતાનો ધ્યેય હાસીલ કરવામાં સફળ નહીં થઇ શકે. વહે, આપણે કેટલાંક સિદ્ધાંતોના આધારે આપણા અભ્યાસમાં પડનારી તકલીફોનો પોતે જ ઉપાય શોધવાની કોશીશ કરીશું. જેનાથી દિમાગની કમજોરીઓ દુર કરવામાં તે આપણને મદદરૃપ થઇ શકશે. નીચે અમે કેટલાક અટપટા શબ્દો આપી રહ્યા છીએ. તમે એક નજરમાં તેને જોઇને પછી દિમાગ પર જોર આપીને બતાઓ, કે તેમાંથી તમને કેટલા શબ્દો યાદ રહ્યા ?

ગ્રુપ – ‘અ’
કરદર લનક ફગન ડકલ
સમલ વરથ તજઅ મપલ
કલગમ તરજપ શતનમ તકર

ગ્રુપ – ‘બ’
સરસ પરિક્ષા પહાડ વિદ્યાર્થી કિલ્લો
ઇસ્લામ જમાનો બાળક આરામ પાણી
મગજ ટેબલ મોબાઇલ બંગડી સલીમ
શિયાળ ભારત જલેબી રૃમાલ પેટ

હવે તમે આ ગણતરી કરો કે, તમને ગ્રુપ ‘અ’ માંથી કેટલા શબ્દો યાદ રહ્યા અને ગ્રુપ ‘બ’ માંથી કેટલા શબ્દો યાદ રહ્યા તમને લાગતું હશે, કે ગ્રુપ ‘બ’માં વધારે શબ્દો હોવા છતાં પણ તમને વધારે શબ્દો યાદ રહ્યા હશે. જ્યારે ગ્રુપ ‘અ’માં ઓછા જ શબ્દો યાદ રાખી શકયા હશો. આનો અર્થ એ થયો કે તમે ગ્રુપ ‘બ’માં આપેલા શબ્દોથી પરિચીત છો, તેમજ તે શબ્દો જે તમારી જાણમાં બહુ જ ઓછા હશે. તેમજ તેનો કંઇ અર્થ સમજી શકાતો નથી. બસ, આ જ નિયમ વાંચવા – લખવા તેમજ દિમાગના ઉપયોગમાં છે. અર્થાત, કોઇ પણ વસ્તુને ક્રમબદ્ધતા, લગન તેમજ પોતાની અભિરૃચી સાથે વાંચવું એ લાંબા સમય સુધી યાદ રાખવાની એક મહત્વપૂર્ણ રીત છે. આથી, જ્યારે પણ અભ્યાસ કરવામાં આવે, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

સામાન્ય રીતે આપણું દિમાગ એક જ વિષય પર કેન્દ્રિત અથવા એક જ કામમાં લીન રહેવાનું પસંદ નથી કરતુ, એટલા માટે જ આમાં જુદા જુદા પ્રકારના વિચારો આવ્યા જ કરે છે. આપણુ દિમાગ તે વસ્તુને બહુજ સરળતાથી સમજી લે છે જે મહત્વની અને મનભાવી છે. આ કારણથી આપણા અભ્યાસના સાધન જેવા કે, નોટબુકો, પુસ્તકો વિગેરે જ્યારે મહત્વના અને મનગમતાં ન લાગે ત્યારે કંટાળાના કારણો બને છે. અને તેથી જ તેમાં આપણી રૃચી લાગતી નથી. અને તેથી જ આપણું ધ્યાન બીજી તરફ દોડવા લાગે છે.

આપણે પોતાના દિમાગની સલાહીયતોને એકત્ર કરીને ધ્યાનને એક જ વિષય પર કેન્દ્રિત કરીને ઘણીબધી વસ્તુ બહુ ઓછા સમયમાં શીખી શકીએ છીએ. આપણું દિમાગ કલાકો સુધી એક જ વિષય પર કેન્દ્રિત રાખવું મુશ્કેલ છે, પણ અસંભવ નથી. આ બાબત પણ અહિંયા સ્પષ્ટ રહે કે, તમે તમારા અભ્યાસને લઇને બહુ જ પરેશાન છો. તેમજ તમારા વિચાર વિખરાયેલો રહે છે. જેમ કે, તમે પરીક્ષામાં અસફળ થવાના ભયથી તમારી વધારેમાં વધારે ઉર્જા અભ્યાસ પાછળ ખર્ચી રહ્યા છો અને ઉતાવળેથી ઘણી બધી વસ્તુ પોતાના અંદર ગ્રહણ કરવાનું ઇચ્છો છો. તો સમજો કે, તમે તમારા અભ્યાસ અને તૈયારી પાછળ બહુજ ઓછો સમય આપો છો. કેમકે તમારી ઘણીબધી ઉર્જા ગભરાહટ અને માનસિક તણાવની શિકાર થઇ રહી છે અને બહુજ ઓછી તમારી પરીક્ષાની તૈયારીમાં ખર્ચ થઇ રહી છે. આથી કોઇ પણ પ્રકારના અભ્યાસ તેમજ ચિંતન માટે માનસિક અને શારિરીક બન્ને પ્રકારની શાન્તિ આવશ્યક છે.

હવે, તમે અભ્યાસના રૃપે તે બાબતોની સુચિ એક અલગ કાગળ પર તૈયાર કરો, કે જે વાંચન કે ચિંતન દરમિયાન તમારા ધ્યાનને વારંવાર વિચલીત કરે છે, જેમકે (૧) પરીક્ષાનો ડર, (૨) રમત-ગમતનો વિચાર, (૩) ઘરેલું કામકાજ, (૪) ટેલીફોનની ઘંટડી, (૫) ઘરમાં બાળકોનો શોર-બકોર, (૬) દોસ્તોનું આવવુ વગેરે.

હવે, એક એક કરીને તમે આને કાબુમાં કરવાની કોશિષ કરો. જેમકે ટેલીફોનની પરેશાનીથી બચવા માટે તેને બીજા ખંડમાં રાખવો તેમજ બાળકોના શોરબકોરથી બચવા માટે રિડીંગરૃમ કે અન્ય શાંત જગ્યાનો આશરો લેવી વગેરે.

ધ્યાન કેન્દ્રિત કરવાની સામાન્ય રીત

પહેલું પગલું : તમે શાંતિથી એકદમ સીધા થઇને ખુરશી પર બેસો. હવે તમારા પગને થોડાક વાળો, સાથે જ બન્ને પગના અંગુઠા એક બીજા મેળવો. હવે, ધીરેધીરે આંખો બંધ કરો. પરંતુ, એક વસ્તુને ખાસ ધ્યાન રાખવામાં આવે કે આ સમયે તમારી આસપાસનો માહોલ બિલકુલ શાંત હોવો જોઈએ.

બીજુ પગલું : તમે યોગ્ય રીતે બેસો. હવે ઘણા બધાં અવાજ કે જે તમારી દૂરથી આવી રહયા છે. તેમાંથી કોઈ એક અવીજને પસંદ કરીને તેના પર તમારૃ ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરો.

ત્રીજૂ પગલુ : આ બાબતોથી પહેલા તમારે સાફ-સુથરી ખુલ્લી જગ્યાને પસંદ કરવી પડશે. હવે, તમે તમારૃ ધ્યાન નાક પર કેન્દ્રિત કરીને આંખો વડે તમારા નાકની ટોચને દેખો. હવે તમને આ એહસાસ થશે કે જ્યારે તમે શ્વાસ અંદર ખેંચો છો તો તમને ઠંડક અને શાંતિની અનુભુતિ થશે અને હવે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો તો ગર્મીનો એહસાસ થાય છે.

આ ક્રિયા લગભગ ૨૦-૨૫ વખત કરો. આનાથી માનસિક શાંતિ મળે છે તેમજ દિમાગ, ઉપસ્થિત સર્વે કામોને ધ્યાન અને એકાગ્રતાથી કરવાની આદત પાડે છે.

સાથે સાથે આપણે (તાલ્લુકબિલ્લાહ) આલ્લાહની યાદથી ગાફેલ થયા વગર વાંરવાર કુઆર્નની તિલાવત, અલ્લાહનો ઝિક્ર તેમજ દરૃદ વગેરે પણ કરતાં રહેવું જોઈએ જેથી આપણા દિમાગને તાજગીનો એહસાસ થાય. અલ્લાહએ પણ કુઆર્નમાં ફરમાવ્યું છે કે “યાદ રાખો કે અલ્લાહની યાદ જ તે વસ્તુ છે કે જેનાથી દિલોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે.(સુરઃ રઅદ આયત-૨૮)

કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે તેને સમજી વિચારીને વાંચવું જરૂરી છે. તમે જે વસ્તુને સમજતાં નથી તે યાદ રાખવામાં બહૂ મુશ્કેલ રહે છે. જેમકે, તમે ઔધોગિક ક્રાંતિ વિશે વાંચી રહયા છો પરંતુ તમે એમ ન સમજો કે આવું કેમ બન્યું ? આના પાછળ ક્યા ક્યા કારણ હતા ? સમાજ પર એની શંુ શું અસર થઈ ? તો વારંવાર વાંચ્યા પછી પણ તમે તેનો જવાબ નહી આપી શકો. પરંતુ તમે જો બરાબર સમજી લીધું હશે તો તમારી સ્મૃતિમાં સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. આમ કરવાથી સફળતા પ્રાપ્ત કરવામાં સરળતા થશે. ઉપરાંત સમજીને કરેલું વાંચન વ્યક્તિત્વને પણ નિખારશે.

આવી જ રીતે કોઈ પણ પાંઠ્યાંશની key word બનાવી લેવામાં આવે. માત્ર key word જોઈ લેવાથી તે સમગ્ર પાઠ્યાંશની સમજૂતી આવી જશે.

સમય-સારણી બનાવવી :

સમય સારીણી અનુસાર અભ્યાસ કરવો અને બધા જ વિષયોને યોગ્ય સમય આપવો ખુબ જ જરૂરી હોય છે. આ તમને સમય-પાલન, મહેનત અને લગન ના આદિ બનાવે છે. તમે તમારા પ્રયત્નો અને ધ્યેયને નજર સમક્ષ રાખીને આ નિર્ણય કરો કે તમે દર અઠવાડિયો વાંચન માટે કેટલો સમય આપશો. તેમજ જે તે વિષયના મહત્વ, તેની જરૂરીયાત અન તેના પ્રત્યેની રૃચીના આધારે જે તે વિષયને યોગ્ય સમય ફાળવવામાં આવે. હવે, તમે તમારા વિષયોને અઠવાડીયાનો સમય-સારીણી બનાવવી આસાન છે પરંતુ તેના પર અમલ કરવો બહુ મુશ્કેલ છે. આથી જ કહે છે, કે “સમય-સારીણી બનાવવી આસાન છે પરંતુ તેના પર અમલ નહીં કરવો તેનાથી પણ વધારે આસાન છે”

કેટલીક લાભદાયક અને અગત્યની વાતઃ

તમારા શારિરિક સ્વાસ્થય ઉપર વિશેષ ધ્યાન આપો. એવી શારિરિક તકલીફો માટે તરત જ ચિકિત્સા કરાવો કે જે તમારા દિમાગની કમજોરીનું કારણ બને. જેમકે દૃષ્ટીની ખામી સતત માથાનું દુખાવો, ચક્કર આવવા, આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી આવવું, કાનોમાં કંઇ તકલીફ, દાંતની ખરાબી, શારિરીક દુર્બળતા વગેરે. તેટલી જ ઝડપથી કામ કરો જેટલું તમે સહન કરી શકો. વધારે સમય સુધી અભ્યાસ કરવાની આદત છોડો, તેમજ મહેનતથી વાંચો, પરંતુ થાક લાગવા પર અભ્યાસ છોડીને રમત-ગમત, ફરવા અને મનોરંજન તેમજ અન્ય એવા કામ કરો જેથી થાક જતો રહે અને દિમાગ તાજગીનો અહેસાસ કરે. દિમાગનો વધારે ઉપયોગ દિમાગ વધારે છે. વગર વહેંચાયલું જ્ઞાન પણ નકામું છે. આથી, આપણા મિત્રવર્તુળમાં અભ્યાસના વિષયોની ચર્ચા પણ કરવી જોઇએ. મિત્ર વર્તુળમાં પોતાના જ્ઞાનની બાબતોમાં ક્યારે પણ વર્ચસ્વ બતાવવાની કોશીશ ન કરવી જોઇએ. બદામથી દિમાગ વધે છે અને દુરૃદથી જ્ઞાનમાં વૃધ્ધિ થાય છે. ગુનાહથી તૌબા, અલ્લહતઆલાથી ડરવું તેમજ કુઆર્નને પઢતા રહેવું, યાદશક્તિને વધારવા માટે આનાથી સારો રસ્તો બીજો કોઇ ન હોઇ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments