Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસઅરમાનોની સદી : ૨૧મી સદી

અરમાનોની સદી : ૨૧મી સદી

૨૧મી સદી અરમાનોની સદી બની રહી છે. આજે દરેકને આકાશ છુ લેવાની ધગશ છે. દરેકને સફળ થવું છે એ પણ ફાસ્ટ થવું છે અને સફળ થવા માટે ગમે તેટલી મહેનત કરી લેવાની પણ આજના જુવાનીઆઓની તૈયારી છે. મક્કમતા અને સખત મહેનત એ જાણે યુવાનોનો જીવનમંત્ર બની ગયો છે. સખત અભ્યાસ, અપાર મહેનત અને નવા અવલોકન સાથે મક્કમતાવાળુ ધ્યેય આખરે યુવાનોને સફળતા તરફ ખેંચી જાય છે. પરિણામ પણ જોવા મળે છે, સફળતાનો આક અનેક ઘણો બેવડાઈ ગયો છે.

એક સમય હતો જ્યારે કોઈ પણ વ્યક્તિને નવો વ્યવસાય શરૃ કરવા માટે સૌથી પહેલા મૂડીની જરૃર પડતી પણ હવે સમય બદલાયો છે અને લોકોની વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે. એ સમયે મધ્યમવર્ગો પરિવારના ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા અને પ્રતિભાશાળી યુવાનોના નસીબમાં કર્મચારી બનવાનું જ લખ્યું હતું પછી માલિક બનવાની તો વાત જ ક્યાં? જો કે આ સમય દરમિયાન જ એન.આર. નારાયણ મૂર્તિ અને તેમના મિત્રોએ ઇન્ફોસિસ ટેકનોલોજીની સ્થાપના કરીને લોકોનો ભ્રમ ભાંગ્યો. તેમણે મધ્ય વર્ગીય ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કર્યા કે તેઓ જ્ઞાન આધારિત વેપાર-ધંધો કરે, એ માટે મૂડી કરતાં પણ પહેલા જરૃર છે નવા દૃષ્ટિકોણની, નવું વિચારવાની, અને એ વિચારને અમલમાં મુકી તેને સાકાર કરવાનો સંકલ્પ હોવો જરૂરી છે. સાહસ અને સૂઝબૂઝ જરૂરી છે અને એ સાથે ‘Enterpreneur’ શબ્દ વહેતો થયો. વગર મૂડીએ વેપાર સામ્રાજ્ય રચવું, વેપાર-સાહસિકતાનો વિકાસ, ખુદનો ઉદ્યોગ જમાવવા માંગતા સાહસિક લોકો ”Enterpreneur’ કહેવાયા.

અનેક સાહસિકો નવા વિચાર – નવા સર્જન થતી સફળતાના શિખરો સર કરવા લાગ્યા છે. આજે આપણે આપણી આજુબાજુ નજર કરતા ઘણા ઉદાહરણો જોવા મળી રહ્યા છે. જેમને વારસામાં મળેલી લખલૂટ સંપત્તિ ઉપરાંત જામી ગયેલો વ્યવસાય મળવા છતાં તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. બીજી બાજુ એવા ખંતીલા જુવાનિયાઓ પણ છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને પોતાના વ્યવસાયને ઉચ્ચશિખરે પહોંચાડયો હોય પછી તેઓ હાથ જોડીને બેસી નથી રહેતા, પણ સતત નવા શિખરની શોધમાં રહે છે અને સમય આવ્યે શિખર સર કરી જાય છે.

આજે સફળતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સફળ માણસની હરિફાઈ જાત સાથે અને જીત સાથે હોય છે. તેઓ સાથીઓ કે સામાપક્ષ અંગે કદી ફરિયાદ નથી કરતા. આજનો સફળ માણસ પરાજય કે પરિણામ માટે કોઈને દોષ નથી દેતા. પોતાના પરફોર્મન્સ પરત્વે સતત જાગૃત રહે છે. નિષ્ફળતાથી ડરતો નથી. સાહસ ખેડતા અચકાતો નથી. કોઈની લીટી કાપીને પોતાની લીટી મોટી નથી કરતો. તેઓ ‘આઉટ ઓફ બોક્સ’ વિચારે છે. નાવીન્યતા અને સર્જનાત્મકતા તેમની નસે-નસમાં વહે છે. કામમાં સંતુલન મળે છે. સફળ માણસ પોતાની જાત સાથે જ હરિફાઈ કરે છે અને પોતાના જ રેકોર્ડ તોડીને પારંગતતાના નવા પરિણામો સર્જે છે. આજના સફળ માણસને નવા વિચાર અને તેના અમલના ફાયદાની જાણ છે. ‘ક્રિએટ’ની વ્યાખ્યા એક નવા શબ્દ કે વાક્યની અસર પ્રોડક્ટના વેંચાણને ક્યાં પહોંચાડી શકે છે, તેનો પુરો ભાન આજના સફળ માણસ ‘Enterpreneur’ ને છે.

આજના યુવાનો અનેક ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે, કારણ કે તેમની પાસે યુવા વિચારધારા, સર્જનાત્મક-રચનાત્મક શક્તિ છે. આજના યુવાનોનો ઉદ્દેશ છે આર્થિક સમૃદ્ધિ અને કાયમી સદ્ધરતા. તાજેતરમાં જ કોકાકોલા દ્વારા યુવાનોમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં વાત બહાર આવી કે નવી યુવા પેઢીનો પ્રાથમિક ધ્યેય શ્રીમંત બનવું છે અને આ પ્રાથમિક ધ્યેય મેળવવા આજના યુવાનો સખત મહેનત કરવા તૈયાર છે. સાથો-સાથ તેને એ પણ ભાન છે કે ‘ક્રિએશન’ નવા વિચારો કે જે માઈન્ડ પર મહેનત કરી નવા વિચારો, કાર્યો પ્રાપ્ત કરી છે. આજે તે દુનિયામાં લાખો ડોલરમાં વેંચાય છે, તેનો પણ મહત્તમ લાભ લેવો આજે એક વિચાર, ટેગલાઈનનો જમાનો છે, એ વિચાર કે ટેગલાઈન કોઈ કંપનીને માફક કે પસંદ આવી જતા ઊભા-ઊભા વેંચાઇ જાય છે અને પોતે કે કંપની એ ટેગલાઈનને પોતાની પ્રોડક્ટ સાથે જોડી, પોતાના પ્રોડક્ટના, માલના ધૂમ વેંચાણ થકી કરોડો કમાવી લે છે.

આજની ટેકનોલોજી અને વાતાવરણ બધાને સમાન તક આપે છે. ક્રિએશનનો જમાનો છે. તાજેતરમાં જ ભારત સરકાર ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય ચલણની જેમ સંજ્ઞા દ્વારા ઓળખાય તે માટે લોકો પાસે રૃપિયાની સંજ્ઞા મેળવવા જાહેરાત કરેલી અને મધ્યવર્ગીય યુવાનની સંજ્ઞા મંજૂર થઈ, એ માટે ઈનામની સાથોસાથ ભારતીય રૃપિયાને સંજ્ઞા આપવા સબબએ યુવાનનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું. આજે એક વિચાર, એક ટેગલાઈન જે લોકોને આકર્ષી શકે તેની બોલબાલા છે. આજે આપણે એક જગતમાં જોઈ રહ્યા છીએ જેમ કે ‘જો બીવી સે કરે પ્યાર વો પ્રેસ્ટિજ સે કૈસે કરે ઇન્કાર’ તો સર્ફ પાઉડરનું ‘ધો ડાલા’ અને મેન્ટોસની ટેગલાઈન ‘દિમાગ કી બત્તી જલા દે’, ડી બીયર્સની ‘એ ડાયમન્ટ ઈઝ ફોર ઓવર’ તેવી જ રીતે થમ્સઅપનું ‘ટેસ્ટ ધી ધંડર’, ‘ઠંડા મતલબ કોકાકોલા’, પેપ્સીનું રણબીર કપૂરવાળુ સ્લોગન ‘ઓલ્વેઝ અભી’ આજે ટી.વી. પર ધૂમ મચાવી રહેલ છે.

લોકોના દિલોદિમાગ પર સ્લોગન એવું છવાય જાય છે કે જ્યારે પ્રોડક્ટ ખરીદવા નીકળેલ લોકોને એ સ્લોગન યાદ રહી જતાએ પ્રોડક્ટને ખરીદી લે છે. માર્કેટમાં ‘કનેકટિંગ પીપલ’ સાંભળીએ એટલે નોકીયા યાદ આવે. ‘મેકબિલિવ’ એટલે સોની, ‘થિંગ ડિફ્રન્ટ’ એટલે એપલ કમ્પ્યુટર્સ, ‘વી મૂવ ધ વર્લ્ડ’ એટલે ડી.એલ.એફ, ‘આઈ એમ લવિંગ ઈટ’ એટલે મેકડોનાલ્ડ્સ યાદ આવે. ‘ઇટ ફ્રેશ’ વાંચો કે સાંભળો એટલે સબ વે યાદ આવે. ‘ઇમ્પોસિબલ ઇઝ નથિંગ’ – ઓડિડાસ અને માય લાઇફ માય કાર્ડ વાંચો તો તરત જ અમેરિકન એક્સપ્રેસ યાદ આવે. આમ એક ટેગલાઈન સ્લોગનથી પ્રોડક્ટ ઓળખાય કે વેચાય છે. આ સ્લોગન લોકોના દિમાગમાં વસી જાય છે અને તેથી તેનું ધૂમ વેચાણ થાય છે. એક ટેગલાઈન પ્રોડક્ટને જીવંત કરી દે છે. આજના નવયુવાન આ બધી માર્કેટીંગની કળા સુપર્બ જાણે છે.

આજે યુવાન પોતાના કાર્યમાં તમામ શક્તિ લગાવી દે છે અને સફળતા મેળવે છે કેમકે તે જાણે છે ‘જિનિયસ ઇઝ વન પરસેન્ટ ઇન્સિપરેશન એન્ડ નાઈન્ટીનાઈન પરસેન્ટ પરસ્પિરેન’ ૧ ટકો પ્રેરણા કામ આવે બાકી ૯૯ ટકા સખત મહેનત કરવી પડે છે અને પછી જ જિનિયસનું લેબલ મળે છે. થોમ્સ આલ્વા એડિસનનું આ સુત્ર યુવાનો સમજી ચૂક્યા છે. યુવાનોના આજે વિચાર કેવા છે તે જાણવા આ દાખલો જોઈએ. ભારતના પ્રથમ ક્રમાંકના કુબેરપતિ મુકેશ અંબાણીની યુવા પુત્રી ઇશઆ કે જે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે ઇશા જણાવે છે, “મારો ઉછેર કંઇ કોઈ રાજકુમારીની માફક નથી થયો અને હું જે માગુ તે બધુ જ હાજર થઈ જાય એવું પણ નથી. મારે કોઈ કીંમતી ચીજ જોઇતી હોય તો એ માટે મારે હંમેશા લાયકાત પુરવાર કરવી પડે છે.” એ વાત ભારતીય યુવાનોની આજની શાન છે.

યુવાનોના વિચારો ઉમદા અને પરિપક્વ થયા છે. કોઈપણ કાર્ય કરતા પહેલા તે કાર્યમાં ઊંડી જમા-ઉધારના પાસાનું વિચારી, ભારે પરિપક્વતા અને સમજદારીથી આગળ વધી પછી નસીબ પર છોડી ચિંતા મુક્ત થાય છે. કોઈ પણ હાલમાં પુરી સમજથી કાર્ય કર્યા પછી મક્કમતા છોડતા નથી. ક્યારેય પરાજય સ્વીકારવો નહીં, તોફાની વર્ષાના તુફાન જિંદગીમાં આવે. આકાશ તૂટી પડે. જળ બંબાકાર થાય, પણ પાછો સૂરજ ઊગશેજ. ફરી પગ પર ઊભા થઈશુ – ક્યારેય પરાજય સ્વીકારવો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments