Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો - વડાપ્રધાન મોદીએ એચ.આર.ડી. પ્રધાનના સ્પષ્ટ પક્ષપાતને...

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો – વડાપ્રધાન મોદીએ એચ.આર.ડી. પ્રધાનના સ્પષ્ટ પક્ષપાતને દૂર કરવો જ રહ્યો

AMU (અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી)નો લઘુમતિ દરજ્જો ફરીવાર સમાચારમાં છે. એચ.આર.ડી. ખાતાના મંતવ્યને સુપ્રિમ કોર્ટે મુક્તાં એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે “એ.એમ.યુ.એ લઘુમતિ સંસ્થા નથી.” કારણ કે કેન્દ્રમાં કાર્યરત સરકાર તરીકે એક બિન-સાંપ્રદાયિક રાજ્યમાં એક સંસ્થાને લઘુમતિ તરીકે સ્થપાતી જોઇ શકાય નહિં. આમ ક્ષણિક રીતે ભલે લઘુમતિના નામનો ખોેટો ઉપયોગ કરવામાં આવ્યો હોય છતાં કેન્દ્રના સરકારી અધીકારીઓને એકવાર ભારતીય સંવિધાનમાં બિન-સાંપ્રદાયિક્તાનું મહત્વતો સમજાવ્યું. બીજી વ્યાકુળ કરનાર બાબત એ.જી.નું કોર્ટ સમક્ષનું એ નિવેદન હતું જેમાં બિન-સંપ્રદાયિક્તાને સ્થાયણ ગણવાને બદલે (બહુ સાંસ્કૃતિક ભારતીય સમાજમાં લોકોની સુખાકારી) લઘુમતીઓની ખુબજ નિયંત્રણાહેઠેળની સંસ્થા તરીકે ચિત્તરવાનો પ્રયત્ન કરેલ છે.

એટર્ની જનરલનો મતિભ્રમ

આ બધું કહેતી વખતે એ.જી. ભારતીય લોકશાહીની ઘણી હકીકતો ભુલી ગયા. છેલ્લા ૫૦ વર્ષથી તમિલનાડુ રાજ્યમાં મંદિર તથા તેની આસ્કયામતો માટે એક ખાસ સેવાનું પદ ફક્ત હિંદુઓ માટે રાખેલ છે. (કોડ ૦૦૩) તે “તામિલનાડુ હિંદુ ધાર્મિક અને સખાવતી અસ્કયામત વહીવટી સેવા” તરીકે જાણીતું છે. અને તેના દ્વારા જ સહાયક કમિશ્નરની નિમણુંક તામિલનાડુના પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી થાય છે. ભરતી થયેલ અધિકારીઓ ખાતાકીય પ્રશિક્ષણ બાદ રાજ્યભરમાં સેવા આપે છે અને તેઓ સરકાર દ્વારા સ્થાપિત વસાહતોમાં રહે છે. અને સરકારી વાહનોમાં અધિકૃત રીતે મુસાફરી કરે છે.

કેરાલા રાજ્યમાં નાયબ કમિશ્નરની ભરતી (કે.પી.એસ.સી.) કેરાલા પબ્લિક સર્વિસ કમિશ્નર દ્વારા આ જ પ્રમાણે થયા છે. તેઓની આ માટેની અખબારમાં આવતી જાહેરાતમાં સ્પષ્ટ પણે આ દર્શાવેલા હોય છે કે “ફક્ત હિંદુ ધર્મ પાળતા ઉમેદવારો જ આ પદ માટે અરજી કરે.” કર્ણાટક રાજ્યમાં આ જ ધારા પ્રમાણે એક્ટ ૧૯૯૭ સેક્શન ૬ અને ૭ મુજબ સ્પષ્ટ કરેલ છે કે કમિશ્નર સરકારી પદ ઉપર હોવો જોઇ અને હિંદુ હોવો જોઇએ.

ઓડીશા રાજ્યની ૭ અને ૮ સેકશન મુજબ આ પ્રમાણોનો ૧૯૭૦નો એક્ટ સ્પષ્ટ રીતે બતાવે છે કે આ બોર્ડનો પ્રમુખ સરકારી અધિકારી હોવા જોઈએ અને હિંદુ હોવો જોઈએ.

બહુ વસ્તી વાળા ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી કાશી વિશ્વનાથ ટેમ્પલ એક્ટની સેકશન ૩ અને ૬ મુજબ ઉત્તરપ્રદેશ સરકારના ૪ સચિવો એક નિયામક અને એક વિભાગીય કમિશ્નર તથા વારાણસીના જીલ્લા ન્યાયધીશ, બોર્ડની કમિટીના સભ્યો રહેશે અને જો આ પદ પર કોઈ હિંદુ અધિકારી પ્રાપ્ત નહી ંહોય તો તેની નીચલી પાયરીના હિંદુને તેની જગ્યાએ નીમવો. સુપ્રીમ કોર્ટની સામે રજૂઆતમાં એ.જી.એ પણ ભૂલી ગયા કે આર્ટિકલ ૧૫(૪) મુજબ ભારત સરકારને એ અધિકાર છે કે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો માટે ખાસ પ્રાવધાન કરે. ખાસ પ્રાવધાન સારૃ વિશિષ્ટ રીતે આકારેલ ધારાનું વિધેયક સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિક સમુહ માટે સરકાર ધારા ૧૫(૫) મુજબ લાવી શકે છે. ધારા ૩૦ (૧) મુજબ લઘુમતિ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપી અને ચલાવી શકે છે. આ બંધારણીય પ્રાવધાનને અનુલક્ષીને લોકસભાએ એ.એમ.યુ. એમેન્ડમેન્ટ એક્ટ ઓફ ૧૯૮૧ દ્વારા મહાવિદ્યાલયને ભારતના મુસ્લિમોની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રગતિ સારૃ અધિકૃત કરેલ. આઝીઝ પાશા કેસ ૧૯૬૭ના “લઘુમતિ વિરુદ્ધની લાક્ષણિકતાઓ”ની અસરને લોકસભાએ આ બંધારણીય સુધારા દ્વારા નિયંત્રિત કરી.

એજી ની પૂર્વગ્રહ ઢાંકવાની ખોટી મથામણ

જેઓએ એજી ને આ પીરસ્યુ છે તેમનો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ પણ તેઓ છાવરી ન શકયા. અદાલતને તેઓએ જણાવ્યું કે એ.એમ.યુ. લઘુમતિ સંસ્થા નથી. કારણ કે તેની સ્થાપના લોકસભાના એક્ટ દ્વારા થયેલ છે. આ જ ધારાધોરણ મુજબ તો હિંદુ મંદિરો દ્વારા ઉપરોક્ત પાંચ રાજ્યોમાં અપાયેલ નિમણુંકો પાછી ખેંચી રદબાતલ કરવી પડે કારણ કે તે વિધાનસભાના ધારા મુજબ અમલમાં આવેલ છે. વધુમાં હજારો શાળાઓ જે તે રાજ્યના બોર્ડ સાથે જોડાયેલ છે જેેને સરકારે અધિકૃત કરેલ છે, તેમાંની ઘણી બધી કાયદાકીય રીતે લઘુમતિ સંસ્થા તરીકે નોંધાયેલ છે. આમ લઘુમતિ સંસ્થાની મંજૂરી સારૃ સરકારે અધિકૃત કરવું એ મહત્ત્વનું છે.

શિક્ષણનો અધિકાર (RTE) અને લઘુમતિ પરિસ્થિતિ

વધુમાં ૨૦૦૯ના શિક્ષણના અધિકાર મુજબ સરકાર અથવા સરકાર દ્વારા નિયુક્ત સ્થાનિક સંસ્થા સિવાય કોઈ શાળા જે તે અધિકારીના જરૂરી પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કાર્યરત કરી શકાશે નહીં. હવે એજીના મત મુજબ તો કોઈને પણ લઘુમતિમાનક આપી જ ન શકાય. કારણ કે બધી જ શાળાઓ સરકાર દ્વારા અધિકૃત છે.

એજી દ્વારા માળખાના પાયામાં વિક્ષેપના પ્રયત્નો

રોહતગીના મત મુજબ તો ૧૯૬૭નો અઝીઝ પાશા કેસ હજુ પણ લાગુ પડે છે. શું તેમના મત મુજબ કોર્ટના ચુકાદાને બદલવાની સત્તા લોકસભાને નથી? આ રીતે તો તેઓ બંધારણના માળખાના પાયામાંના વિક્ષેપ પાડી રહ્યા છે જેના ઘણા ઊંડા પ્રત્યાઘાતો ઉદ્ભવી શકે છે. કારણ કે તેનાથી તો મજબૂત બંધારણની પવિત્રતા જ અસ્થિર થઈ શકે છે. શું તેઓએ સ્નાનના પાણી સાથે બાળકને પણ ફંગોળવાની વૃત્તિને કાબૂમાં ન રાખવી જોઈએ? સર્વોચ્ચ અદાલતનો મુદ્દાનો સવાલ કદાચ એટલે જ સર્વોચ્ચ અદાલતને તેના ઊંડા ડહાપણ મુજબ મુદ્દાનો સવાલ ઉઠાવ્યો. શું કેન્દ્રમાં રાજ્યકીય બદલાવના લીધે આ સામા છેડાનો અભિગમ કેન્દ્ર સરકારના વલણમાં જણાઈ રહ્યો છે? ફરીથી એજી નિરૃત્તર જણાયા અને અદાલતે આદેશ આપ્યો કે ૪ એપ્રિલ ૨૦૧૬ની મુદ્દતે એક સૌગંધનામુ આ બાબતે કરવું.

વડાપ્રધાનની જાહેર નીતિની સાથેે એજીને સોંપેલ વિગતો સુસંગત નથીઃ

એવું લાગે છે કે એજીને અધિકારી ક્ષેત્રે ઉપરછલ્લી વિગતો જ આપેલ જેમાં રાજકીય સાહેબોની સૂચનાઓ જે આની મુખ્ય દલીલોનો આધાર હોઈ શકે. કેન્દ્રીય માનવસંસાધન વિભાગનો આ અભિગમ વડાપ્રધાનના હાલના બિનવ્યાજુ બેન્કીંગ પધ્ધતિ અને પશ્ચિમના કાયમી પાડોશી પાકિસ્તાન સાથેના બદલાયેલ વલણથી પણ સુમેળ નથી ધરાવતો. રોહતગીએ એક વાત એ પણ જણાવી કે આનાથી વિપરિત અભિગમ જે તે યુનિવર્સિટી અપનાવી શકે છે. આપણે આશા રાખીએ કે આ સાચું હોય.

કુલપતિને ધન્યવાદ

દરમ્યાનમાં જો વિદ્યાર્થી સંગઠનો અને સ્ટાફ સંગઠનો તેઓના લોકતાંત્રિક પ્રતિકારનો પરચો એચ.આર.ડી. ખાતાને બતાવે છે તો ઘણું સારૃ રહેશે. કુલપતિને જેટલા અભિનંદન આપી એ તેટલ ઓછા છે કેમ કે તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે લઘુમતી લાક્ષણિકતા એ AMU માટે તથા ભારતીય મુસ્લિમ સમુદાય માટે જીવન મરણનો પ્રશ્ન છે.જો જરા ઊંડા ઉતરીએ તો આખો મુદ્દો મેડિકલ એન્જિનિયરીંગ તથા એમબીએની ૧રપ-૧પ૦ સીટોના રિઝર્વેશનનો દેખાય છે. આખા ભારતમાં હજારો આવી સંસ્થાઓ છે. જે આવી ડિગ્રીઓ આપી રહી છે પણ એચઆરડી વિભાગ એએમયુની આ ૧રપ-૧પ૦ સીટ માટે અપ્રમાણસર અટકી ગયેલ જણાય છે.

મિશ્રા કમિશનની ભલામણઃ

સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળના રાષ્ટ્રીય કમિશન ર૦૦૮ના અહેવાલમાં લખ્યું છે કે જો ન્યાયિક નિર્ણય મુજબ લઘુમતી દરજ્જાની પ૦ ટકાથી વધુ બેઠકો જો લઘુમતી ઉમેદવાર માટે અનામત ન રાખી શકાતી હોય તો તેનાથી સ્પષ્ટ ફલીત થાય છે કે બાકી રહેતી પ૦ ટકા બહુમતીના હિસ્સામાં જશે. કમિશને ભારપૂર્વક ભલામણ કરી કે આ પ્રમાણોને સામે રાખી ન્યાયના હકમાં અને ખેલદિલી મુજબ જે સંસ્થાઓ લઘુમતી દ્વારા ન સ્થપાયેલ હોય તે બધામાં ૧પ ટકા બેઠકો લઘુમતી માટે ફરજિયાત અનામત હોવી જોઈએ.

AMUના સલાહકારે (કોન્સલ) સર્વોચ્ચ અદાલતને અઝીઝ પાશા ૧૯૪૭ કેસ વિસ્તૃત બેંચને ભલામણ કરવા અનુરોધ કર્યો. જો ૧૯૮૧ના AMU એકટ મુજબના સુધારા અઝીઝ પાશા કેસના ‘લઘુમતી વિરુદ્ધ લાક્ષણિકતા’ (એન્ટી માઈનોરિટી કેરેકટર)ને સંતુલિત કરતા હોય તો આ ભલામણની જરૃર નથી. પરંતુ અદાલતે જો આમ કરવા માંગતી હોય તો અને તે સિવાય પણ AMUના સલાહકારે તો આ સમયે રંગનાથ મિશ્રા કમિશનની ભલામણનો મુદ્દો તેઓની દલીલમાં મજબૂત રીતે ઉઠાવવો જોઈએ.

મોદીથી સારી અપેક્ષા અથવા સર્વોચ્ચ અદાલતથી

આશા છે કે દુનિયાના પ્રતિષ્ઠિત રાજકીય કુનેહબાજ વડાની છબીને અનુરૃપ વડાપ્રધાન મોદી ફરીએકવાર આમાં રસ લઈ AMUનું લઘુમતી સ્થાન જેનું સ્વપ્ન તેના આદ્યસ્થાપક સર સૈયદ અહમદ ખાને જોયેલ તે મુજબ જાળવી રાખશે. અને તેઓ એચઆરડી વિભાગને તેઓએ અદાલતમાં લીધેલ વલણને સુધરાવા સ્પષ્ટ સૂચના પાઠવશે. તે સિવાય સર્વોચ્ચ અદાલત પણ ૧૩૦ વર્ષ પહેલા ૧૮૮પની સાલમાં સ્થપાયેલ આ ભવ્ય સંસ્થાને સાચો ન્યાય આપશે.

આ જ હેતુસર તેઓ કદાચ જરૂરી નિર્દેશન આપી આ મામલો નેશનલ કમિશન ફોર માઈનોરિટી એજ્યું. ઈન્સ્ટીટયૂશનને સેકશન ૧૧(સી) એનસીએમઈઆઈ એકટ ર૦૦૭ મુજબ મોકલી આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments