Thursday, September 12, 2024
Homeમનોમથંનઅલેપ્પોનો શાંતિવિહીન વિજય

અલેપ્પોનો શાંતિવિહીન વિજય

સિરિયાની ઘટનાઓની પોતાનામાં જ અનેક વિલક્ષણતાઓ પણ છે જેમાં અમૂક તો ખતરનાક ઢંગથી અમાનવીય છે. અને અમૂક અન્યમાં એક તરફી શાંતિપ્રક્રિયાની એક ધંુધળી તસ્વીર છે. આ સંકટ માત્ર એક ઇરાની રશિયન અમેરીકન ઉપયોની દૃષ્ટિથી જોવામાં ન આવવા જોઇએ. જેઓ સીરીયામાં એક સમાવેશી તથા જવાબદાર રાજકીય વ્યવસ્થા ઉભી કરવાના બદલે તેમના પોતાના સૈન્ય અને રાજનૈતિક હિતો ઉપર જ આધારિત રહ્ય છે. રશિયા એમ કહે છે કે આ અમેરિકાના સામ્રાજ્યવાદને રોકવાનું યુધ્ધ છે જ્યારે કે અમેરીકા  પોતાના હસ્તક્ષેપને લિબીયાનું પરિદૃશ્ય ફરી ઉભું ન થાય તે રોકવાના પ્રયત્નો બતાવી રહવું છે.. ઇરાની ભાગીદારી શિયાપંથીઓના પવિત્ર તીર્થસ્થળોની સુરક્ષા માટે શરૃ થઇ હતી જે ક્રમશ વહાબીવાદના વિરૃધ્ધ યુધ્ધમાં તબદીલ થઇને સુન્નિયોના અત્યાચારોનો બદલો લેવામાં બદલાઇ ગઇ. અમેરીકાની ભાગીદારીના ઘોષિત ઉદ્દેશ્ય લોકતંત્ર તથા માનવધિકારોને બચાવવું છે, જેના ઉલ્લંઘનનો અધિકાર માત્ર તેને જ છે.

બ્રિટિશ અને ફ્રાંસની વસાહતીકરણથી  સીરીયાની મુક્તિ પછી બહુસંખ્યક સુન્નિયો તથા અલ્પ સંખ્યક અલવીઓ વચ્ચે એક શક્તિ વિભાજનના ફળ સ્વરૃપ ઉપરના સ્તરે ત્યાં શાંતિનું વાતાવરણ હતું. હિંસાની પ્રથમ મોટી ઘટના ૧૯૮૨માં થઈ જ્યારે હાફીઝ અલ અસદની સૈન્ય કાર્યવાહીમાં હજારો લોકો માર્યા ગયા. ધીરેધીરે સીરિયાના ધર્મ નિરપેક્ષ પ્રબુદ્ધ વર્ગે રાજનીતિક સુધારાઓની માંગણીઓનોે આરંભ કર્યો જેનો અંત ૨૦૦૦ની તે ઘટનામાં થયો, જેને આજે “દમાસ્કસ વસંત”ના નામથી જાણવામાં આવે છે. તે પછીની બીજી પ્રમુખ ઘટના ૨૦૧૧માં આરબ વિદ્રોહ હતો જે ટયુનીશિયા તથા ઇજિપ્તથી થઈને સીરિયા સુધી જઈ પહોંચ્યો.

ઈરાન અને તુર્કીની ભૂમિકા

આતંક અને હિંસાચારના વચ્ચે ‘આતંકના વિરૂદ્ધ લડાઈ’, આઈએસઆઈએસ વિરુદ્ધ યુદ્ધ અથવા વહાબીવાદ સામે સંઘર્ષના અવાજમાં મૌલિક પ્રશ્નો તો ભૂલાવી જ દેવામાં આવ્યા. અસદ શાસન દ્વારા જનવિરોધના દમન માટે કરવામાં આવેલ બળપ્રયોગ જ પ્રતિક્રિયાવાદી ઉગ્રતા માટે જવાબદાર રહ્યો. જ્યારે કે બંને વચ્ચે થઈ રહેલી હિંસાની રોકથામ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, પાડોશીઓના સાથે જ સમર્થક અને વિરોધિઓએ પોતપોતાની પ્રભાવી ભૂમિકા નિભાવવી જોઈતી હતી.

સત્ય એ છે કે ઈરાન તથા તુર્કીની સૌથી મહત્તવની ભૂમિકા હોવી જોઈતી હતી, જેઓ બંને તે સમયે અસદ શાસનના સારા મિત્રો હતા. આંતરરાષ્ટ્રીય સમૂદાય બંને પક્ષો વચ્ચે રચનાત્મક સંવાદ ઊભો કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો. તાજેતરના ખુલાસાઓ મુજબ, ઈરાન અને તુર્કી ચૂપચાપ એક એવી સમજૂતિ સુધી પહોંચી ગયા હતા, પરંતુ તુર્કીના વિદેશ પ્રધાનની આ શરતે તમામ ખેલ બગાડી નાંખ્યો કે સૌથી પહેલાં અસદને ગાદીથી હટાવવા જોઈએ. જેથી અસદે વિદ્રોહીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આરંભ કરી દીધો અને પીડિત વસ્તિએ શરણાર્થિઓના સ્વરૃપે તુર્કી અને અન્ય પાડોશી દેશોમાં સ્થળાંતર કરીને આ આખા મામલાને આંતરરાષ્ટ્રીય રંગ આપી દીધો.

એક અરાજક સ્થિતિ

અલેપ્પો શહેર એક સમયે દમાસ્કસની બરાબરી કરતું હતું. પરંતુ અસદ શાસને તેને સીરિયાની રાજનીતિમાં પ્રભાવહીન બનાવી દીધું. અલેપ્પોના સામાજિક કે રાજનૈતિક તાણાવાણા અસદ સમર્થક કે તેમના વિરોધી બળો માટે ક્યારેય ફાયદાકારક નથી રહ્યા. અને ત્યાં બંનેને વિરોધનો સામનો કરવો પડયો. જ્યારે કે અન્ય શહેરોમાં અસદ વિરોધીઓને લોકપ્રિયતા મળતી રહી. જેનું એક કારણ એ પણ હતું કે મોટાભાગના સ્થળોએ અસદનો વિરોધ સ્વંયસ્ફૂરિત તથા વિભિન્ન કારણોથી પ્રેરત હતો, ન કે કોઈ કેન્દ્રિય શક્તિ વડે વ્યવસ્થિત, કંઇક આવી જ હાલત સરકારી સેનાની પણ રહી જેમાં ઇસ્લામી કટ્ટરપંથી, ઉદારવાદી, ધર્મનિરપેક્ષ, કુર્દઆદિવાસીઓ  તેમજ તુર્કોના સિવાય ત્યાં સુધી કે આઈએસના સમર્થક તત્વો પણ શામેલ હતા.

આ લડાઈ ગત છ વર્ષ લાંબી ખેંચાઈ અને આ દરમ્યાન આ જૂથોના અંતવિરોધ તેટલા જ પ્રમાણમાં બહાર આવતા ગયા. જેનું પરિણામ એક એવી અરાજકતા સ્વરૃપે સામે આવ્યું જેમાં સામાન્ય નાગરિક મોટાભાગે બંધક જેવો બની ગયો, કેમકે સરકારી બળો દ્વારા વિદ્રોહીઓની સપ્લાય વ્યવસ્થા કાપી નાંખવા તેમના ઉપર હવાઈ અને જમીનથી હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા જેથી તેમનો પરાજય નક્કી હતો.

ટકાઉ શાંતિની અનિશ્ચિતતા

આ પ્રશ્નનો કોઇ ઉત્તર ઉપલબ્ધ નથી કે આ સૈન્ય વિજય કઈ રીતે તે રાજનૈતિક પ્રક્રિયા પ્રારંભ કરી શકશે. જે એક ટકાઉ અને કાયમી શાંતિનો આધાર બની શકે. દશકાઓ સુધી રાજાશાહી અથવા ધર્મનિરપેક્ષ સરમુખ્યાર છતાં કોઈપણ અન્ય આરબ રાજ્યએ સીરિયા જેવો રકતપાત ભોગવ્યો નથી. અલ્જીરીયાના ઇસ્લામી વિદ્રોહી એક કેન્દ્રીય અંકૂશમાં સંગઠિત હતા, એટલા માટે જ્યારે તેમણે પીછેહટનો નિર્ણય કર્યો તો પ્રભાવી ઢંગથી તે નિર્ણય લાગુ થઈ શકયો. આનાથી વિપરીત સીરિયાના અલગાવવાદી સ્થાનિક સમૂહો દ્વારા સંચાલીત છે અને લાંબાગાળે તેઓ ઘણા અધિક ખતરનાક પૂરવાર થશે.

અલેપ્પોની જીત મુક્તિ નથી

હવે એક જ વિકલ્પ બચે છે કે બશર અલ અસદ એક રાજનૈતિક પ્રક્રિયાની શરૃઆત કરે. જેને રશિયા અને ઇરાનનું સમર્થન તો હોય જ, પરંતુ તેમાં કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય શક્તિ પોતાની શરતો ન લાદી શકે. અલેપ્પોના પરાજયે ખાસ કરીને પશ્ચિમની આંતરરાષ્ટ્રીય શક્તિઓને આ પરિદૃશ્યમાંથી બહાર કાઢી  નાંખી છે. તુર્કી સાથે સીરિયાની ૮૦૦ કિ.મિ. લાંબી સીમાઓ છે અને તુર્કીના પ્રભાવી સહયોગ વગર કોઈ પણ શાસ્પદ સમાધાન સંભવ નહીં થઈ શકે. તુર્કી અને રશિયા વચ્ચે થયેલ તાજેતરની સમજૂતિને ઈરાનના સૈન્ય સલાહકાર તથા સરકાર સમર્થક અન્ય ઉગ્રવાદી જૂથો જ કમજોર કરી સકે છે. રશિયા અસદ સરકાર ઉપર ઇરાનના પ્રભાવથી ભયભીત છે, જેનો પ્રતિકાર માત્ર તુર્કી જ કરી શકે છે.

અલેપ્પોમાં પ્રાપ્ત કરવામા ંઆવેલ સૈન્ય બઢતીને હજુ “વિજય” અથવા “મુક્તિ”નું નામ આપવું ઉતાવળુ ગણાશે. કેમ કે નિરાશ્રીતોની ખૂબ મોટી સંખ્યા પશ્ચિમ અથવા પાડોશી દેશોમાં પડી છે. જ્યાં સુધી રાજનૈતિક સમાધાન ન દેખાય ત્યાં સુધી તેઓ પાછા વળવા માંગતા નથી. એ પણ અસંભવ છે કે આટલા મૌત અને વ્યાપક વિનાશની જવાબદારી નક્કી નહીં થાય. યુદ્ધ અપરાધોથી બચીને નકળી જવા માટે ઇરાન અને રશિયા માટે જરૂરી છે કે તે આ સંકટમાંથી બહાર નિકળી આવે.

(આ લેખના લેખક પશ્ચિમી એશિયાની બાબતોના વિશેષજ્ઞા છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments