Thursday, May 30, 2024
Homeબાળજગતઅલ્લાહ જ આપનાર છે

અલ્લાહ જ આપનાર છે

એક રાજા હતો.તે પોતાની દયાળુતા માટે પ્રખ્યાત હતો. તેથી બે ભિખારીઓ એક યુવાન અને એક વૃધ્ધ દરરોજ રાજાની સેવામાં હાજર થતાં હતાં. રાજા જયારે વૃધ્ધ ભિખારીને દાનથી નવાજતો તો હંમેશ કહેતો, “અલ્લાહ આપનાર છે.” જયારે કે દાન મેળવીને નવયુવાન ભિખારી રાજાના વખાણમાં કહેતો, “રાજાની કૃપા છે.” વૃધ્ધનું આ રટણ સાંભળી રાજા હંમેશા વિચારતો, આ હંમેશ અલ્લાહ જ આપનાર છે એમ કહ્યા કરે છે, જયારે કે કોઈ આંધળો પણ જોઈ શકે છે કે આને આપનાર હું છું.

છેવટે એક દિવસ રાજાએ તે બન્ને ને જુદા કરી એક એક કરીને વેરાન રસ્તા ઉપર ચાલવાનો આદેશ આપ્યો, જ્યાં તેણે સોનામહોરથી ભરેલો કોથળો મુકાવી દિધો હતો. પહેલી તક રાજાએ નવયુવાનને આપી એ વિચારથી કે નિશંક તે આ કોથળો મેળવી લેશે અને આમ વૃદ્ધને શિખ મળી જશે કે રાજા નવાજે છે. તે નવયુવાન તે માર્ગે ચાલ્યો પણ વ્યાકુળ હતો કે રાજાએ તેને અહીં કેમ મોકલ્યો છે. એવું વિચાર્યું કે કદાચ રાજા એમ ઇચ્છતો હશે કે હું આ શાંત અને રણિયામણા રસ્તાથી આનંદ મેળવું. આવું વિચારી તેણે આંખો બંધ કરીને ધીરજપૂર્વક આગળ વધવાનો વિચાર કર્યો. આમ તે પેલા કોથળાને ન જોઈ શક્યો. પછી જ્યારે વૃદ્ધ ભિખારીનો વારો આવ્યો તો તેને સોનામહોરથી ભરેલો કોથળો મળી ગયો.

વળીને બન્ને રાજાના દરબારમાં હાજર થયાં. રાજાએ પહેલાં નવયુવાન ભિખારીને સંબોધીને કહ્યું., “શું રસ્તામાં તમને કોઈ વસ્તુ જડી છે?” “ના, આદરણીય રાજા સાહેબ, પણ તે એક સુંદર રસ્તો હતો” એમ પેલા ભિખારીેએ જવાબ વાળતાં કહ્યું. પછી રાજાએ વૃદ્ધ ભિખારીથી પૂછયું તો તે ખુશ ખુશ થઈને બોલ્યો, “મને સોનામહોરથી છલોછલ એક કોથળો મળ્યો છે. સાચું છે અલ્લાહ જ આપનાર છે.”

છંછેડાઈને રાજાએ નવયુવાન ભિખારીને એક બાજુ બોલાવીને તેને એક દુધી આપતાં કહ્યું કે આ તમારા માટે છે. રાજાએ તે દુધીને સોનાના સિક્કાથી ભરી દીધી હતી. હવે તેને વિશ્વાસ હતેા કે નવયુવાન ભિખારી તેનાથી ચુકશે નહીં. અને વદ્ધ ભિખારીને ભાન થશે કે કૃપા કોની છે. આવું રાજાએ વિચાર્યું.

નવયુવાન ભિખારી દૂધી લઈ ચાલતો થયો, તે હેરાન હતો, કેમ કે ન તે તેને રાંધી શકતો હતો કે ન કાચી જ ખાઈ શકતો હતો. આખરે આ દૂધીનું શુ કરું. એટલામાં તેની નજર એક શાક વેચનાર પર પડી.ભાવતાલ કરી તેણે તે દૂધી કેટલાંક પૈસામાં વેચી દીધી. અને ખુશ ખુશ થઈ ઘરે પાછો ફર્યો. તે મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો કે છેવટે તેણે કેટલાંક પૈસા તોે કમાઈ લીધાં હતાં નેંે! કહેવા લાગ્યો આપણો રાજા ઘણો ઉદાર છે.

થોડી જ વારમાં તે દુકાન પાસેથી વૃધ્ધ ભિખારી પસાર થયો. તે સાદ પાડી રહ્યો હતો. શાક વેચનારને તેની હાલત જોઈ દયા આવી. તેણે આમ તેમ જોયું ને પેલી દૂધી વૃદ્ધ ભિખારીને બોલાવી આપી દીધી.

વદ્ધ ભિખારી દૂધી લઈ પોતાની ઝુપડીમાં પાછો ફર્યો. તેણે વિચાર્યું કે હમણાંજ આનાથી કોઈ શાક તૈયાર કરૃં છું, છરી ઉપાડતાં તેણે વિચાર્યું. દૂધી કાપતાંની સાથે જ તેની ખુશીનો પાર ન રહ્યો. દૂધી તો સોનાના સિક્કાથી ભરેલી હતી. અલ્લાહ રોજી આપનાર છે. તે સૌથી મહાન છે. સાચે જ અલ્લાહ આપનાર છે. તે જ સાચો દાતા છે. તેણે વિચાર્યું.

બીજા દિવસે રાજા ભિખાારીઓની વ્યાકુળતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. જેવા કે તેઓ ત્યાં પહોંચ્યાં કે રાજાએ નવયુવાન ભિખારીથી પૂછયું. શું કાલે તમારી સાથે કોઈ અજૂગતી વાત થઈ છે? ના મહારાજા સાહેબ, “અલબત્ત મેં તમારી અર્પણ કરેલી દૂધીને વેચીને કેટલાંક પૈસા મેળવ્યાં છે” જવાબ મળ્યો. આ સાંભળી રાજાના તો હોશ ઉડી ગયા. તમારી સાથે શું થયું એવો પ્રશ્ન નિરાશ સ્વરે રાજાએ વૃદ્ધ ભિખારીથી કર્યો. “જેવું કે હું હંમેશ કહું છું. અલ્લાહ ખૂબ આપનાર દાતા છે. કાલે તો જાણે ભાગ્ય જ ખુલી ગયું હોય તેમ એક શાક વેચનારે મને દૂધી આપી અને મેં જયારે ઘરે જઈ જેવી તેને કાપી કે તરત જ સોનાના સિક્કા છન છન કરતાં પડવા લાગ્યાં.

રાજાની આંખો ઉઘડી ગઈ અને તે માની ગયો કે આપનાર તો અલ્લાહ જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments