“કોઈ જીવની હત્યા ન કરો જેને અલ્લાહે હરામ (અવૈધ) ઠેરવ્યો છે, સિવાય કે સત્યની સાથે અને જે વ્યક્તિની અન્યાયપૂર્ણ હત્યા કરવામાં આવી હોય તેના વાલીને અમે કસાસ (અર્થાત બદલો, ઇસ્લામી કાનૂન અનુસાર આર્થિક દંડ)ની માગણી કરવાનો અધિકાર આપ્યો છે, તેથી તેણે હત્યા કરવામાં હદથી આગળ ન વધવું જોઈએ, તેની સહાય કરવામાં આવશે.” (કુઆર્ન ૧૭ઃ૩૩)
અર્થાત્
મનુષ્ય જીવન અમૂલ્ય છે અને એટલેજ ફકત બીજાની હત્યા જ નહીં આત્મહત્યા પણ જઘન્ય અપરાધ છે. ઇસ્લામી કાયદાએ કાયદેસરની હત્યાને માત્ર પાંચ સંજોગોમાં મર્યાદિત કરી દીધીઃ (૧) ઇરાદાપૂર્વકની હત્યાના અપરાધી પાસેથી બદલાના રૃપમાં કિસાસ. (૨) સત્યદીનના રસ્તામાં અવરોધ ઊભા કરનારાઓની સામે યુદ્ધ. (૩) ઇસ્લામી રાજ્યવ્યવસ્થાને ઉથલાવવાનો પ્રયાસ કરનારા લોકોને સજા. (૪) પરિણિત પુરૃષ અથવા સ્ત્રીને વ્યભિચારની સજા. (૫) ઇસ્લામને ત્યજી દેવાની સજા. માત્ર આ જ પાંચ સંજોગો છે જેમાં માનવજીવનો આદર દૂર થઈ જાય છે અને તેની હત્યા કરવી કાયદેસર થઈ જાય છે.
ખૂનના બદલા સારૃ તેના વારસદારને તેનો બદલો લેવાની અમે સત્તા આપેલ છે જે ખૂનના બદલામાં હત્યારાનો જીવ પણ લઈ શકે છે. આ આયતથી સ્પષ્ટ ફલિત થાય છે કે ઇસ્લામી કાનૂન વ્યવસ્થા મુજબ મૃત્યુ પામેલના વારસદારો જ, નહીં કે ઇસ્લામી રાજ્ય, માનવ વધના ફરિયાદી હશે. અને આ પ્રક્રિયાના ભાગ રૃપે જ વારસદારને હત્યારાને માફી આપવાનો કે પૈસાના બદલે છોડી દેવાનો અધિકાર પ્રાપ્ત છે.*