અમેરિકા અને પશ્ચિમના દેશો એ આ વાત ઉપર પણ વિચાર કરવો જોઈએ કે જેને તેઓ આતંકવાદ કહી રહ્યા છે અને તેના ઉન્મૂલન માટે એકવીસમી સદીના સૌથી લાંબા અને વિશ્વવ્યાપી યુદ્ધને માટે કમર કસી રહ્યા છે તેની વાસ્તવિકતા શું છે અને આ પ્રકારની સમસ્યાઓ અને બાબતોને કઈ રીતે ઉકેલવી જોઈએ.
આતંકવાદના જે પાસાની કોઈ પણ દશામાં તરફેણ ન કરી શકાય ને જે અત્યંત નિંદનીય છે અને જેનો ભરપૂર વિરોધ થવો જોઈએ તે આ છે કે રાજનીતિક અને વૈદ્ય ઉદ્દેશ્યોની પ્રાપ્તિને માટે એવી પદ્ધતિઓ અને માર્ગ અપનાવવામાં આવે જેના પરિણામ સ્વરૃપ નિર્દોષ જીવન હોમાય. આ અક્ષમ્ય અપરાધ છે અને આનાથી લોકોને દૂર રાખવા માનવતાની સેવા અને સ્વયંનાદનો શુભ-ચિંતક છે જે જાણી-જોઈને અથવા કેવળ પરિસ્થિતિઓના પ્રવાહમાં આવા અપરાધ કરી બેસે છે. પરંતુ વિચારણીય બાબત આ છે કે જો સમસ્યાના ઉકેલ માટે સુધારણાના વૈદ્ય અને યોગ્ય માર્ગ બંધ કરી દેવામાં આવશે, જો માત્ર શક્તિ, હઠ-ધર્મી, સ્વાર્થપરતા, પક્ષપાત, અભિમાન, આર્થિક અને સૈનિક ઉચ્ચતા અને ક્ષેત્રીય અથવા વિશ્વ-શ્રેષ્ઠતાના ઘૃણિત ઉદ્દેશ્યને માટે અન્ય મનુષ્યોને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવશે અને પરિસ્થિતિની સુધારણાની સંભાવના સમાપ્ત કરી દેવામાં આવશે. તો તેની સ્વભાવિક પ્રતિક્રિયા પ્રકટ થાય છે અને તે ઉચિતની સાથે અનુચિત માર્ગ પણ અપનાવી લે છે. એટલા માટે ઇતિહાસનું ઉદાહરણ આ છે કે અત્યાચાર અને અન્યાયની ઉપસ્થિતિમાં તેના સંરક્ષણની સાથે એ કારણોને આંખ આડા કાન કરીને જો વ્યક્તિઓ, સમૂહો, અને રાષ્ટ્રોને હિંસા ઉપર આધારિત સંઘર્ષના માર્ગ ઉપર નાખી દેવામાં આવે છે, જેનાથી પરિસ્થિતિની સુધારણાની સંભાવના નથી. અમેરિકા અને વિશ્વ મૂડીવાદની વિરુદ્ધ જે ઘૃણા અને ઉદાસીનતા છે. તે સાર્વભૌમ્ય સત્ય છે અને માત્ર સૈન્ય કાર્યવાહીથી આતંકવાદનો સફાયો અસંભવ છે. બ્રિટીશ સાંસદ સભ્ય જ્યોર્જ ગેલરેે સંસદમાં પોતાના ભાષણમાં યોગ્ય કહ્યું છે કે જો તમે એક દિવસ બિન લાદેનને મારી દેશો તો એક હજાર બિન લાદેન જન્મ લેશે.
મૂળ સમસ્યા એ કારણોની શોધ કરવી અને તેની સુધારણા છે જેના પરિણામ સ્વરૃપ અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના અધિકતર ક્ષેત્રોમાં વિદ્રોહ અને બેચેનીની હવા ઉભી થઈ રહી છે અને ઉત્પીડિત લોકો પોતાના જાન ઉપર ખેલી લેવા માટે વિવશ થઈ રહ્યા છે. આતંકવાદની વિરુદ્ધ બોમ્બ, મીસાઈલ એ વસ્તીઓ ઉપર આગ વરસાવીને ના લડી શકાય. આ યુદ્ધ તો એ જ પ્રકારનું છે જે ગરીબી, ભુખમરી, બીમારી અને અજ્ઞાનતા જેવી આપદાઓની વિરુદ્ધ લડવામાં આવે છે. આ ક્રોધ અને શક્તિથી નહીં, અત્યંત સૂઝ-બુઝ અને સમુચિત ઉપાયોથી લડવામાં આવી શકે છે. માનવીય ગુંચવણોને ઉકેલવાની ખરી પદ્ધતિ ત્યજીને માત્ર સૈન્ય-બળથી જ્યારે પણ મનુષ્યને દબાવવાના પ્રયાસો થયા છે, તે નિષ્ફળ રહ્યા છે. ઉગ્રતાને વધારવાના અને અત્યાચારમાં વૃદ્ધિ કરવાના આનાથી વધારે પ્રભાવી કોઈ બીજી પદ્ધતિ હોઈ જ ન શકે કે પ્રતિશોધની જ્વાળામાં બળીને જન-આંદોલનોને બળ-પૂર્વક કચડવાની ચેષ્ટા કરવામાં આવે.
વૈશ્વિક સામ્યવાદેે બે વર્ષ સુધી આ યુદ્ધ કર્યું અને અંતે સ્વતંત્રતાના આંદોલનથી સમાધાન કરવું પડયું અને ગઈકાલના આતંકવાદી આજના રાજનૈતિક નેતા અને શાસક બની ગયા. અમેરિકા તેનો અનુભવ વિયેતનામ, ચીલી અને કમ્બોડિયામાં કરી ચુક્યું છે. રશિયાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ આજ ખેલ ખેલ્યા અને પછી પણ બોધ ન લીધો. ઇંગ્લેન્ડ સંપૂર્ણ દુનિયામાં પરાસ્ત થઈને ઉત્તરી આયર્લેન્ડમાં ૨૦ વર્ષના સૈનિક યુદ્ધ પછી પણ એ જ સીન્ફેન સાથે સમાધાન કર્યું જેનું નામ લેવું અને જેના નેતૃત્વનો અવાજ અને ચિત્ર પણ રેડીઓ અને ટેલીવીઝન ઉપર નિષિદ્ધ હતા. ઇસરાઈલ પેલેસ્ટાઈનમાં આ જ ખેલ ખેલી રહ્યું છે. વિશ્વના કેટલાક અન્ય દેશો વિભિન્ન ક્ષેત્રમાં રાજનૈતિક સમસ્યાઓના સૈન્ય સમાધાન શોધવાના અસફળ પ્રયાસમાં ગ્રસ્ત છે. સમસ્યાના સમાધાનનો અન્ય કોઈ માર્ગ આ સિવાય ન હોઈ શકે કે શાંતિનો ભંગ કરનારા તત્વો અને કારણો ઉપર ઠંડા મને ચિંતન-મનન અને આતંકવાદ તરફ લઈ જતા કારણોથી મુક્તિ પ્રાપ્ત કરવામાં આવે. *