Friday, December 13, 2024
Homeમનોમથંનઆધ્યાત્મિક ડેરા :કેટલા સાચા કેટલા ખોટા?!!!

આધ્યાત્મિક ડેરા :કેટલા સાચા કેટલા ખોટા?!!!

માનવ-જીવનનું આ એક મોટું સત્ય છે કે તેના શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે તેના આધ્યાત્મિક વિકાસ માટે પણ પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે.

આનાથી પણ આગળ વધીને સત્ય તો આ છે કે જે વર્તમાન ઝડપથી દોડતા સમયની ગાડીમાં આપણે સવાર છીએ એ જ ગતિએ મનુષ્યના શારીરિક વિકાસને પ્રભાવિત કર્યો છે, સાથે જ માનસિક સ્થિતિનું સંતુલન પણ બગડી ગયું છે. આવા સમયે જરૂરી હતું કે અધ્યાત્મની કોઈ એવી સાચી કાર્યશાળા અથવા લેખિત સંવાદ હોત કે જેમાં અધ્યાત્મથી જોડાયેલ તમામ પાસાઓ ઉપર ધ્યાન આપવામાં આવતું. જેના પર પાલન કરવાથી માનવીના જીવનમાં એક સકારાત્મક પરિવર્તનની જવાળા સ્ફુટિત થાય. જે ગતિ સામે શરીર મસ્તિષ્ક જવાબ આપી ચૂક્યા હોય ત્યાં અધ્યાત્મનો આ અધ્યાય એક નવી ઉર્જા અને શક્તિ આપત, જેનાથી વ્યક્તિ ઊઠી શકે, પોતાને સંભાળી શકે, વસ્તુઓને સમજીને તે મુજબ જીવન ગુજારી શકે. એક આશાનું કિરણ હોય જેના પર જીવનની દરેક આશા નવી દિશામાં પોતાની પૂરી શક્તિ સાથે ઊભી થવાની તાકત ધરાવતી હોય, પરંતુ જગતમાં અધ્યાત્મતની જે ખિચડી રંધાઈ છે તે બહુ વધારે બીમાર, સંકુચિત અને પીડિત છે.

છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં આધ્યાત્મિક ગુરૃઓની બોલબાલા રહી છે. તેમની અસર એટલી થઈ કે તેનાથી એવું જણાય છે કે આધ્યાત્મની દુનિયામાં જે કંઈ છે તે બધું માત્ર આ બાબાઓ સુધી જ સીમિત છે. આમનાથી અલગ અધ્યાત્મનો કોઈ પણ એવો અધ્યાય બચ્યો જ નથી, જેનાથી માનવી સ્વયં પોતાની ઇચ્છાઓને શાંત કરી શકે. તેમના જીવનમાં એવું પરિવર્તન લાવી શકે કે જે પ્રાકૃતિક રૃપથી તેમને પોતાના ઇશ્વરની છત્રછાયામાં લાવી ઊભો કરે, તેમનું જીવન વાસ્તવિક રૃપથી સુખદાયી બને.

જોત-જોતામાં એક મોટા જગતે આધ્યાત્મિકતાના આ સ્વરૃપને અપનાવી લીધું અને આને આંદોલનનું સ્વરૃપ આપી દીધું. આ જોયા વિના કે અધ્યાત્મના નામે માત્ર પ્રવચન આપનારા બાબાઓ/ ગુરૃઓનું સ્વયં પોતાનું ચારિત્ર્ય કેટલું સુંદર, સુસજ્જિત અને સ્વચ્છ છે.

જ્યાં સુધી અધ્યાત્મને પ્રવચનની સાથે સાથે પોતાના વાસ્તવિક વ્યક્તિગત જીવનમાં ઉતારીને બતાવી ન દે ત્યાં સુધી અધ્યાત્મની કોરી કોરી વાતો કરવી એ ખુદ પોતાને અને જનતાને એમ બન્નેને છેતરવા સમાન છે.

અધ્યાત્મના આ આંદોલનમાં જ્યારે ભીડ વધવા લાગી તો વિશ્વની મહાસત્તા બનવાની દિશામાં પ્રયત્નશીલ એવા ભારત દેશના બાબા/ ગુરૃ કેવી રીતે ખુદ પોતાને આ અનોખી અને જરૂરી દુનિયાથી અલગ રાખી શકતા હતા.

આ ગુરૃ-જ્ઞાન આપણા ત્યાં પણ શરૃ થયુ અને એક અનોખી રીતે આગળ વધ્યું, અને ખૂબ ઝડપથી આગળ વધ્યું. કારણ કે અહીં આનું કાર્યક્ષેત્ર ખૂબ જ પ્રભાવી હતું, કેમકે અધ્યાત્મના કામમાં જ્યારે આસ્થાના સ્તંભ ઊભા કરી દેવામાં આવે તો બિલ્ડિંગ શાનદાર અને મજબૂત બની જાય છે.

ભારતની ભોળી જનતા પણ આ આસ્થા અને અધ્યાત્મની ચક્કી (ઘંટી)માં આ બાબાઓ/ ગુરૃઓના જોરે પીસાતી રહી અન ેહદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે આ જ ચક્કીથી પીસાતા લોકો આનો વિરોધ કરવા લાગ્યા તો બાકીનાઓએ તેમના અવાજને દબાવી દીધો. કેમકે તેઓ જાણતા હતા કે સત્ય શું છે?

દેશના આસારામથી લઈને રામ રહીમ સુધી સેંકડો નાના-મોટા બાબા/ ગુરૃઓ તથા મૌલવીઓને અધ્યાત્મનો આ ઢોંગ કરતા જોઈ લીધા છે.

હાલમાં જ પોતાની સાધવીઓ સાથે રેપ પછી ચર્ચામાં આવેલ રામ-રહીમની વાત કરીએ તો જણાય છે કે અધ્યાત્મનું આ સર્કસ કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં અધ્યાત્મના નામે માત્ર કૃત્રિમ રૃપે લોકોનો શાંત અને સ્વચ્છ રહેવાનો ઢોંગ રચાઈ રહ્યો હતો. તન, મનને સાફ-સ્વચ્છ રાખવાની વાત કરનારાઓનું તન (શરીર) આટલું ગંદુ હશે કે ખુદ પોતાની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધવામાં પણ તેણે કંઈ ખોટું ન લાગ્યું. આ વાત કોઈએ વિચારી સુદ્ધાં નહી હોય. કેટલી નિર્લજ્જતાથી યુવતીઓ તથા સાધવીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર રામ-રહીમ ખુદ પોતાને અધ્યાત્મનો ગુરૃ બનાવી બેઠો. તે વિચારવા લાગ્યો કે બધું ફકત મોઢું હલાવવું જ છે.

એક અધ્યાત્મનો ડેરો કે જ્યાં સર્ચ ઓપરેશન માટે પેરા મિલિટ્રીની ૪૧ કંપનીઓ લાગી છે, ૫૦૦૦ જવાન ગોઠવવામાં આવ્યા છે, ૧૦૦ બેંક કર્મીઓ તેના ખાતાઓ અને આર્થિક બાબતોની ચકાસણી કરાવવા માટે બોલાવવામાં આવ્યા છે.

તલાશી દરમ્યાન પોલીસની સ્થિતિ એવી દયનીય છે કે પહેલાં ડૉગ સ્કવોડ જાય છે, પછી પોલીસ અંદર ઓરડામાં પ્રવેશ કરે છે. સર્ચ-તલાશી માટે સમગ્ર વિસ્તારને ૧૦ ભાગોમાં વ્હેંચવામાં આવ્યો છે અને બધા ભાગો માટે એક એક ડ્યુટી મેજિસ્ટ્રેટ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેરાનું સત્ય જાણવા માટે ખોદકામ હેતુ ૩૬ ટ્રેકટર-ટ્રોલી, ૧૦ જે.સી.બી. મશીન, ૩ ડઝન સરકારી બસો, ૬૦ વીડિયોગ્રાફર અને ૧૦૦ મજૂરો ભાડે રાખવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં એક નંબર પ્લેટ વિનાની ૧ કરોડની બુલેટ પ્રુફ કાર મળી છે. તો બીજી બાજુ બે સગીર વયના બાળકો પણ મળ્યા છે. ડેરામાં જ અવેધ ગર્ભપાત ક્લિનિક પણ મળેલ છે, જ્યાં મહિલાઓનો ગર્ભપાત કરાવવામાં આવતો.

આ બધું સાંભળીને પોતાના મનમાં આ પ્રશ્ન અવશ્ય આવવો જોઈએ કે અધ્યાત્મના નામે આ કરોડો, અબજોનો કારોબાર શા માટે કરાવવામાં આવતો હતો. અધ્યાત્મ જેવા સીધા, સાચા કાર્ય માટે આટલી બધી માથાકૂટ શા માટે?

કોઈ સુક્ષ્મ જીવ-જંતુને મારવાને પણ હિંસા ગણાવનારા ગુરૃના સમર્થકો જ્યારે અહિંસાનું પ્રદર્શન કરવા લાગ્યા તો અનેક લોકોને પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો.

આ બધું સાંભળીને અને જોઈને લાગે છે કે શું ખરેખર અધ્યાત્મ આટલું ખરાબ છે? કે પછી તેની દુનિયા આટલી અશ્લીલ છે. ના, આ વાત સમજવી જોઈએ કે આવું નથી. અધ્યાત્મ-જગતમાં બે વાતો ખાસ છે જે સમજી લેવી જોઈએ.

એક વાત તો એ છે કે ઇશ્વર અને મનુષ્ય વચ્ચે સીધો અને સાચો સંબંધ છે જેની વચ્ચે કોઈને આવવાની કે લાવવાની જરૃર નથી. ઇશ્વર અને બંદા વચ્ચેનો સંબંધ બિલ્કુલ સીધો અને સ્પષ્ટ છે જેમાં કોઈ બચાવ કરનાર વ્યક્તિની જરૃર નથી.

મનુષ્ય દુનિયાના મામલામાં પોતાની જાતને શ્રેષ્ઠ (મહાન) સમજે છે અને બીજાને તુચ્છ (નાના, નબળા), જ્યારે ધાર્મિક અથવા ઇશ્વર સાથે સંબંધમાં તે પોતાને તુચ્છ અને બીજાને શ્રેષ્ઠ સમજે છે. અને વિચારે છે કે હું પાપી છું, અને પોતાના ઇશ્વરથી સીધો વાત કરવા માટે પણ લાયક નથી અને કદાચ ખુદા સુધી મારી વાત પહોંચાડવા માટે હું પોતે અસમર્થ છું, તેથી જ તે એવી વસ્તુ શોધે છે જે તેને પોતાનું બનાવી શકે, અને બીજાઓ કરતા ઇશ્વર સાથેના તેના સંબંધને વધુ સારી રીતે પ્રસ્તુત કરી શકે.

આ જ શોધમાં તે એવા બાબાઓથી મળે છે જે કહેવામાં અને દેખાવમાં તો અધ્યાત્મના ગુરૃ હોય છે પણ તેના શરીરની ગંદકીથી સમાજમાં દુષ્ટતા સિવાય બીજું કશું જ વિકાસ નથી પામતું.

બીજી વાત આ છે કે મન-મસ્તિષ્કમાં એક જ વસ્તુ નિવાસ કરી શકે છે, સાચું અથવા ખોટું, એક જ કિંમત એક સમયે મૂકી શકાય. હાલના સમાજે બંને બાબતોને જાળવી રાખીને તેના ‘એડજસ્ટમેંટ’ના ગુણને વિકસાવવાનો પ્રયાસ કર્યો છે, જે તેને વધુ ચિંતિન અને પરેશાન કરે છે. તેથી જ તેનું આકર્ષણ આધ્યાત્મિક બનવા તરફ વધ્યું છે, તેમને જરૂરીયાતની લાગણી  અનુભવાય છે.

તે કાળજી લેવી જોઈએ કે ઇશ્વરની સાર્થક પૂર્વધારણાએ આધ્યાત્મિકતાની ઢોંગયુક્ત રમતને રોકવા માટે પહેલ કરી છે.

હવે આ વિચારવાનું આપણું કામ છે કે અધ્યાત્મની દુનિયામાં ભૌતિકવાદનો સહારો લેવાનું કામ અધ્યાત્મ છે કે અધ્યાત્મક આ છે કે મનુષ્ય અને તેના સર્જક વચ્ચે એક મીઠો, સારો અને સુંદર સંબંધનો પાયો જળવાય.  જ્યાં તેનો સંબંધ સીધો  અને સ્પષ્ટ હોય, જેમાં કોઈ બીજાની જરૃર ન હોય, ન જ કોઈ અવકાશ હોય.

અંતમાં અધ્યાત્મના બગાડની હાલતમાં તારીક રમઝાનનું આ કથન ઘણું બધું કહી જાય છે, “વ્યાખ્યાન સાંભળો જેમ તમે પુસ્તક વાંચો છો. તાળીઓ પાડવી, સાંભળવુ, વિચારવુ, હસવુ, કલ્પના કરવી બંધ કરો. આધ્યાત્મિકતાની દુનિયામાં સૌંદર્ય, કલા અને હૃદયને તાળીઓ મૌન ધારણ કરાવી દે છે.” /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments