Thursday, April 25, 2024
Homeમનોમથંનઆસામના નાગરિકોની દુર્દશા

આસામના નાગરિકોની દુર્દશા

છેલ્લા ૮ મહિનાથી આસામ, એનઆરસી અને ડી-મતદારોની સમસ્યા વિશે અભ્યાસ કર્યા પછી પહેલી વખત આસામ જવાનો મોકો મળ્યો. સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસ.આઈ.ઓ.)એ ગ્રાઉન્ડ રિપોર્ટનો અભ્યાસ કરવા એક ટીમ આસામ મોકલવાનો નિર્ણય કર્યો અને તેનું નેતૃત્વ મને સોંપવામાં આવ્યુ.ં અમે ત્યાં એક અઠવાડિયુ રહ્યા અને ત્યાંના બુદ્ધિજીવી વર્ગ, વકીલો, સામાજીક કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને વિશેષતઃ ત્યાંના સામાન્ય રહેવાસીઓ સાથે કે જેઓ રાજ્યના પીડિત વર્ગ છે તેમની સાથે મુલાકાત કરી. વિસ્તૃત તથ્યોનો અહેવાલ ટુંકમાં જ પ્રકાશિત કરવામાં આવશે પરંતુ આવશ્યકતા એ છે કે જેટલો ઝડપથી બની શકે તેટલી ઝડપથી આ મુદ્દાને ઊઠાવવો જરૂરી છે. કારણ કે ભારતની સામાન્ય જનતા આસામના નાગરિકોની સમસ્યા અને તેમની દુર્દશા વિશે અજાણ છે.

આસામનો ઇતિહાસ

ઇ.સ. ૧૮૨૬માં યંદબો સંઘિ પછી અંગ્રેજોએ આસામ પર કબ્જો મેળવ્યો અને ત્યાર પછી વિવિધ સમૂહોને આસામના આર્થિક વિકાસ માટે આમંત્રિત કર્યા. બંગાળના લોકો શિક્ષિત અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવાથી તેમને મહેસૂલ ખાતુ, પોસ્ટ ઓફિસ, રેલ્વે અને બેંક વગેરે વહીવટી ખાતાના પ્રબંધ માટે બોલાવ્યા. વિશેષતઃ ચાની ખેતી માટે બિહાર, ઝારખંડ અને યુ.પી.ના કેટલાક પ્રદેશોમાંથી અંગ્રેજોએ એક સમૂહને બોલાવ્યો જે આસામની શ્રમિક વસ્તિનો ભાગ બન્યા. આ બે પ્રવાસી સમૂહ અને અંગ્રેજોના ખાદ્ય ખોરાકીની મૂળભૂત જરૃરિયાત પૂરી થતી ન હોવાથી અને પૂર્વ બંગાળના મુસ્લિમો ખેતી માટે પ્રખ્યાત હોવાથી અને આસામની જમીન ખેતી માટે ફળરૃપી અને કુદરતી સંસાધનોથી ભરપૂર હોવાથી અંગ્રેજોએ પૂર્વ બંગાળના મુસ્લિમોનો સ્થળાંતરિત કર્યા. દુર્ભાગ્યવશ, મૂળ આસામીઓ બંગાળથી આવનાર પ્રથમ સમૂહનો બુદ્ધીજીવી વર્ગ છે પરંતુ બીજો સમૂહ જેને અન્ય સમૂહોના માટે ખાદ્ય ખોરાકી પૂરી પાડવા લગાવવામાં આવ્યા હતો જેઓ અનૂસુચિત જનજાતિનો ભાગ છે, તેમને વિદેશીઓના રૃપમાં ઓળખવા લાગ્યા.

મુદ્દા અને તેની પશ્ચાદભૂમિકા

* વર્ષ ૧૯૯૮માં, એ સમયના આસામના ગવર્નર સ્વ. એસ.કે. સિન્હાએ આસામના બાંગ્લાદેશીઓના પ્રવાહ પર રિપોર્ટ કરતાં આરોપ મુક્યો હતો કે દરરોજ ૬૦૦૦ બાંગ્લાદેશી આસામમાં ઘુસણખોરી કરી અને આની યથાર્તતા ચકાસવા સિવાય આસામ હાઈકોર્ટે IM(D)T એક્ટ રદ કરી દીધો.

* ભારતના નાગરિકને કોઈ પણ સૂચના વગર, તૈયાર મતદાર યાદીમાં એમના નામની આગળ ‘ડી’ ચિહ્ન લગાવીને શંકાસ્પદ જાહેર કરી શકે છે.

* સીમા પોલીસ, એક વિદેશીના રૃપમાં ફક્ત શંકાના આધાર પર એક સ્વતંત્ર નાગરીકની રિપોર્ટ કરી શકે છે ટ્રિબ્યુનલને સૂચિત કરે છે.

* લક્ષિત લોકો મોટા ભાગે અશિક્ષિત, ગરીબ અને નાગરિકતાથી સંબંધિત જાણકારીથી અજાણ હોય છે.

* અધિકારીઓ પાસે કોઈ પણ યોગ્ય સાબિતિ નથી, જેનાથી તે એમ સમજાવી શકે કે તે મતદાતાઓના નામના સામે ‘ડી’નો ઉલ્લેખ શા માટે કરે છે, જેનાથી એને થોડા દિવસો બાદ સંદિગ્ધ મતદાતા બતાવીને વિદેશીઓના રૃપમાં જાહેર કરી શકે.

* ટ્રિબ્યુનલના કેટલાક અધિકારી નામ, શીર્ષક, ઉમર, નિવાસ પરિવર્તન, વૈવાહિક સ્થિતિમાં નાની એવી ભૂલોના મુદ્દા ઉપાડી રહ્યા છે. અને મહત્ત્વના પુરાવા અને પૂરી તપાસ છતાં પણ ખરી હકીકતને નજર અંદાજ કરવામાં આવી રહી છે.

* પૂર્ણ બેન્ચ દ્વારા તૈયાર દિશા નિર્દેશોનું પાલન અધિકાંશ ન્યાયાધિકરણોના સાથે સાથે વિદેશીઓના મામલાના નિર્ણય લેવામાં ઉચ્ચ ન્યાયપાલિકા દ્વારા પણ નથી કરવામાં આવી રહ્યું. ટ્રિબ્યુનલમાં આ પ્રવૃત્તિને વિકસિત કરવામાં આવી રહી છે કે તે સ્પષ્ટીકરણ સ્વીકાર ન કરે અને કોઈ પણ વ્યક્તિને વિદેશી જાહેર કરી દે.

* બ્રહ્મપુત્રા અને અન્ય નદીઓ દ્વારા દર વર્ષે ફંટાવને લીધે લાખો લોકો, જેમાં મોટાભાગે મુસલમાન છે, ભૂમિહીન અને બેઘર બનવું પડે છે, સરકારે આ લોકો માટે પુનર્વાસન પણ નથી કર્યું. આ ભૂમિહિન, બેરોજગાર મુસલમાનોને કામ સારૃ સ્થાળાંતરિત થવા અને પ્રાથમિક જરૂરતો સારૃ ધંધા રોજગાર માટે પકડવામાં આવે છે, સંદિગ્ધ નાગરીક માનીને એનું ઉત્પીડન કરવામાં આવે છે જેનાથી પછી એને વિદેશીઓના રૃપમાં જાહેર કરી શકાય.

બિમલા ખાતૂનની કહાની: “શિકાર” રાજ્યની કે નિરક્ષરતાની?

કેટલાંક વકીલો જેઓ વિદેશીઓના કેસોને વહીવટ કરી રહ્યા છે, તેઓની કામગીરી અત્યંત ઢીલી છે. તર્કોના આધારે શંકાસ્પદ મતદારોને ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી માની લેવામાં આવે છે અને તેમને આસામના ૬ વિવિધ અટકાયત કેમ્પોમાં રાખવામાં આવે છે. અહીં બિમલા ખાતૂનનું એક ઉદાહરણ જોઈએ, જેમને પોલીસ તરફથી નોટીસ મળી અને વકીલોના સંપર્ક કર્યા પછી ભારતીય નાગરિક હોવાના બધા પ્રમાણો દસ્તાવેજોના રૃપમાં રજૂ કર્યા પાછળથી તેમને અન્ય બે નોટીસ મળી, જેમાં વકીલ તેમને ભારતીય નાગરિકતા રૃપમાં પ્રમાણિત કરવામાં નાકામ રહ્યા અને ટ્રિબ્યુનલે તેમને વિદેશી ઘોષિત કર્યા. ત્યારબાદ પોલીસે તેમને તેમના એક નાના પુત્ર સાથે કેન્દ્રીય જેલ, તેજપૂર ખાતે પૂરી દીધા. તેઓ ચાર પૂત્રોની માતા છે અને બાકીના ત્રણ પૂત્રો તેમના પિતા સાથે હતા. થોડાં સમય પછી બિમલા ખાતૂનના પતિનું બિમારીનાં કારણે મૃત્યુ થયું. તેથી તેમના પુત્રો તેમના પિતાના મોટા ભાઈ સાથે રહેવા લાગ્યા. થોડાં જ સમયમાં મોટા ભાઈનું પણ મૃત્યુ થતાં તે બાળકો તેમના નાના-નાની સાથે રહે છે. બિમલા ખાતૂન તેજપૂરની કેદમાં અસહાય છે અને પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. તેના માતા-પિતા પણ ગરીબ છે તેથી બાળકોના પાલન-પોષણ માટે અસામર્થ હોવા છતાં જેમ તેમ કરીને પુરૃ કરે છે.

બાળકોના કહેવા પ્રમાણે, તેમને મહિનામાં માત્ર એક વખત મુલાકાત કરવા દેવામાં આવે છે. જ્યારે જેલમાં અમે બિમલા ખાતૂનને મળ્યા ત્યારે પોતાની આપવીતિ સંભળાવતાં તે ભાવુક બની ગઈ. અન્ય કેદીઓ આવે તે પણ રોજા રાખે છે પરંતુ જેલના અધિકારીઓ તેમને ખોરાક નથી આપી રહ્યા. ઈદગાહ સમિતિ દરરોજ જેલમાં બસો લોકો માટે ઇફતારીની વ્યવસ્થા કરે છે.

બાળકો શિક્ષણથી વંચિત છે. પોતાની માતાની હૂંફથી વંચિત છે. તેમની અને તેમની માતાના ભવિષ્ય વિશે સહુ કોઈ અજાણ છે. આ તો એક કહાણી છે, પરંતુ આવી કેટલીય ગાથાઓ છે જે આસામના વિવિધ જીલ્લાઓમાં બની રહી છે.

નાગરિકોની વર્તમાન પરિસ્થિતિ

આસામ સરકાર નાગરિકોની યાદી તૈયાર કરી રહી છે જેમાં નાગરિકોને દસ્તાવેજોને આધારે એ સાબિત કરવું પડશે કે તેમનો પરિવાર ૨૪ માર્ચ, ૧૯૭૧થી પહેલા દેશમાં વસી રહ્યો હતો – આ તે જ તારીખ છે જ્યારે બાંગ્લાદેશથી લોકોનું સ્થળાંતરણ થયું હતું. જોકે, આસામના દરેક સમૂહોને એનઆરસી માટે ફોર્મ ભરવાનું છે, પરંતુ પ્રમાણિત કરવાની પ્રક્રિયા મુસ્લિમોનો અને બંગાળી હિંદુઓ માટે ઘણી મુશ્કેલ બનાવવામાં આવી રહી છે.

લગભગ ૨૯ લાખ સ્ત્રીઓ, જેમાં મોટાભાગની મુસ્લિમ સ્ત્રીઓ છે, તેમજ અન્ય ૪૫ લાખ લોકો સાથે મળી કુલ ૧.૩ કરોડ જેટલાં લોકોને એનઆરસીના પ્રથમ ડ્રાફ્ટ કે જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો, તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

વાસ્તવિક ભારતીય નાગરિકોના ઘણા મોટા સમૂહને ૩૦ જૂન, ૨૦૧૮એ પ્રકાશિત થનાર એનઆરસી લિસ્ટમાંથી પડતા મુકવામાં આવશે. એનઆરસી ૩,૦૦,૦૦૦થી વધુ લોકોનો નિર્ણય નહીં કરી શકે, જેમને ક્યાંકતો વિદેશી ઘોષિત કરી નાખવામાં આવ્યા છે, કયાં તો તેમના કેસ વિશેષ અદાલતોમાં છે, પછીથી, હજારો લોકો કે જેમના નામ એનઆરસી યાદીમાં નહીં હોય તેમને જેલોમાં ભરી દેવામાં આવશે અને તેમને સ્ટેટલેસ કરી નાંખવામાં આવશે. મતાધિકારનો તેમનો મૂળભૂત હક છીનવી લેવામાં આવશે, સંપત્તિનો અધિકાર સમાપ્ત થઈ જશે – કારણકે, મ્યાનમારનાં રોહિંગ્યા લોકોની જેમ તેમની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જશે.

ન્યાય માટે પ્રાર્થના

એક તરફ, આ કેસ સુપ્રિમ કોર્ટમાં બાકી છે. જે લોકોના નામ ૩૦ જુન પછી એનઆરસી સૂચિમાં નહીં હોય તેઓને પોતાની ઓળખ સાબિત કરવા માટે ૧ અથવા ૨ મહિના આપવામાં આવશે. રાજ્યમાં ફકત ૧૦૦ ટ્રિબ્યૂનલ જેમાં ૮૯ કાર્યરત્ છે, તે લાખો નાગરિકોનો નિર્ણય કેવી રીતે આપી શકશે? ઘણાં વકીલોના જણાવ્યા મુજબ, મોટા ભાગના ટ્રિબ્યૂનલ કર્મચારી પક્ષપાત કરી રહ્યા છે અને અસ્થાયી રૃપે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમને સરકારને સંતુષ્ટ કરવાની જરૂરત છે અને સાથે જ રાજકારણીઓને પણ જેનાથી તેઓ પોતાની નોકરીઓ સ્થાયી બનાવી શકે. અધિકારીઓના પક્ષપાતને કારણે ન્યાય કેવી રીતે આપી શકાશે?

બીજી તરફ, ભારતમાં વિદેશી ઘોષિત થઈ જવા પછી બાંગ્લાદેશના અધિકારીઓ તેમનાથી બાંગ્લાદેશી ઓળખ સાબિત કરવા માટે પણ કહી રહ્યા છે. ૩૦ જૂન, ૨૦૧૮ પછી આસામના લોકોની સ્થિતિ શું થશે? શું આસામ મ્યાનમારનું બીજું પ્રકરણ હશે?¬

એવાં ઘણાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યો છે જેનો કોઈ ઉત્તર નથી. આસામની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે વર્તમાન સરકાર કે ભૂતકાળની સરકાર અથવા આ અશિક્ષિત લોકોનું નસીબ? હવે સમય આવી ગયો છે કે લોકોએ માનવ આધાર ઉપર આસામમાં ભારતીય નાગરિકોની દુર્દશા ઉપર વિચાર કરવો જોઈએ અને તેમની પ્રતિષ્ઠા સાથે પોતાનું જીવન વ્યતિત કરવામાં મદદ કરવી જોઈએ. •

(લખ્યા તા. June 13, 2018)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments