Sunday, April 2, 2023
Homeસમાચારઆસિફ ઇકબાલ તન્હા, દેવાંગના કલિતા અને નતાશા નરવાલના જામીન પર એસ.આઈ.ઓ.નું નિવેદન

આસિફ ઇકબાલ તન્હા, દેવાંગના કલિતા અને નતાશા નરવાલના જામીન પર એસ.આઈ.ઓ.નું નિવેદન

દિલ્હી રમખાણો કેસમાં આસિફ ઈકબાલ તન્હા, દેવાંગના કલિતા અને નતાશા નરવાલને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને એસ.આઈ.ઓ. દ્વારા આવકારવામાં આવ્યો છે. એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ મુહમ્મદ સલમાને જણાવ્યું કે, “સીએએ વિરોધી આંદોલન દરમિયાન યુવા નેતૃત્વને કચડવા માટે ગેરબંધારણીય રીતે લગભગ એક વર્ષ પહેલાં આ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં અને દિલ્હી રમખાણોનો સમગ્ર આરોપ આ યુવાનો પર થોપી દેવામાં આવ્યો હતો. અમને આનંદ છે કે માનનીય હાઇકોર્ટે આ યુવા નેતાઓ સામે કાવતરાના ખોટાં આરોપોને ખોટાં ગણાવી દીધા છે. અમે આશા રાખીએ છીએ કે આ નિર્ણય કડક કાયદા હેઠળ જેલમાં રહેલા અન્ય નિર્દોષ વ્યક્તિઓની લાંબી અને અન્યાયી કેદીઓને અટકાવવાના ઉદાહરણ તરીકે કામ કરશે.”

તેમણે ઇશ્વરથી પ્રાર્થના કરી વધુમાં જણાવ્યું કે જેલમાં રહેલાં તમામ રાજકીય કેદીઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે અને દિલ્હી હત્યાકાંડના અસલી ગુનેગારોને સજા કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

અબ્દુરહમાનભાઈ મેમી on અંજુમને ઇમ્દાદે બાહમી મોડાસા