Thursday, June 20, 2024
Homeઓપન સ્પેસઆહ ઝાલિમ તૂ જહાં મેં બંદા મેહફૂમ થા

આહ ઝાલિમ તૂ જહાં મેં બંદા મેહફૂમ થા

મૃત્યના સોદાગરોના કાવતરાઓના પરિણામે દેશભરમાં મૃત્યુનું બજાર ગરમ છે. આજે એવા માણસના મૃત્યુના સમાચાર પણ આવ્યા, જેણે જીવનને પોતાની પત્રકારત્વની ફરજો નિભાવવા માટે પસંદ કરી લીધો હતો. આ વ્યક્તિએ એક પત્રકાર તરીકે, એક નાગરિક તરીકે અને એક માનવી તરીકેની ફરજો નિભાવવામાં ગુનાહિત બેદરકારી દાખવી હતી. અથવા કદાચ આ કહેવું વધુ યોગ્ય છે કે પીડિતોનો અવાજ બનવાને બદલે તે પત્રકારત્વનું ધોરણ નક્કી કરતાં અત્યાચારીઓનો અવાજ બની ગયો. આવું તેણે અત્યાચારીઓના ડરથી કર્યું અથવા હોદ્દો અને સંપત્તિ ખાતર, તે પોતે વધુ સારી રીતે જાણતો હશે. આ લક્ષ્યો તેને પ્રાપ્ત થયાં કે નહી, એ તો તેનાથી વધુ કોઈ સારી રીતે જાણતું નથી. આખી જિંદગી કેમેરા સામે બેસીને ચીસો પાડીને દમનકારી વ્યવસ્થાની હિમાયત કરી, છેલ્લે આ જ વ્યવસ્થાની અસમર્થતાનો ભોગ બની ગયો.
فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ

એક વ્યક્તિ પોતાના કાર્યોની સાથે પોતાના રબ સમક્ષ પહોંચી ગયો. આપણા માટે આ બોધ ગ્રહણ કરવાનો સમય છે. ખુશીનો નહીં. પરીક્ષામાં અન્ય કોઈ નિષ્ફળ થયો હોય તેને જોઈને ખુશ થવું એ સારા અને સફળ વિદ્યાર્થીની નિશાની નથી. એક માનવી જો સર્જનહારને ઓળખ્યા વગર અને એક પત્રકાર પોતાની પત્રકારત્વની જવાબદારી સાથે બેદરકારી વર્તીને અલ્લાહના દરબારમાં હાજર થયો તો આમાં ખુશી કઈ વાતની? ખુશીનો અવસર ત્યારે હશે, જ્યારે એક મોમીનની હેસિયતથી સત્યની સાક્ષી, કુર્આનનો સંદેશ, દિનની સ્થાપના જેવી જવાબદારીઓને ન્યાયપૂર્વક રીતે અદા કરી રહ્યા હોઈએ. તેણે પોતાની જવાબદારી અદા નથી કરી. આજે તેનો વારો હતો! આપણે આપણું કામ કરીએ કે ન કરીએ. આપણો વારો પણ નિશ્ચિંત છે.

વિચારવાની એક દિશા એ પણ છે કે તે બેઈમાન પત્રકારોની સૂચિમાં ચોક્કસપણે એકલો નહોતો. માત્ર મીડિયા જ નહીં, પણ આપણે કદાચ જીવનનાં દરેક ક્ષેત્રમાં અત્યાચારના રક્ષકોની ગણતરી કરવા ઈચ્છશું તો કદાચ ન કરી શકીએ. આવામાં વ્યવસ્થા ઉપર મોમીનની હિંમત, વિદ્વતા, ઊંડાણ અને આવાહક ભલાઈની સાથે ટીકા જરૂરી છે. યાદ રહે કે અહીંની વ્યવસ્થાનો અર્થ માત્ર શાસન અને વહીવટ જ નથી, પણ આખી વ્યવસ્થા છે. જો વ્યવસ્થા અત્યાચાર અને શોષણ પર આધારીત છે, તો જીવનના દરેક ક્ષેત્રમાં મોટા અને નાના અત્યાચારી અને તેમના હિમાયતીઓ જન્મ લેતાં રહેશે. એક પછી બીજો તેનું સ્થાન લેવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી માણસ પૃથ્વી ઉપર ખુદા બની રહેશે ત્યાં સુધી ઝઘડા અને ફસાદ થતાં રહેશે અને માણસ પોતાની જવાબદારીથી બેપરવા થઈને અધમોથી અધમ બનતો રહેશે. જો મનુષ્યને ઇચ્છિત ધોરણ પર લાવવું હોય, તો સત્યના સંદેશ લઈને તેમની પાસે પહોંચો. જેને જવાનું હતું તે ચાલ્યો ગયો છે. તેમાં ખુશી મેળવવાનો પ્રયાસ કરવાને બદલે, આપણે શું કરવાનું બાકી રાખ્યું છે તે વિશે વિચારો. ટૂંકમાં આનંદિત ત્યારે થાઓ જ્યારે કોઈ એક બેઈમાન નહીં બલ્કે પત્રકારત્વમાથી (અને દેશમાથી) બેઈમાનીનો અંત થાય. અને તે સવાર લાવવામાં આપણી કલમની શાહી, આંખોનું તેલ, કપાળનો પરસેવો અને યકૃતનું લોહી શામેલ હોય.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments