Thursday, October 10, 2024

આ કાર્યથી બચો

જૂલ્મ:

* હઝરત ઇબ્ને ઉમર રદી. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ  ફરમાવ્યું ઃ જુલ્મ કયામતના દિવસે અંધારાંના રૃપમાં આવશે. (મુસ્લિમ. કિતાબુલઅદબ)

પારકી જમીન પચાવી પાડવી:

*હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી. ફરમાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું ઃ જે માણસના હક કોઇની જમીન ઉપર કબ્જો કરશે કયામતના દિવસે તેને સાત જમીનો સુધી ધસાવી દેવામાં આવશે. (બુખારી. કિતાબ બદઉલખલ્ક)

સગાં સાથે સંબંધ તોડવો:

*હઝરત જુબૈર બિન મુત્ઇમ રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું ઃ સગાં સાથે સંબંધ તોડનાર જન્નતમાં નહીં જાય.  (મુસ્લિમ. કિતાબુલબર્ર)

ધનની લાલચ:

* હઝરત ઇબ્ને અબ્બાસ રદી.ની રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું ઃ જો વ્યક્તિ પાસે ધન ભરેલાં બે મેદાન હોય તો તે ત્રીજું માગશે. માણસનું પેટ તો માટી જ ભરશે. અને અલ્લાહ એ માણસ તરફ જ જૂએ એ જે તેની તરફ વળે. (બુખારી. કિતાબુર્રિકાક)

હરામનું ખાવવું:

* હઝરત અબુબક્ર સિદ્દીક રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું ઃ એ શરીર જન્નતમાં દાખલ નહીં થાય જે હરામનું ખાઈને ઊછર્યો હોય.(મિશ્કાત. કિતાબુલબૂયૂઅ. રાવી બહયકી ફી શુઅબુલ ઇમાન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments