Friday, April 19, 2024
Homeઓપન સ્પેસઇંસાનો કી ઇસ નગરીમેં ઇંસાનો સે પ્યાર કરો

ઇંસાનો કી ઇસ નગરીમેં ઇંસાનો સે પ્યાર કરો

શાંતિ, અમન, સુકૂન, પ્રેમ, ભાઈચારો તથા ઉત્સાહ આ કેટલાક શબ્દો છે કે જેની ભાવના પર આધાર રાખીને કોઈ વ્યક્તિ, સમાજ કે દેશને પારખી શકાય કે ત્યાંના જીવનનો સ્તર શું છે? તથા સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક સ્તર પર તે દેશ અથવા સમાજનું વ્યવહારૃ જીવન કેવું છે? ભારતના બંધારણ અને તેની સંસ્કૃતિને જે રીતે “અનેકતામાં એકતા”, “ધર્મનિરપેક્ષતા (બિનસાંપ્રદાયિકતા)” સમાનતાનો “અધિકાર” અને આના જેવા હજારો સુત્રોથી સજાવવામાં આવ્યું છે ત્યાં જ તેની પ્રાયોગિક પાઠશાળાને સમાજમાં જીવિત રાખવાના પ્રયત્નો થતા રહ્યા છે. જેમાં બધાજ ધર્મો, વર્ગો અને દરેક વિસ્તારના લોકોનો ખુલ્લા મનથી તેમાં યોગદાન રહેલું છે.

કોઈ રૃમમાં બેસીને બુધ્ધિજી-વિયોનું કોઈ પ્લાનિંગ હોય અથવા વસાહતોમાં જઈને તન તોડ મહેનત દ્વારા જનતાની સેવા કરવાની હોય અથવા અંગ્રેજો સાથેની આઝાદીની લડાઈ હોય, દરેકનું યોગદાન તેમની જનસંખ્યાના આધારે અને ગુણોત્તરમાં સરાહનીય રહ્યું છે. આ લોકોનો મિશ્ર વ્યવહાર અને તેમનો યોગદાન કરવાનો ઉત્સાહ અને જુસ્સો આપણા દેશ અને અહીંના રહેવાસીઓની અનન્ય ઓળખ રહી છે. તેમના પ્રયત્નો ક્યારેય પણ માનવતાની સેવાના ભાવથી ખાલી નથી રહી, ભલે તેનો ધર્મ કે તેનો વિસ્તાર ગમે તે રહ્યો હોય.

પરંતુ પાછલા બે દસકાથી આપણી આ અનન્ય ઓળખ દૂષિત થઈ ગઈ છે. આનું વૈશ્વિક કારણ પણ છે અને રાષ્ટ્રિય પણ. જ્યાં એક બાજુ વિદેશી શક્તિઓએ ભારતને વિભાજીત કરવાના પ્રયત્નો કર્યા છે ત્યાં જ બીજી બાજુ દેશમાં આવા તત્ત્વોનો વધારો થયો છે, અને આ વિભાજનનો આધાર ધર્મને બનાવવામાં આવ્યો છે. ધર્મના નામ પર વિભાજનથી જ્યાં પારસ્પરિક તાલમેલમાં ગડબડ થઈ છે ત્યાં જ વિશ્વાસની કડી પણ નબળી પડી છે.

સાંપ્રદાયિક અથવા બિનસાં-પ્રદાયિક એજન્ડો લઈને ચાલનારા રાજકિય પક્ષો હોય અથવા જુદા જુદા વિસ્તારમાં ટર ટર કરવાવાળા જુઠ્ઠા અને ધોકેબાઝ નેતા હોય, બધાએ આ વિશ્વાસને તોડીને વ્યક્તિગત લાભ માટે જ પૂરે પૂરી મહેનત કરી છે. અને જનતાના આ પરમ વિશ્વાસને તોડવા માટે ધર્મની સાથે સાથે તેમના વિસ્તારનો પણ ઉપયોગ કર્યો છે અને આપણે પર એ સ્વીકારવુ જ રહ્યું કે આ ઝેરને જેવું આપણને પીવડાવવામાં આવ્યું, આપણે પણ આંખો બંધ કરીને તેને પી લીધું.

સામ-દામ-દંડ-ભેદની નીતિ દ્વારા આપણે આપણા વ્યક્તિગત જીવનમાં એવા તો લીન થઈ ગયા કે દેશ અને સમાજની ચિંતા હવે આપણા માટે કોઈ મહત્ત્વતા નથી ધરાવતી. ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, ખેડૂતોનો આત્મદાહ, રાજકિય બગાડ, રમખાણો તથા સમાજમાં પ્રસરેલી બેચેની જેવા કોઈ પણ મુદ્દા આપણને હચમચાવી નથી શકતા. અને આપણે પણ દેશપ્રેમનો આ ડગલો પહેરી દેશની સેવાનું જુઠ્ઠૂ નાટક કરી રહ્યા છીએ અને પોતાને દેશ અને માનવતાના હમદર્દ સમજીએ છીએ. જો આપણે સંવેદનશીલ થઈને વિચારીએ તો કદાચ આપણને એ આભાસ થશે કે આપણે ધર્મનું નામ લઈ અધર્મી (પાપી) હોવાની દરેક હદો વટાવી ચૂક્યા છીએ. નહીંતો કોઈ પણ ધર્મ એ વાતની અનુમતી નથી આપતું કે ધર્મના આધારે નિર્દોષોને મારવામાં આવે, સતાવવામાં પણ આવે અને તેની સંસ્કૃતિને ખતમ કરી દેવામાં આવે. આ તો ક્યારેય પણ ધર્મની શીક્ષા ના હોઈ શકે, હાં કેટલાક લોકોનું ષડયંત્ર અથવા કોઈ સમૂહ કે જૂથની નીચ વિચારનું પરિણામ હોઈ શકે છે.

આવી જ માનસિકતાનું પરિણામ છે કે સાંપ્રદાયિક્તા નામની આ ઉધઈ હવે આપણા સમાજ અને દેશને ખાવા માટે આતુર છે. અને આપણી પાસે એ પ્રેમ અને ઉત્સાહથી રહેવાની એ દવા પણ ખતમ થઈ ગઈ છે જે આઝાદીના સમયે આપણા પૂર્વજો દ્વારા આપણને વારસામાં મળી હતી.

આ કોઈ માત્ર કલ્પના નથી કે આપણે સાંપ્રદાયિક્તાની આગમાં સળગી રહ્યા છીએ પરંતુ તેના વાસ્તવિક પ્રમાણ પણ આપણે દેશના વિવિધ ભાગોમાં જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ આગ ના પ્રકોપમાં કેટલાયે ગામો અને વસ્તીઓ આવી ચૂકી છે. અને તેનો ધુમાડો જાણે કે આખા દેશ પર છવાઈ ગયો છે અને તેનાથી નીકળવાની કોઈ વ્યવહારીક યોજના પણ આપણા બુધ્ધિજીવી વર્ગ પાસે નથી. ધિક્કાર અને ખારની ભાવનાએ આપણા સકારાત્મક અને નૈતિક વિકાસને અવરોધિત કર્યા છે.

જેવી રીતે ૧૯૪૭માં આપણો દેશ આઝાદ થયો તે સમયે બીજા વિશ્વયુદ્ધથી પ્રભાવિત જાપાનને પણ આઝાદ માની શકાય છે. પરંતુ આજે ૬૮ વર્ષ પછી આજે જાપાન ક્યાં છે ને આપણે ક્યાં?

આપણે આજે પણ વિકાસના નામે બનાવટી રમત રમી રહ્યા છીએ અને જાપાન વિશ્વસ્તરીય વિકાસ અને ટેકનોલોજી નો પ્રાયોગિક ઉદાહરણ વિશ્વ સમક્ષ મૂકી ચૂક્યું છે અને આપણે આપણી લડાઈ અને મનભેદથી બહાર નીકળવા તૈયાર નથી.

લોકતાંત્રિક આ દેશમાં હવે જનતા એ જ નક્કી કરવું પડશે કે આ બનાવટી રમત અને જુઠ્ઠા વિકાસ તથા સાંપ્રદાયિક ભાવનાને ખતમ કરવું છે કે નવા પરિણામો પર આધારીત વાસ્તવિક વિકાસનું બંધારણ દરેક ધર્મના લોકોએ મળીને તૈયાર કરવું છે. આ અત્યંત આવશ્યક કાર્ય માટે બધા જ ધર્મના બુધ્ધિજીવિઓ તથા યુવાઓએ ચિંતીત થવું પડેશે કે આપણે ધર્મના નામ પર આપણી આવતી પીઢીને જોડવા ઇચ્છીએ છીએ કેતોડવા. અંતર ઘટડી જોડવાનું આ કામ માત્ર તમે કે હું નથી કરી શકતા. આપણે બંને એ એક બીજા થી કંધો મળાવી, સત્યના સાથી બની આ સંકલ્પને એક સાથે ઉપાડવો પડશે. અને આ આપણી ધાર્મિક, સામાજિક અને સૌથી વધુ માનવીય જિમ્મેદારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments