તે નવી એન્ટીબાયોટિક અને રસીકરણના “અભિમાની” દિવસ હતા, જ્યારે મહાન માઇક્રોબાયોલોજીસ્ટો મેકફાર્લેન બર્નેટ અને ડેવિડ હ્યાઇટ એ ઇ.સ. ૧૯૭૨માં ભવિષ્યવાણી કરી હતી : “ચેપી રોગોનું ભવિષ્ય ખૂબ જ જલ્દી આથમવાનું છે.” તેમણે જો કે આ માન્યું કે કેટલીક નવીન વિચારી ન શકાય તેવાં અને ભયજનક ચેપી રોગો માનવ સમાજમાં ઊભરવાનો ભય બની રહેશે, પરંતુ પાછલા પચાસ વર્ષોમાં એવું કશું નથી થયું. મહામારી ઓ આવામાં ફક્ત ઇતિહાસકારો માટે રસપ્રદ વિષય બનીને રહી જશે.
સમય બદલાયો. ઈ. સ. ૧૯૭૦માં હર્પીઝ અને લેજીયોનાયર્સ રોગ થી લઈને આગળ પછી એઇડ્સ, ઈબોલા, સાર્સ અને હવે કોવિડ-૧૯ માનવ સમાજ પર ચેપી રોગોનો ભય એક પછી એક આવતા જ ગયા. મહામારીઓના ઇતિહાસકારો પાસે આવામાં આપણને શીખવાડવા માટે ઘણું બધું છે. જયારે પણ તેમને પૂછવામાં આવે છે, ત્યારે તે સ્થાનિક પરિસ્થિતિઓ પર સૌથી પહેલા વાત કરે છે. પરંતુ આનું એકદમ એક વિરોધી પાસું પણ તે આપણને જણાવે છે : તે વૈશ્વિક સત્યોને ઓળખવામાં આવે, જે ત્યારે સામે આવે છે જ્યારે કોઈ ચેપી રોગની મહામારી સમાજમાં ફેલાય છે.
ચાર્લ્સ રોઝનબર્ગ તબીબી ઇતિહાસકાર છે. તેમના મુજબ મહામારીઓ (સામાજિક રીતે) ત્રણ ચરણોમાં નાટકીય અંદાજમાં ફેલાય છે. આરંભિક ચરણ અતિશય ધીમો હોય છે. લોકો પોતાને જ સમજાવે છે, દિલાસો આપે છે. તે પોતાના આર્થિક હિતોના રક્ષણમાં લાગી જાય છે. તે રોગની તીવ્રતા અને તેના કારણે થનારા મૃત્યુઓને સમજી ન શકવાને લીધે તેના પર ધ્યાન નથી આપતા.
ત્યાર પછી દ્વિતીય ચરણ આવે છે, જ્યારે તે રોગને સમજવા લાગે છે. ત્યારે તે જવાબદારી અને દોષારોપણ કરવામાં જોડાઈ જાય છે. કારણો ગણાવે છે, આ બંને પ્રકારના હોઈ શકે છે. વૈજ્ઞાનિક (મેકૈનિસ્તિક) કારણો અને નૈતિક કારણો પણ. તેમને સમજાવવામાં આવે છે. સમજાવવા પર જનતાની પ્રતિક્રિયા આવે છે. ત્યાર પછી ત્રીજા ચરણની શરૂઆત થાય છે, જ્યારે બેચેની અને નાટકીયતા તેના ચરમસીમા પર પહોંચી જાય છે અને તંત્ર અસ્ત વ્યસ્ત થઈ જાય છે.
સમય જતાં સામાજિક પ્રતિક્રિયા અથવા નવા રોગી શરીર ન મળી શકવાને લીધે રોગચાળો આખરે વીતી જાય છે. પરંતુ તે જે સમાજ પર થી પસાર થાય છે, તેના પર અત્યંત દબાવ બનાવે છે. સમાજના તે ભાગ જે હજુ સુધી અદૃશ્ય હતા, હવે બધાને નજર આવવા લાગે છે. મહામારી આ રીતે સામાજિક સંશોધનની સેમ્પલિંગ કરવામાં મદદ કરે છે: જણાવે છે કે જન સંખ્યા માટે કયું સેમ્પલ, કેટલું અને શા માટે મહત્વપૂર્ણ છે.
મહામારી-પ્રતિક્રિયાનું એક નાટકીય પાસુ જવાબદારી નક્કી કરવું છે. બીમારીથી ઘણા બધા બીમાર પડે છે અને મૃત્યુ પામે છે, ગુનેગાર કોણ છે ! કોઈની પર તો દોષારોપણ થશે જ ! દોષારોપણ સમયે સમય, ધર્મ, જાતિ, સમુદાય, વર્ગ, લિંગના ભેદોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે.
સરકારો પોતાની સત્તાનો પ્રયોગ કરે છે: બળજબરી પૂર્વક કવારાંટાઈન અથવા રસીકરણની પ્રક્રિયા ચલાવવામાં આવે છે. આ દરમ્યાન પણ અલગ અલગ પ્રકારના સામાજિક સંઘર્ષ જોવા મળે છે.
રોગચાળાના ઐતિહાસિક સંશોધનથી એક અન્ય વાત સામે આવે છે કે સ્વાસ્થ્ય પ્રતિરોધ ઘણી વાર તે નથી કરી શકતા, જેની આશા સેવાય છે. સમોલ્પોક્સ અર્થાત્ શીતળાની રસી ઈ.સ. 1798માં બનાવી લેવામાં આવી હતી. પરંતુ આ રોગને નાબૂદ થવામાં 180 વર્ષ લાગ્યા. ઈ.સ. 1900માં જ્યારે સૈન ફ્રાન્સિસ્કોમાં પ્લેગ ફેલાયો, ત્યારે ચાઈનાટાઉનને ચારેય તરફ દોરડાથી બાંધવામાં આવ્યું અને ફક્ત શ્વેત લોકોને દરેક જગ્યાએ જવાની અનુમતિ આપવામાં આવી હતી. આ પ્રયત્ન, જાહેર છે, પ્લેગ ને રોકવામાં નિષ્ફળ રહ્યો. (કેમ કે ઉંદર કે જેનાથી આ રોગ ફેલાય છે તે પોતાની મરજીથી આખા શહેરમાં દરેક જગ્યાએ જવા માટે સ્વતંત્ર હતા.)
વીસમી સદીના આરંભનો અભિશાપ સિફિલીસ નામનો રોગ નાબૂદ થઇ શકતો હતો, જો દરેક વ્યક્તિ જાતીય સંબંધોમાં સંપૂર્ણ સંયમનું પાલન કરતો. પરંતુ એક અમેરિકી સેનાના મેડિકલ ઓફિસરના કહેવા પ્રમાણે, “સેક્સને અલોકપ્રિય બનાવવામાં આવી શકતો નથી.” પછી જ્યારે બજારમાં પેનિસિલિન આવી અને સિફિલિસના રોગી ઘટવા લાગ્યા, ત્યારે ડોક્ટરોએ ચેતવણી આપી કે આના કારણે માનવ સમાજ યૌનના મામલામાં બહોળા પ્રમાણમાં બહુસંબંધી થઈ જશે. ઈ. સ. 1980માં એચઆઇવી નામક રોગ આવ્યો અને ફરી નેવુંના દાયકામાં એન્ટી રેટ્રોવાયરલ દવાઓના આવ્યા પછી એઇડ્સના લીધે થનારી મૃત્યુમાં ઘટાડો થયો, છતાં સંપૂર્ણ રીતે આ રોગચાળો નથી રોકી શક્યા.
રોગચાળાની બે સામાજિક પ્રતિક્રિયાઓ દુઃખદ છે. પહેલી આ કે વિષાણુના મૂળ સ્ત્રોતની શોધ દરમિયાન લોકો કોઈ ખાસ સમૂહ, દેશ, ધર્મ, જાતિ, લિંગના લોકો પ્રતિ ઘૃણાના ભાવ થી ભરાઈ જાય છે. ચીનના વિરુદ્ધ આવા ભાવ આજે પહેલી વાર નથી ઊભર્યા. ઈ.સ. 1900માં સૈનફ્રાન્સિસ્કોમાં આવું થઈ ચૂક્યું છે. ફરી ઈ. સ. 2003માં સાર્સ દરમ્યાન અને પછી કોવિડ-19 દરમ્યાન આને ફરી જોવામાં આવી રહ્યો છે.
બીજી, રોગચાળો સ્વાસ્થ્ય કર્મચારીઓના જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે. કેટલાક રોગચાળામાં તો ભારે સંખ્યામાં તે લોકો મૃત્યુ પામે છે. મધ્યકાલીન પ્લેગ અને પછી પિતજ્વર તેમજ ઈબોલા જેવા રોગો દરમ્યાન ઢગલાબંધ ડોક્ટરો પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસ્યાં હતાં. છતાં ડોક્ટર ખુદને જોખમ માં નાખીને દર્દીઓની સારવાર કરે છે, પરંતુ આ સરકારની જવાબદારી છે કે તે ડોક્ટરોને દરેક રીતે કામકાજનું સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવે.
ઇતિહાસકાર રોગચાળાઓના ભૂતકાળ વિશે જેટલું વધુ સ્પષ્ટ રીતે જણાવી શકે છે, તેટલું જ તે રોગચાળાઓના ભવિષ્ય વિશે જણાવી નથી શકતા. ત્યાં તે અસહાય થઈ જાય છે. કોવિડ-૧૯ નું ભવિષ્ય શું છે? કેટલાક વિશેષજ્ઞ માને છે કે વર્ષના અંત સુધી અડધી દુનિયા આ વાયરસથી સંક્રમિત થઈ ગઈ હશે અને લગભગ ૧૦૦ મિલિયન લોકો મૃત્યુ પામી ચૂક્યા હશે. શું આપણે કાળચક્રના તે વિષમ ક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યારે આવી જીવલેણ આફતો આવે છે? વધતી માનવ જનસંખ્યા, વધતા શહેરીકરણ, જંગલની આડેધડ કપાત, વૈશ્વિક પ્રવાસો, સામાજિક ભેદભાવો આટલી બધી વાતો આપણાને ઇતિહાસના સૌથી વધુ અંધકારમય બિંદુઓ પર ઊભા કરી દે છે.
પરંતુ આ સમય અત્યંત બેચેની પણ લાવે છે, જે બિનજરૂરી છે. ગભરાઈને રોગચાળાઓથી નથી લડી શકાતું. આવું ઘણી વખત થયું છે કે લોકોએ નાના ચેપના ભય પર દેકારો મચવ્યો અને અન્ય મોટા ખતરાઓ પર ધ્યાન જ ન આપ્યું. આ સમય ખૂબ જ ધ્યાનથી વિચારવા અને પ્લાનિંગ કરીને પ્રાથમિકતા નક્કી કરવાનો છે.
અંતિમ વાત રોગચાળાઓ ના રાજનૈતિક પ્રભાવના ઉદાહરણોની. સ્વાઇન ફ્લૂ નો ભય 1976ના અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી માં પ્રસર્યો, ત્યારે ગેરાલ્ડ ફોર્ડે સર્વે લોકોનું રસીકરણ કરાવવાનું શરૂ કર્યું. રસીકરણથી લોકોને આડઅસરો થવા લાગી અને કેટલાક મૃત્યુ પણ પામ્યા. જ્યારે રોગચાળો એટલો વિનાશકારી ન નીકળ્યો ત્યારે ફોર્ડની યોજનાઓએ તેને દગો દીધો અને તેમનો ચુંટણીમાં પરાજય થયો. આનાથી ઉલટું જ્યારે ઈ. સ. 1981ના અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણીમાં રોનાલ્ડ રીગન એ એચઆઇવી એઇડ્સ પર આવું ધ્યાન ન આપ્યું અને તેમનો બહુમતી થી વિજય થયો.
રોગચાળાઓનો ઇતિહાસ ઘણા બધા પરામર્શ આપે છે. પરંતુ ફક્ત તેને જે વિવેકપૂર્ણ ઢબે ઇતિહાસનું અધ્યયન કરવાનુ જાણે છે.
લે. ડો. સ્કંદ શુકલા.