Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઇસ્લામનો શૈક્ષણિક દૃષ્ટિકોણ

ઇસ્લામનો શૈક્ષણિક દૃષ્ટિકોણ

ઇસ્લામી શૈક્ષણિક વિચારધારાનો પ્રારંભઃ
આ વાસ્તવિક્તા છે કે ઇસ્લામી શૈક્ષણિક વિચારધારાની શરૃઆત સ્વયં આદમ (અ.સ)ના સર્જનથી થઇ છે. આ બાબત અલ્લાહતઆલા અને ફરિશ્તાઓની એ વાતચીતમાં સ્પષ્ટ થઇ સામે આવે છે જ્યારે અલ્લાહતઆલાએ ફરિશ્તાઓની સામે જમીન પર પોતાનો એક ખલીફા નિશ્ચિત કરવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારે ફરિશ્તાઓએ પ્રશ્ન દ્વારા શંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે આપ એક એવી હસ્તીને જમીન પર પોતાનો ખલીફા નિશ્ચિત કરવા ઇચ્છો છો જે જમીન પર ખુનામરકીનું બજાર ગરમ રાખશે? આના જવાબમાં અલ્લાહતઆલા એ માત્ર આટલું જ ફરમાવ્યું કે “કાલ ઇન્ની આલમુ માલા તાઅલમૂન” (સૂરઃ બકરહ-૩૦) “હું એ બધું જાણું છું જે તમે નથી જાણતા” ધ્યાન આપવા જેવી વાત એ છે કે અહીં જવાબમાં જાણવા અને ન જાણવાની એટલે કે જ્ઞાનની વાત કરવામાં આવી છે એટલે કે બાબત જાણનાર (જ્ઞાની) અને ન જાણનારની(અજ્ઞાની) છે અને અલ્લાહતઆલા એ મનુષ્યને જ્ઞાન (ઇલ્મ) આપી એ સાબિત કરી દીધું કે જ્ઞાન પર અલ્લાહના ખલીફાની બુનિયાદ છે. તથા જ્ઞાન વગર ખિલાફતની મજબૂત પાયારૃપ બુનિયાદ કે ઇમારત કાયમ થઈ શકતી નથી કે કરવામાં આવી શક્તી નથી. વધારામાં આ જ્ઞાન વ્યાપક (Comprehensive knowledge) હોવું જોઈએ. ચીલાચાલુ અને ઉપર છલ્લાં જ્ઞાન દ્વારા ખિલાફતની જવાબદારી અદા કરી શકાતી નથી.

વ અલ્લમા આદમલ અસ્મા અ કુલ્લહા (સૂરઃ બકરહ-૩૧) “એમણે આદમ (અ.સ)ને બધીજ વસ્તુઓના નામની તાલીમ આપી. વસ્તુઓના નામોની તાલીમનો અર્થ બધી જ વસ્તુઓનું જ્ઞાન આપવાનો છે. જ્ઞાનમાં વસ્તુ શું છે ? શું નામ છે ? એનંુ નામ એવું શા માટે પડયું ? એ નામનું એના કામ અને ખિલાફતની જવાબદારી (ફરજ) સાથે શું સંબંધ છે? વગેરે જેવી બાબતોમાં સમાવેશ થાય છે. થોડું આગળ વધીએ તો એ વાતને મુસલમાનો દ્વારા, કલમ અને કાગળ દ્વારા આમ સમજાવી શકાય કે આજ સુધી જેટલી કલમ મનુષ્ય વપરાશ કરતો આવ્યો છે અને વપરાશ કરવા માટે બનાવતો આવ્યો છે એ દરેકના રૃપ રંગ અને જે સાધનો વડે બનાવતો આવ્યો છે તેમના નામ, તેમના પ્રાપ્તિસ્થાનના એ સ્ત્રોત જેને મેળવી તેનાથી કલમના વિવિધ આકાર તૈયાર કરવાનો પૂરેપૂરૃં જ્ઞાન અને તાલીમ મનુષ્યને આપી દેવામાં આવી છે. શરૃઆતના સમયથી કયામત સુધી જેટલી કલમ બનાવવામાં આવશે તેના રૃપ-રંગ અને તેના ઉપયોગની તાલીમ અલ્લાહતઆલા એ મનુષ્યને આપી દીધી છે. આ બધું જ અલ્લાહતઆલાનો કમાલ છે.

એવી જ રીતે આપ એ કાગળનો પણ કયાસ કાઢી શકોે છો જેના પર તે કલમનો ઉપયોગ કરી મનુષ્ય પોતાના વિચારો અને લાગણીઓનું આલેખન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અલ્લાહે કાગળની, તેના બધા રૃપ-રંગની બધીજ માહિતીની મનુષ્યને તાલીમ આપી દીધી છે. જેનો આજ સુધી તે ઉપયોગ કરતો રહ્યો છે. ભલે પછી તે વૃક્ષોના પાંદડાં હોય, હાડકાં હોય, ચામડા હોય, પથ્થરની શિલાઓ હોય અથવા સમયાંતર મુજબ અસ્તિત્વમાં આવનાર કોમ્પ્યુટરના સ્ક્રીન જેવા કાગળ જ કેમ ન હોય. આજ હાલ ટેબલો, ખુરશીઓ, મકાનો, શહેરો, બજારો વગેરેનો છે. એ બધાની વિસ્તૃત આકૃતિઓ (ચિત્રો) આપણાં મન અને મગજમાં અંકિત કરી શકાય છે. તેથી જ્યારે આપણે તેની શોધ કરીએ અથવા મેળવીએ તો જાણે કે આપણો તેને મોટા ગોદામ કે ખજાનામાંથી શોધ (Research) કરીએ છીએ. જેને આપણો માનવ યાદશક્તિ (Human Memory)નું નામ આપીએ છીએ. આ યાદ શક્તિ જ મનુષ્યનું જ્ઞાન અને ચીજોના અસ્તિત્વનું બીજું નામ છે.

અજ્ઞાન સંસ્કૃતિઓની શૈક્ષણિક વિચારધારાઃ
ઇસ્લામી શૈક્ષણિક વિચારધારાની વિરૂદ્ધ અજ્ઞાની (બિન ઇસ્લામી) શૈક્ષણિક વિચારધારા કે જેમાં દાવો કરવામાં આવે છે કે સંશોધન દ્વારા જે શોધ (Invention) થઈ છે તે માનવીનો કુદરત પર વિજય છે. એટલે કે માનવી અને કુદરત વચ્ચે જંગ (યુદ્ધ) ચાલુ છે. જેમાં મનુષ્ય સંશોધન અને શોધ દ્વારા કુદરત પર વિજય પ્રાપ્ત કરે છે. આ વિચારધારામાં મનુષ્યનો કોઈ સર્જક નથી કે ન કુદરતને બનાવનાર કોઈ હસ્તી અસ્તિત્વ ધરાવે છે જે સમગ્ર જ્ઞાન ધરાવતી હોય અને જે મનુષ્યને કોઈ તાલીમ આપી શક્તી હોય.

અજ્ઞાની અને ઇસ્લામી શૈક્ષણિક વિચારધારાની અસરો અને પરિણામોઃ
જ્યાં ઇસ્લામી શૈક્ષણિક વિચારધારા અલ્લાહ તઆલાને સર્વ જ્ઞાનનો સ્ત્રોત અને કેન્દ્રબિંદુ માની, પોતાની અજ્ઞાનતા, અણ સમજ અને અણઆવડતનો સ્વીકાર કરી જ્ઞાન મેળવવા માટે સંશોધન અને શોધની યાત્રા શરૃ કરે છે અને દરેક નાની મોટી સફળતા માટે આભાર વ્યક્ત કરી પોતાના જ્ઞાનને ઇશ્વરીયજ્ઞાનનો એક ભાગ માની એને અલ્લાહની ખુશી મેળવવા અને માનવજાતના ફાયદા માટે ઉપયોગ કરે છે. તથા બીજી બાજુ અજ્ઞાની શૈક્ષણિક વિચારધારા મનુષ્યને ઘમંડી બનાવી કુદરત પર વિજય મેળવવાની તાલીમ આપે છે અને મનુષ્યને એ વાત માટે પ્રોત્સાહિત કરે છે કે તે પોતાના જ્ઞાનને વ્યક્તિગત, કૌટુંબિક, સમાજ કે દેશના ફાયદા માટે ઉપયોગ કરી દુનિયામાં તબાહી બરબાદી મચાવવા ઉપયોગ કરે.
આથી તમે જોઈ શકો છો કે આ પશ્ચિમી ભૌતિકવાદી ઘમંડી કોમ મોટા પાયે તબાહી બરબાદી કરવા વાળા હથિયાર તૈયાર કરી આખા વિશ્વમાં તબાહી અને બરબાદીનું બજાર ગરમ રાખે છે. લાખો-કરોડો લોકોનું ખૂન કરે છે. દેશોને રણ પ્રદેશમાં ફેરવી નાંખે છે. આમ છતાં ઘમંડના નશામાં ધુત થઈ લાચાર કોમોને આતંકવાદી જાહેર કરે છે જ્યારે વાસ્તવમાં આતંકવાદની શરૃઆત કરવાની વિજય માળા માત્ર અને માત્ર એમના ડોંકે બાંધી શકાય.

અલ્લાહ તઆલા સમગ્ર માનવજાતને આ અજ્ઞાની ‘બૌદ્ધિકો’ની અજ્ઞાનતાથી છુટકારો આપે અને તેમની મનુષ્ય દુશ્મની અને આતંકથી માનવસમાજને સુરક્ષિત રાખે. (આમીન)

એની સામે ઇશ્વરીય માર્ગદર્શનના વાહકો અને ઝંડાધારી વિદ્વવાનોએ કાર્યક્ષેત્રમાં પ્રખર રહી અજ્ઞાની અને અજ્ઞાનતા પર આધારિત ‘બોદ્ધિકો’ના જ્ઞાનથી માનવતાને હાશકારો અપાવે. જેથી માનવતા સુખ અને શાંતિનું સાચાં અર્થમાં રસપાન કરી શકે. જયાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી માનવતા પીડાની વેદનાથી વ્યથિત થઇ ભટકતી રહેશે.

આ જ માટે ઇસ્લામ પસંદ વિદ્યાર્થીની ફરજ છે કે તે પોતાની નાજુક જવાબદારીઓનો સ્વીકાર કરે અને તેને પૂર્ણ કરવા માટે તન-મન-ધનની બાજી લગાવી દે. આ વિશેષ જવાબદારી માટેનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ ઉમ્મતના મહાન માર્ગદર્શક મુહમ્મદ સ.અ.વ. પર વહીની શરૃઆત ‘ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક. ખલકલ ઇન્સાના મિન અલક. ઇકરા વ રબ્બુકલ અકરમ. અલ્લઝી અલ્લમા બિલ કલમ. અલ્લમલ ઇન્સાન મા લમ યઅલમ’ (પઢો (હે પયગંબર!) પોતાના રબ (પ્રભુ)ના નામ સાથે જેણે સર્જન કર્યું. થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું, પઢો અને તમારો રબ અત્યંત ઉદાર છે જોણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું, મનુષ્યને તે જ્ઞાન આપ્યું જે તે જાણતો ન હતો. (સૂરઃ અલક-૧થી૫) આ સોનેરી શબ્દોથી થયેલ છે કે જેમાં પ્રકાશ અને ભલાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments