Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસઈદની ઉજવણી સમગ્ર માનવતાની સૌથી મોટી ઉજવણી છે

ઈદની ઉજવણી સમગ્ર માનવતાની સૌથી મોટી ઉજવણી છે

એક સમાજમાં દમન, અત્યાચારો અને અનૈતિકતાની હદ શું હોઈ શકે છે? આ વિષય ઉપર તમે શું વિચારો છો? એક સમાજ દમન, અત્યાચાર અને અનૈતિકતામાં કેટલી હદે પડી શકે છે? તમને જણાવુ કે એક સમાજ કેટલી હદ સુધી આ કુકર્મોમાં સામેલ થઈ શકે છે.

ઇતિહાસના એ ભાગમાં નજર નાખીએ જ્યાં આરબ સમાજ ઊભો હતો. તમે આ વિષય ઉપર અંદાજો થઈ શકે છે. ઇતિહાસના પાના પર કાળી શિહાઈથી લખેલ છે કે આરબવાળાઓ દમન, અત્યાચાર અને અનૈતિકતામાં શું-શું કાર્યો કરી ગુજરતા હતા. આરબવાસીઓ ગુલામો પર દમન ગુજારતા, મહિલાઓની ઇજ્જત પર હાથ નાંખતા, બાળકીને દૂધપીતી કરી દેતા, પોતાના ફાયદા માટે ગરીબોનું હક્ક મારવું, યતીમોનું હક્ક મારવું, જુથબંધી કરી નાનકડા મામલામાં વર્ષો વર્ષ સુધી લડાઈ કરવી. આ અને આના જેવા ઘણા બધા કુકર્મો તેમના પહેરવેસ બની ગયા હતા. આ કુકર્મો એટલી હદે વધી ગયા હતા કે આરબવાસીઓ આ કાર્યો કરી ફર્ખ અનુભવતા હતા અને આવા કુકર્મોને સમાજનો હિસ્સો માની લેવામાં આવ્યું હતું. આરબ સમાજ વર્ષો વર્ષ સુધી આવા કર્મોમાં સામેલ રહ્યા.

આરબ સમાજની હાલત એટલી હદે ખરાબ થઈ હતી કે તેમની આસપાસ રોમ અને ઈરાનની મોટી-મોટી હુકુમતો હતી પરંતુ તેઓ પણ એવું માનતા હતા કે આરબ સમાજ સત્તા વિહીન છે. તેમના પર સત્તા કરવી અશક્ય છે.

ઇહિતાસ લખવાવાળાઓ લખે છે કે આરબ સમાજમાં માનવતા મરી ચુકી હતી. મૃત્યુની ખાઈમાં માનવતા ઝુલતી હતી. આ વાતથી એ અંદાજો લગાવી શકાય છે કે એ સમાજમાં દમન, અત્યાચાર અને અનૈતિકતા જેવા કુકર્મો કેટલી હદે ચાલી રહ્યા હશે.

આરબના આવા સમાજમાં ઘણી અંધારી રાત્રીમાં આરબના રણમાં એક પર્વતની અંદર જેનું નામ ગારે હીરા (હીરા નામી પર્વત) હતંુ. એક વ્યક્તિ જેનું મુહમ્મદ સ.અ.વ. છે ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાં એક પવિત્ર કિરણનું આગમન થાય છે. ફરીશ્તા હઝરત જીબ્રીરઈલ અ.સ. આવે છે અને મુહમ્મદ સ.અ.વ. સાથે વાત કરે છે, “પઢો (હે પયગંબર !) પોતાના રબ (પ્રભુ)ના નામ સાથે જેણે સર્જન કર્યું, થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું. પઢો, અને તમારો રબ અત્યંત ઉદાર છે જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું, મનુષ્યને તે જ્ઞાન આપ્યું જેને તે જાણતો ન હતો.” (સૂરઃ અલ-અલક ૧ થી ૫)

જ્ઞાન અને ડહાપણ અને દયા અને પ્રેમથી ભરપૂર આ અવાજો ૨૩ વર્ષની ઓછી મુદ્દતમાં આરબ સમાજની કાયા પલટી નાખી. હવે આ સમાજ જે મહિલાઓની ઇજ્જતમાં હાથ નાંખતો, તે હવે મહિલાઓના હક્કોની વાતો કરવા લાગ્યા. હંમેશા લડાઈ અને ઝઘડાઓની ટેવ વાળો એ સમાજ હવે દયા અને કરૃણાની સાથે રહેવા લાગ્યો અને તમામ કુકર્મોના વાદળ હટી ગયા જેનાથી આરબ સમાજ ઘેરાયેલા હતો.

આરબ સમાજ હવે એ અલ્લાહની પૂજા-ઉપાસના કરવા લાગ્યો. જેના કારણે જ્ઞાન અને ડહાપણથી પૂર્ણ એ કિતાબે હિદાયત આપી જેથી તેમના હૃદય પરિવર્તન થઈ ગયા. આ માર્ગદર્શક પુસ્તકનું અવતરણ આ માહે રમઝાનની એક પવિત્ર રાતમાં થયું. આના માટે જ આ માહે રમઝાનને અલ્લાહથી સંબંધનો મહિનો કહેવામાં આવે છે. કુઆર્નમાં છે, “રમઝાન એ મહિનો છે, જેમાં કુઆર્ન અવતરિત કરવામાં આવ્યું, જે માનવ-જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ દેખાડનારું તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે.” (સૂરઃ બકરહ-૧૮૫)

રમઝાન મહિનો એક પ્રશિક્ષણ કોર્ષ છે. જેમાં અમને અલ્લાહથી ગાઢ સંબંધ, માનવતા માટે દયા અને કરૃણા પેદા કરવું એ દરેક કુકર્મોથી દૂર રહેવું જેનાથી પોતાને અને માનવતાને ખતરો હોય, પોતાને અલ્લાહ માટે પવિત્ર કરી દેવું, આ તમામ કામોનું પ્રશિક્ષણ કરાવવામાં આવે છે. પોતાના હૃદયમાં અલ્લાહનો ડર પેદા કરવું, પોતાને બધી જ બુરાઈઓ અને અનૈતિક કામો અને વાતોથી બચાવવું અને પોતાના હૃદયમાં દયાનો ગુણ પેદા કરવું આ બધો જ પ્રશિક્ષણ આ રમઝાનમાં અમે મેળવીએ છીએ.

સાથીઓ! ઈદની ઉજવણી આ જ પ્રશિક્ષણ કોર્ષથી પાસ થવાનું જશ્ન છે. ઈદની આ ઉજવણી સમગ્ર માનવતા માટે એક પૈગામ છે. એક મહાન ઇસ્લામી સ્કૉલર સૈયદ સઆદતુલ્લાહ હુસૈની ઈદનું પૈગામ આપતા કહે છે કે,

“ઈદની આ ઉજવણી સમગ્ર માવનતાની સૌથી મોટી ઉજવણી છે. આ કુઆર્નની ઉજવણી છે, આ માનવતા માટે અલ્લાહની કિતાબનું અવતરણની ઉજવણી છે, ઈદ આ વાતની ઉજવણી છે કે માનવતાને સફળતાની ‘માસ્ટર કી’ મળી ગઈ અને નજાતનો રસ્તો મળી ગયો. રમઝાનના ૩૦ દિવસ સુધી અમે આ માસ્ટર કી ઉપર અમલ કરીએ તો એ હૃદય પરિવર્તન કરી દે. આપણા માટે રમઝાન–ઈદ આવી પ્રશિક્ષણ કોર્ષ પૂર્ણતાની ઉજવણી છે.”

મારા વ્હાલા સાથીઓ! ઈદનું આ પૈગામ ગરીબો, યતીમો અને મજલૂમો સાથે સંબંધ બનાવવાની ઉજવણી છે. એમની પીડાને મહેસૂસ કરી એને દૂર કરવું, પાડોશીઓની સાથે સંબંધ બનાવવું, મુસ્લિમો-બિનમુસ્લિમો ભાઈઓ સાથે સંબંધ સાધવો, તેમના દર્દને સમજવું તેમના હિદાયતનો રસ્તો બનાવો અને એમની સાથે દયાનું વ્યવહાર કરવું. આ જ ઈદનું પૈગામ છે. ઈદની આ ઉજવણી પ્રેમ, સ્નેહ, દયા અને કૃપાનું પૈગામ આપે છે.

ઉમ્મીદ છે કે અમે બધા આ પૈગામને સમજીશું અને આ પૈગામને સમગ્ર માનવતા સામે પ્રસ્તુત કરીશું. આવી રીતે ઈદની ઉજવણી કરીશું. ઈદ મુબારક.!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments