Sunday, July 21, 2024
Homeમનોમથંનઉર્જિત પટેલનું રાજીનામું: દેશનો અર્થતંત્ર કઈ દિશામાં???

ઉર્જિત પટેલનું રાજીનામું: દેશનો અર્થતંત્ર કઈ દિશામાં???

૧ એપ્રિલ ૧૯૩૫માં સ્થપાયેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સર્વોચ્ચ બેંક છે, જે દેશની આર્થિક તેમજ નાણાંકીય બાબતો પર નિયંત્રણ રાખે છે. દેશના આર્થિક વિકાસમાં RBIનો સિંહ ફાળો છે અને દેશની કરોડરજજુ સમાન છે.

RBI એ સ્વતંત્ર હોવાની સાથે સાથે કેન્દ્રિય સરકાર હસ્તક પણ હોઈ બંનેમાં નીતિ વિષયક બાબતો પર વિરોધાભાસ હોય તે સ્વભાવિક છે.
RBI ને દેશની રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. તેનો ધ્યેય દેશને આર્થિક સદ્ધરતા તેમજ નાણાંકીય તરલતા બક્ષવાનો છે, બેંકોને નિયંત્રિત રાખવાનો છે અને ભારતીય મુદ્રાને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકાવી રાખવાનો છે.

જ્યારે સરકારનો ધ્યેય આ તમામ ધ્યેયોની સરકાર ટકાવી રાખવાનો અને ફરીથી સરકાર બનાવવાનો પણ છે. તેથી સરકાર પોતાની સિદ્ધિઓમાં આર્થિક વિકાસ કરવાના મુદ્દાને પોતાની સિદ્ધિ તરીકે વર્ણવી શકે તેની શક્યતાઓ હોય છે. તેમાં આંકડાઓ સાથે, ફોર્મ્યુલા સાથે, અને વ્યાખ્યાઓ સાથે છેડછાડ પણ શક્ય છે.

આ જ વિરોધાભાસ અને તફાવત હાલમાં સપાટીએ આવી ગયો જ્યારે ગવર્નર ઉર્જિત પટેલે કાર્યકાળ પૂરો કર્યા પહેલાં જ અચાનક પોતાના અંગત કારણોને આધાર બનાવી રાજીનામું ધરી દીધું.

ઉર્જિત પટેલને ૪ સપ્ટેમ્બર ૨૦૧૬થી ત્રણ વર્ષના સમયગાળા માટે
RBIના ગર્વનર પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના આમ અચાનક રાજીનામા આપી દેવા પાછળ કેટલાક કારણો માનવામાં આવી રહ્યા છે, જેમકેઃ

• રોકડ અનામતના ઉપયોગ અંગેઃ

RBI માં અનામત તરીકે રાખેલ રોકડમાંથી સરકાર ૩.૭૬ લાખ કરોડ તેને આપી દેવા દબાણ કરી રહી હતી. તેની પાછળ એવો તર્ક આપવામાં આવી રહ્યો હતો કે આ રકમને રાજકોષીય ખાદ્યને ઘટાડવા અને દેશના વિકાસ અર્થે વાપરવામાં આવશે. આટલી બધી અનામત રાખવાની આ જૂની પ્રથા છે તેમા ફેરફાર કરવાની જરૂર છે. બીજી તરફ RBIનો મુદ્દો હતો કે આટલી મોટી રકમ અનામતમાંથી કાઢી નાખવાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થવાની સંભાવના છે, બજારનો ભરોસો ઓછો થવાની વકી પણ છે. તેથી વિદેશી લોકો ભારત સાથે વેપાર કરવા પ્રેરાશે નહીં. આ અંગે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)એ પણ ચિંતા વ્યક્ત કરેલ છે.

• નાના ઉદ્યોગોને લાન ઓછા દરે આપવા અંગે :

નાના ઉદ્યોગોને ઓછા વ્યાજદરે લાન આપવા માટે સરકાર દબાણ કરી રહી હતી. સરકારની દલીલ હતી કે બજારમાં રોકડ પ્રવાહ વધશે તો અર્થવ્યવસ્થા વેગવંતિ બનશે. જ્યારે RBIની દલીલ હતી કે બેંકો પહેલાંથી નુકસાન વેઠી રહી છે અને જા વ્યાજદરો ઘટાડવામાં આવશે તો તેની આવકમાં વધુ પડતો ઘટાડો થવાની શક્યતા છે.

• સેકશન-૭ના ઉપયોગ અંગેઃ

સરકાર પોતાની વાતને મનાવવા RBI એક્ટની સેકશન-૭ મુજબ આદેશ કરી શકે, અને RBI ને તેના પર અમલ કરવો ફરજિયાત થઈ જાય તેવી જાગવાઈ છે. આ વાતને લઈને સરકાર દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. આ મામલે સરકાર ચોક્કસ અમલ કરશે તેવી સંભાવના છે.

• એસ. ગુરૂ મૂર્તિની RBI ના બોર્ડ આૅફ ડિરેક્ટર પદે નિમણૂક અંગેઃ

આરએસએસના ચિંતક એવા એસ. ગુરૂ મૂર્તિની સરકારે ઇમ્ૈંના બોર્ડ આૅફ ડિરેક્ટરમાં નિમણૂક કરતા તેઓ નીતિ વિષયક નિર્ણયોમાં સરકારની ઇચ્છાને અનુરૂપ દલીલો કરતા રહ્યા છે. તેઓ ઇમ્ૈંને સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આડખિલી રૂપ હતા. તેઓ સરકારના એજન્ટ રીતે વર્તી રહ્યા હતા.

• નોટ બંદી અંગેઃ
નોટબંદી મામલે ઉર્જિત પટેલથી સંસદીય સમિતિ સમક્ષ બોલાઈ ગયું કે નોટબંદીને કારણે અર્થવ્યવસ્થામાં ક્ષતિ ઉભી થઈ હતી. આ તેમનો આડકતરી રીતે નોટબંદીનો વિરોધ હતો. નોટબંદી મામલે સરકારની આલોચના તો ઉર્જિત પટેલે ખૂબ દબાયેલા સ્વરે કરી, પરંતુ હકીકતમાં તેઓ નોટબંદીની દુરોગામી અસરો એક અર્થશા†ી તરીકે જાઈ રહ્યા હતા. પરંતુ સરકારી દબાણના કારણે જાઈએ તેટલું ‘express’ ન કરી શક્યા. છેવટે તેમનું ‘expression’ તેમના ‘resignation’ સ્વરૂપે બહાર આવ્યું.

ઇન્ડિયા ટીવી દ્વારા આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ સ્વીકાર કર્યો હતો કે RBIના સેકશન-૭ અંતર્ગત આદેશો આપવામાં આવી ચૂક્યા છે. આમ ઉર્જિત પટેલ પાસે રાજીનામું ધરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. સેકશન-૭નો ઉપયોગ કરવાથી RBIની સ્વાયત્તતા ઉપર પ્રશ્નાર્થ લાગી જાય છે. આમ સરકાર પોતાની વાતને મનાવવા ગમે તે સ્તરે જઈ શકે છે, તેવા સ્પષ્ટ નિર્દેશો આ સાથે મોદી સરકાર તમામ સરકારી અમલદારોને આપી દીધો છે, જે દેશ, સરકારી એજન્સીઓ અને જનતા એમ દરેક માટે ખૂબ જ નુકસાનકારક છે. યાદ રહે કે મોદી સરકારે નજીકના જ ભૂતકાળમાં સીબીઆઈમાં પોતાના માનીતા એક ઓફિસરને બચાવવા મુખ્ય ઓફિસરને રાતોરાત બરતરફ કરી દીધા હતા.

જા આવી જ રીતે મોદી સરકાર દરેક વિષય અને નિર્ણયમાં પોતાની નકારાત્મક ભૂમિકા દરેક એજન્સી સામે ભજવતી રહેશે તો દેશ મુસીબતમાં મુકાઈ જશે. આ સરકારના આગમન સાથે જ દેશ અનેક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે. આ કટોકટીનો દોર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ અહંકારી લોકો પાસે સત્તા રહેશે. જા દેશની સ્વાયત્ત એજન્સીઓને અને જનતાને બચાવવી હોય તો આવા લોકોને સત્તાથી દૂર રાખવા પડશે. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments