Friday, April 19, 2024
Homeસમાચારએક સંપ થઈ સાચાને અને સારાને ચૂંટી કાઢીએ અને કોમવાદી તથા ફાસિસ્ટ...

એક સંપ થઈ સાચાને અને સારાને ચૂંટી કાઢીએ અને કોમવાદી તથા ફાસિસ્ટ પરિબળોને જાકારો આપીએ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસે મુશાવીરત AIMMMની અપીલ

AIMMMની પોલિટિકલ એડવાઇઝરી બોર્ડની મીટિંગ યોજાઈ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસે મુશાવીરત AIMMM ઘણા વર્ષોથી દેશભરમાં તથા ગુજરાતમાં પણ કાર્યરત છે. તેનો મુખ્ય હેતુ જુદા જુદા સંગઠનો ને જોડી એક એવું ફેડરેશન બનાવવાનો છે કે જેથી ઉમ્મતમાં સંપ અને જોડ – ઇત્તેહાદ બનેલો રહે. સાંપ્રત સમયમાં સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ ખુબજ નાજુક મોડ માંથી પસાર થઈ રહી છે. મુસલમાનો ને બધાજ આયામોમાં ખૂણા માં હડસેલીને કોમવાદી અને ફાસીસ્ટ તાકાતો રોજ નવા એજન્ડા સાથે બેફામ બની આગળ વધી રહી છે.

આ વાતાવરણમાં એકતરફ ઉમ્મત નો હોંસલો ટકાવવો ખુબજ અગત્યનો છે તો બીજી તરફ ઉમ્મતનો સંપ અને જોડ પણ એટલોજ મહત્વનો છે.

આ પરિસ્થિતિ માં પંચાયત તથા કોર્પોરેશન ની ચુંટણી પણ આવી ગઈ છે ત્યારે સમગ્ર પાસાઓ વિચારી ગુજરાત રાજ્ય સ્તર ની એક સર્વગ્રાહી રણનીતિ બનાવવી ખૂબ જ જરૂરી છે.

આ દિશામાં સમયસર પગલાં લેવા સારુ મુશાવીરતની પોલિટિકલ એડવાઇઝરી બોર્ડની મીટિંગ જનાબ મૂહમ્મદ શફી મદની સાહેબ ના અધ્યક્ષ સ્થાને તારીખ 18 ફેબ્રુઆરી 2021 મળેલ અને નીચે મુજબનો ઠરાવ પસાર કરેલ છે.

ચુંટણી લોકશાહીનું અગત્ય નું અંગ છે. તેના થકી પ્રજા પોતાના પ્રતિનિધિ દર 5 વર્ષે ચૂંટેછે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિધાનસભા/ લોકસભાની ચૂંટણી થી અલગ છે. અહીં સ્થાનિક સંપર્ક અને સંબંધો ખુબજ મહત્વના હોય છે. તેમ છતાં પણ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષ તથા અપક્ષ બધા જોર લગાવી રહ્યા છે અને પ્રજાને પોતાની વાત મનાવવા એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે. આજના કલુષિત વાતાવરણમાં ધાર્મિક ધ્રુવીકરણ નો ખુલ્લો નગ્ન ખેલ ચાલી રહ્યો છે. ભ્રષ્ટ અને અનૈતિક રીતે સત્તા અને પૈસાના જોરે જીતવાના પેંતરા ઉઘાડેછોગ ચાલી રહ્યા છે. ઉમ્મતને વિભાજીત કરી પોતાનો એજન્ડા દરેક પક્ષ થોપી રહ્યા છે.સામાન્ય પ્રજા, ખાસ કરીને મુસલમાનો લાચારી મહેસુસ કરી રહયા છે. પૈસાની રેલમછેલ વચ્ચે બુટલેગરો, અસામાજિક તત્વો અને ભ્રષ્ટ નેતાઓ ખુલ્લી રીતે પ્રજાને ભરમાવી દબડાવી રહ્યા છે. આ વખતે લઘુમતી મત વહેંચાઈ જવાનો ભારે અંદેશો છે, ત્યારે ખુબજ સાવધાનીથી દરેકે પોતાના મતનો ઉપયોગ કરવાનો રહેછે. ઉમેદવારનું ચારિત્ર, પક્ષની વિચારસરણી જોઈ પારખી, સ્વચ્છ , નેકદીલ, દીનદાર, ખાનદાન અને ગરીબ તથા છેવાડાના માનવીનું પક્ષપાત વિના કાર્ય કરે તેવા સંનિષ્ઠ વ્યક્તિ ને મત આપવો રહેશે. ચૂંટણીઓ લોકશાહીમાં આવતી જતી રહેશે પણ જો એ ભાઈચારો અને સઁપ તોડશે,કડવાશ અને દુશ્મની ઉભી કરશે, ઉમ્મતના ઇત્તેહાદ ને ઠેસ પહોંચાડી જશે તો બહુ મોટું નુકસાન થશે તે સૌએ ધ્યાને લેવું રહ્યું. એક બીજા સામે દોષારોપણ અને આક્ષેપબાજી થી બચવું પણ જરૂરી છે.

કોમી ધ્રુવીકરણનો જે માહોલ દેશમાં ઉભો કરવામાં આવ્યો છે અને મુસ્લિમોને પણ તે તરફ ચાલાકીથી અને મન્સૂબાથી ધકેલવામાં આવી રહયા છે તે પણ ધ્યાને લેવું રહ્યું. કોમવાદી, ફાસીસ્ટ તાકાતો ને હરાવવા મતોનું વિભાજન ન થાય તે પણ જોવું જ રહ્યું તથા ઉમેદવારની જીતવાની સંભાવનાઓ પણ ધ્યાને લેવી જોઈશે.

ભૂતકાળમાં અહમદાબાદ કોર્પોરેશનમાં મુસ્લિમોએ એકજ વ્યક્તિ ને ઘણી બધી જગ્યાએ ચૂંટી કાઢતાં જે મેસેજ બીજા સમુદાયમાં ગયો તેનું નુકસાન આજે પણ આપણે ઉઠાવી રહ્યા છે, તે પણ સમઝવું જ રહ્યું.

આ સંજોગોમાં અમો મિલ્લતના સદસ્યો તથા સંસ્થાઓને દર્દભરી અપીલ કરીએ છે કે વિખવાદો મતભેદો ભૂલી એક સઁપ થઈ સાચાને અને સારા ને ચૂંટી કાઢીએ અને કોમવાદી તથા ફાસીસ્ટ પરિબળો ને જાકારો આપી સબક શીખવાડીએ. મતદાન વધુમાં વધુ થાય તે પણ સુનિશ્ચિત કરીએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments